પાર્કિન્સન રોગ 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોમાં અંદાજે 1% લોકોને અસર કરતો રોગ છે. ભારતમાં અપેક્ષિત આયુષ્ય નોંધપાત્ર રીતે 1975માં 51 વર્ષ હતું તે વધીને 2015માં 68 વર્ષ થયું છે. આમ છતાં આપણા દેશમાં પાર્કિન્સનનો ફેલાવો નોંધપાત્ર રીતે થતો રહ્યો છે. આ રોગથી વધતી જતી વિકલાંગતા આવી શકે છે જેમાં સારવારથી ફેરફાર કરી શકાય છે પણ તેને અટકાવી શકાતી નથી..
પાર્કિન્સન રોગ પૌરાણિક સમયથી માનવીને પીડા આપી રહ્યો છે. તેને ભારતની પૌરાણિક તબીબી શાખા આયુર્વેદમાં કંપવાત (સંસ્કૃતમાં કંપ એટલે ધ્રુજારી) કહે છે. આ રોગ અંગે પ્રથમવાર 1817માં ડો. જેમ્સ પાર્કિન્સને ‘એન એસે ઓન ધ શેકિંગ પાલ્સી'માં માહિતી આપી હતી. આ લેખથી પાર્કિન્સન રોગ જાણીતી મેડિકલ સ્થિતિ તરીકે સ્થાપિત થયો હતો.
રોજિંદી ક્રિયાઓ જેમકે ચાલવું, ખાવું, લખવું વગેરે મગજના આગળના હિસ્સામાંના મોટર કોર્ટેક્ષ દ્વારા સંચાલિત થાય છે. આ મોટર કોર્ટેક્ષ બેસલ ગેંગલિયન દ્વારા અંકુશિત થાય છે. પાર્કિન્સન રોગમાં બેસલ ગેંગલિયાથી મોટર કોર્ટેક્ષનું સ્ટીમ્યુલેશન ઘટે છે, જેનું કારણ ન્યુરોટ્રાન્સમિટરના અપર્યાપ્ત પ્રોડક્શન અને એક્શન છે. જે ચોક્ક્સ વિસ્તાર તેનાથી અસર પામે છે તે પાર્સ કોમ્પેક્ટા છે જે સબસ્ટેન્શિયા નાઈગ્રામાં હોય છે જ્યાં ડોપામાઈનેર્જિક સેલ્સમાં મોટાપાયે ક્ષતિ નોંધાતી હોય છે. .
પાર્કિન્સનના લક્ષણો ત્યારે શરૂ થાય છે જ્યારે ડોમાઈનેર્જિક સેલની સંખ્યા 30 ટકાથી 50 ટકા સુધી ઘટી જાય છે અને જેમ રોગ આગળ વધે તેમ તેનું પ્રમાણ વધતું જાય છે. સબથેલ્મિક ન્યુક્લિયસ (એસટીએન)ના કોષોની ઉચ્ચ સક્રિયતા પાર્કિન્સનના દર્દીમાં જોવા મળે છે જે મૂવમેન્ટને અસર કરે છે. આનાથી મૂવમેન્ટ પરનો અંકુશ ગુમાવી દેવાય છે જેના કારણે પાર્કિન્સન રોગના લક્ષણો જોવા મળતા થાય છે.
પાર્કિન્સનના લક્ષણો ત્યારે શરૂ થાય છે જ્યારે ડોમાઈનેર્જિક સેલની સંખ્યા 30 ટકાથી 50 ટકા સુધી ઘટી જાય છે અને જેમ રોગ આગળ વધે તેમ તેનું પ્રમાણ વધતું જાય છે
જેનેટિક્સમાં અદ્યત્તન પ્રગતિના પરિણામે, પાર્કિન્સનના અનેક સ્વરૂપો જોવા મળ્યા છે અને તેનું કારણ ચોક્કસ જનીનોમાં થતા મ્યુટેશન્સ હોય છે જેમકે કોડિંગ આલ્ફા-સાયનુસેલિન (એસએનસીએ જનીન), લ્યુસાઈન-રિચ રિપિટ કિનાસે 2 (એલઆરઆરકે2), પાર્કિન (પાર્ક જનીન) અને અન્ય અનેક જનીનો તેમાં સામેલ હોય છે. પાર્કિન્સન રોગના 10 ટકા દર્દીઓમાં જેનેટિક મ્યુટેશન હોય છે. જે હવે યુવાનોમાં પણ જોવા મળે છે.કેટલીક દવાઓ જેમકે એન્ટીસાયકોટીક-ફ્નોથિયાઝીન, લેવોસલ્પિરાઈડ, ટોક્સિન્સ જેકે જંતુનાશક દવાઓ અને હર્બીસાઈડ્સ, ભારે ધાતુઓ પાર્કિન્સનીઝમ માટે જવાબદાર હોઈ શકે છે.તેના સૌથી સામાન્ય લક્ષણોમાં અનિયમિત કંપન જોવા મળે છે. સમય જતાં દર્દી બ્રાડકિન્સિયા, કઠોરતા અને ગેઈટની મુશ્કેલી જેવા લક્ષણો અનુભવે છે. પ્રથમ અસરગ્રસ્ત હાથ સંપૂર્ણપણે ચાલતી વખતે ફરી શકતો નથી અને એ જ તરફનો પગ જમીન સાથે અથડાતો હોય એવું બને છે. જેમ રોગ વધે છે તેમ શરીરનું માળખું બદલાતું જાય છે અને વ્યક્તિ નાનાં ડગલાં ભરવા લાગે છે.
પાર્કિન્સન રોગના પ્રારંભિક લક્ષણોમાં કંપન, બ્રાડકિન્સિયા, કઠોરતા અને ડિસ્ટોનિયા જોવા મળતા હોય છે.
કંપન સૌથી સામાન્ય એવું શરૂઆતનું લક્ષણ છે પણ તે 70 ટકા દર્દીઓમાં હોય છે અને સામાન્ય રીતે તે આંગળી અને અંગૂઠાથી શરૂ થાય છે. શરૂઆતમાં તે સામાન્ય હોય છે જેમ રોગ વધે તેમ અપર એક્સ્ટ્રીમિટી સુધી, લોઅર એક્સ્ટ્રીમીટી સુધી પહોંચે છે અને પછી સમગ્ર શરીરમાં અસર કરે છે. જો કે એસિમેટ્રી સામાન્ય રીતે જળવાઈ રહે છે.બ્રાડકિન્સિયાનો અર્થ મૂવમેન્ટ ધીમી થવી એવો થાય છે. તેમાં ચહેરાના હાવભાવ અને પાંપણ પટપટાવવાની ક્રિયા ઘટે છે. આનાથી ઓછું લખી શકાય છે, ચાવીનો ઉપયોગ, ખુરશીમાંથી ઊભા થવું, પથારીમાં પડખું ફેરવવું કે ચાલવું વગેરેમાં હાથના ઉપયોગમાં મુશ્કેલી થાય છે. જો ચાલવામાં સમસ્યા થાય તો દર્દી નાના ડગલા ભરતો થાય છે. કેટલાકને ચાલવું શક્ય બનતું નથી કેમકે પગ જમીન પર સ્થિર થઈ જતા હોય એવું લાગે છે. વાચા ધીમી થાય છે, ઓછી સ્પષ્ટ અને કોઈ આરોહઅવરોહ વિનાની થાય છે. રોગ આગળ વધે ત્યારે બોલવામાં જીભ થોથવાય છે અને સમજવામાં મુશ્કેલી થાય છે.રિજિડિટી એટલે કઠોરતા કે અક્કડતા. દર્દી લિમ્બનું હલનચલન કરે ત્યારે અક્કડતા અનુભવે છે અને તે ખાસ તો અગોનિસ્ટના કારણે શક્ય બને છે અને એન્ટેગોનિસ્ટ મસલ કોઓર્ડિનેશન પાર્કિન્સન રોગમાં ખલેલ પામે છે.
ડિસ્ટોનિયા યુવાનોમાં થતા પાર્કિન્સનમાં સૌથી સામાન્ય અને પ્રારંભિક લક્ષણ છે. જે 40 વર્ષ કે તેથી નાની વયના લોકોમાં જોવા મળે છે. ડિસ્ટોનિયા એ પાર્કિન્સન રોગ છે જેમાં સામાન્ય રીતે પગ આપમેળે વળે છે કે ડાઉન થાય છે, જેમાં મોટાભાગે પગમાં ક્રેમ્પિંગ થાય છે કે એચિંગ થાય છે.
પાર્કિન્સન ધરાવતા દર્દીઓની ફરિયાદ મોટર સિસ્ટમ સુધી મર્યાદિત હોતી નથી અને તેનાથી મોટા પ્રમાણમાં નોન-મોટર લક્ષણો પણ જોવા મળતા હોય છે. જેમાંથી મોટાભાગના ડોપામાઈનેર્જિક ડેફિસિયન્સી સાથે સંબંધિત હોતા નથી અને રોગ વધવાની સાથે તે વધતી જાય છે. મોટાભાગના પાર્કિન્સનના દર્દીઓ સબસ્ટેન્શિયલ રીતે સ્મેલમાં ઘટાડો અનુભવે છે. અન્ય નોન-મોટર લક્ષણોમાં વધુ પડતી લાળ આવવી, ભૂલી જવાની સમસ્યા હેલુસિનેશન્સ, પેશાબ રોકી ન શકાય, કબજિયાત અને રેપિડ આઈ મૂવમેન્ટ બિહેવિયર ડિસઓર્ડર સામેલ છે. જે સ્થિતિમાં દર્દી આરઈએમ સ્લીપ દરમિયાન મૂવમેન્ટ દર્શાવે છે જેમકે હિટીંગ કે કિકિંગ મોશન તે દર્શાવે છે.
ઓટોનોમિક ડિસફંકશન પાર્કિન્સનના દર્દીઓમાં અસામાન્ય હોતું નથી કેમકે રોગ વધતો જતો હોય છે. રોગના આગળના તબક્કામાં ઓર્થોસ્ટેટિક હાયોટેન્શન, ગંભીર કબજિયાત, ઉલટી, યુરિનરી લક્ષણો જેમકે રિટેન્શન અને બ્લેડર ઈન્ફેર્શન તથા ઈરેક્ટાઈલ ડિસફંક્શન અસામાન્ય નથી. અનેક દર્દીઓને અવારનવાર પરસેવો વળવાની મુશ્કેલી પણ હોય છે.
પાર્કિન્સન રોગ એ ક્લિનિકલ ડાયગ્નોસિસ છે. પોસિટ્રોન એમિશન ટોમોગ્રાફી એ ઉપયોગી ડાયગ્નોસ્ટીક ઈમેજિંગ સ્ટડીઝ છે પણ તે સામાન્ય રીતે દર વખતે જરૂરી હોતું નથી. મોટર સાઈન્સ જોવા મળે ત્યારે દર્દીઓમાં પીઈટી ઈમેજિંગ અંગે ફ્લુરોડોપા લેવામાં 30 ટકા ઘટાડો જોવા મળતો હોય છે.
પાર્કિન્સન રોગમાં મેડિકલ મેનેજમેન્ટનું લક્ષ સંકેતો અને લક્ષણો પર અંકુશ મેળવવાનું હોય છે જેથી જીવનધોરણમાં સુધારો આવે અને લાંબા ગાળા સુધી તેની અવળી અસરોને શક્ય હોય ત્યાં સુધી ટાળી શકાય.
લેવોડોપાને કાર્બિડોપા સાથે રાખીને કે જે પેરિફેરલ ડીકાર્બોક્સીલેસ ઈનહેબિટર છે તે પાર્કિન્સનની સિમ્પ્ટોમેટિક સારવાર માટેનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. કાર્બીડોપા લેવોડોપાનું ડિકાર્બોક્સીલેશન સિસ્ટમેટિક સર્ક્યુલેશન ધરાવે છે. જેનાથી લેવાડોપા ડિસ્ટ્રીબ્યુશન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં થાય છે અને અમુક સિસ્ટમેટિક આડઅસરો જોવા મળે છે. લેવોડોપા મોટર સંબંધિત લક્ષણોમાં મોટો ફાયદો કરે છે જેમાં ટૂંકા ગાળા માટેની કેટલીક આડઅસરો જોવા લે છે, જો કે, તેનો લાંબા ગાળાનો ઉપયોગ મોટર ફ્લક્ચ્યુએશન્સ - ઓન ઓફ ફિનોમેનન તથા ડિસ્કીનેસિયા જેવી સ્થિતિ સર્જી શકે છે. મોટાભાગના દર્દીઓ લેવોડોપા સાથે 3-5 વર્ષમાં ખૂબ સારો રિસ્પોન્સ આપે છે. સીઓએમટી લેવોડોપાના પેરિફેરલ મેટાબોલિઝમ ધરાવે છે તેનાથી લેવોડોપા વધુ સમય સુધી લેવાથી લેવોડોપાને બ્લડ અને બ્રેઈન બેરિયરમાં લાંબા સમય સુધી ટ્રાન્સપોર્ટ માટે ઉપલબ્ધ કરાવી શકાય છે. દર્દી ફ્લક્ચ્યુએશન્સ અને ડિસ્કિનેસિયાનો અનુભવ લેવોડોપાનો ડોઝ 30 ટકાથી 50 ટકા સુધી ઘટાડવાથી અનુભવે છે, જ્યારે સીઓએમટી ઈનહેબિટર-એન્ટાકેપોન સાઈડ ઈફેક્ટ ઘટાડવા માટે રજૂ કરાયેલ છે. હાલમાં લેવોડોપા, કાર્બીડોપા, એન્ટાકેપોનનું સંયોજન પાર્કિન્સન દર્દીઓ માટે ઉપલબ્ધ છે.હાલમાં ડોપામાઈન એગોનિસ્ટ પ્રેમીપેક્સોલ અને રોપીનીરોલનો ઉપયોગ ફર્સ્ટલાઈન ટ્રીટમેન્ટ તરીકે થાય છે અને લેવોડોપા જરૂર પડ્યે ઉમેરવામાં આવે છે. જેનાથી વધુ સારો ડ્રગ કંટ્રોલ મળે છે અને ફ્લક્ચ્યુએશન્સ ઘટે છે. ડોપામાઈન એરોનિસ્ટ સિમ્પ્ટોમેટિક બેનિફિટ આપે છે કે જે રોગના પ્રારંભિક તબક્કામાં લેવોડોપા સાથે તુલનાત્મક હોય છે પણ પર્યાપ્ત કાર્યક્ષમતા લક્ષણોને અંકુશમાં રાખવા માટેની આગળના તબક્કાના રોગમાં ન રહેતી હોવાથી તેઓમાં ભાગ્યે ફ્લક્ચ્યુએશન્સ અને ડિસ્કિનેસિયા જોવા મળે છે પણ હેલુસિનેશન્સ, સ્લીપીનેસ, ઈમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડર્સની સમસ્યા જોવા મળતી હોય છે. જો કે આનો ડોઝ ઘટાડીને ઉકેલ લાવી શકાય છે. .
પાર્કિન્સનમાં જે અન્ય દવાઓ ઉપયોગમાં લેવાય છે તેમાં એમએઓ-બી ઈનહેબિટર્સ, સેલેજીલાઈન અને રેસેગીલીન સામેલ છે. આ દવાઓ માઈલ્ડ સિમ્પ્ટોમેટિક લાભ આપે છે, જેમાં એક્સલન્ટ એડવર્સ ઈફેક્ટ ધરાવે છે અને લાંબા ગાળે તેના પરિણામો સારા આવી શકે છે. આ લક્ષણો એમએઓ-બી ઈનહેબિટર્સને સારી પસંદગીનો વિકલ્પ બનાવે છે કેમકે અનેક દર્દીઓ માટેની પ્રારંભિક સારવાર તે હોય છે, જો તે એકમાત્ર આપવાથી પર્યાપ્ત અંકુશ મોટર સિમ્પ્ટમ્સમાં ન મળે તો તેમાં સાથે અન્ય દવા ઉમેરી શકાય છે.
એવા દર્દીઓ કે જેમને વિકલાંગતા કંપનના કારણે આવે છે તે ડોપામીનેર્જિક દવાથી અંકુશિત થતી નથી તો એન્ટીકકોલાઈનેર્જિક જેમકે ટ્રીહેક્સીફેનીડાઈલ, બેન્ઝટ્રોપાઈન દ્વારા કોશિશ કરી શકાય છે. આ દવાઓ ઓછા ડોઝમાં આપી શકાય છે અને ક્રમશઃ આડઅસરોને ઘટાડવા માટે તે વધારી શકાય છે. જે આડઅસરોમાં મેમરી ઈમ્પેરમેન્ટ, મૂંઝવણ અને હેલુસિનેશન્સ સામેલ છે. આ ઉપરાંત એન્ટીવાયરલ દવા એમેન્ટાડાઈનમાં એન્ટીપાર્કિન્સનીયન એક્ટિવિટી હોય છે. તે ડોપામાઈન અને નોરપાઈનફ્રાઈન સ્ટોરેજ સાઈટમાંથી મુક્ત કરે છે અને રિઅપટેકનો ગુણ ધરાવે છે. તે લેવોડોપાથી થતી મેક્સિમલ કે વાનિંગ ઈફેક્ટ્સ અનુભવતા દર્દીઓ માટે લાભદાયી છે.
ડીપ બ્રેઈન સ્ટિમ્યુલેશન એ સર્જિકલ પ્રોસિજર છે જે પાર્કિન્સન રોગ માટે ઉપયોગમાં લેવાય છે તે રિવર્સિબલ છે. તેને રોગની પ્રગતિના આધારે ગોઠવી શકાય છે અને તેમાં મગજના કોષોને નુકસાન થતું નથી. દર્દીનું સિલેક્શન ઘણું અગત્યનું છે, દર્દી કે જે લેવોડોપાને સારો પ્રતિસાદ આપે છે પણ તે રિસ્પોન્સ સમગ્ર દિવસ દરમિયાન જળવાય નહીં અથવા વધુ પ્રમાણમાં ડિસ્કિનેસિયાના કારણે તકલીફદાયક બને ત્યારે તે ડીબીએસ માટે ઉત્તમ ઉમેદવાર બની શકે છે. હાલમાં એસટીએન કે જીપીઆઈ ડીબીએસ સ્ટિમ્યુલેશન સ્ટીરિયોટેક્ટીક સર્જરી તરીકે ઉપયોગમાં લેવાય છે. મોટર ફંકશન અને એડવર્સ ઈવેન્ટ બે સાઈટ્સ વચ્ચેનો નોંધપાત્ર તફાવત નથી. જો કે જેમને એસટીએ ડીબીએસ મળે છે તેમાં ડોપામાઈનેર્જિક દવાઓમાં ઘણો ઘટાડો થાય છે અને જેઓ જીપીઆઈ ડીબીએસ મેળવે છે તે નોંધપાત્ર રીતે ઓછું ડિપ્રેશન ધરાવે છે. ન્યુરલ ટ્રાન્સપ્લાન્ટેશન અને જીન થેરાપીની ટ્રાયલ્સ ચાલી રહી છે.
રેફરન્સ : ડૉ. બશીર અહેમદી, ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ.
સ્ત્રોત: નવગુજરાત હેલ્થ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/31/2020