অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગેસ્ટ્રોએન્ટરાઇટિસનાં રોગચાળાનું નિયંત્રણ

ગેસ્ટ્રોએન્ટરાઇટિસનાં રોગચાળાનું નિયંત્રણ

ગેસ્ટ્રોએન્ટરાઇટિસ એ શરદી અને તાવ જેવી સામાન્ય બિમારી છે. જ્યારે આ બિમારી થાય છે, ત્યારે એ આપણને નિષ્ક્રિય બનાવી શકે છે. આ વ્યક્તિની ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇન (જીઆઇ) સિસ્ટમમાં ઇન્ફેક્શનને વ્યક્ત કરે છે.
સામાન્ય રીતે પેટમાં દુઃખાવા તરીકે ઉલ્લેખિત ગેસ્ટ્રોએન્ટરાઇટિસ માટે વાઇરલ ઇન્ફેક્શન જવાબદાર હોય છે અને ચેપી રોગ છે. આ પેટ અને/અથવા આંતરડામાં કામચલાઉ ધોરણે બળતરા પેદા કરે છે. આ બળતરા ડાયરિયા, ઊબકા, અને/અથવા ઊલટી તરફ દોરી જાય છે, તેમજ પેટમાં દુઃખાવો, ડિહાઇડ્રેશન અને થાક જેવી અન્ય જટિલતાઓ પણ પેદા કરે છે. આ પ્રદૂષિત પાણી કે ખાદ્ય ચીજવસ્તુઓ મારફતે ફેલાય છે. મોટા ભાગનાં લોકો કોઈ પણ પ્રકારની જટિલતા વિના ઇન્ફેક્શનથી સાજાં થઈ જાય છે. જોકે કેટલીક વાર કાયમી અસર થાય છે. ગેસ્ટ્રોએન્ટરાઇટિસ માઇક્રોબાયમ બેલેન્સથી સુધારી શકાય છે, જે પેટમાં સારાં બેક્ટરિયાની વિવિધતા અને પ્રમાણમાં ઘટાડા તરફ દોરી જાય છે, જેથી લાંબા ગાળે સ્વાસ્થ્યની જટિલતાઓ ઊભી થઈ શકે છે. નેલ્સન એએમ વગેરેનાં અભ્યાસ મુજબ, “મનુષ્યનાં પેટમાં ગરબડ માઇક્રોબાયોટા પછી નોરોવાઇરસ ઇન્ફેક્શન થાય છે,” પાંચમાંથી અંદાજે એક વ્યક્તિને નોરોવાઇસની અસર થાય છે, જેમને માઇક્રોબાયોટામાં નોંધપાત્ર ફેરફારનો અનુભવ થાય છે, છતાં કેટલાં લોકોમાં આ અસંતુલનથી જટિલતાઓ પેદા થશે એ સ્પષ્ટ નથી. ઉપરાંત રોગપ્રતિકારક ક્ષમતા ઓછી કરતાં ગેસ્ટ્રોએન્ટરાઇટિસનાં કેસો નવજાત બાળકો અને પુખ્તોમાં જોખમકારક બની શકે છે. વાઇરલ ગેસ્ટ્રોએન્ટરાઇટિસનાં રોગચાળાનું નિયંત્રણ કરવા એનું નિવારણ ચાવીરૂપ છે.

નિવારણ:

  1. ચોમાસા દરમિયાન કે રોગચાળા દરમિયાન બહાર ભોજન લેવાનું ટાળો.
  2. ઉકાળેલું, બોટલ કે શુદ્ધ વોટરનું જ સેવન કરો.
  3. ફળફળાદિ અને શાકભાજીઓને સેવન કરતાં અગાઉ સ્વચ્છ પાણીથી ધુઓ.
  4. અવારનવાર હાથ ધુઓ.
  5. સ્ટ્રીટ ફૂડ ટાળો.
  6. બેવરેજીસમાં આઇસ ઉમેરવાનું ટાળો.
  7. કાપેલી અને લાંબા સમયથી ખુલ્લી જગ્યામાં રહેલી ખાદ્ય ચીજવસ્તુઓનું સેવન ટાળો.
  8. તાજી બનાવેલી ખાદ્ય ચીજવસ્તુઓનું જ સેવન કરો.

નિદાન અને સારવાર

સામાન્ય રીતે ગેસ્ટ્રોએન્ટરાઇટિસનું નિદાન ફક્ત ચિહ્નોને આધારે થાય છે. રોગકારક જીવાણુને ઓળકવા મળનાં નમૂનાનો ઉપયોગ થઈ શકશે. ગેસ્ટ્રોએન્ટરાઇટિસ ધરાવતાં મોટાં ભાગનાં દર્દીઓની સારવાર ઘરે થઈ શકશે અને થોડાં દિવસમાં સંપૂર્ણપણે સાજાં થઈ શકશે. જ્યારે ડિહાઇડ્રેશન, વજન વધારે પડતું ઉતરી જાય છે અને વધારે તાવ આવે છે, ત્યારે હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર મેળવવી જરૂરી બની જાય છે. .

હાઇડ્રેશન: ઊલટી અને/અથવા ડાયરિયા વારંવાર થવાથી શરીરમાંથી પ્રવાહનું વહન ડિહાઇડ્રેશન તરફ દોરી શકે છે, જે નવજાત બાળકો, નાનાં બાળકો અને વયોવૃદ્ધ લોકોમાં સામાન્ય છે. સાદાં સૂપ અને કેફિનવિનાનાં પીણા સાથે નિયમિત હાઇડ્રેશનથી શરીરને જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ મળે છે. ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન્સ પ્રીસ્ક્રિપ્શન વિના પણ ઉપલબ્ધ છે. જો ઘરે પર્યાપ્ત હાઇડ્રેશન ન થાય, તો ડૉક્ટર નસ દ્વારા પ્રવાહી આપે છે.

ઘરે ઉપચારઃ ઊલટી અને ડાયરિયા દરમિયાન થોડાં થોડાં પ્રમાણમાં પ્રવાહી અને સાદું ભોજન (ઉદાહરણ તરીકે ચોખા, બટાટાં અને બ્રેડ) નિયમિત લેવાની ભલામણ કરવામાં આવે છે. વધારે ફેટ ધરાવતાં ખાદ્ય પદાર્થો તથા શુગર, ડેરી, કેફિન અને આલ્કોહોલનું સેવન ટાળવાથી ગેસ્ટ્રોએન્ટરાઇટિસનાં ચિહ્નોમાંથી છૂટકારો મેળવવામાં મદદ મળે છે. ડાયરિયાને ઘટાડતી કે અટકાવતી ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ પણ ઉપલબ્ધ છે.

પ્રીસ્ક્રિપ્શન કરેલી દવાઓઃ જ્યારે ચિહ્નો વધારે વકરે, કે જ્યારે જટિલતાઓ દેખાય છે, ત્યારે બેક્ટેરિયા અને પરોપજીવી ગેસ્ટ્રોએન્ટરાઇટિસની સારવાર કરવા એન્ટિમાઇક્રોબિયલ દવાઓ પ્રીસ્ક્રાઇબ કરવામાં આવે છે.

ચિહ્ન મુજબ સારવાર

વધારે રેષાયુક્ત ભોજન, પ્રવાહીનું પુષ્કળ સેવન અને નિયમિતપણે કસરત કરવાથી કબજિયાતમાંથી મુક્તિ મળી શકશે. મળત્યાગમાં સહાયક રેષકોની જરૂર પડી શકશે, છતાં આ સારવારનો વધારે ઉપયોગ ન થાય એ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી લાંબા ગાળે સ્થિતિ વકરી શકે છે. એનિમા પણ ઉપયોગી થઈ શકે છે. જો તમને ડાયરિયા હોય, શરીરમાંથી પ્રવાહી વહી ગયું હોય, તો બહારથી પ્રવાહીઓ દ્વારા ઇલેક્ટ્રોલાઇટ્સ બદલી શકાશે. ઓરિલ રિહાઇડ્રેશન સોલ્ટ સવિશેષ લાભદાયક છે, કારણ કે તેઓ ગુમાવેલા ઇલેક્ટ્રોલાઇટ્સ અને શુગર તેમજ પ્રવાહી પુનઃ મેળવવામાં મદદ કરે છે. રિહાઇડ્રેશન થેરપી દરમિયાન શુગરયુક્ત ખાદ્ય પદાર્થો અને પીણા ટાળવા જોઈએ, કારણ કે તેનાથી ડાયરિયા વધી શકે છે. જો તમે અતિશય ડાયરિયા થયો હોય, તો રિહાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટની ઊણપ દૂર કરવા નસ દ્વારા પ્રવાહીનાં સેવનની જરૂર પડી શકે છે. એન્ટિ-ડાયરિયા સારવાર ઉપલબ્ધ છે, પણ આ તમામ કેસમાં યોગ્ય ન હોય એવું બની શકે છે. જ્યારે પાચનનળીની શ્લેષમ ગ્રંથિઓ પર સોજો આવે છે, એમાં બળતરા થાય છે અને ઇન્ફેક્શન લાગે છે, ત્યારે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સમસ્યાઓ સર્જાય છે.

રિહાઇડ્રેશન થેરપી ઊબકા અને ઊલટી માટે ઉપયોગી છે. માંદગીવિરોધી સારવાર ઉપલબ્ધ છે, જે આ ચિહ્નો ઘટાડવા માટે અસરકારક છે અને તમારાં પાચનમાં મદદરૂપ પણ થઈ શકે છે.

પોષક દ્રવ્યોનો ટેકો

કાર્બોહાઇડ્રેટ, પ્રોટિન, ફેટ, રેષા, ખનીજ તત્ત્વો, વિટામિન્સ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણીનું ઉચિત સંતુલન તમારાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જરૂરી છે. જો તમારી તબિયત સારી ન હોય, તો આ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે પોષક દ્રવ્યો તમને માંદગીમાંથી બહાર કાઢી શકે છે. પોષક દ્રવ્યોનાં ટેકાની જરૂર પડી શકે છે, જો તમારું બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ) 18.5 કિલોગ્રામ/મીટર2થી ઓછું હોય, છેલ્લાં 3થી 6 મહિનામાં તમારાં શરીરનું વજન 10 ટકાથી વધારે તમારી મરજી વિરૂદ્ધ ઉતરી ગયું હોય, અથવા બીએમઆઈ 20 કિલોગ્રામ/મીટર 2થી ઓછું હોય અને છેલ્લાં 3થી 6 મહિનાની અંદર 5 કાથી વધારે વજન ઓછું થાય, તો પોષક દ્રવ્યોનો ટેકાનો સંકેત મળી શકે છે. ઉપરાંત જો તમે 5 દિવસથી વધારે સમયથી ઓછું ભોજન લીધું હોય કે કશું ભોજન ન લીધું હોય (અથવા ઓછું કે બિલકુલ ભોજન લેવા ઇચ્છતાં હોય), પાચનક્ષમતા નબળી પડી હોય હોય (એટલે કે તમે તમારાં રક્તપ્રવાહમાં ખાદ્ય પદાર્થથી પોષક દ્રવ્યોનું શોષણ કરવા સક્ષમ ન હોય), પોષક દ્રવ્યોનું વધારે નુકસાન અનુભવો તો પોષક દ્રવ્યોની જરૂરિયાત વધારે અનુભવો, તો તમારે પોષક દ્રવ્યો લેવાની જરૂર પડી શકે છે.

સ્ત્રોત : ડો હિરેન પટ્ટ. કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate