অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સિફીલીસ

સીફિલીસ એટલે શું

સીફીલીસ એ બેક્ટેરિયમ ટ્રેપોનેમાં પાલિડમના કારણે થતી જાતીય સંબંધથી ફેલાતી બીમારી /રોગ છે.

લોકોને સીફીલીસ કેવી રીતે થાય છે ?

સીફીલીસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સીફીલીસનાં ચાંદાના સીધા સંપર્કથી ફેલાય છે. આવા ચાંદા પ્રજનન અંગોનાં બહારનાં ભાગમાં યોની, ગુદા અથવા ગુદામાર્ગમાં પડે છે. આનો ફેલાવો યોનિ, ગુદા અથવા મુખમાં સંભોગ કરવાથી ફેલાય છે. આ બીમારીઓ ચેપવાળી સગર્ભા મહિલા દ્વારા તેના ગર્ભમાનાં બાળકને આનો ચેપ લાગે છે. સંડાસની બેઠકો, સ્વીમીંગ પુલ્સ, ગરમ ટબ, નહાવાના ટબ, એકબીજાના કપડા પહેરવાથી અથવા એકબીજાના ખાવાના વાસણોનો ઉપયોગ કરવાથી ફેલાતો નથી.

વયસ્ક વ્યક્તિમાં સીફીલીસનાં ક્યા ક્યા ચિહ્નો અને લક્ષણો જોવા મળે છે ?

સીફીલીસનો ચેપ લાગેલી ઘણી વ્યક્તિઓમાં વર્ષો સુધી તેના કોઈ લક્ષણો જોવા મળતા નથી.

પ્રાથમિક તબક્કે:
સીફીલીસના પ્રાથમીક તબક્કામાં સામાન્ય રીતે એકાદ અથવા ઘણા બધા ચાંદા થયેલા જોવા મળે છે. સીફીલીસનો ચેપ લાગવાથી માંડીને તેનું પ્રથમ લક્ષણની શરૂઆત થવા વચ્ચેનો સમયગાળો ૧૦ થી ૯૦ દિવસ સુધીનો (સરેરાશ ૨૧ દિવસ) હોય છે. આવા ચાંદા સામાન્ય રીતે ગોળ, નાના, નક્કર અને દર્દ રહિતનાં હોય છે. આવું ચાંદું જ્યાંથી સીફીલીસ વ્યક્તિનાં શરીરમાં દાખલ થયું હોય તે જગ્યાએ દેખાય છે. આવું ચાંદુ ૩-૬ અઠવાડીયા સુધી રહે છે અને કોઈપણ જાતની સારવાર વગર તે મટી જાય છે. તેમ છતાં જો આની પુરતી સારવાર લેવામાં ન આવે તો આવું ચાંદુ ચેપના બીજા તબક્કામાં આગળ વધે છે.

બીજો તબક્કો:
બીજા તબક્કાની લાક્ષણીકતાં છે ચામડી પર ચકામા પડવા અને મ્યુક્સ મેમ્બ્રેઈન લેસન્સ થવા આવા ચકામાં ખંજવાળા રહિતના હોય છે. હાથની હથેળીઓ અને પગના તળિયાઓ પર ખરબચડા, લાલ અથવા લાલાશ પડતાં ચાંદા પડેલા જોવા મળે છે. જો કે શરીરના અન્ય ભાગો પર અલગ અલગ દેખાવ વાળા ચકામાં થઈ શકે છે. કેટલીક વાર આવા જ ચકામાં કોઈ અન્ય બીમારીઓને કારણે પણ થઈ શકે છે. બીજા તબક્કાના સિફીલીસના લક્ષણોમા લાલ ચકામા પડવા ઉપરાંત તાવ, સુજેલી લસિકા ગ્રંથિઓ, ગળું બેસી જેવું, માથાના અમુક ભાગનાં વાળ ખરી જવાં, માથું દુઃખવું, વજન ઘટવું, સ્નાયુઓમાં દુઃખાવો અને થાક જેવા લક્ષણે પણ સમાવેશ થાય છે.

છેલ્લો તબક્કો:
જ્યારે સિફીલીસનો બીજો તબક્કાના લક્ષણો દેખાતા બંધ થઈ જાય ત્યારે સિફીલીસનો છુપા તબક્કો શરૂ થાય છે. જે પાછળથી મગજ, જ્ઞાનતંતુઓ, આંખો, હ્રદય, લોહીની નસો યકૃત હાડકા અને સ્નાયુઓ જેવા આંતરીક અંગોને નુકસાન પહોંચાડે છે. ઘણા વર્ષો બાદ આવા આંતરીક અંગોને થયેલું નુકસાન જોવા મળે છે. સિફીલીસના છેલ્લા તબક્કામાં સ્નાયુઓનાં હલનચલના સંકલનમાં મુશ્કેલી, લકવો, અંગો સંવેદના શુન્ય થઈ જવા ઘીરે-ઘીરે આંધળાપણું આવવું અને ગાંડપણ જેવા ચિંહનો અને લક્ષણોનો સમાવેશ થાય છે. આ મૃત્યુનું કારણ બની સખે તેટલા ગંભીર પણ હોઈ શકે છે.

સગર્ભા મહિલા અને તેના બાળક પર સિફીલીસની અસર કેવી રીતે થાય છે ?

સગર્ભા મહિલાને કેટલા સમયથી સિફીલીસનો ચેપ લાગેલો છે. તેના આધારે તેને મરેલું બાળક જન્મવાનો અથવા બાળ જન્મ બાદ તરત જ તેના બાળકનું મૃત્યુ થવાનું ખુબ જોખમ રહેલું છે. આ ચેપ લાગેલું બાળક સિફીલીસના કોઈપણ જાતના ચિંહ્નો અને લક્ષણો વગરનું જન્મે છે. જો કે બાળકને આની તરત જ સારવાર આપવામાં ન આવે તો થોડાક જ અઠવાડીયામાં તેને ગંભીર સમસ્યા/તકલીફ થઈ શકે છે. આની સારવાર ન મળેલ બાળકોનો વિકાસ મંદ પડી જાય છે, તેમને ઓપરેશનો કરવા પડે છે અથવા તો તેઓ મરી જાય છે.

સિફીલીસ અને એચ.આઈ.વી.ની વચ્ચે શું જોડાણ છે?

પ્રજનન અંગેમાં સિફીલીસનાં કારણે પડેલાં ચાંદાના કારણે જાતીય સંબંધ દરમિયાન એચ.આઈ.વી.નો ચેપ સહેલાઈથી લાગે છે. સિફીલીસ થયેલો જે હોય એવી વ્યક્તિને એચ.આઈ.વી. થવાનું જોખમ અંદાજે ૨ થી ૫ ગણું વધી જાય છે.

શું સિફીલીસ ફરી થઈ શકે છે ?

 

એકવાર જે વ્યક્તિને સિફીલીસ થયું હોય તેને ફરીવાર સિફીલીસ ન થવાનું રક્ષણ મળતું નથી. તેની સફળ સારવાર લીધેલી હોય તો પણ લાકોને તેનો ચેપ ફરીથી લાગવાની સંભાવના રહે છે.

સિફીલીસને થતો કેવી રીતે અટકાવી શકાય ?

આનાથી બચવાનો વિશ્વાસપાત્ર રસ્તો એ છે કે, જાતીય સંબંધથી દુર રહેવું દારૂ અને નશીલી દવાઓનું સેવન કરવાનું ટાળવાથી પણ સિફીલીસને થતો અટકાવવામાં મદદ મળે છે કારણ કે આવી પ્રવૃતિઓ વ્યક્તિને જોખમી જાતીયતા સંબંધી વ્યવહાર કરવા તરફ દોરી જાય છે

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate