હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / ડાયાબીટીસ / બાળકને વારંવાર તરસ-પેશાબ લાગે, થાકી જાય અને વજન ઘટે તો ચેતજો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાળકને વારંવાર તરસ-પેશાબ લાગે, થાકી જાય અને વજન ઘટે તો ચેતજો

બાળકને વારંવાર તરસ-પેશાબ લાગે, થાકી જાય અને વજન ઘટે તો ચેતજો

ઈન્સ્યુલન હોર્મોન શર્કરાને તોડે છે. તેથી લોહીમાં ગ્લુકોઝ વધે છે જે શરીરમાં ચરબી રૂપે એકઠી થાય છે

ડાયાબિટીસ મટી શકતો નથી, પણ તેને મેનેજ કરવામાં આવે તો લાંબાગાળે તેનાથી થતા કોમ્પ્લિકેશન્સ અટકાવી શકાય છે. ૧૪ નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ છે. ભારત ડાયાબિટીસનું કેન્દ્ર બનવા જઈ રહ્યુ છે. ડાયાબિટીસની અંદર મુખ્યત્વે ટાઈપ-૧ અને ટાઈપ-૨ના દર્દીઓ જોવા મળે છે. એક અંદાજ મુજબ ભારતમાં આશરે એક લાખ બાળકો ટાઈપ-૧ ડાયાબિટીસ સાથે જીવી રહ્યા છે. શહેરના ઈન્ડો કિડ્સ ક્લિનિક સાથે ટાઈપ-૧ ડાયાબિટીસના ૬૦૦ જેટલા બાળકો નોંધાયેલા છે. આ બાળકોને સચોટ સારવાર માટેનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

૧૩ વર્ષીય આર્યાસિંહ છેલ્લા ૭ વર્ષથી ઈન્સ્યુલિન ઉપર છે તે હાલ રાષ્ટ્રીય કક્ષાએ ડીબેટ, ડાન્સિંગ અને સ્વિમિંગમાં ભાગ લે છે. ધાર્મી નાગર ૧૪ વર્ષની છે તે હિપ-હોપ અને ક્લાસિકલ ડાન્સ કરે છે ભણવામાં પણ તે ઘણી તેજસ્વી છે. આમ વહેલું નિદાન અને ચોક્કસ સારવારના કારણે ટાઈપ-૧ ડાયાબિટીક બાળકો મુખ્યપ્રવાહની અંદર ભળી શકે છે અને આજીવન સ્વસ્થ્ય જીવન જીવી શકે છે.

પિડિયાટ્રિક એન્ડોક્રાઈનોલોજીસ્ટ ડૉ. શાલ્મી મહેતાએ કહ્યુ કે, બાળકને વારંવાર તરસ-પેશાબ લાગે, થાકી જાય અને વજન ઘટે તો બાળકને ડાયાબિટીસ હોવાની શક્યતા રહેલી છે. આવા બાળકોનું વહેલું નિદાન થવું જરૂરી છે. પિડિયાટ્રિક એન્ડોક્રાઈનોલોજીસ્ટ રૂચિ શાહે કહ્યુ કે, ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા ૧૦૦માંથી એક-બે બાળકને થાઈરોડઈ થઈ શકે છે. આવા બાળકોને ઘઉની એલર્જી હોઈ શકે છે. ડાયટિશન ચાર્મી શાહે કહ્યુ કે, દર વર્ષે આવા બાળકોની સંખ્યામાં ૩થી ૫ ટકાનો વધારો થઈ રહ્યો છે. ટાઈપ-૧ ડાયાબિટીસ દર્દીઓના ખોરાકને રિસ્ટ્રિક્ટ કર્યા વગર બેલેન્સ ફૂડ આપવું જોઈએ. બાળકોની વૃદ્ધી માટે ખોરાકમાં ફાયબર્સ અને પ્રોટીનનો વધારો કરવો જોઈએ અને કાર્બોહાઈડ્રેટ ઘટાડવું જોઈએ.

એન્ડોક્રાઈનોલોજીસ્ટ હિરેન પટ્ટે કહ્યુ કે, મેદસ્વીપણું વધવાથી અને શારીરિક પ્રવૃતિ અતિશય ઘટવાથી બાળકોની અંદર ટાઈપ-૨ ડાયાબિટીસ વધતું હોવાનું ધ્યાને આવ્યું છે. છેલ્લા ૩૦ વર્ષમાં બાળકોની સંખ્યામાં ૧૦ ગણો વધારો થયો છે. ડૉ. વસીમ અહમદ કહે છે કે, સામાન્ય ધારણા મુજબ ખાવાનું ન ખાવાથી વજન ઘટે છે, પણ ઘણી વખત તેનું વિપરિત પરિણામ આવતું હોય છે. ખોરાક વગર લિવરની કોશિકાઓ ઈન્સ્યુલિનને પ્રતિક્રિયા આપવાનું બંધ કરે છે. ઈન્સ્યુલન હોર્મોન શર્કરાને તોડવાના કામમાં આવે છે. તેના કારણે લોહીમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે જે શરીરમાં ચરબી રૂપે એકઠી થાય છે.

ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતી મહિલાઓમાં વહેલાસર કસુવાવડ થવાનું કે ખોડખાંપણ ધરાવતું બાળક થવાનું જોખમ રહેલું હોય છે. જાણિતા સિનિયર એન્ડોક્રાઈનોલોજીસ્ટ ડૉ. રમેશ ગોયલે કહ્યુ કે, ૨૯ વર્ષીય ગર્ભવતી મહિલા ૬ વર્ષની હતી ત્યારથી ઈન્સ્યુલિન લેતી હતી. આ મહિલાએ ગર્ભપાત કરાવવા વિચાર કરી લીધો હતો. ડૉક્ટર્સ દ્વારા તેમને ખાતરી આપવામાં આવી હતી ત્યારબાદ તેમણે બાળકને જન્મ આપવા નિર્ણય કર્યો હતો. મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન સુનિયંત્રિત બ્લડ ગ્લુકોઝ સાથે ઈન્સ્યુલિન પમ્પ થેરપીની શરૂઆત કરી હતી.

સ્ત્રોત : નવગુજરાત સમય

2.84615384615
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top