હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / દંત સંભાળ / ડેન્ટલ કેર આ રીતે મેળવો પર્ફેક્ટ સ્માઇલ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડેન્ટલ કેર આ રીતે મેળવો પર્ફેક્ટ સ્માઇલ

ડેન્ટલ કેર આ રીતે મેળવો પર્ફેક્ટ સ્માઇલ

મોતી જેવા સફેદ દાંત માટે લીંબુ પણ ખૂબ ઉપયોગી નીવડે છે. જમ્યા બાદ લીંબુથી દાંત સાફ કરવાથી દાંતની ચીકાશ અને પીળાશ બંને ઓછી થાય છે. જમ્યા બાદ લીંબુવાળા પાણીથી કોગળા કરવાથી દાંતની પીળાશ અને મોઢાની દુર્ગંધ બંનેમાં રાહત મળે છે. અહીં આ સમસ્યામાં રાહત આપતા કેટલાક ઉપાયો પર એક નજર કરીએ.

રોજ બ્રશિંગ

બેકિંગ સોડા ધરાવતી ટૂથપેસ્ટથી રોજ બ્રશ કરવાથી વ્હાઇટનેસ જળવાઈ રહે છે. એનાથી પર્ફેક્ટ સ્માઇલ આપવા માટેનો તમારો કોન્ફિડન્સ પણ વધશે.

ફાઇબર યુક્ત ફૂડ

સફરજન અને ગાજર જેવું ફાઇબરયુક્ત ભોજન લેવું જોઈએ. એનાથી ડાઘા દૂર થશે અને વ્હાઇટનેસ જળવાઈ રહેશે. બેલેન્સ્ડ ડાયેટની સાથે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સથી દાંતનો સડો થતો અટકે છે. અનેક ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ એ વિટામિન સી, આયર્ન અને કેલ્શિયમના સારા સોર્સીસ છે.

સ્પેસ ફિલ કરો

બે દાંત વચ્ચે સ્પેસ રહે તો એ એક્ટ્રેક્ટિવ ન લાગે. એવી સ્થિતિમાં વ્યક્તિ પર્ફેક્ટ સ્માઇલ આપવા માટે કોન્ફિડન્ટ ન રહે. લોકો તમારું સ્માઇલ જુએ અને બે દાંત વચ્ચેનો સ્પેસ દેખાય તો એ ડિસ્ટર્બિંગ છે. એટલા માટે જ એના માટે ટ્રીટમેન્ટ કરાવો. .

તમારા દાંતને પ્રોટેક્ટ કરો

જો તમારા કોઈ દાંતમાં ક્રેક હોય કે તૂટી ગયો તો તરત જ ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ. જો વચ્ચે કોઈ દાંત મિસિંગ હોય તો એની બિલકુલ ઉપેક્ષા ન કરો. સામાન્ય રીતે લોકો વચ્ચે એકાદ-બે દાઢ મિસિંગ હોય તો એને ઇગ્નોર કરી દેતા હોય છે. .

રેગ્યુલરલી ચેક-અપ

તમારે થોડા થોડા સમયના અંતરે ચેક-અપ માટે ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ. જો તમારા કોઈ દાંતમાં સેન્સિટિવિટી કે દુ:ખાવો થાય તો એને ઇગ્નોર ન કરો.

ખરાબ આદતો છોડો

સ્મોકિંગ અને તમાકું ચાવવું જેવી આદતોથી ઓરલ કેન્સર થવાની શક્યતા રહેલી છે. એનાથી તમારા દાંત પર પણ ખરાબ અસર થઈ શકે છે. કોલ્ડ ડ્રિન્ક્સને પણ એવોઇડ કરો. ડાયેટ ડ્રિન્ક્સમાં પણ એસિડ હોય છે કે જેનાથી સમય જતા દાંતને નુકસાન થાય છે.

મીઠું

દાંતને સાફ અને મોતી જેવા ચમકદાર બનાવવા માટે મીઠાનો ઉપયોગ ખૂબ પહેલાથી થતો આવે છે. મીઠામાં વધુ માત્રામાં સોડિયમ ક્લોરાઇડ હોય છે. જે દાંતની પીળાશ ઓછી કરવામાં મદદરૂપ થાય છે. જોકે, વધુ પડતા મીઠાના ઉપયોગથી દાંતના ઇનેમલને નુકસાન થઈ શકે છે.

ફ્રેશ ફ્રૂટ્સ

ફ્રેશ ફ્રૂટ અને વેજિટેબલ જેવા કે સફરજન, ગાજર અને કાંકડીને વ્યવસ્થિત ચાવીને ખાવાથી પણ દાંતની પીળાશને દૂર કરી શકાય છે.

બેકિંગ સોડા

દાંતની પીળાશ દૂર કરવા માટે બેકિંગ સોડા ખૂબ કારગર નીવડે છે. જે રીતે દાંત સાફ કરવા માટે મીઠાનો ઉપયોગ કરો છો તેવી જ રીતે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકાય છે. થોડાક જ દિવસોમાં તમારા દાંત પર જામેલી પીળી છારી દૂર થઈ જશે..

ઓઇલ

નારિયેળ, તલ કે જૈતૂનના તેલથી દાંત સાફ કરવા એ આયુર્વેદિક પદ્ધતિ છે. એક ચમચીમાં નારિયેળ તેલ લઈને તેને મોઢા અને દાંતમાં લગાવો.

સ્ત્રોત :નવગુજરાત સમય

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top