অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

COPD: તમારાં માટે જાણવા જેવી મહત્વપૂર્ણ બાબતો

ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) ફેંફસાનાં વધતાં રોગોનું વર્ણન કરવા ઉપયોગ થતો સંપૂર્ણ શબ્દ છે, જેમાં એમ્પિસેમા, ક્રોનિક બ્રોન્કાઇટિસ અને રિફ્રેક્ટરી (નોન-રિવર્સિબલ) અસ્થમા સામેલ છે. આ રોગને શ્વાસ લેવામાં પડતી મુશ્કેલી કે હાંફ ચડવા દ્વારા ઓળખી શકાય છે. COPD પ્રગતિશીલ છે અને (અત્યારે) સારવાર ન ધરાવતો રોગ છે, પણ યોગ્ય નિદાન અને સારવાર સાથે તમે તમારાં COPDને નિયંત્રણમાં રાખી શકો છો અને વધારે સારી રીતે શ્વાસ લઈ શકો છો. COPD સાથે ઘણાં વર્ષો સુધી લોકો જીવી શકે છે અને જીવનનો આનંદ માણી શકે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રોનિક ઓબ્સ્ટ્રિક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD) 251 મિલિયન લોકોને અસર કરે છે અને એનાથી દર વર્ષે 3.15 મિલિયન લોકોને અસર થાય છે. અત્યારે COPD સાથે સંબંધિત 90 ટકાથી વધારે મૃત્યુ ઓછી અને મધ્યમ આવક ધરાવતાં દેશોમાં થાય છે. ભારતમાં દર પાંચમાંથી ત્રણ મૃત્યુ માટે અગ્રણી કારણો માટે બિનચેપી રોગો જવાબદાર હોય છે, જેમાં COPD મૃત્યુ માટેનું બીજું સૌથી મોટું કારણ છે. COPDનાં દર્દીઓની સંખ્યા વર્ષ 2016માં વધીને 29.2 ટકા થઈ છે, જે જાહેર સ્વાસ્થ્ય માટે ગંભીર કારણ છે.
ગુજરાતની 32 ટકા વસતિ શ્વાસોશ્વાસ સાથે સંબંધિત રોગ થવાનું જોખમ ધરાવે છે. બહારનાં કણોનાં પ્રદૂષણની સાથે લગભગ 19 ટકા ગુજરાતીઓ સ્વચ્છ રાંધણ ઇંધણોની સુલભતાનાં અભાવે ઘરગથ્થું હવાનાં પ્રદૂષણથી COPDનું જોખમ ધરાવે છે, ત્યારે 7.5 ટકા વસતિ આસપાસ ઓઝોનનાં પ્રદૂષણનું અને આશરે 15 ટકા વાણિજ્યિક રજકણોનાં સંસર્ગમાં આવે છે. ગુજરાતમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. મોટાં ભાગનાં મૃત્યુ અને વિકલાંગતામાં હવાનું પ્રદૂષણ મુખ્યત્વે એટલે 10.9 ટકા જવાબદાર હતું. આ જ અભ્યાસમાં જાણકારી આપવામાં આવી હતી કે, COPD હવે મૃત્યુ અને વિકલાંગતા માટે બીજું સૌથી મોટું જવાબદાર કારણ છે, જે ગુજરાતમાં મૃત્યુ અને વિકલાંગતા માટે 4.9 ટકાનો હિસ્સો ધરાવે છે.

COPDનાં ચિહ્નો અને લક્ષણો

ઉંમરમાં વધારા સાથે શ્વાસ ચડવો અને કફ જામી જવા વિશે વિચારવું સરળ છે, પણ આ COPDની ચિહ્નો હોઈ શકે છે. આ કારણે આમાંથી કોઈ પણ લક્ષણો તમને જોવા મળે તો તરત જ તમારાં હેલ્થકેર પ્રોવાઇડર સાથે વાત કરવી મહત્ત્વપૂર્ણ છે. COPD શ્વાસ ચડવાનાં લક્ષણ વિના વર્ષો સુધી આગળ વધી શકે છે. તમારાં હેલ્થકેર પ્રદાતાને સ્પાઇરોમેટ્રી ટેસ્ટ વિશે પૂછો.

દરેક વ્યક્તિ માટે COPDનાં લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે, પણ સામાન્ય ચિહ્નો છે:

  • સીડી ચઢવા ચાલવા જેવી હળવી કસરત પછી શ્વાસ ચડવો
  • ગળામાં સસણી બોલવી, જે ખાસ કરીને શ્વાસ બહાર કાઢવા દરમિયાન ભારે અવાજ સાથે લેવાતો એક પ્રકારનો શ્વાસ છે
  • છાતી ભારે થઈ જવી
  • લાળ સાથે કે વિના લાંબા સમય સુધી કફ
  • લાળ
  • અવારનવાર શરદી, તાવ, અથવા શ્વાસોશ્વાસ સાથે સંબંધિત અન્ય ઇન્ફેક્શન
  • ચોક્કસ જૂથનાં લોકો COPD ધરાવતાં હોવાની શક્યતા વધારે છે. (1) આ જૂથોમાં - 65થી 74 વર્ષ વચ્ચેની વયજૂથ ધરાવતાં લોકો અને 75 અને એનાથી વધારે વય ધરાવતાં લોકો
  • હાલ કે અગાઉ ધુમ્રપાન કરતાં લોકો

COPDનાં કારણો શું છે?

વિકસિત દેશોમાં COPDનું સૌથી મોટું કારણ ધુમ્રપાન છે. COPD ધરાવતાં આશરે 90 ટકા લોકો ધુમ્રપાન કરતાં કે અગાઉ ધુમ્રપાનની ટેવ ધરાવતા હોય એવા લોકો હોય છે. લાંબા સમય સુધી ધુમ્રપાન કરવાથી 20થી 30 ટકા લોકોમાં COPD વિકસે છે. જેટલો લાંબો સમય તમે તમાકુનાં વધારે ઉત્પાદનોનું સેવન કરશો એટલું જ તમારા માટે COPDનું જોખમ વધારે છે. ધુમ્રપાન ઉપરાંત સિગારેટ, પાઇપનું સેવન અને સેકન્ડહેન્ડ ધુમ્રપાન COPD માટે જવાબદાર હોઈ શકે છે. જો તમને અસ્થમા હોય અને ધુમ્રપાનની આદત ધરાવતા હશો, તો તમને COPDનું જોખમ વધારે હોય છે.

COPDનું નિદાન

  • COPD માટે કોઈ સિંગલ ટેસ્ટ નથી. નિદાન લક્ષણો, શારીરિક પરીક્ષણ અને નિદાન પરીક્ષણનાં પરિણામો પર આધારિત છે. જ્યારે તમે ડૉક્ટરની મુલાકાત લેશો, ત્યારે આ તમામ લક્ષણોનો ઉલ્લેખ અચૂક કરો.
  • તમે સ્મોકર છો કે અગાઉ ધુમ્રપાન કરતાં હતાં
  • તમે કામ પર ફેંફસાને ઉત્તેજિત કરનાર પદાર્થનાં સંસર્ગમાં આવો છો
  • તમે COPDની ફેમિલી હિસ્ટ્રી ધરાવો છો
  • તમે અસ્થમા કે શ્વાસોશ્વાસ સાથે સંબંધિત અન્ય સમસ્યા ધરાવો છો

સીઓપીડીના નિદાનમાં પલ્મોનરી ફંક્શન ટેસ્ટ મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. રક્તવાહિનીઓમાં ફરતાં લોહીનાં વાયુનાં પરીક્ષણમાં તમારાં લોહીમાં ઓક્સિજન, કાર્બન ડાયોકસાઇડ અને અન્ય મહત્ત્વપૂર્ણ સ્તરોનું મૂલ્યાંકન કરવા ધમનીમાંથી લોહીનાં નમૂના લેવાની કામગીરી સંકળાયેલી છે. જો તમે COPD અથવા અસ્થમા જેવી વિવિધ સ્થિતિ, ફેંફસાનો નિયંત્રિત રોગ કે હર્ટ ફેઇલ્યોર હોય, તો આ પરીક્ષણો નક્કી કરવામાં મદદરૂપ થઈ શકે છે.

COPD માટેની સારવાર

સારવાર લક્ષણોને હળવા કરી શકે છે, જટિલતાનું નિવારણ કરી શકે છે તથા સાધારણ રીતે રોગને ધીમે ધીમે વધતો અટકાવે છે. તમારી હેલ્થકેર ટીમમાં ફેંફસાનાં સ્પેશ્યાલિસ્ટ (પલ્મોનોલોજિસ્ટ) તથા ફિઝિકલ અને શ્વાસોશ્વાસનાં થેરપિસ્ટો સામેલ હોઈ શકે છે.

સારવાર

બ્રોન્કોડાયલેટર્સ સારવાર છે, જે સ્નાયુઓનાં હવા પસાર થવાનાં માર્ગોને હળવા કરવામાં મદદ કરે છે, આ માર્ગોને પહોળા કરે છે, જેથી તમે સરળતાપૂર્વક શ્વાસ લઈ શકો છો. સામાન્ય રીતે તેઓ ઇનહેલર કે નેબ્યુલાઇઝર મારફતે શ્વાસ લે છે. ગ્લુકોકોર્ટિકોસ્ટેરોઇડ્સ આ માર્ગોની બળતરામાં ઘટાડો કરવામાં મદદરૂપ થઈ શકશે

ઓક્સિજનનો ઉપચાર

જો તમારા લોહીમાં ઓક્સિજનનું સ્તર ઘણું ઓછું હોય, તો તમે વધુ સારી રીતે શ્વાસ લેવામાં મદદરૂપ થવા માસ્ક કે નસલ કેનુલા મારફતે પૂરક ઓક્સિજન મળી શકે છે. પોર્ટેબલ યુનિટ આસપાસ સરળતા ઊભી કરી શકે છે.

સર્જરી

તીવ્ર COPD અથવા જ્યારે અન્ય સારવારો નિષ્ફળ નિવડે છે, ત્યારે સર્જરી કરવામાં આવે છે, જે તમે તીવ્ર એન્ફીસેમા ધરાવો છો ત્યારે કરાવવાની જરૂર પડે છે. સર્જરીનો એક પ્રકાર બુલેક્ટોમી તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા દરમિયાન ફેંફસામાંથી સર્જનો હવાની મોટી, અસાધારણ જગ્યાઓ (બુલી) દૂર કરે છે. અન્ય બાબતમાં ફેંફસાનાં વોલ્યુમમાં ઘટાડા સાથે સંબંધિત સર્જરી છે, જે ઉપરનાં ફેંફસાની પેશીઓને નુકસાનને દૂર કરે છે. ફેંફસાનું પ્રત્યારોપણ કેટલાંક કિસ્સાઓમાં એક વિકલ્પ છે.

જીવનશૈલીમાં પરિવર્તનો

જીવનશૈલીમાં ચોક્કસ પરિવર્તનો તમારાં ચિહ્નોને દૂર કરવામાં મદદરૂપ પણ થઈ શકે છે અથવા રાહત પ્રદાન કરી શકે છે.

જો તમે ધુમ્રપાન કરતાં હોય, તો એને છોડી દો. તમારાં ડૉક્ટર ઉચિત ઉત્પાદનો કે આનુષંગિક સેવાઓની ભલામણ કરી શકે છે. જ્યારે શક્ય હોય, ત્યારે સેકન્ડહેન્ડ ધુમ્રપાન અને રાસાયણિક ધુમાડાને ટાળો. તમારાં શરીર માટે જરૂરી પોષણ મેળવો. ગુણકારક ભોજન માટેની યોજના બનાવવા તમારાં ડૉક્ટર કે ડાયેટિશિયન સાથે કામ કરો.

COPD જેવા ક્રોનિક પ્રોગ્રેસિવ ડિસીઝથી અસર ધરાવતાં લોકોનાં આયુષ્ય અને જીવનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. ઉપરાંત ઉત્પાદકતામાં ઘટાડો અને સારવારનો ઊંચો ખર્ચ વ્યાપક સ્તરે દેશને અસર કરી શકે છે. આ પ્રકારની ચેતવણીજનક જાહેર સ્વાસ્થ્યની સમસ્યાઓ સંશોધકો અને નીતિનિર્માતાઓનું ધ્યાન તાત્કાલિક ખેંચે છે, જેથી ભારતનાં સંદર્ભમાં જોખમોની ચકાસણી થાય, પ્રાથમિક અને ગૌણ સારવાર કેન્દ્રોમાં દર્દીઓની સારવારમાં રહેતી ખામીઓને ઓળખી શકાય, નિદાન અને સારવારનાં દર્દી-કેન્દ્રિત વિસ્તૃત મોડલ વિકસાવી શકાય, જીવનશૈલીમાં સુધારા અને જીવનની ગુણવત્તાને અસર કરે એવા પર્યાવરણ સંબંધિત સંસર્ગ મારફતે રોગનાં નિવારણની તકોને ચકાસી શકાય.

ગુજરાતની 32% વસતિ શ્વાસોશ્વાસ સાથે સંબંધિત રોગ થવાનું જોખમ ધરાવે છે. બહારનાં કણોનાં પ્રદૂષણની સાથે લગભગ 19% ગુજરાતીઓ સ્વચ્છ રાંધણ ઇંધણોની સુલભતાનાં અભાવે ઘરગથ્થું હવાનાં પ્રદૂષણથી COPDનું જોખમ ધરાવે છે, ત્યારે 7.5% વસતિ આસપાસ ઓઝોનનાં પ્રદૂષણનું અને આશરે 15% વાણિજ્યિક રજકણોનાં સંસર્ગમાં આવે છે

લેખ : ડો.સચી દવે (કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate