હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / ડાયાબીટીસ / સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ

સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ વિશેની માહિતી

કેટલીક સ્ત્રીયોમાં સગર્ભાવસ્થા દરમ્યાન જ ડાયાબિટીસની બીમારીનું નિદાન થાય છે. સગર્ભાવસ્થા દરમ્યાન શુગરનાં નિયંત્રણ માટે વધારે ઇન્સલ્યુલિનની જરૂર શરીરને પડે છે. વળી, આ અવસ્થામાં વધુ પ્રોટીન અને કાબહાઈડેટની પણ ખોરાકમાં જરૂર ઉભી થાય છે. આ બંને પરિબળોને લીધે જે સ્ત્રીઓને મોટી ઉમરે ડાયાબિટીસ થવાની શકયતા હોય એ સ્ત્રીઓમાં સગર્ભાવસ્થાના ઉતરાર્ધમાં ડાયાબિટીસ દેખાવાની શકયતા રહે છે. સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસની બીમારી લાગુ પડે તો કોઇ પણ પ્રકારના બાહ્યલક્ષણો જણાતાં નથી. એટલે દરેક સ્ત્રીમાં છઠ્ઠા અને સાતમા મહિના દરમ્યાન ગમે ત્યારે પ૦ ગ્રામ ગ્લુકોઝ પીવડાવીને એક કલાક પછી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ માપવું જોઇએ. જોઆ પ્રમાણ ૧૪૦ મિ.ગ્રા.ડિ.લી. કરતાં વધુ આવે તો ભૂખ્યા પેટે ૧૦૦ગ્રામ ગ્લુકોઝ પીને ત્રણ કલાકનો ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરાવવો જોઇએ - જેમાં દર કલાકે લોહીની સુગરમાપવામાં આવે છે. જો ડાયાબિટીસ હોવા છતાં સગર્ભાવસ્થા દરમ્યાન એનું નિદાન અને સારવાર ન થાય તો ગર્ભમાં બાળકનું કદ ખૂબ મોટુ (દા.ત. ચાર કિલો ચજનવાળું) થવાની શકયતા રહે શ્વે અને કયાર(ક મૃતજન્મપણ થાય છે. આ ઉપરાંત જન્મ પછી તરત બાળકના શરીરમાં સુગરકે કેલ્શિયમ ઘટી જવાની તકલીફ થાય છે. જો સગર્ભાવસ્થા શરૂ થાય એ પહેલાથી સ્ત્રીને ડાયાબિટીસ હોય તો કસુવાવડ થવાની શકયતા વધી જાય છે. આ ઉપરાંત, જો સગર્ભાસ્ત્રીને કિડનીને ડાયાબિટીસને કારણે નુકસાન થયુ હોય તો ઓછાવજનવાળુ બાળક જન્મે છે અને જન્મ પછી બાળકને શ્રાસોશ્વાસની તકલીફ થઇ શકે છે.

માતાને પણ સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ થવાથી આંખનાં પડદા પર નુકસાન થઇ શકે છે; સુગરઅચાનક ઘટી જઇને ચકકર આવવાની તકલીફ થાય છે. સગર્ભાવસ્થા દરમ્યાન નિદાન થયેલ ડાયાબિટીસના દર્દીની સારવાર શરૂઆતમાં માત્ર ખોરાકની પરેજીથી થાય છે. જો ખોરાકમાં પરેજી રાખવા છતાં લોહીમાં શુગરનુ પ્રમાણ ભૂખ્યા પેટે ૧૦૫ મિ.ગ્રા.ડિ.લી. કરતાં વધુ અથવા જમીને બે કલાકે ૧૨૦ મિ.ગ્રા.ડિ.લી. કરતાં વધુ રહે તો ઇન્સલ્યુલિનનાં ઇન્જેકશન શરૂ કરી દેવા જરૂરી છે. સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસની સારવાર માટે લોહીમાં સુગરઘટાડી આપતી ગોળીઓની આડઅસર થતી હોવાથી એનો વપરાશ કરી શકાતો નથી. જેમને અગાઉથી ગોળીઓ ચાલુ હોય એમને પણ સગર્ભાવસ્થા દરમ્યાન ગોળી બંધ કરીને ઇન્સલ્યુલિન ચાલુ કરવુ પડે છે.

સ્ત્રોત : ડૉ કેતન ઝવેરી ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શેલી કિલનિક, સુરત.

2.85714285714
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top