অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીસ (COPD)

ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીસ (COPD)

ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીસ (COPD) એક અટકાવી શકાય અને સારવાર કરી શકાય એવો રોગ છે કે જેમાં ફેફસાંમાં હવાને બહાર ફેંકવામાં મુશ્કેલી થતી હોય છે. આ સમસ્યા કે જેમાં ફેફસાંમાંથી હવા બહાર નીકળવામાં અવરોધ (એરફ્લો ઓબ્સ્ટ્રક્શન) આવે છે તેનાથી શ્વસનમાં તકલીફ થાય છે કે થાકની અનુભૂતિ થાય છે કેમકે તમારે શ્વાસ લેવામાં વધુ મહેનત કરવી પડે છે.COPD ક્રોનિક બ્રોન્કાઈટીસ, એમ્ફીસેમા કે બંને સ્થિતિઓ માટે ઉપયોગમાં લેવાતો શબ્દ છે. અસ્થમા પણ એવો રોગ છે જેમાં ફેફસાંમાથી હવાને નીકળવામાં સમસ્યા થતી હોય છે પરંતુ અસ્થમા સીઓપીડીની વ્યાખ્યામાં સામેલ નથી. જો કે તે અસામાન્ય નથી, કે, સીઓપીડી ધરાવતા દર્દીને અમુક અંશે અસ્થમા પણ હોય છે.

ક્રોનિક બ્રોન્કાઈટીસ શું છે?

ક્રોનિક બ્રોન્કાઈટીસ એ શ્વાસનળીઓમાં (હવાના માર્ગ)માં સોજા અને મ્યુકસ (ફ્લેગ્મ કે સ્પુટમ ) વધવાની સ્થિતિ છે. હવાનો માર્ગ ક્રોનિક બ્રોન્કાઈટીસમાં સોજા અને એક્સ્ટ્રા આલવીઓલાયના લીધે અવરોધાય છે કેમકે તે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એમ્ફીસેમામાં, અમુક અલવેલીની દિવાલોને હાનિ પહોંચે છે. જ્યારે આવું બને છે ત્યારે,આલવીઓલાય તેની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે અને હવા તેમાં ફસાય છે. આથી ફેફસાંમાંથી પૂરેપૂરી હવા બહાર ફેંકવાનું મુશ્કેલ બને છે અને ફેફસાં પર્યાપ્ત રીતે ખાલી થતા નથી અને તેથી સામાન્ય કરતાં વધુ હવા તેમાં ભરાયેલી રહે છે. જેને એર ટ્રેપિંગ કહે છે અને તેના કારણે ફેફસાંમાં હાયપરઈન્ફ્લેશનની સ્થિતિ સર્જાય છે. ફેફસાંમાં સતત વધુ માત્રામાં હવા હોવાથી અને મ્યુકસના કારણે શ્વાસનળી સામાન્ય કરતા વધુ સાંકડી બને છે. ક્રોનિક બ્રોન્કાઈટીસનું નિદાન કફના લક્ષણોના આધારે થાય છે અને આવો કફ મ્યુક્સ કે ફ્લેગમ બનાવતો હોય છે. ખાસ કરીને જ્યારે આવુ ત્રણ મહિનાથી અથવા બે કે વધુ વર્ષોથી થતુ હોય ત્યારે ક્રોનિક બ્રોન્સાઈટીસ હોય શકે(કફ થવા અંગેના અન્ય કારણો લાગુ ન પડતા હોય ત્યારે).

એમ્ફિસેમા શું છે?

એમ્ફિસેમા એક એવી સ્થિતિ છે જેમાં ફેફસાંના વાયુ કોષ્ઠોની દિવાલોને હાનિ પહોંચતી હોય છે. સામાન્ય રીતે ફેફસાંમાં 300 મિલિયનથી વધુ આલવીઓલાય હોય છે. આલવીઓલાય સામાન્ય રીતે નાના ફુગ્ગા જેમ સ્થિતિસ્થાપક અને સ્પ્રિંગ જેવા હોય છે. ફુગ્ગાની જેમ સામાન્ય આલવીઓલાય ને ફુલાવવા પ્રયત્ન કરવો પડે છે જો કે તેના દ્વારા ફેફસાંને ખાલી કરવામાં કોઈ ઊર્જા વપરાતી નથી.

વ્યક્તિને જ્યારે શ્વાસ લેવામાં વધુ પ્રયાસ કરવો પડે ત્યારે શ્વાસમાં તકલીફ થતી હોય એવું લાગે છે. એમ્ફીસેમામાં હવાના માર્ગમાં અવરોધ સર્જાય છે કેમકે આલવીઓલાય કે જે સામાન્ય રીતે હવાના માર્ગને ખુલ્લો રહેવામાં મદદ કરે છે તે આ પ્રકારનુ કામ શ્વસન ક્રિયા દરમિયાન કરી શકતા નથી. તેના સહયોગ વિના, શ્વાસનળીઓ ખરાબ થાય છે અને તેના કારણે હવાના માર્ગમાં અવરોધ આવે છે.

COPDના કારણો શું છે?

COPD અનેક પરિબળોનાં કારણે થઈ શકે છે છતાં તેનું સૌથી સામાન્ય કારણ ધુમ્રપાન છે. પર્યાવરણીય પરિબળો અને આનુવંશિક પરિબળો પણ સીઓપીડીનું કારણ બની શકે છે. ઉદાહરણ તરીકે, કામકાજના સ્થળે અમુક પ્રકારના રજકણોના વધુ પડતા સંપર્કમાં આવવાથી, રસાયણોથી તથા ઈનડોર આઉટડોર વાયુ પ્રદૂષણનના કારણે COPD થઈ શકે છે. શા માટે ધુમ્રપાન કરનારા કેટલાક લોકોને COPD થતો નથી અને કેટલાક ક્યારેય ધુમ્રપાન ન કરનારા લોકોને COPD થવાનું કારણ પૂર્ણપણે સમજી શકાયું નથી. વારસાગત પરિબળો COPDનો ભોગ બનનાર વ્યક્તિમાં કદાચીત ભૂમિકા ભજવતુ હોય એવુ બની શકે છે. આપણા ગ્રામીણ વિસ્તારોમાં, ચૂલાની મદદથી રસોઈ કરતી મહિલાઓમાં COPDનું જોખમ વધુ રહેલું છે.

COPDનું નિદાન કઈ રીતે થઈ શકે?

COPD સામાન્ય રીતે ધીમી ગતિએ વિકસે છે. તેના લક્ષણો શરૂઆતમાં સામાન્ય રીતે મંદ જોવા મળે છે પણ પછીથી તેની ગંભીરતા વધે છે. ખાસ કરીને જો ધુમ્રપાન અથવા તો ઉત્તેજીત કરનારા પરીબળો નો સંપર્ક ચાલુ રહ્યો તો. તેના સૌથી સામાન્ય લક્ષણો આ પ્રમાણે છેઃ

  • મ્યુકસ પેદા થવાની સાથે કફ.
  • શ્વાસ લેવામા તકલીફ.
  • શ્વાસ લેતા સાથે અવાજ આવવો.
  • છાતી ભીંસાતી હોય એવી અનુભૂતિ.

વજન ઘટવું, ભૂખ ન લાગવી, નબળાઈ અને થાક લાગવા જેવા લક્ષણો રોગ ખૂબ આગળ વધ્યા પછી જોઈ શકાય છે.

COPDનું નિદાન

COPDના નિદાનમાં કાળજીપુર્વક દર્દીનો ઈતિહાસ તપાસવો જરૂરી છે અને તેની હેલ્થકેર પ્રોવાઈડર (HCP) દ્વારા તપાસ આવશ્યક છે. તેમાં ફેફસાંની કામગીરીનું પરીક્ષણ પણ જરૂરી બને છે. આ સામાન્ય રીતે પ્રાઈમરી કેર પ્રોવાઈડર દ્વારા પણ કરી શકાય છે. મુશ્કેલ અને ગંભીર કેસોમાં, સ્પેશિયાલિસ્ટ દ્વારા તેનું મૂલ્યાંકન જરૂરી બને છે.

એક દર્દીએ શેની અપેક્ષા રાખી શકાય?

તમારા ડોક્ટરે તમારો વિસ્તૃત ઈતિહાસ મેળવવો જોઈએઃ

  • COPD સૂચવતા લક્ષણો અને એ કઈ રીતે તમારા જીવનને અસર કરે છે.
  • દાખલ થવા બાબતે નિર્ણય, ખાસ કરીને જેમને શ્વસનમાં તકલીફ થતી હોય છે..
  • ધુમ્રપાન અને ઘર/કામકાજના સ્થળે પ્રદૂષણના સંપર્કનો ઈતિહાસ.
  • ફેફસાંના રોગનો પારિવારિક ઈતિહાસ.
  • અન્ય બીમારીઓ ખાસ કરીને અસ્થમા, સાઈનસની બીમારી, સ્લીપ એપ્નીયા, ફેફસાંમાં ચેપ, કેન્સર, હૃદયરોગ, એન્ગ્ઝાઈટી/નિરાશા, ઓસ્ટિયોપોરોસિસ (હાડકાં પાતળા થવા) અને સ્નાયુના રોગ.

તમારે હૃદય અને ફેફસાં અંગેના શારીરિક પરીક્ષણો કરાવવા જોઈએ. સીઓપીડી ગંભીર સ્થિતિમાં ન હોય ત્યાં સુધી પરીક્ષણો મોટાભાગે સામાન્ય હોય છે.

તમારે સ્પાઈરોમેટ્રી (ફેફસાનો ટેસ્ટ) ફેફસાંની કામગીરી તપાસવા કરાવવાની જરૂર પડે છે. સીઓપીડીનું નિદાન તેના વિના શક્ય નથી.

અન્ય ટેસ્ટ્સ કે જે COPDના નિદાન કે સારવારમાં ઉપયોગી બને છે તેમાં સામેલ છેઃ.

  • છાતીનો એક્સરે
  • ઓક્સિજન લેવલ, કે જે પલ્સ ઓક્સિમેટ્રી દ્વારા તપાસાય છે (આંગળી કે ઈઅર પ્રોબ દ્વારા) કે લોહીના નમૂના દ્વારા તપાસાય છે.
  • COPDના વારસાગત સ્વરૂપ નુ પરિક્ષણ કરવા આલ્ફા-1 માટે નો બ્લડ ટેસ્ટ.
  • વધારાના બ્રિધિંગ ટેસ્ટ.
  • કસરત દ્વારા પરીક્ષણ. સૌથી સામાન્ય ટેસ્ટમાં એ તપાસવામાં આવે છે કે છ મિનિટમાં તમે કેટલું ચાલી શકો છો.

COPDની સારવાર કઈ રીતે થાય છે?

COPDની સારવારનું સૌથી અગત્યનું પાસુ એ છે કે ફેફસાંમાં સોજાનું કારણ દૂર કરવામાં આવે. મોટા ભાગના લોકોમાં એ કારણ ધુમ્રપાન હોય છે. ક્ષતિગ્રસ્ત ફેફસાંના સમારકામ માટેનો સારો માર્ગ ન હોવા છતા , ધુમ્રપાન બંધ કરવાથી ફેફસાંની કામગીરીને થતી હાનિ ઘટાડી શકાય છે. તેનાથી રોગને પણ વકરતો અટકાવી શકાય છે. સીઓપીડી ધરાવતા તમામ દર્દીઓ કે જેઓ ધુમ્રપાન કરે છે તેમણે એ આદત છોડવી જ જોઈએ. તેમણે તેમના હેલ્થ કેર પ્રોવાઈડર ને આ આદત છોડવા માટે મદદ કરવા કહેવું જોઈએ.COPDના અનેક લક્ષણોમાં દવા મદદરૂપ થાય છે અને રોગ વધતા અટકે છે. અનેક COPDની દવાઓ ઈનહેલરથી લેવાની હોય છે. આનાથી ફેફસાં સુધી દવાનું પ્રમાણ પહોંચાડવામાં મદદ મળે છે. COPDની સારવારમાં મદદ માટે અનેક પ્રકારની દવાઓ છે. ઘણીવાર એકથી વધુ દવાઓ એક ઈનહેલરમાં સામેલ હોય છે. દવાના પ્રકારો આ પ્રમાણે છેઃ

બ્રોન્કોડાઈલેટર્સ : આ દવાઓ શ્વસનમાર્ગમાં સ્નાયુઓને રિલેક્સ કરવાનું કામ કરે છે જેથી તે સરળતાથી શ્વાસ બહાર ફેંકી શકે. દવા કઈ રીતે સ્નાયુને રિલેક્સ કરે છે તેના આધારે તેના બે પ્રકાર હોય છે, જેમાં બીટા એગોનિસ્ટ અને એન્ટીકોનર્જિક્સ સામેલ છે, જે બંને ફેફસાં માટે હોય છે અને બંને લોંગ અને શોર્ટ એક્ટિંગ વર્ઝન્સ ધરાવે છે. દરેક પ્રકાર અલગ રીતે કામ કરે છે અને તેઓને સાથે પણ આપી શકાય છે.

સ્ટીરોઈડ્સ: સ્ટીરોઈડ્સ એવી દવા છે કે જેનાથી ફેફસાંમાં સોજો ઘટે છે. સ્ટીરોઈડ્સ મોંએથી લઈ શકાય, ઈન્ટ્રાવિનસ (IV) કે નાક દ્વારા લઈ શકાય છે.IV અને ઓરલ સ્ટીરોઈડ્સ અક્યુટ પ્રકારના COPDની સારવારમાં ઉપયોગી છે. તેની આડઅસરો લાંબાગાળે તે લેવામાં મુશ્કેલી સર્જે છે. નાકથી લેવાયેલા સ્ટીરોઈડ્સથી COPDને અમુક દર્દીઓમાં મેનેજ કરવામાં મદદ મળે છે. તેઓ ઘણીવાર લાંબો સમય કામ આપતા બીટા એગોનીસ્ટ્સની સાથે સમ્મેલન મા ઈન્હેલર દ્વારા વપરાય છે.

ફોસ્ફોડાઈસ્ટરેઝ : 4 ઈનહેબિટર્સ – એ મોંએથી લેવાની સોજો ઘટાડતી દવાઓ છે કે જે વધુ ગંભીર COPD ધરાવતા દર્દીઓમાં રોગની તીવ્રતા ઘટાડે છે..

  • એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ઘણીવાર તીવ્રતાના ઈલાજ માટે થાય છે. વધુ ગંભીર રોગ અને વારંવાર તીવ્ર થતા રોગ સાથેના કેટલાક દર્દીઓમાં રોજિંદા સ્તરે સારવારમાં એક પ્રકારની એન્ટિબોયોટિક ઉપયોગી થાય છે.
  • આલ્ફા-1 રિપ્લેસમેન્ટ થેરાપી – કેટલાક દર્દીઓમાં આલ્ફા-1ની ઉણપ હોય છે તેમને IV રિપ્લેસમેન્ટથી ફાયદો થઈ શકે છે.
  • ઓક્સિજન થેરાપી – એવા દર્દીઓ કે જેઓમાં આરામ કરતી વખતે ઓક્સિજનનું સ્તર ઓછું રહે,તેઓમા લાંબા સમય સુધી ઓક્સિજન ઘટતો જાય છે અને ત્યાર બાદ મૃત્યુનું જોખમ સર્જાય છે . આવી સ્થિતિ અટકાવવા માટે આ થેરાપી નો ઉપયોગ થાય છે. કસરત વખતે ઓછું ઓક્સિજન સ્તર ધરાવતા દર્દીઓ ઓક્સિજન માસ્ક પહેરે તો કસરતનો સમય વધારી શકે છે.

અન્ય સારવારઃ

  • રસીકરણઃ સીઓપીડી ધરાવતા દર્દીઓ માટે એ ઘણું મહત્ત્વનું છે કે તેઓ ઈન્ફ્લુએન્ઝા અને ન્યુમોકોકસ માટેની રસીઓ સમયસર લે. રસીઓથી ફેફસાંના ગંભીર ચેપનું જોખમ ઘટે છે.
  • પલ્મોનરી રિહેબિલિટેશન પ્રોગ્રામ: સીઓપીડી વિશે શિક્ષણ સાથે નિરીક્ષણ હેઠળ થતી કસરત અંગે કાર્યક્રમનું સંયોજન કરવુ. આ પ્રોગ્રામ દ્વારા કસરત કરવાની ક્ષમતા વધે છે અને શ્વસનની તકલીફ ઘટે છે.

સર્જરી

  • લંગ વોલ્યુમ રિડક્શન સર્જરી : જેમાં ક્ષતિગ્રસ્ત ફેફસાંના કોષોને દૂર કરવામાં આવે છે જેથી ફેફસાં તેની કામગીરી યોગ્ય રીતે કરી શકે. તે જૂજ સીઓપીડી દર્દીઓમાં મદદરૂપ થાય છે.
  • અતિ ગંભીર સીઓપીડી સાથે કેટલાક દર્દીઓમાં ફેફસા નુ ટ્રાન્સપ્લાન્ટ મદદરૂપ બને છે.

પલ્મોનરી રિહેબિલીટેશન

પલ્મોનરી રિહેબિલિટેશન પ્રોગ્રામ નિરીક્ષણ હેઠળ કસરત અને શિક્ષણ શ્વસનમાં તકલીફ ધરાવતા લોકો માટે અપાય છે. સીઓપીડી દર્દીઓ માટે શિક્ષણ અને અન્ય દર્દીઓ તથા પરિવારોને પોતાના અનુભવો જણાવવાની તક આપી શકાય એ માટે સપોર્ટ ગ્રૂપ્સ પણ ઉપલબ્ધ છે.

શુ COPD દર્દીને અન્ય આરોગ્યવિષયક તકલીફ થઈ શકે છે?

કુપોષણ, હૃદયરોગ, ઓસ્ટિયોપોરોસિસ, સાઈકિયાટ્રીક ડિસીસ, એસિડ રિફ્લક્સ ડિસીસ, યુરિનરી ઈનકન્ટીનન્સ અને વારંવાર ફેફસાંમાં ચેપ આવા દર્દીઓમાં જોવા મળતી આરોગ્ય સમસ્યાઓ છે જે સીઓપીડી સાથે સંકળાયેલ છે.

શુ COPD કાયમ માટે મટી શકે?

ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીસમાં ક્રોનિક શબ્દનો અર્થ એ છે કે તે લાંબા સમય સુધી રહે છે. જ્યારે સમયાંતરે તેના લક્ષણો અલગ અલગ હોય છે પરંતુ ફેફસામા છતા પણ આ રોગ હોય શકે છે,માટે આ આજીવન રહે છે. જ્યાં સુધી ફેફસાંમાં રોગ રહે છે તેથી સીઓપીડી જીવનભર રહે છે. જ્યારે સીઓપીડીના લક્ષણોમાં સુધારો આવી શકે છે જો વ્યક્તિ ધુમ્રપાન બંધ કરી દે અને દવા નિયમિત રીતે લે. એ ઉપરાંત પલ્મોનરી રિહેબિલિટેશન પછી રોગના લક્ષણોમાં વધુ સુધારો થઈ શકે છે. શ્વસનની તકલીફ અને થાકના લક્ષણો સંપૂર્ણપણે દૂર થઈ શકતા નથી જો કે, દર્દીઓ તેમની સ્થિતિને મેનેજ કરતા શીખી શકે છે અને ભરપૂર રીતે જીવન માણી શકે છે.

સ્ત્રોત: ડૉ મનોજ સિંઘ. કન્સલટન્ટ ચેસ્ટ એન્ડ ક્રિટીકલ કેર.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate