অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટીબીના જીવાણુની ઓળખના સવાસો વર્ષ પછી પણ તેને નાબૂદ કરી શકાયો નથી

ટીબીના જીવાણુની ઓળખના સવાસો વર્ષ પછી પણ તેને નાબૂદ કરી શકાયો નથી

ટીબી ને મહાત કરવા માટે ચતુરંગી આક્રમણની જરૂર છે. આ યુદ્ધના ચાર અંગ એટલે કે

  1. લક્ષણોની સમયસર  તપાસ
  2. 2. સમયસર નિદાન,
  3. 3. અનુરૂપ એન્ડ અસરકારક સારવાર અને
  4. સારવારનો સંપૂર્ણ અમલ

રાજરોગ ગણાતો ક્ષય એટલે કે ટીબી અત્યંત પ્રાચીન રોગ છે. જેનો ઉલ્લેખ વેદ - પુરાણ અને આયુર્વેદિક સંહિતા માં મળી આવે છે. ટી. બી ઉપર આધુનિક વિજ્ઞાન દ્વારા સંશોધન ઓગણીસમી સદીમાં શરૂ થયું અને 24મી માર્ચ 1882 ના દીવસે ડો. રોબર્ટ કૉર્ક (માઈક્રોબાયોલોજી ના જનક) ટી. બી ના જીવાણુ (માઇક્રો બેક્ટરિયમ ટ્યૂબરક્યુલોસિસ) ની ઓળખ કરી. દુર્ભાગ્યે આ રોગ અને એના જીવાણુની ઓળખ ના સવાસો વર્ષ કરતા પણ વધુ સમય પછી પણ આ રોગ ને નાબૂદ કરી શકાયો નથી. ભારત વર્ષ માં આ રોગ માંદગી એન્ડ મૃત્યુ નું એક મોટું કારણ છે .

જેના બે મુખ્ય કારણો છે. આ રોગની ધીમી પ્રગતિ ને કારણે એના લક્ષ્ણો દેખવા છતાં એનું નિદાન અને સારવાર લેવામાં થતો વિલંબ અને સારવાર શરુ કાર્ય પછી એને પૂર્ણ કરવાં થતી બેદરકારી જે ટી.બી ના જીવાણુ ને ઔષધ પ્રતિકારક બનાવે છે અને એની ઔષધ પ્રતિકારક ક્ષમતા માં દિન-બદીન વધારો થાય છે. તેથી જ ટી.બી ના નિદાન અને સારવાર પ્રત્યે નાગરિકો માં જાગૃતિ કેળવવાં માટે 1982 થી 24મી માર્ચ ને વર્લ્ડ ટી. બી ડે તરીકે પાલવ માં આવે છે..

WHO અનુસાર 2016 માં 1 કરોડ 4 લાખ લોકો ટી.બી ના રોગ નો શિકાર થયા હતા જેમાં 6 લાખ ઔષધ પ્રતિકારક ટી. બી ના રોગીઓ નો સમાવેશ થાય છે. 13 લાખ લોકો નું ટી. બી ના કારણે મૃત્યુ થયું હતું। ઉપરોકત આંકડા વૈશ્વિક સ્તરના છે. જેમાં થી માત્ર 27.90 લાખ લોકો ટી. બી ની માંદગી નો શિકાર થાય હતા. જેના 1.5 લાખ ઔષધ પ્રતિકારક ટી. બી ના રોગીઓ નો સમાવેશ છે. 1.25 લાખ લોકો ટી. બી ના કારણે મૃત્યુ પામ્યા હતા. આ ભયાવહ આંકડા સામ એ વાત ની સાક્ષી પુરે છે કે ભારત માંથી ટી.બી ની નાબુદી કરવા માટે ભગીરથ પ્રયાસ ની જરૂર છે. ટી.બી વાયુજન્ય રોગ હોવાના કારણે ઝડપથી અને સહેલાઈથી પ્રસરી શકે છે. ફેફસાના ટી. બી ના દર્દી (બીજા ટી. બી ના દર્દી નહિ) ના બોલવા, ખાંસવા, છીંકવા અથવા થૂંકવા થી એના ફેફસા માં રહેલા જીવાણુ વાતાવરણમાં પ્રસરી જાય છે. ટી. બી ના જીવાણુ અત્યંત સૂક્ષ્મ હોવાના કારણે સહેલાઈથી હવામાં પ્રસરી શકે છે..

ટી.બી ના મુખ્ય લક્ષણો: 1) બે સપ્તાહ થી વધુ ઉધરસ, 2) વગર કારણે વજન માં ઘટાડો, 3) ભૂખ ઓછી લાગવી અને 4) ઝીણો તાવ છે. સામાન્યતઃ અઆપણે ટી. બી ને ફેફસા ના રોગ તરીકે જાણીએ છીએ અને ઉધરસ ને ટી. બી નું મુખ્ય લક્ષણ માનીએ છીએ. મહદંશે ફેફસા ટી.બી નો શિકાર બને પણ છે. પરંતુ ઘણી વખત ટી.બી દર્દીના ફેફસાને અસર ના કરતા હાડકા, સાંધા અથવા અન્ય અંગોને પોતાનો શિકાર બનાવે છે. તેથી ઉપર જણાવેલ લક્ષણો માંથી ઉધરસ ની ગેરહાજરી હોય તો પણ બાકીના લક્ષણો સાથે સતત અથવા વારંવાર નો માથાઓ નો દુખાવો, સાંધાનું દર્દ અથવા પીઠદર્દ રહેતું હોઈ તો એ પણ સંભવતઃ ટી.બી ના લક્ષણો હોય શકે છે..

ટી.બી ને મહાત કરવા માટે ચતુરંગી આક્રમણ ની જરૂર છે. આ યુદ્ધના ચાર અંગ એટલે કે 1) લક્ષણો ની સમયસર તાપસ, 2) સમયસર નિદાન, 3) અનુરૂપ એન્ડ અસરકારક સારવાર અને 4) સારવારનો સંપૂર્ણ અમલ.. ટી.બી ની સારવાર ભારતમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં અને દવાખાના માં ઉપલબ્ધ છે. ભારત સરકાર 1962 થી ટી.બી ની નાબુદી માટે રાષટીર્યા કાર્યક્રમ ચલાવે છે. જેમાં મહત્વના સુધારા કરીને 1993 થી RNTCP ( Revised National Tuberculosis Control Program - સુધારેલ રાષ્ટ્રીય ટી.બી નિયંત્રણ કાર્યક્રમ ) ચલાવે છે. આ કાર્યક્રમ હેઠળ “Gene Expert “ સહિતની આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ કરીને થૂંક વગરનું માઇક્રોબિલોજિકલ પરીક્ષણ કરવામાંઆવે છે જેથી શરૂઆતના તબક્કે જ ટી.બી નું ઝડપી નિદાન થઇ શકે છે. ટી.બી ની સારવાર 6 થી 12 મહિના, ઔષધ પ્રતિકારક ટી.બી માં 2 વર્ષ સુધી લેવી પડે છે. RNTCP કાર્યક્રમ હેઠળ “ડોટ્સ” પદ્ધતિથી એટલે કે Medical observer ના નિરીક્ષણ હેઠળ દર્દીને ઔષધ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ) મોડેલ અનુસરીને ખાનગી હોસ્પિટલ અથવા દવાખાના માં સારવાર લઇ રહેલા લોકોને પણ સરકારી હોસ્પિટલમાં આધુનિક ટચનોલોજી દ્વારા પરીક્ષણ અને દવાઓ ઉપલબ્ધ કરાવવા માં આવે છે..

વડાપ્રધાન દ્વારા તાજેતરમાં FND TB Summit મન 2015 સુધી ભારતમાં થી ટી.બી નાબૂદીનું મહત્વકાંશી લક્ષ્ય જાહેર કરવામાં આવ્યું છે. જો ભારતે ખેરખર જ ટી.બી ને નાબૂદ કરવો હોઈ અથવા નિયંત્રિત પણ કરવો હોઈ તો સરકાર તેમજ લોકો એ એકમેક નો સહકાર સાધી ને પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી પડે.જ્યાં સરકારે ટેક્નોલોજી, પૈસા અંડે ઔષધિ તેમજ નિષ્ણાંત તબીબી કૌશલ્ય ની ઉપ્લબ્ધીમાં ઝડપથી વૃદ્ધિ કરવી પડશે। ત્યાં જ લોકો એ પણ નિદાન અને સારવાર પ્રત્યે જાગૃતિ લાવવી પડશે। ટી.બી નિયા દર્દીએ સારવારમાં બેદરકારી કે વિલંબ ના કરતાદવાઓ નો સંપૂર્ણ કરશે લેવો જોઈએ। ફેફસા ના ટી.બી ના દર્દીઓ એ માસ્ક નો ઉપયોગ કરવો જોઈએ જેથી રોગનો ફેલાવો અટકાવી શકાય.

ડો વિધ્યુલતા કોપાલકર , ઈન્ફેક્શન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate