অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાર્કિન્સન વિશે A to z

પૌરાણિક ભારતમાં ‘શેકિંગ પાલ્સી'ને આયુર્વેદમાં કંપ-વાત તરીકે ઓળખવામાં આવ્યો છે અને પશ્ચિમી તબીબ ગેલને તેના અંગે ૧૭૫ છડ્ઢમાં ઉલ્લેખ કરેલો છે! જો કે ઈંગ્લીશ ડોક્ટર જેમ્સ પાર્કિન્સને પ્રથમવાર આ રોગનું ૧૮૧૭માં વિસ્તૃત વર્ણન તેમના શેકિંગ પાલ્સી અંગેના નિબંધમાં કર્યુ હતું અને હવે આ રોગ તેમના જ નામથી ઓળખાય છે અને હવે અપણે આ રોગને વધુ સારી રીતે સમજીએ છીએ, તે થવાના કારણો, જનીનીક પાસાઓ, સારવારના વિકલ્પો અને સર્જરી વિશે જાણતા થયા છીએ.

પાર્કિન્સન્સ રોગ શું છે?

આ મગજનો ધીરેધીરે વધતો જતો રોગ છે જેમાં ચેતાકોષો મગજના સબસ્ટેન્શિયા નાઈગ્રા નામના હિસ્સામાં નષ્ટ થવા લાગે છે. આ કોષો “ડોપામીન” નામના એક પદાર્થનું ઉત્પાદન કરે છે. આ કેમિકલ આપણા શરીરની મૂવમેન્ટને અંકુશિત કરે છે. જેમ જેમ ચેતાકોષોની સંખ્યા ઘટવા લાગે છે તેમ તેમ ડોપામીનનું ઉત્પાદન પણ ઓછું થવા લાગે છે. આ ખામીના કારણે પાર્કિન્સન્સ રોગના લક્ષણો જોવા મળે છે છે. પાર્કિન્સન્સ ડિસિસ (પીડી) સામાન્ય રીતે ૬૦ વર્ષની વય આસપાસ શરૂ થાય છે પણ હવે તે ૪૦ વર્ષની વયની નાની ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે..

પાર્કિન્સન્સ રોગના લક્ષણો

 • સ્વૈચ્છિક હલનચલન ધીમું થવુ, ખાસ કરીને શરૂઆતમાં પથારીમાં પડખું બદલવું કે ચાલવા જેવી હલનચલનની ક્રિયાઓ.
 • આગળ ઝુકીને ચાલવું.
 • ધ્રુજારીઃ અંગૂઠા અને તર્જનીની સતત ‘પિલ-રોલિંગ' મોશન.
 • અક્કડતા કે જે શરીર, હાથ અને પગમાં જોવા મળે અને તેનાથી પીડા થાય તેમજ હલનચલનમાં તકલીફ પડે.
 • પગ ઘસડતા ચાલવું તેમજ ઉતાવળા પણ નાના પગલાં ભરવા અને હાથ ઝૂલવાની ક્રિયા ધીમી થવી.
 • ચહેરાના હાવભાવ ઓછા થાય, એકધારી ભાવવિહીન સ્પીચ અને આંખો પટપટાવવાની ક્રિયા ધીમી થાય.
 • અસ્થિર સંતુલન, બેઠા હોય પછી ઊભા થવામાં મુશ્કેલી.
 • પછીના તબક્કામાં ખોરાક ગળવામાં મુશ્કેલી.
 • માથું ખાલી હોય એવું લાગે કે ઊભા હોય ત્યારે ચક્કર આવે (ઓર્થોસ્ટેટિક હાયપોટેન્શન જેનો અર્થ ઊભા હોય ત્યારે બ્લડ પ્રેશર ઘટી જાય).

પાર્કિન્સન્સ ડિસીસમાં મોટા ચાર લક્ષણોને મુખ્ય માનવામાં આવે છેઃ ધ્રુજારી, હલનચલન ધીમું થવું, અક્કડતા અને મુદ્રામાં અસ્થિરતા પીડીના દરેક કેસમાં જોવા મલે છે અને શરૂઆતમાં હલનચલનમાં ખલેલ થવાનું શરૂ થયા પછી તે સમગ્ર મૂવમેન્ટ પ્રોસેસ અંગેની મુશ્કેલીઓ વધારે છે, જેમાં મૂવમેન્ટના પ્લાનિંગથી લઈને મૂવમેન્ટ કરવા સુધીની ક્રિયાઓમાં તકલીફ પડે છે. આ પાર્કિન્સન્સ ડિસીસનું લક્ષણ શરૂ થાય પછી રોજિંદી ક્રિયાઓ જેમકે વસ્ત્રો પહેરવા, ખાવું અને સ્નાન જેવી ક્રિયાઓમાં પણ મુશ્કેલી થાય છે. ચાલવું અને બોલવું જેવી બંને ક્રિયાઓમાં એક જ સમયે મુશ્કેલી શરૂ થાય છે. તેનાથી આ સ્થિતિ ઈમોશનલ સ્ટ્રેસ કે સંબંધિત બીમારીના કારણે વધુ વણસે છે. અન્ય જે સામાન્ય લક્ષણ છે તે કોઈ આધાર પર મૂકેલા હાથમાં ધ્રુજારી કે હાથ અને પગમાં સતત ધ્રુજારી થવી વગેરે શરૂ થાય છે જે હાથની મૂવમેન્ટની સાથે દૂર થતી હોય છે અને લાંબા સમયે ઊંઘતી વખતે આવી તકલીફ જોવા મળતી હોય છે. સ્નાયુ કે લિમ્બ્સ જકડાઈ જવાથી મૂવમેન્ટ મુશ્કેલ બને છે અને તેના કારણે દર્દીને વ્હીલચેરનો ઉપયોગ કરવો પડે છે અથવા પથારીવશ થવું પડે છે. મૂડ, વર્તન, સમજશક્તિ કે વિચારોમાં ફેરફાર થતા રહે છે તેમજ ગંધ પારખવાની ક્ષમતામાં ફેરફાર અને ઊંઘમાં તકલીફ સામાન્ય છે. શરીર આગળની તરફ વળેલું હોવાથી પડી જવાની ઘટના કે ઝડપથી યોગ્ય સ્થિતિમાં શરીરને ન રાખી શકવું એ ચિંતાજનક બને છે અને આ સમસ્યા ટાળવા માટે સાવધાની રાખવી જરૂરી બને છે. દવાઓની સાઈડ ઈફેક્ટ્સ જેમ કે અચાનક ફ્રિઝીંગ જેવી સ્થિતિ થઈ શકે છે જ્યારે દર્દી ચાલી શકતો નથી કે હલનચલન કરી શકતો નથી અને એક જ સ્થળે અટકી જાય છે. આમાં પગ, હાથ અને ચહેરાની વધુ પડતી મૂવમેન્ટ પણ થયા કરે છે જેને ડીસ્કઈનેસીયા કહે છે. આ રોગના દર્દીઓને કબજિયાત મોટી સમસ્યા સર્જે છે અને આહારમાં અને દવાઓમાં થોડા ફેરફારથી આ સમસ્યામાં રાહત મળે છે..

જો તમને મૂવમેન્ટ ધીમી થવી, ધ્રુજારી, અક્કડતા, અસંતુલન જેવી કોઈ સમસ્યાઓ છે તો તમારા ડોક્ટર/ન્યુરોલોજિસ્ટને મળો કેમકે દવાઓ આ લક્ષણોમાં સારી રાહત આપી શકે છે. ડાયાબીટીસની જેમ પીડીનો કોઈ ઈલાજ નથી. તેને યોગ્ય દવા અને સારવારથી અંકુશમાં રાખી શકાય છે. ન્યુરોન્સ નષ્ટ થવાની ક્રિયા બંધ કરી શકાતી નથી પણ ડોપામીનની ઉણપને સુધારી શકાય છે અને લક્ષણોમાં રાહત મેળવી શકાય છે..

પાર્કિન્સન્સ પ્લસ સિન્ડ્રોમ્સ

કેટલાક એવા રોગ છે કે જેમાં પીડી જેવા લક્ષણો જોવા મળતા હોય છે પણ તે સામાન્ય રીતે સારવારની દૃષ્ટિએ પીડીની જેમ સારી પ્રતિસાદ આપતા નથી. મલ્ટીસિસ્ટમ એટ્રોફી કે ડિમેન્શિયા કે ભૂલી જવાની સમસ્યા ડિમેન્શિયા વીથ લેવી બોડી સિન્ડ્રોમ (ડીએલબી)ના કારણે વધુ અસંતુલન સર્જાઈ શકે છે, વારંવાર પડી જવાની ઘટના અને પોશ્ચરલ હાયપોટેન્શનની સમસ્યા સુપ્રાન્યુક્લિયર પાલ્સી (પીએસપી)ના કારણે સર્જાય છે.

PDના કારણો: પર્યાવરણીય પરિબળો અને ટોક્સિન્સઃ જેમકે જંતુનાશકો, ઈડીયોપેથિકઃ સૌથી સામાન્ય અને અજાણ્યું કારણ, વાસ્ક્યુલરઃ મગજમાં લોહીનો પુરવઠો ઘટે કે જેનાથી ચેતાકોષોમાં ઘટાડો થાય.

આનુવંશિક વિવિધ જનીનો ઓળખવામાં આવ્યા છે કે જેના કારણે પીડી થઈ શકે છે જેમાં વિવિધ પ્રોટીન્સ જવાબદાર હોય છે જેમકે આલ્ફા સિનન્યુક્લેઈન છે જે આ જનીનો દ્વારા અંકુશિત હોય છે., ટ્રોમા/વારંવાર માથામાં ઈજા થવી ખાસ કરીને બોક્સર્સમાં ચેપ, દવાઓ જેમકે એન્ટીડિપ્રેસન્ટ્સ, એન્ટીસાયકોટીક્સ વગેરેના લીધે પીડી અર્થાત પાર્કિન્સનીઝમ જેવા લક્ષણો પેદા થાય છે.

મેટાબોલિક ડિરેન્જમેન્ટ સોડિયમ, કેલ્શિયમ, કોપર, આયર્નમા થવાથી પાર્કિન્સનીઝમ થાય છે.

તમને કેટલીક તપાસ કરાવવાનું કહેવામાં આવી શકે છે

 • મગજનું સીટી/એમઆરઆઈ સ્કેન.
 • કેલ્શિયમ/થાઈરોઈડ ડિસઓર્ડર્સ, સોડિયમ વગેરે માટે બ્લડ ટેસ્ટ.
 • PET સ્કેન કે DET સ્કેન કરાવવાનું પણ ડોક્ટરને જરૂર લાગે તો તેઓ કહી શકે છે.

સારવાર

ડોક્ટર અને દર્દીનો નાતો આ ડિસઓર્ડરની સારવારમાં ઘણો અગત્યનો બની રહે છે કેમકે આ રોગનો કોઈ કાયમી ઈલાજ નથી. દવાઓથી તમારા રોગના લક્ષણોમાં સુધારો થઈ શકે છે. જો કે તમે જો દવાઓ બંધ કરી દો તો તમે ફરી એ જ સ્થિતિમાં આવી શકો છો. તેથી એ જાણવું જરૂરી છે કે તમારા ડોક્ટરે આપેલી સૂચના પ્રમાણે દવાઓ ચાલુ રાખવી. જો કોઈ આડઅસરો હોય કે તમને કોઈ રીતે દવા અનુકૂળ ન આવતી હોય તો તમારા ડોક્ટરને જાણ કરો કે જેથી તે દવામાં ફેરફાર કરી શકશે. સમયની સાથે દવાની અસર ઘટે છે અને આડઅસરો શરૂ થઈ શકે છે અને દર્દી અને સંભાળ લેનાર વ્યક્તિએ પણ આ શક્યતાઓથી સજાગ રહેવું જોઈએ અને ડોક્ટરને ત્યારે જાણ કરવી જોઈએ જયારે આવી કોઈ સમસ્યા થાય, નહીં કે ડરવું અથવા તો દવાઓ બંધ કરી દેવામાં આવે..

તબીબી સારવાર મૂળભૂત રીતે ડોપામાઈનની ઉણપને દૂર કરે છે. તે સીધી જ આપી શકાતી નથી કેમકે તે બ્લડ બ્રેઈન બેરિયરને ઓળંગી શકતી નથી કે તે મગજ સુધી પહોંચી શકતી નથી. તેથી તેને લેવોડોપા તરીકે આપવામાં આવે છે જે મગજ સુધી પહોંચે છે અને ત્યારપછી તે ડોપામાઈનમાં પરિવર્તિત થાય છે. માત્ર ૫-૧૦ ટકા લેવોડોપા લીધા પછી તે મગજમાં પહોંચે છે અને બાકીની શરીરના અન્ય ભાગોમાં ડિકાર્બોક્સિલેટેડ કે નષ્ટ થાય છે. લેવોડોપા કાર્બીડોપા સાથે લેવામાં આવે છે જેથી પેરિફેરલ ડિસ્ટ્રક્શન રોકી શકાય છે અને તેથી મગજ સુધી વધુ દવા પહોંચી શકે છે..

લેવોડોપાની હકીકતો

 • તેની અસર ૪-૬ કલાક સુધી રહે છે તેથી ડોઝ સમયસર લેવામાં આવે એ જરૂરી છે. વ્યક્તિ અક્કડ થઈ જાય કે હલનચલન ન કરી શકે એવી શક્યતા રહે છે.
 • વધુ ડોઝ અક્કડતા ઘટાડવામાં સારૂં પરિણામ મેળવવામાં મદદ કરી શકે પણ ઉબકા, હેલુસિનેશન્સ (આભાસ થવા) અને ડિસકાઇનેસીયા (હલનચલનમાં અક્ષમતા) એટલે કે વધુ પ્રમાણમાં નિરંકુશ મૂવમેન્ટ જેવી આડઅસરો થઈ શકે છે.
 • આહારમાં પ્રોટીન્સ તેના એબ્સોર્પ્શનમાં સામેલ થઈ શકે છે. તેનાથી દવાનું લોહીમાં પ્રમાણ વધી શકે છે અને ડિસકાઇનેસીયા જેવી સ્થિતિ કે જેને ‘ઓન-ઓફ' જેવી અચાનક જકડાઈ જવાની અને હલનચલન ન કરી શકવાની સ્થિતિ આવી શકે છે.
 • સમયની સાથે લેવોડોપા સામેની પ્રતિક્રિયા ઘટે છે અને વધુ ડોઝની જરૂર પડે છે. હવે લેવોડોપા કાર્બીડોપાનું સંયોજન ઉપલબ્ધ છે કે જેનાથી લાંબા સમય સુધી અસર રહે છે અને વિવિધ ડિલિવરી મોડ જેમકે ટ્રાન્સનેસલ/ ડર્મલ પેચીસ અંગે એકધારી ડ્રગ ડિલિવરી થાય એ માટે સંશોધન ચાલી રહ્યું છે.

અન્ય દવાઓઃ

 • ડોપામાઈન પીડિતો કે જેમને લેવોડોપા જેવી અસરો હોય છે પણ ઓછી હોય છે અને તે રોપીનીરોલ, પ્રામીપેક્સોલ, બ્રોમોક્રીપાઈન વગેરેમાં ઉપયોગમાં લઈ શકાય છે.
 • COMT ધરાવતા અવરોધકો જેમકે એન્ટાકેપોન ડોપામાઈન નષ્ટ થતું અટકાવે છે અને લેવોડોપાની અસર લાંબા ગાળા સુધી રાખે છે.
 • એમએઓ-બી અવરોધકો જેમકે selegiline અને Rasagiline પણ ડોપામાઈનના ડિગ્રેડેશનને ઘટાડે છે.
 • Amantadine અને anticholinergics નો ઉપયોગ શરૂઆતના તબક્કામાં થાય છે.

સર્જરી: પાર્કિન્સન્સ ડિસીસ માટે સર્જિકલ સારવાર.

એબ્લેટિવ: .

 • થેલેમોટોમી,
 • પેલિડોટોમી.

ઈલેક્ટ્રીકલ સ્ટિમ્યુલેશન: .

 • વીઆઈએમ થેલેમસ,
 • ગ્લોબસ પેલિડસ ઈન્ટરનસ,
 • સબ થેલેમિક ન્યુક્લિયસ.

ટ્રાન્સપ્લાન્ટ: .

 • ઓટોલોગસ એડ્રીનલ, .
 • હ્યુમન ફેટલ, .
 • શીનોટ્રાન્સપ્લાન્ટ્સ, .
 • જેનેટિકલી એન્જિનિયર્ડ ટ્રાન્સપ્લાન્ટ્સ.

ડીપ બ્રેઈન સ્ટિમ્યુલેશન (ડીબીએસ) એ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી સર્જિકલ સારવાર છે. તેમાં ન્યુરોસ્ટિમ્યુલેટર નામના મેડિકલ ડિવાઈસને પ્રત્યારોપિત કરવામાં આવે છે. જે મગજના ચોક્કસ ભાગોમાં ઈલેક્ટ્રીકલ ઈમ્પલ્સીસ મોકલે છે. ડીબીએસની ભલામણ એવા લોકો માટે કરવામાં આવે છે કે જેઓ ચાર વર્ષ કે તેથી વધુ સમયથી પાર્કિન્સન્સ રોગથી પીડાય છે અને જેઓ ઓન-ઓફ સ્થિતિ કે ગંભીર ફ્લક્ચ્યુએશન્સ અનુભવે છે કે દવાને રિસ્પોન્સ ન આપતા હોય એવા લોકો માટે ઉપયોગ થાય છે કે પછી દવાઓને જેમને અનુકૂળ આવતી નથી તેમના માટે તે ઉપયોગી છે. સર્જરી એવા લોકો માટે ઉપયોગી નથી કે જેઓને ગંભીર પ્રકારે ન્યુરોસાઈકિયાટ્રીક સમસ્યાઓ છે..

એબ્લેટિવ સર્જરી કે જેમાં મગજના કેટલાક ભાગમાં ઈજા થાય છે કે જે ભાગ ધ્રુજારી અને ગંભીર ડિસકાઇનેસીયા ને અંકુશિત કરે છે. ટ્રાન્સપ્લાન્ટ્સ અંગે સતત સંશોધન કરવામાં આવે છે પણ તેની સાતત્યપૂર્ણ અસરો સાથેના પરિણામો પ્રાપ્ત કરી શકાયા નથી..

ફ્રીઝીંગ એપિસોડ અટકાવવાં ના માર્ગોમાં સામેલ છેઃ.

 • હંમેશા સમયસર દવા લો.
 • તાલબદ્ધ રીતે ચાલો (સંગીત સાંભળવું મદદરૂપ બની શકે).
 • તમે ચાલતા હો ત્યારે વિચલિત ન થાઓ, માત્ર મોટા પગલાં લેવામાં ધ્યાન આપો..

ચાલતી વખતે તમે અચાનક ફ્રીઝ થઈ જાઓ તો શું કરવું.

 • તરત તમારી જાતે મોટેથી ‘લેફ્ટ, રાઈટ, લેફ્ટ રાઈટ' કે ‘એક, બે, એક, બે' કે ‘એક, બે, ત્રણ, સ્ટેપ' બોલો.
 • સ્થિર ઊભા રહો અને તમારા હાથ ઝૂલાવવાનું શરૂ કરો..
 • તમારા વજનને પગથી બીજા પગ સુધી બદલતા રહો.
 • ડગ માંડવા માટે કાલ્પનિક રેખા જોવાની કોશિશ કરો..

પડી જવુઃ.નીચે ના કારણોને લીધે પાર્કિન્સન્સનો રોગ ધરાવતા લોકો અવારનવાર પડી જતા હોય છે .

ફ્રિઝીંગ: .ટૂંકા અને / અથવા ઘસડાતા ડગ લેવાથી.

 • આગળની તરફ ઝૂકેલા હોવાથી.
 • બ્લડ પ્રેશર ઘટી જવું.
 • પર્યાવરણીય જોખમો.

પડી જવાની ઘટના ટાળવી.

 • હંમેશા દવા સમયસર લો.
 • નિયમિત કસરત કરવાથી સંતુલન જાળવવામાં અને પગની ક્ષમતા વધારવામાં મદદ મળે છે.
 • ચાલવામાં લય જાળવો ( મ્યુઝિક સાંભળવાથી મદદ મળશે).
 • લાંબા પગલાં લેવા પર ચાલતી વખતે ધ્યાન આપો.
 • તમારા ઘરમાં જોખમો ઘટાડો જેમકે મેટ, રગ્સ કે ફર્નીચક કે જે રસ્તામાં અવરોધરૂપ હોય.

આહારઃ શું લેશો અને શું નહીં

પાર્કિન્સન્સના દર્દીઓએ કેવું ભોજન લેવું.

 • સફરજન, બીટ, બ્લુબેરી, નાળિયેર, તરબૂચ, બદામ, દ્રાક્ષ, કેરી, ડુંગળી, રેઝિન્સ, પાલક, યોગર્ટ.
 • દરરોજ ૮-૧૦ ગ્લાસ પાણી પીવું જોઈએ.
 • આહારમાં છડ્યા વિનાનું અનાજ વધુ પ્રમાણમાં લો..
 • ખોરાક એવો લો કે જેમાં ડોપામાઈનનું સ્તર વધેઃ બદામ, દાડમ, એવોકાડો, લીલાં શાકભાજી, ફળો, સનફ્લાવર ઓઈલ, લસણ વગેરે..

ડો સુચેતા મુડગેરીકર, ન્યુરોલોજિસ્ટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate