આ વિડીઓમાં ફેટી લિવર ડિસિઝ વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે
ફેટી લિવર ડિસિઝ' એટલે શું ?
તમારા શરીરનો ખૂબ અગત્યના અંગ 'લિવર' ઉપર ચરબી જામી જાય ત્યારે 'ફેટી લિવર ડિસિઝ' થાય. 'લિવર' તમારા શરીરના જમણાપડખામાં પાંસળીની થોડે નીચે પેટમાં રહેલું છે
તમારા શરીરનો ખૂબ અગત્યના અંગ 'લિવર' ઉપર ચરબી જામી જાય ત્યારે 'ફેટી લિવર ડિસિઝ' થાય. શરીરનું ખૂબ અગત્યનું અંગત 'લિવર' તમારા શરીરના જમણાપડખામાં પાંસળીની થોડે નીચે પેટમાં રહેલું છે.
અગત્યના કામ
તેનું કામ કોઈ મોટી ફેકટરીના કામ જેવું છે. તેના ખૂબ અગત્યના કામ
ખોરાકમાં ખાધેલા પદાર્થો જ્યારે આતરડામાં પાચન થઇ લોહીમાં ભળી જાય તે લોહી ને શરીરના જુદા જુદા અંગો ને પહોંચાડતા પહેલા શરીરને અનુકૂળ આવે તે રીતે ચોખ્ખું (ડિટોક્ષીફાય) કરવાનું કામ લિવર કરે છે.
ખોરાકમાં લીધેલી ચરબીના પાચન માટે પિત્ત બનાવવાનું કામ તમારું લિવર કરે છે.
શરીરમાં બહારથી આવેલા બધા જ પ્રકારના નુકશાનકારક કેમિકલ્સ અને ઝેરી પદાર્થોને દૂર કરવાનું કામ અને ૨૦૦૦થી પણ વધારે પાચકરસો (એન્ઝાઈમ) બનાવવાનું કાર્ય કરે છે.
આટલા બધા કામ કરનારા લિવર ને રોગ થાય તો તમે ઘણી તકલીફમાં મુકાઈ જાઓ અને કદાચ એનાથી તમારું મૃત્યુ પણ થઇ શકે તમને કોઈ પણ રોગ થયો ના હોય અથવા કોઈ પણ જાતના બહારના શારિરીક લક્ષણ ન હોય ત્યારે લિવર પર થોડી ફેટ (ચરબી) હોઈ શકે અને તે સ્વાભાવિક છે. પણ જ્યારે આ ચરબીનું પ્રમાણ ખૂબ વધે ત્યારે તેને 'ફેટી લિવર ડિસિઝ' થયો કહેવાય.
મેડિકલ સાયન્સ પ્રમાણે 'ફેટિ લીવર ડીસીઝ'ની ત્રણ ગ્રેડ ગણાય છે ગ્રેડ ૧, ગ્રેડ ૨ અને ગ્રેડ ૩.
નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસિઝ (એન.એ.ફે.લિ.ડી.) અને 'નોન આલ્કોહોલિકસ્ટીએટોહિપેટાઇટિસ' (એન.એ.એસ.એચ.) બન્ને લિવરના રોગ છે. જેમાં તમે શરીરમાં ખૂબ જ પ્રમાણમાં ચરબીવાળા ખોરાક લીધા હોય અથવા તમારા શરીરની જરૂરત કરતાં વધારે ખોરાક લીધો હોય. (રોજની જરૂરત સ્ત્રીઓ માટે ૧૮૦૦ કેલરી અને પુરુષો માટે ૨૦૦૦ કેલરી ગણાય.) ત્યારે વધારાની કેલરીનું ચરબીમાં રૂપાંતર થાય. લિવર વધારાની ચરબીને 'મેટાબોલાઇઝ'ના કરી શકે અને તે લિવર ઉપર જમાં થાય ત્યારે આ રોગ થાય.
મોટી ઉંમરે થયેલો ડાયાબિટીસ (ટાઈપ-૨ ડાયાબિટીસ) થાય ત્યારે પણ 'ફેટી લિવર ડિસિઝ' થાય.
વજન વધારે હોય એટલે કે તમારો બી.એમ.આઈ. ૨૫ થી જેમ જેમ વધતો જાય તેમ ફેટી લિવર ડિસિઝ થવાના ચાન્સ વધે.
લોહીમાં 'ટ્રાઈગ્લિસરાઇડ્સ'નું પ્રમાણ ૧૫૦ મિલિ/લી.થી વધતાં વધતાં ૪૦૦ મીલી./લી. સુધી પહોંચ્યું હોય ત્યારે 'ફેટિ લિવર ડીસીઝ' થાય.
પેટના રોગો (સિલિયાક ડિસિઝ) અને વિલ્સન્સ ડિસિઝ હોય ત્યારે 'ફેટી લિવર ડીસીઝ' થાય.
યોગ્ય ખોરાક ને અભાવે 'માલન્યુટ્રિશન' હોય ત્યારે પણ ફેટી લિવર ડીસીઝ થાય.
'ઇન્સ્યુલીન રેસિસ્ટન્સ' ને કારણે લોહીમાં ફરતી વધારાની સુગરનું ચરબીમાં રૂપાંતર પામે અને તે ચરબી લિવરમાં જમા થાય ત્યારે ફેટી લિવર ડીસીઝ થાય.
ફેટી લિવર ડિસિઝના લક્ષણો
મોટે ભાગે આ રોગના કોઈ લક્ષણો હોતા નથી.
જ્યારે ચરબી જામવાથી લિવરમાં સોજો (ઇન્ફ્લેમેશન) થાય ત્યારે લિવરના સોજાના (હિપેટાઇટિસ)ના લક્ષણ થાય જેમાં
સખત થાક લાગે.
સુસ્તી લાગે.
પેટનો ઉપરનો ભાગ ફુલેલો લાગે.
પેટમાં દુખાવો થાય.
જેમ જેમ આ રોગ વધે તેમ 'લિવર સીરોસિસ' એટલે લિવરનો સોજો થાય અને છેલ્લે 'લિવર ફેઇલ્યોર' એટલે લિવર કામ ના કરી શકે તે વખતે
લોહીમાં 'બિલિરૂબીન'નું પ્રમાણ વધવાથી 'કમળો' થાય.
એસાઇટીસ (પેટમાં પાણી ભરાય) અને
લિવર પ્રોટીન ઓછું ઉત્પન્ન કરે એટલે આખા શરીરે સોજો આવે.
ગભરામણ થાય અને કઈ સૂઝ ના પડે (મેન્ટલ કંફ્યૂઝન)
શરીરે લાલ ચાઠ (બૃઇઝ) પડે
ફેટિ લિવર ડિસિઝનું નિદાન કેવી રીતે થાય
જ્યાં સુધી લિવર પર સોજો ના આવે ત્યાં સુધી આ રોગના કોઈ લક્ષણ ના હોવાને કારણે શરૂઆતમાં આ રોગનું નિદાન કરવું મુશ્કેલ છે.
મોટે ભાગે ડોક્ટર દર્દી પાસેથી વિગત સાંભળી તેને દારૂપીવાની આદત છે કે નહીં તે.
કોઈ દવાઓ લે છે કે નહીં અને
ભૂતકાળમાં કોઈ વખતે 'વાઇરલ હિપેટાઇટીસ' થયો હતો વગેરે વિગત જાણે.
તેના શરીરની તપાસ કરતી વખતે (ફિઝિકલ એક્ઝામિનેશન) પેટ ના જમણી બાજુનો ભાગ થોડો ઉપસેલો લાગે અને દબાવવાથી દુખે એટલે ખબર પડે.
આંખો અને શરીરની ચામડીનો રંગ પીળાશ પડતો લાગે.
વાળ ઓછા થઇ ગયા હોય.
સ્પ્લીન (બરોળ) મોટી થઇ ગઇ હોય.
શરીરના સ્નાયુ પાતળા થઇ ગયા હોય.
પેથોલોજી લેબોરેટરીમાં લિવર ફંકશન ટેસ્ટ કરાવવાથી અને
આલ્કોહોલિક ફેટી લિવર ડિસિઝ (એ.ફે.લિ.ડી.) હોય તો તાત્કાલિક દારૂ પીવાનું બંધ કરવું પડે.
નોન આલ્કોહોલિક ફેટી લિવર ડીસીઝ (એન.એ.ફે.લિ.ડી.) અથવા 'નોન આલ્કોહોલિકસ્ટીએટોહિપેટાઇટિસ' (એન.એ.એસ.એચ.) હોય ત્યારે એ. વજન ઓછું કરવું જોઇએ બી. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો પડે. સી. ટ્રાઇગ્લિસરાઇડ્સ અને કોલેસ્ટ્રોલનો કંટ્રોલ કરવો જોઇએ.
જે દર્દીઓનું વજન ઓછું થઇ ના શકે (મોરબીડ ઓબેસિટી) તેને 'બેરિયાટ્રિક સર્જરી'થી વજન ઓછું કરવું જોઇએ.
ફેટિ લિવર ડીસીઝ થતો રોકી શકાય ખરો ?
વૈજ્ઞાનિકો એ ભાર દઇને જણાવ્યું છે કે 'ફેટિ લિવર ડીસીઝ' એક વાર થયા પછી તેની કોઈ મેડિકલ સારવાર નથી. એક જ વાત શક્ય છે કે દરદી ને જે કારણોથી 'ફેટિ લીવર ડીસીઝ' થાય છે તે બધા જ કરણો દૂર કરવાથી આ રોગ દૂર કરી શકાય ખરો પણ આ વાત બધી જ વ્યક્તિઓ માટે શક્ય નથી કારણ બધા જ લોકો આગળ જણાવેલા બધા જ કારણો જેનાથી 'ફેટિ લિવર ડીસીઝ' થાય છે તે ચોકસાઈથી પાળી શક્તા નથી.
ફેટિ લિવર ડીસીઝની ત્રણ ગ્રેડ છે. વૈજ્ઞાાનિકોએ એ પણ જણાવ્યું છે કે ડોક્ટરની સતત સલાહ લઇને દર્દી જો બધા જ કારણો માટે ચોકસાઇ રાખીને યોગ્ય પગલાં લે તો કદાચ પહેલી ગ્રેડના 'ફેટી લીવર ડિસીઝ' પર કાબુ મેળવી શકાય છે.