অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગેસ્ટ્રિક -જીવનને વ્યાકુળ કરતી વ્યાધિ

એસિડ પેપટીક બીમારી: આપણા પાચન માર્ગમાં આવેલું જઠર, એસિડ તથા પેપટીક નામના રસાયણ નિર્માણ કરે છે. જે ખાદ્ય પદાર્થના પ્રારંભિક પાચન માટે અગત્યના છે. જો કે આ એસિડ તથા પેપ્સીન જઠરના અસ્તર તથા આંતરડા પર હુમલો કરવા સક્ષમ છે. આમ થતું અટકાવવા માટે જઠરના અસ્તર તથા આંતરડા પર તરલ - પદાર્થ (મ્યુક્સ)નું સંરક્ષણાત્મક આવરણ હોય છે. જઠરમાંથી નીકળતા સ્ત્રાવમાં જોવા મળતા એસિડ તથા પેપ્સીન દ્વારા નુકશાનના કારણે વિવિધ કેટલીક સ્થિતિઓને વર્ણવવા માટે "એસિડ પેપ્ટીક ડિસઓર્ડર " શબ્દોનો ઉપયોગ થાય છે.

એસીડીટી: પેટની વિકૃતિ છે. પાચન પ્રક્રિયા માટે જઠરમાં એસિડનું અધિક ઉત્પાદન એસિડિટીમાં પરિવર્તિત થાય છે. જેને લીધે પેટના ઉપરના ભાગમાં બળતરા અથવા દાહ જેવું લાગે છે..

ગેસ્ટ્રાઈટીસ: એવી સ્થિતિ છે જેમાં જઠરના અસ્તર પર સોજો આવે છે. ગેસ્ટ્રાઈટીસના બે પ્રકાર હોય છે. એક કે જેમાં એસિડનું વધુ નિર્માણ થાય છે અને અચાનક શરુ થાય (એકયુટ ગેસ્ટ્રાઈટીસ) અને ટૂંક સમયની સ્થિતિ હોઈ છે અથવા દીર્ઘકાલીન સ્થિતિ (ક્રોનિક ગેસ્ટ્રાઈટીસ) જે વર્ષો સુધી રહે છે..

અલ્સર: અન્નનળી, જઠર તથા નાના આંતરડા સંરક્ષણાત્મક આવરણ પર એસિડ તથા પેપ્સીનને કારણે ચાંદુ થવું અલ્સર બે પ્રકારના હોય છે. .

 1. ગેસ્ટ્રિક અલ્સર: હોજરી - જઠરમાં થાય છે.
 2. પેપ્ટીક અલ્સર: નાના આંતરડાના પ્રથમ ભાગ (ડ્યુઓડીનલ) અથવા અન્નનળીના નીચેં ભાગમાં થાય છે.

નીચે જણાવેલ વિવિધ પરિબળોના કારણે ગેસ્ટ્રાટીસ અથવા અલ્સર થઈ શકે છે.

બેક્ટેરિયલ ચેપ: હેલીકોબેકટ પાયલોરી (H. Pylori) સાથે ચેપ\સૌથી સામાન્ય વિશ્વભરમાં માનવીય ચેપ છે, પરતું ચેપ ધરાવતા કેટલાક લોકો જઠરનો સોજો અથવા અન્ય જઠરાંત્રિય સમસ્યા વિકસાવે છે.

દવાઓ: જઠરના અસ્તરને નુકશાન કરતી દુખાવાની દવા જેમ કે પેઇન કિલર (NSAIDS), લોહી પાતળું કરવાની દવા જેમ કે (Aspirin) એસ્પિરિન અથવા ડ્રગ્સ (કોકેઈન)

 • દારૂનું સેવન
 • માનસિક તણાવ
 • ગંભીર બીમારી
 • રેડિએશનનો સામનો
 • દાઝવું
 • ટ્રોમેટિક ઇજાના કારણે

પેપ્ટીક અલ્સર / ગેસ્ટ્રાઈટીસના લક્ષણો:

 • પેટના ઉપરના ભાગમાં દુઃખાવો તથા રાત્રે જાગવું જે ખોરાક ખાવાની સાથે દુઃખાવો ઓછો થાય છે. .
 • ખોરાક ખાવાની સાથે પીડા કથળી શકે અને બળતરા જેવું થાય છે..
 • ઓડકાર, ઉબકા, ઉલ્ટી, વજન ઓછું થવું, ભૂખ ન લાગવી, રક્તસ્ત્રાવ થવો.

શું કરવું ?

 • અપચો ન થાય તે માટે ભરપેટ જમવાના બદલે થોડો થોડો આહાર લેવો..
 • સ્વચ્છ કરાયા હોય તથા યોગ્ય રીતે રાંધવામાં આવ્યા હોય તેવા ખાદ્ય પદાર્થ લેવા.
 • આહારમાં સફરજન, ક્રેન બેરીઝ, સેલરી અને લસણ જેવા ખાદ્ય પદાર્થનો સમાવેશ કરવો.
 • વધુ રેષા ધરાવતા ખાદ્ય પદાર્થ લેવા જેમ કે ઓટ્સ હોલ વહિટ બ્રેડ, સોયાબીન વગેરે.
 • અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ, દિવસમાં ઓછામાં ઓછા 30 મિનિટ સુધી વોકિંગ / કસરત પહેલા પુષકળ પાણી પીવું.

શું ન કરવું?

 • એસિડયુક્ત, તળેલા - ચરબીયુક્ત, મસાલેદાર તથા તીખા ખાદ્ય પદાર્થ ન લેવા.
 • ધુમ્રપાન ન કરવું.
 • કોફી, ચા, કેફિનયુક્ત પીણાં, કાર્બોનેટ પીણાં તથા એસિડયુક્ત પીણાં (જેમાં ખટાશયુક્ત ફળો હોય) તેવા ન લેવા.
 • દારૂનું સેવન ન કરવું.
 • હંમેશા તમે સુઈ જાઓ એના ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક પહેલા તમારું ભોજન લઈ લેવું.
 • ચુસ્ત કપડાં ન પહેરવા ખાસ કરીને કમરની આસપાસ કારણ કે એનાથી તમારા પેટ પાર દબાણ આવે છે.
 • જમ્યા પછી વળવું નહિ તથા વજનદાર ચીજવસ્તુ ઉંચકવી નહીં.

ગેસ્ટ્રો ઈસોફેઝીયલ રિફ્લક્સ ડિસીઝ (GERD): (જીઈઆરડી):

 • એક એવી સ્થિતિ છે જેમાં જઠરમાંથી એસિડ અન્નનળીમાં જાય છે. ત્યારે વધુ માત્રામાં અન્નનળીને નુકશાન થાય છે.
 • જીઈઆરડી થવાનું કારણ : અન્નનળીના નીચાણ ભાગમાં સ્પેશ્યિલ વાલ્વ (ગોળાકાર સ્નાયુ - લોઅર ઈસોફેઝીયલ સ્પ્રીંકચર) હોય છે.
 • જેનું કામ જઠરના ખાદ્ય પદાર્થને ફરીથી અન્નનળીમાં આવતા રોકે છે. પરંતુ જો સ્પ્રીંકચર સંપૂર્ણપણે બંધ ન થાય તો જઠરમાં રહેલા ખાદ્ય પદાર્થમાંથી કેટલોક પધાર્થ તથા એસિડ - પેપ્સીન અન્નનળીમાં પાછો ઉથલો (રિફ્લક્સ) થાય છે.

નીચે જણાવેલ સહિતના વિવિધ પરિબળોના કારણે જીઈઆરડી થઈ શકે છે. .

 • મેદસ્વિતા (ઓબેસિટી).
 • દારૂનું સેવન .
 • ધ્રુમપાન .
 • ચોક્કસ તબીબી પરિસ્થતિ જેવી કે હાઈટસ હર્નિઆ, સ્કલેરો ડરમાં વગેરે .

શું કરવું જોઈએ.

 • થોડો થોડો આહાર લેવો જોઈએ, ધીમે ધીમે ચાવીને જમવાનું 3 વખત ભરપેટ જમવાના બદલે 5 થી 6 વખત થોડું થોડું ભોજન લેવું..
 • જમ્યાં પછી 30 - 60 મીનીટ સુધી ટટ્ટાર સ્થિતિમાં રહેવું, આડા પડખે સુઈ જવું નહીં.
 • સુતા સમયે તમારા બેડના માથાનો ભાગ 6 - 8 ઇંચ ઉંચો રાખવો. આમ કરવાથી રાતના સમયે રિફ્લકસન લક્ષણો ઓછા થવામાં સહાયતા થશે.
 • જો તમારું વજન વધારે હોય તે ઓછું કરવું.
 • માનસિક તણાવ ઘટાડવો.
 • તમને છાતીમાં બળતરા કરે એવા ખાદ્ય પદાર્થો તથા પ્રવુતિઓની ડાયરીમાં નોંધ કરી રાખો.
 • ચોકલેટ, મીઠાઈ, ફ્લેવરવાળા પદાર્થો જેવા કે પીપરમિન્ટ ન લેવા.
 • (GERD) (જીઈઆરડી) ના સામાન્ય લક્ષણો:
 • છાતીના વચ્ચેના ભાગમાં બળતરા થવી, બેચેની અનુભવવી
 • ગળાના એસિડના ખાટા કે તીખો સ્વાદ અનુભવાય છે.
 • અસ્થમા કે લાંબા સમયની ઉધરસ
 • નાક અને ગળાની તકલીફો

ગંભીર લક્ષણો :

 • અન્નનળીમાં ખોરાક અટકવો
 • ઉલ્ટીમાં અથવા મળ માર્ગમાં લોહી પડવું
 • વજન ઘટી જવો
 • ભૂખ ન લાગવી

ઉપર જણાવેલ લક્ષણોમાં તુરંત એન્ડોસ્કોપીથી નિદાન કરવું જરૂરી બને છે.

સ્ત્રોત: ડૉ મુકુંદ વિરપરિયા , ગેસ્ટ્રોલોજિસ્ટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/11/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate