অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પુરુષો કરતાં સ્ત્રીઓ પર માઈગ્રેનનો હુમલો થવાની શક્યતા વધુ

પુરુષો કરતાં સ્ત્રીઓ પર માઈગ્રેનનો હુમલો થવાની શક્યતા વધુ

અસહ્ય શિરદર્દ(માઈગ્રેન)થી પીડાતી સ્ત્રીઓ માટે જ એક દવા થોડાં સમય પૂર્વે બજારમાં મૂકવામાં આવી છે. એસ્પિરિન અને પીડાશામક તત્ત્વ ધરાવતી ફેમિગ્રેઈન નામની આ દવા સ્ત્રીઓને જ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આનું કારણ એ છે કે દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ માઈગ્રેનનો ભોગ બનેલી હોવા છતાં પુરૃષો કરતા સ્ત્રીઓ પર માઈગ્રેનનો હુમલો થવાની શક્યતા ત્રણ ગણી વધારે છે. ખાસ કરીને માસિકના છેલ્લા એક કે બે દિવસ દરમિયાન. સ્ત્રીઓની માઈગ્રેનનો ભોગ બનવાની શક્યતા પુરૃષોની કરતાં આટલી વધારે કેમ છે તે વાત તબીબી વિજ્ઞાાનીઓમાં ચર્ચાતો રહ્યો છે. પુરૃષ અને સ્ત્રી બંને માટમાઈગ્રેનનો હુમલો થવાનાં ત્રણ-ચાર મુખ્ય કારણો છે. આમાં ખોરાક, ચોકલેટ, સાઈટ્સ એસિડ ધરાવતા ફળ, ખાદ્યપદાર્થો અને રેડ વાઈન અત્યંત ઝળહળતો અને ઘોઘાંટ તેમજ હવામાનનો સમાવેશ થાય છે.
હોર્મોન્સને પણ માઈગ્રેન હુમલાનું એક મહત્ત્વનું કારણ માનવામાં  આવે છે. પરંતુ, આ હોર્મોન્સને કારણે માથાનો દુઃખાવો કેવી રીતે થઈ જાય છે? કેટલાક ડૉક્ટરો માને છે કે મહિલાઓમાં  ઍસ્ટ્રોજન (સેક્સ હોર્મોન)નું સ્તર ઘટી જતાં તેના શરીરમાં કેટલાક આંતરિક ફેરફારો થાય છે અને તેના પરિણામે માઈગ્રેનનો હુમલો થાય છે. ગર્ભનિરોધક ગોળીઓ લેતી કેટલીક સ્ત્રીઓ વારંવાર માઈગ્રેનના હુમલાનો અનુભવ કરે છે. માઈગ્રેનથી પીડાતી ૮૦ ટકા સ્ત્રીઓનો માથાનો દુખાવો તેઓ ગર્ભવતી ને ત્યારે દૂર થઈ જાય છે. અને મેનોપોઝ પછી માઈગ્રેનના હુમલાઓમાં ઘણો વધારો થાય છે.
માસિકના સમયની આસપાસ કેટલીક સ્ત્રીઓના શરીરમાં ઓસ્ટ્રોજન હોર્મોન સ્પષ્ટ કરવાથી તેમના શિરદર્દમાં ઘણો ઘટાડો થઈ શકે છે તે એક હકીકત છે. કેટલાક નિષ્ણાતો મોને છે કે હોર્મોનથી માત્રા વારંવાર બદલાતાં એવાં પરિણામો સર્જાય છે જે માઈગ્રેનનાં કારણ બની શકે છે. માઈગ્રેનથી પીડાતી દસ સ્ત્રીઓમાંથી ફફ્ત એકની જ પીડા ખરેખર માસિક સાથે સંબંધિત હોય છે. આવી સ્ત્રી માસિકના સમયની આસપાસ માઈગ્રેનનો અનુભવ કરે છે. પરંતુ આ સિવાયના તે શિરદર્દથી પીડાતી નથી. મોટા ભાગની સ્ત્રીઓ તો ફિમેલ સેક્સ હોર્મોન્સને કારણે જ માઈગ્રેનનો ભોગ બને છે. એક શક્યતા એવી છે કે હોર્મોન્સની કક્ષા બદલાતાં સ્ત્રીના શરીરમાં? રક્ત શકેરા (બ્લડ સ્યુગર)ની કક્ષામાં પણ ફેરફાર થાય છે અને તેને કારણે માઈગ્રેન થાય છે. બરાબર માસિક પહેલાં જ એસ્ટ્રોજેનનું સ્તર નીચી થઈ જાય ત્યારે ઘણી સ્ત્રીઓ શરીરમાં રક્તશર્કરા વધારવાના પ્રયાસમોં ખૂબ ચોકલેટ ખાવા લાગે છે અને તેથી તેમને માઈગ્રેન થાય છે. માઈગ્રેનથી  પીડાતી દરેક વ્યક્તિ માથું ફાટી જશે તેવું લાગે તેવા દુઃખાવા ઉબકા અને ઉલટી અને થાક લાગવા માટેનાં કારણો દર્શાવી શકે તેમ હોવા છતાં માઈગ્રેન ક્યાં પરિબળોના આંતરસંબંધને કારણે થાય છે તે હજુ પણ રહસ્યમય રહ્યું છે.
થોડાં સમય પહેલાં કેટલાક વિજ્ઞાાનીઓએ એવો વિચાર વહેતા મૂક્યો હતો કે માઈગ્રેન માટે જવાબદાર કારણો કોઈક રીતે લોહીમાં જ રાસાયણિક હસ્તક્ષેપ છે અને તેથી મગજમાંનાં સેરોટોનિન નામના રસાયણની કક્ષા અસામોન્યપણે ઊંચી થઈ જાય છે. સેરોટોનિન મજ્જાકેન્દ્રો વચ્ચેના સંદેશવાહકનું કાર્ય કરે છે. માઈગ્રેનની એક નવી દવા ઈમિગ્રેન આ સંદેશાવાહકનું કાર્ય અટકાવી દે છે. આપણે હળવાશ અને નિરાંત અનુભવીએ ત્યારે છૂટતા સેરોટોનિનને 'હેપીનેસ હોર્મોન' પણ કહેવામાં આવે છે. ઉપરાઉપરી બગાસાં આવવાં, શબ્દો બોલતાં તકલીફ પડવી, મિજાજ પરિવર્તન, શારીરિક થકાન અને આંખ સામે લાલ પીળા રંગ દેખાવા વગેરે માઈગ્રેનનાં ચિહ્નો છે અને તે બધાંનો સંબંધ મગજ સાથે છે.
કેટલાક સંશોધકોએ એવી વિવાદાસ્પદ થિયરી રજૂ કરી હતી કે આપણી પીઠના પાયામાં રહેલા અને મગજ સુધીના રક્તભિસરણનું નિયંત્રણ કરતા સેટેલેટ ગૉન્ગિલઑન નામના તારાના આકારના મજ્જાકેન્દ્રના કાર્યમાં અવરોધ કે ખામી સર્જાતાં માઈગ્રેનનો દુઃખાવો શરૃ થાય છે. ગોન્ગ્લિઑન યોગ્ય રીતે કાર્ય ન કરતું હોય ધમનીઓની દિવાલોએ  આઘાત સહન કરવા પડે છે. અને તેથી મગજ સુધી પૂરતું લોહી પહોંચી શકતું નથી અને મગજમાં જરૃરી ઑક્સિજન અને બીજું પોષણ મળતું નથી.

માઈગ્રેનથી પીડાતી વ્યક્તિએ જાતે જ તેના હુમલાના કારણો જાણવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે તેના હુમલાનાં કારણો વ્યક્તિગત પણ હોઈ શકે છે. આ માટે તેણે એક ડાયરી રાખીને પોતાના અનુભવની વ્યવસ્થિત નોંધ નિયમિત રીતે રાખવી જોઈએ. માઈગ્રેનના ઉગ્ર હુમલામાં પેઈનકિલર તેમજ ઉબકા અનેઉલટી અટકાવતી દવા લેવાથી ઘણી રાહત થાય છે. પરંતુ માઈગ્રેનની બીમારી હંમેશને માટે દૂર કરવા ધીરજ રાખવી અનિવાર્ય છે.
લેખ :નીલા

સંદર્ભ : ગુજરાત સમાચાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate