অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ

ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ

જીવનની ગુણવત્તાને અસર કરતો ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ

વિવિધ અંગોના અનેક રોગોના લીધે જીવનની ગુણવત્તા સાથે ગંભીર રીતે સમાધાન કરવું પડી શકે છે. આવું જ પેટ અને આંતરડાના રોગોના કિસ્સામાં બની શકે છે. તેમાંથી કોઈની પસંદગી કરવી એ તો મુશ્કેલ છે પણ નીચેનું પ્રેઝન્ટેશન ઘણું સામાન્ય ગણાતા કારણ – ક્રોનિક ડાયેરિયા વિશે છે. પડોશીઓ, સંબંધીઓ કે મિત્રોને આપણે તેના વિશે વાતચીત કરતા સાંભળીએ છીએ કે જેમાં તેમને અથવા તો ખુદને થયેલી તકલીફ વિશે જાણવા મળે છે.

ક્રોનિક ડાયેરિયાની સમસ્યામાં ચાર સપ્તાહ કરતાં વધુ સમય માટે મળ નિકાલની ફ્રિકવન્સીમાં સતત વધારો અને ઘટાડો થતો રહે છે. ક્રોનિક ડાયેરિયાના અનેક કારણો છે અને તેથી આપણી અહીંની ચર્ચા પણ તેના સામાન્ય કારણો પૂરતી સીમિત રહેશે.

ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એક એવી સ્થિતિ છે કે જેનાથી નોંધપાત્ર રીતે જીવનની ગુણવત્તાને અસર થાય છે. અમારા આઉટ પેશન્ટ ગેસ્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટમાં ૨૫ ટકા દર્દીઓ ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમના હોય છે. આ એક એવો ડિસઓર્ડર છે જેને મોટિલીટી, સેન્સેશન અને પરસેપ્શનમાં અસામાન્યતા પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે. મળ નિકાલની આવૃત્તિ અને સાતત્યમાં ચોક્કસ પ્રકારનો ફેરફાર હોય છે. ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમનો કોઈ ચોક્કસ સમય હોતો નથી કે જેને ઓળખી શકાય પણ તેમાં સાયકોલોજિકલ પરિબળોની (જીઈવાનમાં થયેલું મોટું નુકસાન, અપમાન, જીવનનો તણાવ) ભૂમિકા પણ રહેલી હોય છે. તેનાથી આંતરડાની ગતીશિલતા, સંવેદનાને અસર થાય છે. પેઈન મોડ્યુલેશન સિસ્ટમમાં પણ ફેરફાર થાય છે. કેટલાક ખાદ્ય પદાર્થ (દૂધ, ઘઉંની પ્રોડક્ટ, ડુંગળી, વટાણા,બીજ, કોફી)કેટલાક દર્દીઓમાં આવા લક્ષણો સર્જે છે પણ તે ફૂડ એલર્જી નથી.

કેટલાક ખોરાકમાં ચોક્કસ પ્રકારની સુગર હોય છે (સફરજન, નાસપતી, ડ્રાય ફ્રૂટ, દાળ, કોબી વગેરે) જેને FODMAP (ટૂંકમાં) તરીકે ઓળખવામાં આવે છે. FODMAPમાં ડાયેટ ઓછું કરવાથી કેટલાક દર્દીઓને રાહત મળે છે. ઓછા ફાઈબરયુક્ત ખોરાકથી સ્થિતિ વણસે છે, ચેપના કારણે થયેલા ઝાડા લાંબા સમય સુધી પણ ચાલુ રહી શકે છે. ૫૦ ટકા દર્દીઓ માનસિક રીતે આ ચિહ્નોને તેમના જીવનકાળ દરમિયાન બનેલી મોટી દુર્ધટના સાથે જોડે છે. સતત થાક, પેલ્વિક પેઈન, એસિડ રિફ્લક્સ, યુરિનરી અને મેન્સ્ટ્રુઅલ સમસ્યાઓ પણ જોવા મળે છે.

ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમના નિદાનમાં અન્ય ઘણા ગંભીર કારણો હોવાની પણ સંભાવના ઉપર વિચાર કરવામાં આવે છે જેમકે ઘઉં અંગે ઈનટોલરન્સ, કેન્સરની શૃરૂઆત, ટ્યુબરક્યુલોસિસ, ઈન્ફ્લેમેટરી કોલાઈટિસ અને સામાન્ય કારણોમાં દૂધ અંગે ઈનટોલરન્સ સામેલ હોઈ શકે છે.

રેક્ટલ બ્લીડીંગ, નોંધપાત્ર રીતે વજન ઘટે, તાવ, અનૈચ્છીક રાત્રે મળ છુટી જવાને લીધે ઉંઘ માથી જાગી જવું, પચાસ વર્ષ કે તેથી વધુ વયમાં જોવા મળે તો ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હોવાની સંભાવના ઓછી છે.

સામાન્ય રીતે, સંતુલિત આહાર, તણાવમાં ઘટાડો, પર્યાપ્ત ઊંઘ મદદ કરે છે.મૌજુદ એવા પ્રભાવશાળી લક્ષણોના આધઆર પર ફાર્માકોલોજિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જેમને ગંભીર લક્ષણો છે અથવા સાયકોલોજિકલ કો-મોર્બિડિટીઝ છે તેમને સાયકોલોજિક ઈન્ટરવેન્શનની જરૂર પડે છે. વધુ FODMAP ખોરાક/દૂધથી દૂર રહેવામાં આવે તો તે વ્યક્તિને મદદ કરી શકે છે.

મહત્ત્વની યાદ રાખવા જેવી બાબત એ છે કે ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ સમસ્યા છે પણ તે જીવલેણ ડિસઓર્ડર નથી.

ઈરિટેબલ બોવેલ ડિસીસ એક એવી અન્ય સ્થિતિ છે જે જીવનની ગુણવત્તા સાથે સમાધાન કરાવે છે. તેમાં બે મુખ્ય સ્થિતિઓ – અલ્સરેટિવ કોલાઈટીસ (UC) અને ક્રોન્સ ડિસીસ(CD) સામેલ હોય છે. આમાંની કોઈ સ્થિતિ દસ વર્ષની વય પછી સર્જાઈ શકે છે. બંને રોગના લક્ષણોમાં પેટમાં દુઃખાવો અને ઝાડા, તાવ, વજન ઘટવું, પેરીએનલ ફિસ્ચુલા અને ફિસર્સ (મોટાભાગે CDમાં), સાંધામાં દુઃખાવો, સ્કીન રેશીસ, ઓવલ અલ્સર્સ, આંખમાં લિઝન્સ, લિવર ડિસફંકશન સામેલ હોય છે. ઘણા લોકોને મુખ્યત્વે કબજિયાત અને આંતરડામાં અવરોધ હોય છે. લોહીમાં ઘટાડો નોંધપાત્ર હોઈ શકે છે. બંને પ્રિમેલિગનન્ટ રોગો છે. પરંતું લાંબા સમયથી રહેલી સમસ્યાઓ કે જે આંતરડાનુ કેન્સર કરે છે, તેવા કેસોમાં ઓછી ટકાવારી ધરાવે છે.

આ રોગનું નિદાન એન્ડોસ્કોપિક ઈવેલ્યુશનથી અને સેરોલોજિકલ ટેસ્ટ દ્વારા થઈ શકે છે. અસરકારક દવાઓ તેના માટે ઉપલબ્ધ છે અને તેના પછી જીવનભર ઉપયોગ કરવા પર મોટાભાગના દર્દીઓને ઘણી જ રાહત મળી જતી હોય છે. કેટલાક દર્દીઓને રચાનાત્મક રીતે બદલાય ગયેલા આંતરડાના ભાગને દૂર કરવા માટે સર્જરી કરાવવી પડતી હોય છે.

ભારતીય પરિદૃશ્ય કે જેમાં ડાયેરિયાની વાત થતી હોય ત્યારે આંતરડાના ટીબીની ગણતરી તો કરી શકાય એમ નથી.શરીરના કેટલાક ભાગમાં ટીબી થઈ શકે તેમ માનવ શરીરની GI Tract ના કોઈપણ ભાગને તેની અસર થઈ શકે છે.

આંતરડા/કોલોનનો ટીબી એ ક્રોનિક ડાયેરિયા, કબજિયાત, વજન ઘટવાની, કે પછી બ્લીડીંગ સાથે વજન ઘટાડા માટેનું સામાન્ય કારણ છે.

એન્ડોસ્કોપિક બ્લડ ટેસ્ટ અને CT/USG મૂલ્યાંકનમાં મદદ કરી શકે પણ ઘણીવાર સીધું પ્રમાણ મળતું નથી અને એન્ટી-ટ્યુબરક્યુલોસિસ ડ્રગ્સની એમ્પિરિકલ ટ્રાયલ અંગે દર્દી પ્રતિક્રિયા આપે છે કે નહીં એ જોવામાં આવે છે. આંતરડાનું ટ્યુબરક્યુલોસીસએ ક્રોન્સ ડિસીસ કરતા ઘણુ સામાન્ય છે.

અન્ય સ્થિતિ કે જેને વ્યક્તિ અવગણી ના શકે અને જે આપણા વડીલો ના સમયમાં એટલુ સાંભળવા ના મળતુ તે સેલિઆક ડિસીસ છે ( જેમકે કોહેટ/ગ્લુટેન એલર્જી), જે બાળકો અને પુખ્તો બંનેમાં હોય છે. દર્દીને ગ્લુટેન પ્રોટીનની એલર્જી હોય છે, જે ઘઉંમાં હોય છે. આ રોગ સંપૂર્ણ પણે ચિન્હો વિહિન હોય છે અને ક્યારેક ક્રોનિક ડાયેરિયા, વજન ઘટાડો,બ્લોટીંગ અને ગેસ કે પેટમાં તકલીફ જેવા લક્ષણો પણ દર્શાવે છે. દર્દીઓને એનિમિયા, ઓસ્ટિપોરોસિસ, અસામાન્ય લિવર ફંકશન, કબજિયાત, ન્યુરોલોજિકલ અને સાઈકિયાટ્રિક લક્ષણો, ત્વચાને હાનિ અને વંધ્યત્વ જેવા લક્ષણો પણ જોવા મળતા હોય છે. એન્ડોસ્કોપિક મૂલ્યાંકન અને બ્લડ ટેસ્ટથી મૂલ્યાંકન થઈ શકે છે. સેલિયાક રોગ જીવલેણ થઈ શકે છે. ગ્લુટેન લેવાનું બંધ કરવાથી જેમકે ચોખા કે મકાઈનો ઉપયોગ ઘઉંના સ્થાને કરવાથી જીવનભર રાહત થઈ શકે છે. ચોક્કસ લક્ષણો માટે દવાઓ ઉપલબ્ધ છે અને ઈમ્યુન સપ્રેસ દવાઓ મુશ્કેલ કેસોમાં આવશ્યક હોય છે.

અમે આથી કેટલીક જીઆઈ સ્થિતિઓ દર્શાવી છે કે જેનાથી આપણા જીવનનો આનંદ છીનવાઈ જાય છે પણ આધુનિક દવાઓ ઘણી મદદરૂપ બને છે. આશા છે કે આ આર્ટિકલ રસપ્રદ હશે અને તે ઉપરાંત લેખક ઉપરોક્ત વિષય માટેની કોઈપણ પૂછપરછને આવકારે છે.

સ્ત્રોત: ડો. વિપુલ વોરાહ, કન્સલ્ટન્ટ, ગેસ્ટ્રોએન્ટરોલોજી,એન્ડોસ્કોપિસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate