অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાયોરિયા, દાંતો ની સડન, પેઢામાં સોજો માટેના ઉપાયો

પાયોરિયા, દાંતો ની સડન, પેઢામાં સોજો માટેના ઉપાયો

પાયોરિયા, દાંતો ની સડન, પેઢામાં સોજો, દુખાવો હોય તો આ નુસ્ખા પહેલા જ દિવસે કરશે અસર
આપણે દરરોજ બ્રશ કરવા છતાં પણ હમેશા દાંતોમાં જગ્યા થઇ જવી, કે દાંતોનું સડી જવું, પાયરીયા અને પેઢા માં દુઃખાવો , લોહી અને સોજો ખુબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. શું આપને આ બાબત વિષે ક્યારેય વિચાર્યું છે. કે દિવસમાં બે વખત બ્રશ અને તે પણ મોંઘા માં મોધી પેસ્ટનો ઉપયોગ કર્યા પછી પણ દાંતો સડી જવાની, દાંતોમાં જગ્યા થવી, દાંતોનું સડવું,પાયરિયા થી પરેશાન રહીએ છીએ, તો આજે તમને જણાવી દઉં છું આ બધાનો ઘરેલું ઉપચાર.

ઘરેલું ઉપચાર

  • આપના દાંતનું બંધારણ માં મિનરલ,વિટામીન એ અને ડી અને કેલ્શિયમ ની ખાસ ભૂમિકા રહે છે, એટલા માટે તેને બચાવવા માટે તેની આપૂર્તિ કરવી જરૂરી છે. ભોજનમાં એવી વસ્તુઓ જરૂર સામેલ કરો જેનાથી તે જરૂરિઆતો પૂરી પડી શકે.
  • અને અને બીજી સૌથી મહત્વની વાત એ છે કે તમે ચા કે કોફી બિલકુલ છીડી દો.
  • સૌથી પહેલા તમારે દાંતોને નાયલોન ના બ્રશથી ઘસવાનું બંધ કરવું પડશે, તેની જગ્યાએ મંજન નો ઉપયોગ કરો. મંજન નો સાચો ઉપયોગ કરવાની રીત છે કે મંજન ને વચ્ચે વળી મોટી આંગળી થી પેઢા અને દાંતો ઉપર સારી રીતે ૧૦ મિનીટ સુધી લગાવીને રાખો, અને પછી મોઢામાંથી ખરાબ પાણી નીકળશે, ૧૦ મિનીટ પછી દાંતો ને ચોખ્ખાપાણી થી ધોઈ લો.
  • બાવળ ના લાકડાના કોલસા ૨૦ ગ્રામ વાટીને કપડાથી ચાળીને મૂકી રાખો , ૧૦ ગ્રામ ફટકડી ને તાવડી ઉપર શેકી લો, તે બિલકુલ ચૂર્ણ બની જશે, ૨૦ ગ્રામ હળદર, આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરો.

 

  • હવે સવારે મંજન કરતી વખતે તેને લો અને તેમાં ૨ ટીપા લવિંગનું તેલ લઈને તેને સારી રીતે ભેળવી દો, આ મંજન ને એક તો જે દાંત ખરાબ થઇ ચુક્યા છે તે ખરાબ દાંતની ઉપર આંગળી ની મદદ થી થોડી વાર સુધી લાગેલ રહેવા દો , અને જ્યાં દાંતોમાં ખાડા છે તે ખાડામાં મિશ્રણ ભરી દો, અને બાકી મંજન ને દાંતો અને પેઢા ઉપર આંગળીની મદદ થી સારી રીતે લગાવી દો, અને ઓછામાં ઓછું ૧૦ મિનીટ રહેવા દો.
  • પાયરિયામાં તો આ ફક્ત ૨ દિવસ માં જ આરામ આપી દેશે. હલતા દાંત પણ પત્થર થી મજબુત થઇ જશે. અને કૈવીટી ને માટે આ મંજન ને ૧ થી ૩ મહિના સુધી ઉપયોગ કરો. અને દર્દ જો તમારા દાંતોમાં છે તોતે તો પહેલા દિવસ માં જ આરામ મળવાનો શરુ થઇ જશે.
  • તે સાથે સવારે ઉઠતા જ ૧૦ ગ્રામ નારીયેલ નું તેલ કે તલ નું તેલ લઈને મોઢા માં ભરો અને ૧૦ મિનીટ સુધી મોઢામાં તેને ફેરવતા રહો. એટલે કે કોગળા કરો,તેના ૧૦ મિનીટ પછી તેને થુંકી દો, ધ્યાન રાખો કે તેને પીવાનું નથી. આ રીતે રાત્રે સુતી વખતે પણ કરો. આ ક્રિયાને ગંડુષકર્મ પણ કહે છે. આ પદ્ધતિથી દાંતોની નવ સર્જન શરુ થશે.
  • આ સાથે દરરોજ ૧૦ થી ૧૫ ગ્રામ આંબળા પણ ખાવાના છે, અને લીલા શકભાજી નું સેવન જરૂર કરો. દિવસમાં જો ગાજર, પાલક, મોસંબી, બીટ, દાડમ, ટમેટા મળે તો જરૂર ખાઓ.
  • ચોથી અને સૌથી અગત્યની વાત કે ભોજન ફક્ત માટીની હાંડી કે કાંસાના વાસણ માં જ બનાવો. હવે તમે તે પૂછશો કે માટીમાં ખાવાનું કેમ બનાવવાનું છે. તો સૌથી પહેલા સારી મજબુત માટીની હાંડી લો. તેને આખી રાત પાણીમાં પલાળીને રાખી દો. બીજા દિવસે તેની અંદર સરસવ નું તેલ લગાવો. અને તેમાં પાણી નાખીને ચુલા ઉપર ધીમા તાપે પાકવા દો, ત્યારે તે પાણી ઉકળી જાય તો તેને નીચે ઉતારી લો. બસ તૈયાર થઇ ગયું તમારું વાસણ ઉપયોગ કરવા માટે. આ વાસણમાં તમે તમારી દાળ શકભાજી ચોખા કઈ પણ બનાવી શકો છો. બસ જયારે તેમાં ભોજન બનવાનું શરુ કરો તો પહેલા થોડી વાર ધીમા તાપ પર શરુ કરો. ધીમે ધીમે તાપ વધરો.

ઉપર બતાવ્યા પ્રમાણે ક્રિયાની સાથે જો તમે ચા અને કોફીને છોડી દો તો તમને પરિણામ સો ટકા મળી શકે છે.

આપણે જાણીએ છીએ કે ખુબ જ વધુ ભણેલા ગણેલા અંગ્રેજ કહે છેકે તે બધું બકવાસ છે તો તેને તે કહીશ કે તમારા હાથમાં ફોન છે ઈન્ટરનેટ ફ્રી છે ગુગલ ઉપર જાઓ અને ત્યાં લખો એક્ટીવેટેડ ચારકોલ ફોર ટુથ (Activated charcoal for tooth) આ લખતા જ તમને ત્યાં કોલસાની દુકાન મળી જશે, અને તમે ને પોતાને જ સમજ પડી જશે કે વર્ષોથી અમારા દાદી નાની કેમ કોલસા થી તેમના દાંત સાફ કરતા હતા.

સ્ત્રોત: ફોરમસ્તી.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate