હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / ડાયાબીટીસ / ડાયાબિટીસનું સુગરનું પ્રમાણ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડાયાબિટીસનું સુગરનું પ્રમાણ

કેટલાથી વધુ શુગર હોય તો ડાયાબિટીસ કહેવાય

કેટલાથી વધુ શુગર હોય તો ડાયાબિટીસ કહેવાય?

ડાયાબિટીસના મુખ્ય વિભાગોનું નિદાન કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કેટલાંક પ્રમાણ (CRITERIA) નકકી કર્યા છે. વ્યક્તિના લોહીમાં રહેલ ગ્લુકોઝના પ્રમાણના આધારે આ નિદાન નકકી થાય છે. લોહીમાં રહેલ ગ્લુકોઝ જુદી જુદી પધ્ધતિઓથી તપાસવામાં આવે છે, પણ સામાન્ય રીતે લેબોરેટરીમાં લોહીનો પ્લાઝમા તરીકે ઓળખાતો ભાગ તપાસવામાં આવતો હોવાથી પ્લાઝમા ગ્લુકોઝનુ પ્રમાણ સાથેના કોષ્ટકમાં લીધુ છે. જયારે ગ્લકોમીટરથી ગ્લુકોઝ માપવામાં આવે ત્યારે એનું પ્રમાણ આ કોષ્ટકમાં દર્શાવેલ પ્રમાણ કરતાં ૧૫ થી ૨૦ મિ.ગ્રા. ઓછું હોય છે.

ડાયાબિટીસના નિદાન માટે જરૂરી ગ્લુકોઝનું પ્રમાણ

લોહીમાં ગ્લુકોઝ (મીલીગ્રામ/ડે.લી)

તંદુરસ્ત

ડાયાબિટીસ મેલાઇટસ

અપરતું

ગ્લુકોઝ નિયમન

સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ

ભૂખ્યા પેટે(ખોરાક લીધા  પછી ૮ થી ૧૦ કલાક )

૧૧૦ થી ઓછું

૧૨૬ થી વધુ

૧૧૦ થી ૧૨૬

૧૦૫ થી વધુ

ગ્લુકોઝ પીધા પછી અડધા / એક કે દોઢ કલાકે

૧૮૦ થી ઓછું

૨૦૦ થી વધુ

૨૦૦ કે તેથી વધુ

૧૯૦થી વધુ

ગ્લુકોઝ પીધા બે કલાકે

૧૪૦ થી ઓછું

૨૦૦ થી વધુ

૧૪૦ થી ૨૦૦

૧૬૫ થી વધુ

ગ્લુકોઝ પીધા પછી ત્રણ કલાકે

૧૪૦ થી ઓછું

 

 

૧૪૫ થી વધુ

ડાયાબિટીસનું નિદાન કરવા માટેના મુદ્દાઓ

 

  • જો બે અલગ અલગ દિવસે, આઠથી ચૌદ કલાક ભૂખ્યા રહ્યા પછી, લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ૧૨૬ મિ.ગ્રા.ડિ.લી. કરતાં વધુ હોય તો એ વ્યક્તિને ડાયાબિટીસ છે એવું કહી શકાય.
  • જો ઓછામાં ઓછી બે વખત, દિવસના કોઇપણ સમયે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ૨૦૦ મિ.ગ્રા.ડિ.લી. કરતાં વધુ માલૂમ પડે તો એ વ્યક્તિને પણ ડાયાબિટીસ છે એવું કહી શકાય.
  • જયારે ગ્લુકોઝનું પ્રમાણ ૧.૪૦ થી ર૦૦ મિ.ગ્રા.ડિ.લી.ની વચ્ચે હોય ત્યારે દર્દીનાં લક્ષણોને આધારે અને જરૂર પડયે ગ્લુકોઝ પીવડાવીને કરેલ ટેસ્ટને આધારે ડાયાબિટીસ છે કે નહીં તે નક્કી કરવું પડે છે.
  • સામાન્ય રીતે લોહીમાં ૧૮૦ મિ.ગ્રા.ડિ.લી. કરતાં વધુ ગ્લુકોઝ હોય ત્યારે જ એ પેશાબમાં દેખાય છે. એટલે કોઇ વ્યક્તિના પેશાબમાં ગ્લુકોઝ (શુગર) આવતી હોય તો એને (અમુક અપવાદો બાદ કરતાં) ડાયાબિટીસ હોવાની શકયતા પૂરેપૂરી રહે છે. પેશાબમાં ગ્લુકોઝ છે કે નહીં એ નક્કી કરવું ખૂબ આસાન હોવાથી ઘણી જગ્યાએ ડાયાબિટીસના નિદાનને ચકાસવા માટે પેશાબનો ટેસ્ટ જ કરવામાં આવે છે. આ રીતે કરેલ ટેસ્ટ, લોહીના ટેસ્ટ કરતાં ઓછી ચોકસાઇવાળી પણ ખૂબ સરળ અને સસ્તો પડે છે. ઓછી સુવિધાવાળી જગ્યાઓએ (દા.ત. ગામડાઓમાં) આ રીત ઘણી ઉપયોગી થાય છે. ગ્લુકોઝ પીધા પછી (૧) બે કલાકની અંદરનું અને (૨) બરાબર બે કલાકે લીધેલ સેમ્પલ - આ બંને ર૦૦થી વધુ ગ્લુકોઝ બતાવે તો તાત્કાલિક ડાયાબિટીસનું નિદાન પાકું થઇ જાય છે. ગ્લુકોઝ પીવડાવ્યા પછી લોહીનો ટેસ્ટ કરાવવો હોય તો એ ટેસ્ટના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં દર્દીનો ખોરાક તદ્દન સામાન્ય (દિવસના ઓછામાં ઓછા ૧૫૦ ગ્રામ ગ્લુકોઝ ધરાવતો) હોવો જોઇએ. રપ૦ થી ૩૦૦ મિ.લી. પાણીમાં ૭૫ ગ્રામ (સગર્ભાવસ્થામાં ૧૦૦ ગ્રામ) ગ્લુકોઝ નાંખીને ટેસ્ટ કરવો જોઇએ.

જો ઓછામાં ઓછી બે વખત દિવસના કોઇપણ સમયે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ૨૦૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ માલૂમ પડે તો એ વ્યક્તિને ડાયાબિટીસ છે.

લેખક : ડૉ કેતન ઝવેરી ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શેલી કિલનિક, સુરત.

 

3.13157894737
ભરત પારેખ Mar 24, 2020 03:12 PM

ગણી સારી માહિતી thanks

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top