অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એસિડિટી પ્રત્યે બેધ્યાનપણું ગંભીર બીમારી નોંતરી શકે

જીવનશૈલીમાં આવેલા પરિવર્તનના કારણે સંખ્યાબંધ લોકો પેટની તકલીફોથી પરેશાન છે. તેમા પણ મોટાભાગના લોકોને એસિડિટીની ખાસ સમસ્યા જોવા મળે છે. એક અંદાજ મુજબ ૨૫થી ૩૦ ટકા લોકોને આજીવન એસિડિટીની સમસ્યા હોય છે. એસિડિટીનું સમયસર નિદાન અથવા સારવાર ન કરવામાં આવે તો ઘણી વખત સામાન્ય દેખાતી આ તકલીફ ગંભીર બીમારીને નોંતરી શકે છે. વારંવાર એસિડિટી થતા પેટમાં ચાંદું પડે, લોહીની ઉલટી થાય વગેરે જેવી અણધારી મુસિબત ઊભી થઈ શકે છે. પેટમાં કે છાતીમાં બળતરા થાય, મોઢામાં ખાટો સ્વાદ આવે, લીલી-પીળી ઉલટી થાય, રાતના સમયે ખાંસી આવે, વધુ પડતા ઓડકાર આવે વગેરે જેવા લક્ષણો દેખાય તો પેટના નિષ્ણાત ડૉક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી છે.

એસિડિટી થવાના મુખ્ય કારણો

  • વધુ પડતા ખાટા, તીખા, તળેલા અને ખારા ખોરાકનો ઉપયોગ.
  • કાચા કાંદા, ચોકલેટનું વધુ પડતુ સેવન.
  • દૂધ અને દૂધની બનાવટોનું વધુ પડતું સેવન.
  • દારૂનું સેવન કસરતનો અભાવ.
  • ખાઈને તરત સૂઈ જવું.
  • લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું.
  • અન્નનળી અને જઠર વચ્ચેના વાલ્વની તકલીફ, વાલ્વ લૂઝ હોવો.
  • પેટમાં થતું h.pyloriનું ઈન્ફેક્શન.
  • વધુ પડતો માનસિક તણાવ.
  • પેનકીલર તરીકે અપાતી વિવિધ દવાઓ મુખ્યત્વે NSAID.

જાતે દવા લેવી વધુ હાનિકારક

Proton Pump Inhibitor, H2 Receptor Blockers આ સિવાય Antacid Syrup અને બીજી દવાઓ એસિડિટી માટે ઉપલબ્ધ દવાઓ છે, પરંતુ ઘણી વખત એસિડિટીના દર્દી જાતે મેડિકલ સ્ટોરમાં દવા ખરીદી લાવે છે જે હિતાવહ નથી. મેડિકલ સ્ટોરમાંથી ખરીદેલી દવા દર્દીને થોડા સમય માટે રાહત આપી શકે છે, પણ એસિડિટીને જડમુળથી મટાડવા તે ઉપયોગી થઈ શકતી નથી.

એસિડિટીથી ચાંદુ પડવાના લક્ષણો

પેટમાં દુઃખાવો થવો (આ દુખાવો ખાધા પહેલા અથવા પછી પણ થઈ શકે), લોહીની ઉલટી થવી, સંડાસ કાળો આવે, એસિડિટીની તકલીફ ખૂબજ વધી જાય. આ ઉપરાંત પેટમાં થતું Helicobacter Pylori ઈન્ફેક્શન પેટમાં ચાંદુ પાડી શકે છે. આ ઈન્ફેક્શન લાંબા ગાળે તેની અસર બતાવે છે. ઈન્ફેક્શનના બેક્ટેરીયા વર્ષો સુધી પેટમાં રહે છે અને તે ગમે તે સમયે સક્રિય થઈને પેટમાં ચાંદા પાડી શકે છે. આ ઉપરાંત પેઈન કિલર દવાઓનું વધુ પડતો ઉપયોગ, વધુ પડતો સ્ટ્રેસ તેમજ અનિયંત્રિત એસિડિટી પેટમાં ચાંદુ પાડી શકે છે.

ચાંદુ પડે તો એન્ડોસ્કોપી અનિવાર્ય

કોઈ પણ દર્દીને ચાંદાના લક્ષણો જણાય તો તરત ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉક્ટરને મળવું. ચાંદુ પડે તેમા દુરબીનની તપાસ એટલે કે Endoscopy કરાવવી અનિવાર્ય છે. લોહીની ઉલટી ચાલુ હોય તો દૂરબીન વડે રક્તસ્ત્રાવ બંધ કરી શકાય છે. એક વખત રક્તસ્ત્રાવ બંધ થાય પછી દવાઓ ફરજીયાત લેવી પડે છે. કોઈ પણ સંજોગોમાં ચાંદુ થવાના લક્ષણોની અવગણના કરવી નહીં.

અપર GI એન્ડોસ્કોપી કોના માટે જરૂરી

લોહીની ઉલટી થાય, ખાવાનું અટકે, વારંવાર ઉલટી થાય, ભુખ ન લાગે અને વજન ઉતરે, 50 વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિને વારંવાર પેટનો અપચો થાય, લાંબા સમય સુધી પેટમાં દુઃખાવો રહે જેવા ચિહ્નો દેખાય એવા દર્દીઓ માટે અપર GI એન્ડોસ્કોપી કરી શકાય.

કોલોનોસ્કોપી કોના માટે જરૂરી

50 વર્ષથી મોટી ઉંમરની દર્દીને કબજીયાત રહે, સંડાસમાં લોહી પડે, કાળો સંડાસ થાય, વારંવારં ઝાડા થાય અને વજન ઉતરે જેવા ચિહ્નો દેખાય એવા દર્દીઓને કોલોનોસ્કોપી કરી શકાય છે. આવા દર્દીઓની સોનોગ્રાફી અથવા સિટી સ્કેન કરવામાં આવે તો તેમના આંતરડામાં સોજો દેખાય છે.

સ્ત્રોત: ડો કેતન શૈલેશ શાહ, પેટ, આંતરડા, લીવર તથા એન્ડોસ્કોપીના નિષ્ણાત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/15/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate