অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડાયાબિટીસમાં ડાયેટ અને એકસરસાઈઝ બન્ને જરૂરી

ડાયાબિટીસમાં ડાયેટ અને એકસરસાઈઝ બન્ને જરૂરી

“અન્ન એવાં ઓડકાર અને આહાર એવાં વિચાર” આ આપણે બધાએ સાંભળ્યું જ છે પણ આચર્યું છે? જીવનમાં સમતોલ આહારનું મહત્વ સમજવા જેવું છે. રોગના બીજ તો દરેકના શરીરમાં ડીએનએમાં પહેલા જ છે પણ એને ખાતર કેવું મળે છે તેની ઉપર મોટાભાગનો આધાર રહે છે કે આગળ વધતા કયો રોગ અસ્તિત્વમાં આવશે. Everyone has a seed but it depend how you Nuature them, Fosterd kills you fast..

ડાયાબિટીસમાં ડાયટનો રોલ ખૂબ જ મહત્વનો છે. ટોટલ કેલેરી ઈન્ટેક ઉપર બ્લડ સ્યુગર કંટ્રોલનો આધાર છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે તળેલું, ગળપણ સદંતર બંધ કરવું, અથાણા, પાપડ, ચટણી, સોસ તો નહીં જ. કેળા, ચીકુ, જામફળ, કેરી, સીતાફળ બંધ, ફ્રુટ જ્યુસ તો ક્યારેય નહીં. ડાયાબિટીસ થયા પછી આટલો કંટ્રોલ ખોરાકમાં રાખવો જરૂરી છે. એ ઉપરાંત Fast level અને બેકરી આઈટમ પણ સુગર અને કોલેસ્ટ્રોલને ડિસ્ટર્બ કરે છે. બટાકા, શક્કરીયા ઓછા લેવા પણ લીલા શાકભાજી કઠોળ વધુ લેવાં. સાદો સાત્વિક ખોરાક લેવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે અને ડાયાબિટીસ જેવા રોગની સંભાવના ખાળી શકાય છે. સ્ટેપલ ડાયટ એટલે કે દાળ, ભાત, શાક, રોટલી લેવામાં કશો જ વાંધો નથી. તેની સાથે જેટલો વધુ પ્રમાણમાં સલાડ લેવામાં આવે તો ઘણું સારું. દહીં, છાસનું પ્રમાણ પણ ખોરાકમાં સારું રાખવું જરૂરી છે જેથી પાચનતંત્ર ઉપર તેની લાભદાયી અસર થાય..

એકલો ખોરાક કંટ્રોલ કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતો નથી તેની સાથે લાઈફ સ્ટાઈલ પણ એટલી જ મહત્વની છે. કસરત લીધેલા ખોરાકને પચાવવામાં અને કેલેરી બાળવામાં અગત્યનો ભાગ ભજવે છે. દરેક વ્યક્તિએ એમના ડોક્ટર સાથે ચર્ચા કરીને ઓછામાં ઓછું પાંચ કિલોમીટર ચાલવું જોઈએ. સાઈકલિંગ એક કલાક અને સ્વિમીંગ 45 મિનીટ પણ કરી શકાય..

જેટલી વધુ પ્રમાણમાં નિયમીત કસરત કરવામાં આવે તો ડાયાબિટીસની દવાઓમાં અને ઈન્સ્યુલીનની જરૂરિયાત પણ ઓછી થાય છે. કોઈએ સત્ય જ કહ્યું છે કે વહેલાં સૂવે અને વહેલા ઉઠે તેના બળ, બુધ્ધિ અને ધન વધે. આઠ કલાકની ઉંઘ બહુ જ આવશ્યક છે તેનાથી શરીરને આરામ મળે છે અને બીજા દિવસે તરોતાજા થઈને કામ કરી શકાય છે. શરીર સૌષ્ઠવને સાચવવાથી જ તંદુરસ્તી જળવાશે. આપણા શરીરને આપણે નહીં તો બીજું કોણ સાચવશે? ડોક્ટર સલાહ આપશે પણ સલાહને અનુસરવું તો આપણે જ પડે.

ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આર્થરાઈટીસ, કોલેસ્ટ્રોલ આ બધાને લાઈફ સ્ટાઈલ ડિસીઝ કેમ કહેવામાં આવે છે તેનું આ જ કારણ છે. શરીરને પોષણક્ષમ સમતોલ આહારથી અને સ્ફૂર્તિ કસરતથી. શરીરને આરામ આઠ કલાકની રાત્રે ઉંઘથી જ મળે છે. આમાં કોઈપણ પ્રકારના ફેરફાર થાય તો તેની અસર તંદુરસ્તી ઉપર પડે જ અને તેને જ આપણે લાઈફ સ્ટાઈલ કહીએ છીએ.

બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર નિયમીત લેવા જ જોઈએ. લાંબો સમય ભૂખ્યા રહેવાથી કે વારંવાર ખાવાથી બીમારી કંટ્રોલમાં રહેતી નથી એ વાતમાં કોઈ મીનમેખ નથી. ખોરાક સમયસર લેવો તથા ખૂબ ચાવીને ખાવો જરૂરી છે. ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય તે પણ અગત્યનું છે. જે ફ્રૂટ, સલાડ, શાકભાજીમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. કાજુ અને દ્રાક્ષ સિવાયના ડ્રાયફ્રૂટ્સ પણ લઈ શકાય. ઓવર ઈટીંગ પણ શરીર માટે હાનિકારક છે તે ધ્યાનમાં રાખવું.

ટૂંકમાં એક કહી શકાય કે.

  • આઠ કલાકની રાત્રિ ઉંઘમાં.
  • એક કલાકની કસરતમાં.
  • આઠ કલાક રોજના કામકાજમાં.
  • એક કલાક સમતોલ આહાર લેવામાં.
  • બે કલાક મનન અને ચિંતન (આધ્યાત્મ)માં.
  • બે કલાક પરિવાર માટે.
  • બે કલાક સાગા સંબંધી અને મિત્રો માટે

આપવામાં આવે તો જીવન સાર્થક અને તંદુરસ્ત રહેશે.

સ્ત્રોત : ડો સુનિલ પી મહેતા, સિનિયર ફિઝિશિયન. નવગુજરાત હેલ્થ© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate