હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / ડાયાબીટીસ / પ્રી-ડાયાબીટક લક્ષણો જાણી, ડાયાબીટીસથી બચો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રી-ડાયાબીટક લક્ષણો જાણી, ડાયાબીટીસથી બચો

પ્રી-ડાયાબીટક લક્ષણો જાણી, ડાયાબીટીસથી બચો

વિશ્વની સરખામણીમાં ભારતમાં ડાયાબીટીઝના દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. જેના કારણે ૨૦૩૦ સુધીમાં ડાયબીટીઝના સૌથી વધુ દર્દીઓ સાથે ભારત પ્રથમ ક્રમે હશે તેવું માનવામાં આવી રહ્યું છે. ડાયાબીટીઝના કારણે હ્યદય રોગ, હાર્ટ એટેક, કિડની ફેલ્યોર, અલ્સર અને આંખોનો રોગ પણ થઇ શકે છે. જો કે દેશમાં વધી રહેલા ડાયાબીટીઝના દર્દીઓની સંખ્યાને રોકવા માટે દેશમાં અનેક પગલાં લેવામાં આવીવ રહ્યાં છે. જેમાં આયુર્વેદ તરફથી સારી ઉમ્મીદ જોવા મળી રહી છે.
મહત્વપૂર્ણ બાબત છે કે ડાયાબીટીઝ થયેલા પહેલા દર્દી પ્રી-ડાયાબીટીક સ્ટેજથી પસાર થાય છે. જેના લક્ષણો હાલમાં પણ લોકોને ખબર નથી. લોકો ખાવા-પીવાની વસ્તુમાં ફેરફાર નથી કરતા તેથી જ તેઓ ડાયાબીટીઝનો શિકાર બને છે. જો પ્રી-ડાયાબીટીક સ્ટેજ પર જ તેના લક્ષણોને જાણ થઇ જાય તો ડાયાબીટીઝનો ઇલાજ આયુર્વેદમાં પણ સંભ‌વ છે. તેથી જ પ્રી-ડાયાબીટીક સ્ટેજને સમજવા માટે લોકોમાં જાગરુકતા ફેલાવવી ખૂબ આવશ્યક છે. સામાન્ય રીતે ડાયાબીટીઝ અસલમાં મેટાબોલિઝમની સમસ્યા છે.
શરીરમાં ભોજનનું એનર્જીમાં કનવર્ટ થવું તેને મેટાબોલિઝમ કહેવામાં ‌આવે છે. મનુષ્યને દિનચર્યા માટે, ભોજન પચાવવા માટે જેવા અનેક કાર્યો માટે એનર્જીની જરૂર હોય છે. જે ભોજન દ્વારા પ્રાપ્ત થાય છે. આ એનર્જી મેટાબોલિઝમથી મળે છે. એટલે કે મેટાબોલિઝમ જેટલું સારું હશે મનુષ્ય તેટલો જ સ્વસ્થ રહી શકશે. જો મેટાબોલિઝમ પૂરતું નહીં હોય તો તેનાથી થાક, હાઇ કોલેસ્ટ્રોલ, સ્નાનુયોમાં નબળાઇ, ડ્રાઇ સ્કીન, વજન વધવું, સાંધામાં દુખાવો, ભારી માસિક, ડિપ્રેશન અને હ્રદયની સમસ્યા થઇ શકે છે.
ડાયાબીટીઝની શરુઆત ઓવર ઇટિંગથી થાય છે. જો કે ઓવર ઇટિંગને લોકો ગંભીરતાથી નથી લેતા. આયુર્વેદ અનુસાર વધારે ઉંઘવાથી, વધારે બેસી રહેવાથી, ડેરીની વસ્તુઓ ખાવાથી, માંસ-માછલી અને મીઠું વધારે ખાવાથી શરીરમાં શુગરની સમસ્યા ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે વધુ ખાઇએ છીએ તો તેનાથી ગ્લુકોઝનું પ્રમાણ વધે છે અને ઇન્સુલિન ઓછું થાય છે. અને ત્યારથી જ ડાયાબીટીઝની શરુઆત થાય છે.
દાંત પર ચિકાસ લાગવી, દાંત જલ્દી ખરાબ થઇ જવા, હાથ-પગમાં બળતરા થવી, સામાન્ય રીતે ખભામાં દુખાવો થવો અને જલ્દી થાકી જવું આ તમામ પ્રી-ડાયાબીટીક સ્ટેજના લક્ષણો છે. આ સ્થિતિમાં વહેલી તકે HBS1 ટેસ્ટ કરાવવો જોઇએ. જેમાં બલ્ડ શૂગર, ફાસ્ટિંગનો પણ સમાવેશ છે. સામાન્ય રીતે આ સ્ટેજ ડાયાબીટીઝ થવાના પાંચ વર્ષ પહેલા શરુ થઇ જાય છે. તેથી જો તેની સમયસર જાણ થઇ જાય તો ડાયાબીટીઝનો ઇલાજ શક્ય છે.
સ્ત્રોત: લાઇફસ્ટાઇલ, નવગુજરાત સમય-અમદાવાદ
2.9
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top