অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એચ.આય.વી

એચ.આય.વી

  1. એચ.આય.વી એટલે શું?
    1. આખા વિશ્વમાં ફેલાયેલ એચ.આય.વી
    2. પ્રતિકાર ક્ષમતાનું નિદાન
    3. એચ.આય.વીના લક્ષણો
    4. એચ.આય.વી સંક્રમણના ચરણો
    5. એચ.આય.વીનું પ્રસારણ
  2. એચ.આય.વી રસ્સી અને એન્ટ્રી રેટ્રો થેરપી
    1. રસી એટલે શું?
    2. એડ્સની રસી બે રીતે ઉપયોગી થઈ શકે છે.
    3. કેવી રીતે એચ.આય.વીના રસી કામ કરે છે?
    4. એચ.આય.વી રસી વિકસિત કરવામાં આવતી કઠિણાઇ
    5. એન્ટી રેટ્રોવાયરલ ઔષધ ઉપચાર
  3. ચકાસણી કરાવો
    1. એચ.આય.વીની કસોટી
    2. CD 4 ચકાસણી
  4. એચ.આય.વીની રોકથામ
  5. નિરોધ
  6. એચ.આય.વીના સજ્જડ તથ્યો
  7. એચ.આય.વી. સાથે જીવતા
    1. એચ.આય.વી સાથે બાળકોની કાળજી લેવી પડકાર રૂપ છે
    2. એચ.આય.વી/એડ્સ પછીનુ જીવન
    3. મૃત્યુનુ કારણ ભેદભાવ છે
    4. “મને બીક લાગે છે કે હું, આ ખબર કેવી રીતે આપીશ?”
    5. જોખમકારક સ્ત્રીઓના અવાજો
    6. ઝરીના - અમારે જાણકારી કરતા વધારે જોઇએ છીએ
    7. એડ્સનો એક ખોવાયેલ ચેહરો
    8. એચ.આય.વી તરફ એક સકારાત્મક પગલુ
    9. એડ્સની સાથે ઓરીસામાં રહેવુ
    10. એચ.આય.વી સકારાત્મક્નું હોવાના કલંક સાથેની લડાઈ
    11. એચ.આય.વી. નો ડર
  8. એચ.આય.વી સિનેમા
    1. બૉલીવુડ એચ.આય.વી સિનેમા
    2. હૉલીવુડ એચ.આય.વી ફિલ્મ

એચ.આય.વી એટલે શું?

એચ.આય.વી આ વિષાણુ જે માણસના રોગ પ્રતિકારક શક્તિ ઉપર હુમલો કરી તેનો નાશ કરે છે, તેને લીધે શરીરની રોગ પ્રતિકાર શક્તિ ઓછી થઈ જાય છે. એચ.આય.વીને વૈદ્યકીય ભાષામાં રેટ્રોવાયરલ કહે છે, કારણ કે તે પોતાના જંતુ પેશીના ડી એન એમાં છોડી દયે છે, તેને લીધે શરીરમાંની પેશી એચ.આય.વી વિષાણુનું કારખાનુ બને છે અને તેને લીધે દુહેરી પરિણામ થાય છે. એકબાજુ તે શરીરનું સૌરક્ષણ કરતું નથી તો બીજી બાજુ વધુ વિષાણુને જન્મ આપી બીજી પેશીઓને પણ સંસર્ગિત કરે છે. એચ.આય.વીના વિષાણુ પોતાની અંદર મોટા પ્રમાણમાં બદલાવ કરી શક્તા હોઇ શરીરમાંની લિમ્ફેટિક સિસ્ટમમાં અથવા બીજા ભાગોમાં લપાતો અને આવી જગ્યાએ આપણો અડ્ડો બનાવે જેને લીધે ઔષધ અથવા પ્રતિકાર કરનાર આ પેશી સુધી પહોંચી શક્તા નથી.

એચ.આય.વીનો ચેપ કેમ લાગે?
એચ.આઇ.વીનો વિષાણુ વીર્ય મારફત, યોની સ્ત્રાવ મારફત, રક્ત દ્વારા તથા સ્તનપાન દ્વારા ચેપ લગે છે.

ચેપ લાગવાના પ્રમુખ માર્ગો નીચે પ્રમાણે

  • અસુરક્ષિત યૌન સંબધ.
  • ચેપી રક્ત દ્વારા.
  • ચેપી રક્તવાળી સોઇ, ઇંજેકશન દ્વારા
  • ગર્ભવતી મહિલા દ્વારા બાળક્ને ગર્ભ અવસ્થામાં અથવા સ્તનપાન દ્વારા.

એચ.આઇ.વી વિષાણુનો સહજ પ્રચાર શાને લીધે? અથવા ક્યા માર્ગે?
લૈંગિક સંબંધ દ્વારા એચ.આઇ.વીના ચેપની શક્યતા વધે છે જે વ્યક્તિને ગુપ્ત રોગ હોઇ ઉપચાર લેતા નથી, બળાત્કારને લીધે એચ.આઇ.વીના સંક્રમણની શક્યતા મોટા પ્રમાણમાં વધે છે.

એચ.આઇ.વી સંસર્ગિત વ્યક્તિ મારફત લૈંગિક સંબંધ દ્વારા તેના જોડીદારને વિષાણુ સંસર્ગિત થવાની શક્યતા એ પ્રતીપિંડ નિર્માણ થવાના પહેલા વધુ હોય છે. વ્યક્તિ સંસર્ગિત થયા પછીના ટપ્પામાં વધુ સંસર્ગિત થાય છે, કારણ શરીરમાંની પ્રતિકારક શક્તિ એ વિષાણુની તુલનામાં ઓછી હોય છે.

એચ.આઈ.વીનો પ્રસાર સેવાથી થતો નથી? અથવા ક્યા માર્ગે થાય છે?
એચ.આઇ.વીનો વિષાણુ શરીરની બહાર સહજ રીતે જીંવત રહેતુ નથી, તેને લીધે સ્વચ્છતા ગૃહ વાપરવાથી, આલીંગન આપવાથી, ચુંબન અથવા હાથમાં હાથ લેવાથી, થાળી અથવા પાણી પીવાના વાસણોનો વપરાશ કરવાથી, અથવા ઉધરસ ખાવાથી પ્રસરતો નથી. મચ્છરના કરડ્વાથી પણ એચ.આઇ.વીનો પ્રસાર થતો નથી. એચ.આઇ.વીના વિષાણુ જે લાળમાં જોવા મળ્યા છે તે પણ દીર્ઘ ચૂંબનથી એચ.આઇ.વીનો ચેપ લાગ્ય઼્આના પુરવા મળ્યા નથી. મોઢામાં જખમ હોય તો મધ્યમ ચુંબન દ્વારા પણ એચ.આઇ.વીના ચેપની શક્યતા નકારી શક્તા નથી.

એચ.આઇ.વીના સંક્રમણનો ક્રમ

  • તીવ્ર સંસર્ગ.
  • લક્ષણવિરહીત લાંબા સમય પછી પણ પ્રયોગશાળામાં રોગના જંતુની તપાસ જરૂરી છે.
  • પ્રતિકાર શક્તીના અભાવે સંન્ધિસાધુની બિમારી જે મૃત્યુનુ મુખ્ય કારણ હોય છે/(દા.ત. ટી.બી).

આખા વિશ્વમાં ફેલાયેલ એચ.આય.વી

આખા વિશ્વમાં એચ.આય.વી/એડ્સની શું પરિસ્થીતી છે?
દરેક ૬.૫ સેકંડે દરેક બીજા માણસને એચ.આય.વીનો ચેપ લાગે છે. એક માતાપિતા, એક બાળક, એક મિત્ર, એક સાથીદાર. એટલે કુલ ૪.૮૫ મિલીયન લોકોને દર વર્ષે એઇડ્સનો રોગ લાગે છે.

૨૦૦૬ની આખરમાં, યુનાઇટેડ નેશન એડ્સને હેવાલ આપેલ કે આખા વિશ્વમાં ૩૯.૫ મિલિયન લોકો એડ્સના રોગ સાથે જીવે છે. આ ચેપ દુનિયામાં સૌથી વધારે વ્યાપક રોગચાળો વેરાન ઉજ્જડ કરતો ઇતિહાસમાં દેખાયો છે, અને એડ્સ સૌથી આગળ પડતો, પુખ્ત વય ૧૫ થી ૪૯ વર્ષની ઉમરના લોકોના મૃત્યુનું કારણ બનતું રોગ છે.

અત્યાર સુધી આખી દુનિયામાં એડ્સના રોગને લગતા રોગથી ૨૫ મિલિયન લોકો મૃત્યુ પામ્યા છે. ૨૦૦૬ની સાલમાં લગભગ ૨.૯ મિલીયન પુરૂષ, સ્ત્રી અને બાળકોની જીંદગીનો અંત આવ્યો છે, જે રોગ રોકી શકાય છે અથવા સારવાર કરીને મટાડી શકાય છે.

આખા વિશ્વમાં લોકોને એચ.આય.વીનો રોગ વધતો જાય છે, એને રોકવાના અસરકારક પગલા અસ્તિત્વમાં છે તે છતા.  તમે જ્યા સુધીમાં આ પાનુ વાચશો ત્યા સુધીમાં એક માણસને આનો ચેપ લાગી ગયો હશે. આ રોકાવવા માટે કાંઇક કરો.સંગઠના અને લડવા માટે જોડાવો.

પ્રતિકાર ક્ષમતાનું નિદાન

જો તમોને વારંવાર કોઇ પણ રોગનો ચેપ લાગતો હોય તો ડૉકટર તમારી પ્રતિકાર શક્તિ નબળી છે એવું નિદાન કરશે. તમારી પ્રતિકાર શક્તિ તપાસવા રકત તપાસણી કરાવવી પડે, તેમાં સ્વેત કણનું પ્રમાણ તપાસવામાં આવે છે. જો પ્રતિકાર શક્તિ પર દવાને લીધે પરિણામ થતું હશે તો ડૉક્ટર દવા બંધ કરશે અથવા પ્રમાણ વધારશે. જ્યારે મુળ કારણને પુર્ણ પણે નાશ થતો નથી પણ તેને લીધે સંભવીત ધોકા ઓછા કરવા માટે ઉપચાર કરી શકાય છે. તમારા ડૉક્ટર તમને કાયમી સ્વરૂપી ઓછા પ્રમાણમાં દવા લેવા માટે સલાહ આપી શકે છે. પ્રતિકાર ક્ષમતા ઓછી હોય તો તેના હોનાર પરિણામ ઉપર ઉપચાર લાવી શકાય છે. દા.ત. pneu-mococcus vaccine જે pneumococcal pneumonia ની સામે રક્ષણ કરે છે.

ઇમ્યુનો ડીફીસિયન્સીની અસર સાધારણ રીતે સારવાર કરીને થાય છે, તે છતાં ઇમ્યુનો ડીફીસિયન્સીની એચ આય વીના ચેપને લીધે સમય વીતતા તે વધતી જાય છે.

એચ.આય.વીના લક્ષણો

  • શરીર પર ફોડીઓ થવી.
  • માથુ દુખવુ.
  • નિમ્ફ વોડને સોજો આવવો.
  • આળુથી ત્રાસેલુ ગળુ.
  • વજન ઘટવુ.
  • સાંધામાં દુ:ખાવો.
  • પરસેવો આવવો.
  • બેકટેરીયલ ન્યુમોનિયા.
  • વારંવાર તાવ આવવો.
  • વારંવાર થાક લાગવો.

આ લક્ષણો એચ આય વીના ચેપ લાગ્યા પછી શરૂઆતના કાળમાં જોવા મળે છે. જો તમોને એચ આય વી થવાની શંકા થતી હોય અને ઉપર જણાવેલ લક્ષણો જણાતા હોય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક સાંધો. જો એચ આય વીની શંકા હોય તો PCR જેવા અનેક ટેસ્ટ કરવામાં આવે છે. એક વાર પ્રાથમિક લક્ષણો જોયા પછી ૮ થી ૧૦ વર્ષ દરમ્યાન બાકીના કોઇપણ લક્ષણો દેખાતા નથી. ધીમે ધીમે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી જાય છે. અને તેનું રૂપાંતર એડ્સમાં થાય છે.

એચ.આય.વી સંક્રમણના ચરણો

એચ.આય.વી. સંક્રમણ મોટે ભાગે નીચે દર્શાવેલ ચાર ચરણોમાં ભાગી શકાય છે
પ્રાથમિક સંક્રમણ, ક્લિનિકલી એમ્ફોમેટીક સ્ટેજ, સિમ્પોમેટીક એચ.આય.વી ઇન્ફેકશન, પ્રોગેશન- એચ.આય.વીથી એડ્સ સુધી.

ભાગ ૧- પ્રાથમિક સંક્રમણ
સંક્રમણનો આ ટપ્પો ખુબ જ થોડા સમય માટે રહે છે જેમાં હંમેશા નાની બિમારી જેમકે ફ્લુના લક્ષણો દેખાય છે. ફક્ત ૨૦% ટકા લોકોમાં આ લક્ષણો દેખાય છે. ખૂબ ઓછા દર્દીઓમાં એચ.આય.વીનું નિદાન થાય છે.

આ ચરણ એચ.આય.વીનું એક મોટા પ્રમાણમાં પરિધનું રકત અને તેની રોગ પ્રતિકારક પ્રણાલી છે કે એચ.આય.વી એન્ટીબૉડી અને સાઇટોટૉક્સીક લીમ્ફોસાઈટો ઉત્પાદન દ્વારા વિષાણુંનો જવાબ સરૂ થાય છે. આ પ્રક્રિયા સેરોકૉનવરઝનના રૂપમાં જાણિતું છે. જો એક એચ.આય.વી એન્ટીબૉડી પરિક્ષણ સેરોકૉનવરઝનના પહેલા કરાય છે તો એ પુરી તરીકે સકારાત્મક કરી શકાતૂમ નથી.

ભાગ ૨- ક્લિનિકલ એસેમ્ફોમેટિક ટપ્પો
આ કાળ ૧૦ વર્ષની આજુબાજુનો હોય છે આમાં મુખ્ય એવા કોઇ પણ લક્ષણો દેખાતા નથી પણ ક્યારેક ગ્રંથી પર સોજો આવે છે. રક્તમાં એચ.આય.વીનું પ્રમાણ ખુબ ઓછા પ્રમાણમાં હોય છે પરંતુ એન્ટીબૉડીના ટેસ્ટ દરમ્યાન એચ.આય.વીનું નિદાન થઈ શકે છે. સંશોધન મુજબ એવું સિધ્ધ થયુ છે કે આ સમય દરમ્યાન એચ.આય.વીના વિષાણુ નિષ્ક્રિય રહેતા નથી, પરંતુ એ લિંફનોડમાં વધુ પ્રમાણમાં સક્રિય હોય છે. એવા કોઇ ટેસ્ટ ઉપલબ્ધ છે જેના દ્વારા એચ.આય.વીના વિષાણુ લિંફનોડ કેટલા છે તેનું પ્રમાણ સમજી શકાય છે. આ ટેસ્ટનું વાયરલ લોડ નામ છે. આ ટેસ્ટનું એચ.આય.વીના ઉપચારમાં મહત્ત્વ છે.

ભાગ ૩- સિમ્ફોમેટીક એચ.આય.વીનો ચેપ
કાળાંતરે માણસની પ્રતિકાર શક્તિનો નાશ થાય છે આનિ પાછળ મુખ્ય ૩ કારણો છે.

  • લિંફ્નોડ અને ટિશ્યુનો નાશ થાય છે.
  • એચ.આય.વીના વિષાણુનો વધારો થાય છે અને ટી-સેલ્સને ઇજા પહોંચાડે છે.
  • શરીર પાછું ટી-સેલ્સ નિર્માણ કરવા માટે અસમર્થ ઠરે છે.

આવી રીતે પ્રતિકાર શક્તિ નબળી પડતા અનેક સમસ્યાઓ નિર્માણ થાય છે.

ભાગ ૪- એચ.આય.વીનું એડ્સમાં રૂપાંતર
પ્રતિકાર શક્તિ ઓછી થવાથી બિમારીનું પ્રમાણ વધતુ જાય છે અને છેવટે એડ્સનું નિદાન થાય છે. નિરોગી માણસોમાં સીડી ૪ નો આંક એ ૬૦૦ થી ૧૨૦૦ જેટલો હોય છે અને જ્યારે આ પ્રમાણ ૨૦૦ જાય છે ત્યારે પ્રતિકાર શક્તિ ખુબ ઓછી થાય છે અને એચ.આય.વીનું રૂપાંતર એડ્સમાં થાય છે.

ડબ્લ્યુ એચ ઓ (WHO) ક્લિનિકલ સ્ટેજિંગ- એચ.આય.વી બાધિત પ્રૌઢ અને કિશોર વયના લોકો માટે
ગરીબ વર્ગમાં વૈદ્યકીય સેવા ઉપલબ્ધ હોતી નથી, અને તેઓને ઉપચાર ક્યારે શરૂ કરવો તેની જાણ હોતી નથી માટે જાગતિક આરોગ્ય સંઘટનાએ ક્લિનિકલ સ્ટેજીગ શરૂ કર્યુ.

ક્લિનિકલ સ્ટેજ ૧

  • એસિમ્ફોમેટીક
  • પરસિસ્ટન્ટ જનરલાઈઝ્ડ લિમ્ફોડેનોપથી

ક્લિનિકલ સ્ટેજ ૨

  • અચાનક વજન ઘટવું
  • શ્વાસ નળીમાં ચેપ લાગવો
  • નાગિણ
  • વારંવાર મોઢું આવવું

ક્લિનિકલ સ્ટેજ ૩

  • કારણ વગર અચાનક વજન ઘટવું
  • કારણ વગર દીર્ઘ કાળ માટે જુલાબ (ડાયેરિયા) થવો.
  • કારણ વગર - દીર્ઘ કાળ માટે તાવ આવવો.
  • ફેફસાનો ક્ષયરોગ
  • બેક્ટેરીયલ ઇન્ફેકશન
  • એનેમિયા

ક્લિનિકલ સ્ટેજ ૪

  • ન્યુમોનિયા
  • વારંવાર બેકટેરિયા ન્યુમોનિયા થવું
  • નાગિણ
  • કેન્ડએસિસ ઇન્ફેકશન
  • એક્સ્ટ્રાપલમ્યુનરી ટીબી
  • કપોસી સિક્રોમાં
  • અનેક પ્રકારના ફંગલ ઇન્ફેકશન
  • સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ટોકસોપ્લાસમોસીસ
  • એચ.આય.વી એન્સેફોલોપથી
  • એક્સ્ટ્રાપલ્યુમોનરી ક્રાયપ્ટોકોકોસિસ - મેનેનજાયટીસની સાથે
  • ડિસેમિનેટેડ નોન ટુબરક્યુલોસિસ માઇકો બેક્ટેરિયા ઇન્ફેક્શન
  • પ્રોગ્રેસિવ મલ્ટીફોકલ લુકોએસેમ્ફેલોપથી
  • ક્રોનિક ક્રાયપ્ટોસ્પોરીડીઓસીસ
  • ડીસેમીનેટેડ માઇકોસિસ (એક્સ્ટ્રાપલમ્યુનરી, હીસ્ટોપ્લાસ્મોસિસ, કોશીડીયોમાઈકોસીસ)
  • રીકંરટ સેપ્ટીકાઇમીયા (ઇન્ક્લ્યુડીગ નોન ટાઇફોડલ સાયમોનેલા)
  • લીમ્ફોમા (સેરેબ્રલ અથવા બીસેલ નોન હોડજીકીન)
  • ઇનવેસીવ સેરવીકેલ કારસીનોમાં
  • એટીપીકલ ડીસેમીનેટેડ લીશ્મનીયાસીસ
  • સિમ્ટોમેટીક એચ.આય.વી. - ઓસિલીટેડ નીમ્ફ્રોપથી અથવા એચ.આય.વી એસોસિએટેડ કારડીયોમાઓપથી


નીચે આપેલી નોધ

  • જેમાં ખુલાસો ન આપ્યો હોય તેવી સ્થિતીમાં એ પરિસ્થિતી સરખી છે.
  • સ્ત્રીઓનાં શરીરનું વજન જાણવા માટે પહેલા ગર્ભાવતી સ્ત્રીનું વજન કેટલું છે તે પારખવું.
  • કેટલીક વધારાની સ્થિતી જેમાં પ્રાદેશિક વર્ગીકરણ હોય છે, જેવાકે રીએક્ટિવેશન ઑફ અમેરિકન ટ્રાયફાયાનોસોમિયાસિસ મેનીનગોએસેન્સફેલીટિસ અથવા/અને માયોકારડીટીસ ડબ્લ્યુ એચ ઓ (WHO) ના પ્રદેશમાં અમેરિકાસ અને પેનીસિલીયોસિસ એશિયામાં.

એચ.આય.વીનું પ્રસારણ

એચ.આય.વી એ ત્રણ મુખ્ય માર્ગ દ્વારા પ્રસારિત થાય છે.

  • એચ.આય.વી સંક્રમિત વ્યક્તિ સાથે લૈંગિક સંપર્ક
  • એચ.આય.વી સંક્રમિત શરીરમાં ના તરલ પદાર્થ (સંક્રમિત રકતની જેમ) અથવા શરીરના કોશમંડલ દ્વારા Tissue
  • મા દ્વારા ગર્ભમાં રહેલ બાળક્ને

અન્ય માર્ગો દ્વારા એચ.આય.વી સંક્રમિત થઈ શકે છે

  • સોચનો સાચો ઉપયોગ માદક પદાર્થ લેતી વખતે
  • શરીર ઉપર છૂંદણા અથવા ભોકવાથી
  • આક્સ્મિક સોય ભોકવી
  • સંક્રમિત રક્ત દ્વારા
  • સ્તનપાન

અસુરક્ષિત લૈંગિક સંબંધ એ એચ.આય.વી સંક્રમણ પ્રસારણનો મુખ્ય માર્ગ છે. (ધન્યવાદ ભારતીય સંસ્કૃતિ અને પરિવાર પ્રણાલી જે મુક્ત લૈંગિક જીવન શૈલી નહિવત (બીન પ્રોત્સાહિત) કરે છે. ભારતની એચ.આય.વી સંક્રમિત જનસંખ્યા આજે પણ ૧% થી ઓછી છે જ્યારે સ્વિઝરલૈંડ અને બોત્સવાના જેવા કોઇ આફ્રીકી દેશોની સંખ્યા ૩૮% પાર કરી છે.)

લૈંગિક સંપર્ક ત્રણ પ્રકારના છે: યોનિ, ગુદા અને મુખ (Oral) દ્વારા કરી શકાય છે

  • યોનિમાર્ગ દ્વારા લૈંગિક (શિશ્ન યોનિમાર્ગમાં)
  • ગુદા લૈંગિક સંપર્ક (શિશ્ન ગુદામાં) પુરૂષો અને પુરૂષો વચ્ચે અથવા સ્ત્રી અને સ્ત્રી દ્વારા
  • મૌખિક લૈંગિક સંપર્ક (લિંગ અથવા યોની પર મોં)

એચ.આય.વી પ્રસારણનું જોખમ કૉન્ડમનો ઉપયોગ કરી ઓછુ કરી શકાય છે

લૈંગિક સંક્રમિત બિમારીઓ (STD) એચ.આય.વી સંચાર અને સંક્રમણ માટે ખતરો વધારે છે કારણ કે જનનેદ્રિય઼્ઓમાં ૪ વાર ચાંદી પડે છે અને એચ.આય.વીના પુલના સંચય સંભાવના દ્વારા અથવા એચ.આય.વીના સંક્રમિતના કોશિઓમાં (lymphocytes and macrophages) વિર્ય અને યોનિ સ્ત્રાવથી.

શરીરમાં એચ.આય.વીવાળા તરલ પદાર્થો શામેલ

  • રક્ત (માસિક સ્ત્રાવ રકત સહિત)
  • વિર્ય અને સંભાવિત પુર્વ પ્રાથમિક દ્રવ્ય (પુર્વ પણ)
  • યોનિ સ્ત્રાવ
  • સ્તન-દૂધ

લાળમાં એચ.આય.વી મળી શકે છે, આંસૂ, અને સંક્રમિત વ્યક્તિના મુત્રના પણ વિષાણુ જે આ તરલ પદાર્થમાં ઓછા એકાગ્રતાને લીધે જોખમ ન ગણાય છે.

લાળ અને એચ.આય.વી
લાળના સંપર્કથી એચ.આય.વી સંચરણનુ જોખમ ઘણું છે પણ વીર્યની તુલનામાં ઓછુ. પ્રચલિત ધારણા કરતા વિપરીત એક ને માટે એક વાહકથી લાળને સંક્રમિત હોવાનો એક મહત્ત્વપુર્ણ ખતરો હશે.

એચ.આય.વી. સંક્રમણ સાથે જન્મનારા બાળકો
૧ થી ૪ વર્ષના બાળકોમાં મૃત્યુના ૧૦ મુખ્ય કારણોમાંનુ એડ્સ એક મુખ્ય કારણ છે. દુનિયા ભરમાં એડ્સ સંક્રમિતમાંથી ગર્ભાવસ્થા દરમ્યાન આપણા બાળકને સંક્રમિત કરી શકાય છે. જન્મની પ્રક્રિયા દરમ્યાન, અથવા માતાના દૂધના માધ્યમથી, અહિં વિશેષ દવાઓ છે જેની મદદથી સંભાવિત ધોકાને ઓછુ કરી શકાય છે.

એચ.આય.વીનો સંપર્ક અને એડ્સના વિકાસમાં અંતર છે. પ્રોઢની તુલનામાં બાળકમાં તે નાનુ છે. એચ.આય.વીના સંક્રમિત બાળકોને સાલ ભરની અંદર એડ્સનો વિકાસ અને ૩ વર્ષની ઉમર પહેલા ૨૦-૩૦%માં મૃત્યુની સંભાવના છે. એડ્સની ધીરે પ્રગતિ વધુ સરેરાશ રોગી બાળક્ના જીવનનું આયુષ્ય ૭ વર્ષ સુધી હોય છે.

મહિલાઓ એચ.આય.વી ૧ ની શિકાર ઝટ થાય છે. સંક્રમણ હાર્મોનલ બદલાવને કારણે. યોની શરીર વિજ્ઞાન અને microbial ecology અને STI માં સામાન્ય પણે જોવામાં આવતું લૈંગિકતાથી સંક્રમિત થયેલી બિમારી.

પહેલાથી જ એચ.આય.વી સંક્રમિત લોકો હજુ પણ બિજાથી સંક્રમિત થઈ શકે છે, એચ.આય.વી વધુ તીવ્ર અને જીવલેણ, ૧૯૯૪ સુધી, સામાન્ય રીતે એવા વિચારો હતા કે વધુ પ્રમાણમાં ખાસ કરીને એચ.આય.વી ૧ ના લોકોને તાણને લીધે ચેપ લાગતો નથી ત્યાર પછી, ઘણા બધા લોકોને બે થી વધુ વાર માનસિક તાણ આવી હોય એવા પણ દાખલા નોધાયેલ છે.

યાદ રાખો કે એચ.આય.વી જેનાથી ફેલાતુ નથી

  • લાળ, આંસુ, પરસેવો, મળ અને મૂત્રથી
  • આલિંગન
  • ચુંબન
  • માલીશ
  • હસ્ત ધનુન
  • કિડા મચ્છરના કરડવાથી
  • જે એચ.આય.વી બાધિત સાથે રહે છે
  • એચ.આય.વી બાધિતની સાથે સ્નાનગૃહ અથવા શૌચાલય વાપરવાથી

એચ.આય.વી રસ્સી અને એન્ટ્રી રેટ્રો થેરપી

રસી એટલે શું?

રસી એ એવી છે કે જે પોતાને ઓળખવાનું શીખવે છે કારણ કે બેક્ટેરિયા અથવા વિષાણુની સામે કે રોગની સામે રક્ષા કરવાનું શરીર શીખે છે. રસીની યોજનામાં મદદ કરનાર જે હજી સુધી સંક્રમિત થયા નથી તેના દ્વારા ચેપને રોકવુ, કે અથવા સંક્રમણ પછી પ્રગતિની ગતી ધીમી કરવી. રસી સારા થવા માટે નથી. રસી એ એક માત્ર ઇલાજ નથી.
પ્રભાવશાળી રસી પહેલેથી જ થોડાક રોગો માટે વિકસિત કરેલ છે, જેવાકે અછબડા, પોલિયો અને ધનુર્વા અને લીધે લાખો લોકો બચ્યા છે, પણ ત્યાં હજી પણ એચ.આય.વી વિરોધી કોઇ રસી નથી. વાયરસ જે છે તે એડ્સનું કારણ બને છે.

 

એડ્સની રસી બે રીતે ઉપયોગી થઈ શકે છે.

  • એક પ્રતિબંધક રસી એચ.આય.વી સંક્રમણ રોકવા પુરી રીતે ઉત્પન્ન થશે ત્યારે.
  • એક રોગ પ્રચાર રસી સંક્રમણ્ને રોક્શે નહી, પણ રોકી શક્શે એચ.આય.વીના રોગને ફેલાતા અને સંક્રમણને રોકવાની બીજી પણ મદદ કરશે. તેમ છતા પ્રતિબંધક રસી આદર્શ હશે, રોગ પ્રચાર રસીનું પણ મોટુ મુલ્ય હશે.

કેવી રીતે એચ.આય.વીના રસી કામ કરે છે?

મુળ એડ્સની રસી બનાવવાના વિચારની પાછળ મનુષ્યનાં રોગપ્રતિકારક પ્રણાલી કોશિકાઓ અને રસાયણોનું એક મિશ્રણનો ઉપયોગ એન્ટીબૉડી તરીકે ઓળખાય છે. વહેલામાં વહેલી રસીની શોધ રોગપ્રતિકારક શક્તિને એચ.આય.વીના વિષાણુ માણસના શરીરમાં આવતા રોકવાનું કામ શીખવે છે. તેમ છતા, આવા વૈદ્યકીય પ્રયોગો નિષ્ફળ ગયા છે, કારણ કે તૈયાર થયેલા એન્ટીબૉડી ફક્ત પ્રયોગશાળાની સંસ્કૃતિમાં બનેલ એચ.આય.વીની સામે કામ કરે છે, અને નહી કે જંગલી તાણભરેલ વિષાણુ સામે. આજે ઘણા પ્રયોગો પ્રતિકારક કોષને બનાવવા માટે પ્રોત્સાહીત કરે છે, જે એચ.આય.વી સામે લડત આપે છે. ઘણા વૈજ્ઞાનિકોનું એમ માનવુ છે કે આવી રીતે કોષ મધ્યસ્થ દૃષ્ટીકોણ પોતાની મેળે પ્રભાવી નહી થાય , જો રોગ નિવારક રસી હોય તો પણ. આવાત સંભવિત છે કે પ્રભાવી રસી એ દ્વિતીય માર્ગ અપનાવવા જેમાં કોષ અને એન્ટીબૉડી બંનેનો મેળાપ છે.

એચ.આય.વી રસી વિકસિત કરવામાં આવતી કઠિણાઇ

એચ.આય.વીના વિરોધ રસી નિર્માણ કરવું એ એક બહુજ મુશ્કેલી ભર્યો પડકાર છે. આ માટે કાંઈક કારણો છે, જેનો સમાવેશ:

  • કોઇ પણ ક્યારેક પણ એચ.આય.વી સંક્રમણથી સાજો થયો હોય, તો ત્યા કોઇ પણ અનુકરણ કરાય એવી પ્રાકૃતિક કાર્યપધ્ધતિ નથી.
  • એચ.આય.વી રોગ પ્રતિકારક વિષાણુનો નાશ કરે છે જે તેના વિરૂદ્ધ લડવા માટે તૈયાર હોય છે.
  • અનુવંશિક પદાર્થ માનવીય પેશીમાં સંક્રમણ પછી જલ્દીથી તે એચ.આય.વી મુકે છે, જ્યા પ્રતિકારક પ્રણાલીથી છુપાઈને રહે છે.
  • એચ.આય.વી ઘણી બધી subtype માં થાય છે, જે એક બીજાથી ખુબ જુદુ હોય છે.
  • અહીં એક subtype ની અંદર એચ.આય.વી સૌથી વધુ પરિવર્તનશીલ છે અને તે વારંવાર બદલતુ રહે છે.
  • અહીં કોઇ સારો નમુનો નથી જેનો પ્રાણીઓ ઉપર પ્રયોગ કરી શકાય.

એન્ટી રેટ્રોવાયરલ ઔષધ ઉપચાર

આ એચ.આય.વી. અથવા એડ્સના ઉપચારનો મુખ્ય પ્રકાર છે, આ કોઇ ઉપચાર નથી, પણ તે લોકોને ઘણા વર્ષો સુધી બીમાર પડતા રોકે છે. દવાઓ ઉપચારની હોય છે, જે રોજ લેવાની હોય છે જેનાથી કોઇની જીંદગીમાં આરામ મળી શકે છે.

એન્ટી રેટ્રોવાયરલ એચ.આય.વીની દવાઓ એચ.આય.વીના સંક્રમિત લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે ઉપલબ્ધ છે. એમની સારી રીતે લાંબા કાળ સુધી બીજી બાબતોમાં મદદને માટે, દવા શરીરની અંદર ધીરે-ધીરે એચ.આય.વીના પ્રતિકૃતી પણ એ યાદ રાખવો જોઇએ કે જેનો કોઇ ઉપચાર નથી તેનો ઉપચાર કરે છે.

ઉપચાર શરૂ કરવા માટેનો ખરો સમય:ઉપચાર ક્યા સમય શરૂ કરવો તે નિર્ણય લેવો કપરો છે, કારણ તે માટે કોઇ યોગ્ય સાબીતી નથી. હજુ પણ વધુ દિશાનિર્દેશ જણાવે છે કે એચ.આય.વી સંક્રમણ ખુબ આગળ વધે નહી ત્યાં સુધી ઉપચાર શરૂ કરવો નહી (ટપ્પો ૩ અને ટપ્પો ૪)

કોઇ કારણોના આધાર ઉપર ઉપચાર શરૂ કરવો જોઇએ:

  • જ્યારે સીડી ૪ ટેસ્ટ shows between 200 to 350 T-helper cells per cubic millimeter of blood (સલાહ કોઇ દેશોમાં બદલાય છે.)
  • આપણું વાયરલ લોડ મધ્યમ અથવા ઉચ્ચ છે.
  • જો અવસરવાદી ચેપનું એક/ બિમારીઓની એક ગંભીર સમસ્યા બની ગઈ છે.

એચ.આય.વી વિરોધી દવાઓ હાલના પરિક્ષણોથી શોધી કાઢયું કે સ્તર કરતા નીચે વાયરલ લોડને કામ કરવું જોઇએ અને દવાઓનું પણ સીડી ૪ ના સ્તરને વધારી દેવું જોઇએ.

જુન ૨૦૦૬થી યુ એન એડ્સ અને વર્લ્ડ હેલ્થ ઑર્ગનાજેશન WHO અંદાજે ૬,૮૦૦,૦૦૦ લોકો નિચલી અથવા મધ્યમ વર્ગીય કમાણી કરતા રાષ્ટ્રોની જરૂરત એન્ટી રેટ્રોવાયરલ (ARV) એડ્સ ના ઉપચાર માટે છે, ફક્ત ૨૪% તેઓએ તે પ્રાપ્ત કરી.

ભારતમાં તે ફક્ત ૭% એચ.આય.વી સંક્રમિત લોકો એન્ટીવાયરલ દવાનો ઉપચાર મેળવે છે.

ઉપચાર અને એકત્રિત ઉપચાર પધ્ધતિ. એચ.આય.વી સંક્રમણના ઉપચારને માટે એન્ટી રેટ્રોવાયરલ દવાઓ જે શરીરમાં ધીમી એચ.આય.વીની પ્રવૃત્તિથી જ એચ.આય.વી સંક્રમણના વિરોધમાં કામ માટે હોય છે.
ઔષધો માટે હંમેશા ઉલ્લેખ કરાય છે:

  • એન્ટી રેટ્રોવાયરલ
  • એન્ટી- એચ.આય.વી ઔષધો
  • એચ.આય.વી એન્ટીવાયરલ ઔષધો

એન્ટી રેટ્રોવાયરલ ઉપચાર એ લાંબા સમય માટે પ્રભાવશાળી ઠરશે, એ જોવામાં આવ્યું છે કે તમો એક સમયે એક થી વધુ એન્ટી રેટ્રોવાયરલ દવા લેવાની જરૂરત છે.

આ એજ છે જે સંયોગિત ઉપચાર પધ્ધતિને નામે ઓળખાય છે.આ પરિભાષા ઉંચી રીતે સક્રીય એન્ટી રેટ્રોવાયરલ થેરપી HAART જે ત્રણથી વધુ એચ.આય.વી વિરોધ દવાઓનું સંયોજનમાં વપરાય છે.

ઘણા લોકો તે માટે ત્યા ઘણી સંયોજિક દવાઓ શોધવા માટે ઉપલબ્ધ હોય છે. ત્યા ૨૦ કરતા વધુ અધિકૃત દવાઓ ૪ અલગ ગટથી સંબધિત રહે છે. તે હંમેશા કહેવું અઘરૂ છે કે ક્યો વિકલ્પ ઉત્તમ છે, જ્યારે એક સંયોજન એકને અનુરૂપ આવે તો બીજાને ન પણ આવે.

જ્યા એચ.આય.વીની આબેહુબ નક્લ થાય ( પોતાની મેળે નવી આવૃત્તિ કરવી) ત્યારે હંમેશા ભુલો થાય છે. આનો અર્થ એ કે કોઇ પણ સંક્રમિત વ્યક્તિની અંદર કેટલાક બીજી જાતના વાયરસના વિભિન્ન પ્રકારો છે. એક નવી જાતનું ઉત્પાદન કરાય છે જે એન્ટી રેટ્રો વાયરલ દવાના પ્રભાવને માટે પ્રતિરોધક હોય. અગર વ્યક્તિ કોઇ બીજી જાતની ઔષધોનો ઉપયોગ નથી કરતી ને તેની પ્રતિકારકના લાભ પર તણાવ સાથે જલ્દીથી અસર થાય, અને સારવાર લેવાના ફાયદા ખોવાઈ જાય છે.

એકજ સમયે બે અથવા વધુ એન્ટી રેટ્રો વાયરલ લેતા હોય તો પ્રતિરોધક શક્તિ વિશાળ દરે ઓછી થાય છે.

એન્ટી રેટ્રોવાયરલ થેરપી દવાઓ સસ્તા દરે ભારતમાં: પહેલી લાઈન એન્ટી રેટ્રોવાયરલ થેરપીની દવાઓ માત્ર જાણિતો ઇલાજ છે જે એચ.આય.વી વિષાણુને દબાવે છે જે અત્યાર સુધી ભારતીય દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ રહી છે.

અત્યાર સુધી, (NACO) એ ૭૦૦૦ રૂપીયા ચુકવ્યા પ્રત્યેક દર્દીના વાર્ષિક દવા ખરીદવા માટે અને તેના ઉપચાર માટે. ૧.૩ લાખ કરતા વધુ દર્દીઓ જે હાલમાં એન્ટી રેટ્રોવાયરલ થેરપી લે છે જે તેઓ સરકારી આર્ટ સેંટરમાંથી મફતમાં પ્રાપ્ત કરે છે.

એક નવા અનુસાર પ્રમાણે, જાહેર કરેલ અને ડીસેંબર ૫ એ લોકો માટે ખુલ્લુ મુક્યુ અને પછી નાકોના નામે નક્કી કરેલ એક જેનેટીક દવા જે ભારતીય કંપનીએ બનાવેલ અને જે રૂપયા ૨ હજારથી ઓછી કીંમતમાં વેચેલ.

ભારતમાં બે થી ત્રણ દવાઓનું મિશ્રણ એન્ટી રેટ્રોવાયરલ થેરપી કાર્યક્રમ દ્વારા વાપરવામાં આવે છે. ઔષધો જેવી કે Stavudine, Lamivudine, Nevirapine, Efavirenz અને Zidavudin નું મિશ્રણ એચ.આય.વી સંક્રમિતના દર્દીઓમાં રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે વપરાય છે. વર્તમાનમાં સાત ભારતીય કંપનીઓ first Line એન્ટી રેટ્રોવાયરલ થેરપી ઔષધો બનાવે છે. (NACO) ૨૦૦૬માં ઔષધોની ખરીદી પર ૬૦ કરોડ રૂપીયાનો ખર્ચ કર્યો.

Second–line એન્ટી રેટ્રોવાયરલ થેરપી: ભારતમાં નોંધાયેલ ૩૦૦૦થી અધિક એચ.આય.વી દર્દીઓને Second–line એન્ટી રેટ્રોવાયરલ થેરપી જાન્યુઆરીથી બે સેંટરમાં ઉપલબ્ધ છે. મુંબઈમાં જે.જે હૉસ્પિટલ અને ચૈન્નઈ તાબરમ ART સેંટર દ્વારા અપાય છે. આ દર્દીઓ "નિકટ મૃત્યુ" નો સામનો કરી રહયા હતા કારણ કે તેઓ first Line ઉપચાર માટે પ્રતિરોધક બની ગયા હતા. ખરાબ જીવન પધ્ધતિને ટેકો આપવાની પ્રક્રિયાનો આભાર.

Second–line થેરપી મૌંધી છે. જેની કિંમત ૮૦૦૦ રૂપિયા પ્રત્યેક દર્દી પર ART પર (NACO) ખર્ચ કરશે. Clinton Foundation બે વર્ષ માટે મફત દવા (NACO) ને ઉપલબ્ધ કરશે. ફૉઉડેશન UNITAID જે જાગતિક દવાઓ ખરીદવાની સગવડ ઉપલબ્ધ કરે છે તેના દ્વારા દવા મેળવશે.

દિલ્લી, મુંબઈ અને ચૈન્નાઈ ના ૧૦ ડૉક્ટરો થાઈલૈંડથી Second–line થેરપી ની તાલિમ લઈ પાછા ફર્યા. તેઓએ ઉપચારમાં શું પાલન કરવું તે શિખવ્યું અને કેવી રીતે ઓછા રોગ પ્રતિકારવાળા દર્દીની યાદી બનાવવી તે પણ શિખ્યા.

ચકાસણી કરાવો

હું શાં માટે એચ.આય.વીની ચકાસણી કરવુ?
૧) જલ્દી દખલ એ તંદુરસ્ત જીવનનો અર્થ છે.
એચ.આય.વી સાથે તંદુરસ્ત જીવન જીવવાની ચાવી એટલે જલ્દી ચકાસણી કરાવવી. તંદુરસ્ત રહેવા માટે એચ.આય.વી તજ્ઞની દેખરેખમાં રહેવું જરૂરી. ચકાસણી કરાવો અને અગર આપ સકારાત્મક (પૉસીટીવ) હો તો એચ.આય.વી તજ્ઞ શોધો. તમે જો બીમાર પડો તો ઘણી દવાઓ છે તેનું નામ છે. એન્ટી રેટ્રોવાયરલ તે તમોને નીચે જતી રોગપ્રતિકારક શક્તિને ઉપર લાવવામાં મદદ કરશે અને આપની પ્રતિકાર શક્તિ નિયંત્રિત રાખશે. એચ.આય.વી (પૉસીટીવ) માણસો તંદુરસ્ત જીવન ઔષધ અને સારા આહારના મિશ્રણથી લાંબા કાળ સુધી પુર્ણજીવન વ્યતિત કરી શકે છે.

૨) આપની સ્થિતી જાણ્યા પછી આપણી અને અન્ય લોકોની રક્ષા કરો.
જો આપ જાણો છો કે તમે એચ.આય.વી બાધિત છો, તો તમો પગલા ભરશો, આપણા સાથી સહિત બીજાઓની રક્ષા કરવા માટે. દા.ત. સુરક્ષિત લૈંગિક સંબંધ અને તેની માહિતી તમો તમારા લૈંગિક સાથીને પહોચાડશો.

૩) તમારી સ્થિતી જાણવાથી તમો માહિતીપુર્ણ નિર્ણય લેવા અનુમતિ આપો છો.
આપણી સ્થિતી જાણયા પછી આપણા ભવિષ્ય અને આપણા જીવનને માટે ફેસલાને સુચિત કરવા માટે અનુમતિ આપિયે છીએ. એચ.આય.વી સાથે જીવનાર મહિલા હંમેશા પરિવારની ઇચ્છા રાખે છે. જાણો છો કે તમે એચ.આય.વી બાધિત છો તો તમે હંમેશા જે જનમ્યા નથી તેવા બાળકની રક્ષા કરશો.

૪) હવે તમો ઉચિત પ્રશ્નો પુછી શક્શો.
આપણા શરીરને જાણવું એ તંદુરસ્ત જીવન જીવવાનો મહત્ત્વપુર્ણ હિસ્સો છે. ચકાસણી કરાવો એચ.આય.વીની અને તમો (પૉસીટીવ) હો તો ઉચિત પ્રશ્નો પુછી શકો છો.

૫) આપણી સ્થિતી જાણુ... અને ડૉક્ટરની મુલાકાતથી ફાયદો મિળવો.
તમે જ્યારે સારૂ અનુભવતા નથી, તમારા ડૉક્ટર પાસે ખાત્રીપુર્ણ માહિતી હશે તો તમોને સારી રીતે ઉપચાર આપશે. તમારી સ્થિતી જાણતા હશે તો ત્યો તમારા એચ.આય.વીની માગણી અને વધારાની જરૂરતને ઉદ્દેસશે. એ આપની ઉપર નિર્ભર કરે છે કે તમો તમારા ડૉક્ટરને કેટલી વાર મળીને ફાયદો લ્યો છો. કસોટી અને શિખવા માટે સકારાત્મક હશો તો AVERT પાસે અધિક માહિતી છે.

ચકાસણી કરાવતા પહેલા આ એક સાચો વિચાર છે કે આપ આપણા મિત્રો અને પરિવાર સાથે વાત કરો. તમો ચકાસણીનો નિર્ધાર કર્યા પહેલા એચ.આય.વી સલાહકાર સાથે વાત કરી શકો છો. નીચે બતાવેલ કેટલાક પ્રશ્નો છે જે ચકાસણી કરાવતી વખતે વિચારવા જોઇએ.

શું તમને લાગે છે કે તમે કારણોસર સંક્રમિત થઈ શકો છો?
જો આપને લાગતું હોય કે તમો એચ.આય.વી બાધિત હોય શકો છો તો તમારી ચકાસણી કરાવવી જોઇએ.

  • શું તમે ક્યારેય સસુરક્ષિત લૈંગિક સંબધ (નિરોધ અથવા લેટેક્સ વાપર્યા વિના) મુખ, યોનિ અથવા ગુદા દ્વારા કર્યુ છે?
  • શું તમે એવી વ્યક્તિ સાથે લૈંગિક સંબધ માણ્યા છે જે શિરા દ્વારા નશીલા પદાર્થ લેતા હોય અથવા તે એચ.આય.વી બાધિત હોય?
  • શું આપણે ક્યારેય લૈંગિક પ્રસારિત થતો ચેપ (STI) જેવાકે herpes, chlamydia, gonorrhea, trichomoniasis, or hepatitis થયુ છે?
  • શું તમે નિયોજન વગર ગર્ભધારણ કર્યો છે?
  • શું તમારુ ક્યારેય લૈંગિક શોષણ થયુ છે? (બળાત્કાર જબરજસ્તી અથવા તમો ચાહતા ન હોય)
  • શું તમે ક્યારેય નશો કર્યા બાદ સુખાભાસની અવસ્થામાં શું કર્યુ તે ભુલ્યા છો?
  • શું તમે ક્યારેય સોય અથવા બીજા સાધન સામગ્રીનો સાજો ઉપયોગ નશિલા પદાર્થ ચામડી દ્વારા લેવામાં કર્યો છે?
  • શું તમે ક્યારે નસ દ્વારા રક્ત લીધુ છે?
  • શું તમારી માતાને એચ.આય.વી હતો જ્યારે તમારો જન્મ થયો?

જરૂરી હોય તો ચકાસણી સુચવે છે:

  • શું તમે વિચારો છો કે તમોને એચ.આય.વીનું જોખમ છે?
  • તમો લૈંગિક સક્રીય છો? (ગયા ૧૨ મહીનામાં ૩ અથવા તેથી વધુ લૈંગિક સાથી)
  • તમે તમારા લૈંગિક સાથીના અનિશ્ચિત જોખમભર્યા વર્તનથી વાકેફ છો?
  • તમે એક પુરૂષ છો નિરોધ વિના બીજા પુરૂષ સાથે કોઇ પણ સમય લૈંગિક સંબધમાં આવ્યા છો?
  • તમારા પુરૂષ લૈંગિક સાથીદારોમાંથી કોઇ એક સાથે નિરોધ વિના લૈંગિક સંબધમાં આવ્યા હોય તો?
  • તમે આરોગ્ય સંભાળ કર્મચારી હો અને રક્તના સીધા સંપર્કમાં કામ કરતા હોય તો?
  • તમે ગર્ભવતી છો. એચ.આય.વી બાધિત ગર્ભવતી મહિલાને હવે એવો ઉપચાર કરવામાં આવે છે કે જેનાથી તેના બાળકને માતા દ્વારા મળનાર વાયરસનું જોખમ મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે?
  • તમે એક મહિલા હોય, ગર્ભધારણ કરતા પહેલા તમારે એચ.આય.વીની ચાચણી કરાવવી જરૂરી છે, જો તમોને?
  • જો તમે એચ.આય.વી સંક્રમણ માટે કારણભુત અને જોખમી ન હો છતાં તમારી મન:શાંતિ માટે ચાચણી કરાવવી જરૂરી છે. એચ.આય.વીની ટ્રાન્સમિશનની બાબતમાં તે સર્વેને પ્રોત્સાહીત અને બહુજ જવાબદાર બનાવે છે.

યાદ રાખો કે તમે જો એક પત્નીવ્રતા હો તો પણ જોખમ છે. તમે નિશ્ચય કરો કે તમે અસુરક્ષિત લૈંગિક સંબધ ધારણ કરતા પહેલા એચ.આય.વીની ચાચણી કરાવશો.

પુનામાં સુચવેલ તપાસણી કેંદ્રો

  • સોનાવણે હૉસ્પિટલ, ભવાની પેઠ, +૯૧ ૨૦ ૨૬૪૫૧૪૯૧
  • ડૉ.કોટનિસ, આરોગ્ય કેંદ્ર, ગાડીખાના, શુક્રવાર પેઠ, +૯૧ ૨૦ ૨૪૪૭૩૨૫૩
  • જહાગિર હૉસ્પિટલ, સસુન રોડ, +૯૧ ૨૦ ૨૬૦૫૪૯૯૪
  • વાય.સી.એમ. હૉસ્પિટલ, ચિંચવડ, +૯૧ ૨૦ ૨૭૧૦૦૨૬૬
  • દીપગ્રહ સોસાયટી, તાડીવાલા રોડ,+૯૧ ૨૦ ૨૬૧૨૫૭૭૩
  • ડૉ.મધુ, મૈત્રી ક્લિનિક, દત્તાવાડી,+૯૧ ૯૮૯૦૦૪૪૪૭૭
  • કમલા નેહરૂ હૉસ્પિટલ, મંગલવાર પેઠ,+૯૧ ૨૦ ૨૫૫૦૮૫૩૩

પ્ર. હુંગર્ભવતી છું, શું મારે એચ.આય.વીની ચકાસણી કરાવવી જોઇએ?
ઉ. એચ.આય.વી ચકાસણી જરૂરી છે, જો તમે ગર્ભવતી હો તો. તમારી સ્થિતી જાણ્યા પછી તમારા બાળકને એચ.આય.વીથી દુર રાખવા સાવધાની વર્તશો. તમે એચ.આય.વી પૉઝીટીવ છો અને તમે તે જાણતા નથી તો તમને મળનાર ઉપચારનો ફાયદો નહી થાય જે તમારા બાળકમાં એચ.આય.વીનું પ્રસરણ રોકશે.

જો તમારા ચકાસણીનું પરિણામ પૉઝીટીવ હોય એનો અર્થ એ કે તમે ગર્ભાવસ્થા દરમ્યાન અથવા સ્તનપાન દરમ્યાન એચ.આય.વીનું પ્રસરણ બાળકમાં કરી શકો છો. તો પણ કોઇ વસ્તુ એવી છે જેના દ્વારા સ્ત્રી એચ.આય.વીનું પ્રસરણ ઓછું કરી શકે છે. આનો સમાવેશ કરવો:

  • ગર્ભાવસ્થા દરમ્યાન ઔષધ લેવી જેનું નામ છે એન્ટી રેટ્રોવાયરલ.
  • પ્રસવક્રિયા દરમ્યાન એન્ટી રેટ્રોવાયરલ દવા લેવી.
  • પ્રસુતિ માટે સિઝેરીયન પધ્ધતિ પંસદ કરવી.
  • જન્મ બાદ બાળકને એન્ટી રેટ્રોવાયરલ નો નાનો ડોસનો ઉપચાર કરવો.
  • વિશિષ્ટ સ્તનપાન કરવું અથવા સ્તનપાનને ટાળવું.

પ્ર. મારા બાળકની એચ.આય.વી એન્ટી બૉડીની ચાચણી કરી શકાય છે?
ઉ. બધી એચ.આય.વીની સાથે માતાઓથી જન્મનાર બાળકો એચ.આય.વી એન્ટીબૉડીની સાથે જ જન્મ લિયે છે. જો એચ.આય.વી એન્ટી બૉડી પરિક્ષણ નવજાત બાળક ઉપર કરો તો ચોક્કસ પરિણામ મળતુ નથી. બાળક જે સંક્રમિત નથી તે ૧૮ મહિનાનું થાય ત્યાં સુધીમાં એન્ટીબૉડી છોડી દયે છે. એટલે કે જ્યારે તમારૂ બાળક ૧૮ મહિનાનું થાય પછી જ ચાચણી કરાવવી જેને લીધે ચોક્કસ પરિણામ મળશે. અલગ પ્રકારની ચાચણી ૩ મહિનાના બાળક પર કરવામાં આવે તો તે સંક્રમિત છે કે નહી તે જાણી શકાય છે. આ ચાચણી PCR ના નામે જાણતી છે. PCR ચાચણી એ એચ.આય.વી ચાચણી કરતા પણ સંવેદનશીલ છે. એ માત્ર એચ.આય.વીની જ ઉપસ્થિતી જુએ છે નહી કે એન્ટી બૉડીની.

પ્ર. જો મારો ભાગીદાર નેગેટીવ હોય તો એનો મતલબ એમ કે મારે ચાચણીની જરૂરત નથી?
ઉ. ના. તમારા એચ.આય.વીની ચાચણી પછી જ એચ.આય.વીની ખરી પરિસ્થિતી બનાવશે. તમારા જોડીદારનું નેગેટીવ ચાચણી પરીણામ એ નથી દર્શાવતું કે તમે એચ.આય.વી બાધિત છો કે નહી. એચ.આય.વી એ જરૂરી નથી કે હંમેશા પ્રસરે પણ તે જોખમી છે. તમારા જોડીદારની એચ.આય.વીની ચાચણી કરાવવી હોય તો એનો અર્થ એવો નથી કે તમારે એચ.આય.વી ચાચણીની જરૂર નથી.

પ્ર. ક્યારે મારે એચ.આય.વી ચાચણી કરાવવી?
ઉ. મોટા ભાગની ચાચણી તમારા શરીરમાં ઉત્પન્ન થતા એન્ટી બૉડીઝ જે એચ.આય.વી સંક્રમણ સામે લડે છે, તે જોવાનું કામ કરે છે. આ એન્ટીબૉડી તુરંત વિકસિત થતા નથી પણ ચેપ લાગ્યા બાદ ત્રણ મહીના પછી દેખાય છે. એન્ટી બૉડીને વિકસિત થવામાં સરેરાશ ત્રણ થી ચાર અઠવાડિયા લાગે છે. ભાગ્યેજ કોઇ કેસમાં ૬ થી ૧૨ મહીના વિકસિત થવામાં લાગે છે.

તે એટલું પ્રભાવી નથી કે તુંરત ચાચણી કરાવવાનું વિચાર આવ્યા પછી પણ સંક્રમિત થઈ શકો છો. જો તમે એવું કરો છો, તો તમારે ફરીથી ત્રણ મહીના પછી થનારી ચાચણી અને ફરીથી છ મહીના પછી ચાચણી કરાવવી. જો પરીણામ નેગેટીવ હોય તો પણ. ચાચણીના આ સમયગાળા દરમ્યાન ટાળો એવા વર્તનને જે બીજાને એચ.આય.વી પ્રસારી શકે છે. જેવું કે અસુરક્ષિત લૈંગિક સંબંધ અને સિરીંજ તથા સોયનો સાજો ઉપયોગ તમારા ડૉકટર અથવા નર્સની સલાહ લ્યો અથવા સ્વાસ્થયનું રક્ષણ કરનાર તમને એચ.આય.વી ચાચણીની અધિક માહિતી આપી શકશે.

અન્ય પરિક્ષણ ઉપલબ્ધ છે જેનો વિશેષ પરિસ્થિતીમાં ઉપયોગ કરી શકાય છે, જેવા કે P24 Antigen ચાચણી અને PCR ચાચણી.

પ્ર. હું અને મારો જોડીદાર બંને એચ.આય.વી બાધિત છીયે. શું તો પણ અમારે નિરોધનો ઉપયોગ કરવો?
ઉ. શાનદાર જવાબ હા છે. ૧ વર્ષ માટે ચેપ અથવા વધુ ચેપ માટે ઘણીવાર એમ કહેવાય છે કે બે એચ.આય.વી સંક્રમિત માણસો વચ્ચેનું અસુરક્ષિત લૈંગિક સંબંધ મારામારીમાં પરિવર્તે છે. સીધા શબ્દોમાં ફરીથી ચેપ ક્યારે થાય છે જ્યારે એચ.આય.વી સાથે રહેનાર વ્યક્તિ એચ.આય.વી સંક્રમિત વ્યક્તિ સાથે અસુરક્ષિત લૈંગિક સંબંધ રાખે છે. તેનો પ્રયોગશાળામાં અને પ્રાણીઓમાં પ્રયોગ કરી પુરવાર કર્યુ છે અને વર્ષ સુધીની સાબિતી છે કે આ વાસ્તવિક જીવનની પરિસ્થિતિમાં કઠીણ થઈ શકે છે. પણ હવે માનવીય અભ્યાસ એ બતાવે છે કે અનિવાર્ય સાબિતી દેખાઈ આવી છે કે એચ.આય.વી બાધિત લોકોને ફરીથી એચ.આય.વીનો ચેપ લાગતા તે તેઓ માટે ખુબજ સમસ્યાથી ભરેલ છે.

પ્ર. ફરી ચેપ લાગવાથી મને શું અસર થાય છે?
ઉ. એચ.આય.વી ચેપ ફરીથી લાગવાની તાણ તમને પહેલેથી છે એમાં તમોને ફરીથી આ ચેપ ળાગવાથી તાણ આવે અથવા એચ.આય.વીમાં ફેરફાર અસુરક્ષિત લૈંગિક સંબંધ દ્વારા થાય તો તેના ઉપચારમાં ખુબજ સંભવિત ગુચવણ અને ઓછી અસર થાય. દા.ત. મારી એચ.આય.વીની સારવાર ચાલુ છે અને દવાની સારી અસર થઈ રહી છે. મારૂ વાયરલ લોડ શોધી શકાતુ નથી અને મેં અસુરક્ષિત લૈંગિક સંબધ બીજાની સાથે કર્યો જે એચ.આય.વી બાધિત છે અને માટે મને તેના તણાવને લીધે ફરીથી ચેપ લાગ્યો, જે ઘણી દવાઓનો પ્રતિરોધક છે. સમયની સાથે, મારા શરીરમાં નવો તાણ વિકસિત થશે, જે મારા સફળ ઉપચારને નિષ્ફળ બનાવે છે અને એને લીધે મારી પ્રતિરોધક શક્તિ ઝડપથી ઘટતી જાય છે. ફરીથી લાગેલ ચેપ એચ.આય.વી સંક્રમણમાંથી એડ્સ તરફ તેજીથી જવાનું કારણ બની શકે છે.

પ્ર. ફરીથી ચેપ ન લાગે તે માટે મારે શું કાળજી લેવી?
ઉ. સીધા શબ્દોમાં કહો તો ફરી ચેપની કાળજી એટલે સુરક્ષિત લૈંગિક સંબધનો નિયમ પ્રત્યેક સમયે પાળવો. તમારા સાથી સાથે પ્રમાણિક રહો. દરેક લૈંગિક સંબધો વખતે નિરોધનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો અને તેનુ કારણ સમજાવો. કેટલાક લોકો એવું માને છે કે નિરોધથી આંનદ મળતો નથી અથવા મજા અનુભવતા નથી જે આંનદ નિરોધ વિના મળે છે. એ સંભવિત છે કે નિરોધની સાથે પણ તમે સંપુર્ણ પણે લૈંગિક સંબધનો આંનદ માણી શકો છો.

પ્ર. જો મેં પહેલેથી જ અસુરક્ષિત લૈંગિક સંબધ માણ્યો હોય તો શું?
ઉ. તમારા સાથીદાર સાથે આત્મિયતાથી નિરોધ વાપરવાનો આગ્રહ રાખો. પહેલીવાર તમને તેનો અનુભવ જુદો થશે પણ જે આંનદદાયક હશે, સાથે જણાવ્યા મુજબ દવા નિર્ધારિત સમય ભુલ્યા વીના લેશો. તમને અસુરક્ષિત લૈંગિક સંબધ એચ.આય.વી બાધિત વ્યક્તિ સાથે રાખવાથી ફરી ચેપ લાગવાની ચિંતા થતી હશે તો તમારા ડૉકટરની સાથે મોકળેપણે વાત કરો. આ માહિતીના આધારે ઉપચારમાં નિષ્ફળતા મળી હશે તો ડૉક્ટર આ નિષ્ફળતાના કારણો જાણી શકશે.

એચ.આય.વીની કસોટી

ઘણા બધા એચ આય વી+ લોકોને જ્ઞાન નથી કે તેઓને ચેપ લાગ્યો છે. દા.ત. ૧% થી ઓછી શહેરી વસ્તીને જે આફ્રીકામાં રહી લૈંગિક સબંધ રાખે છે જેઓને ડૉક્ટરે તપાસેલ છે, આ લોકોનું પ્રમાણ ગામડામાં રહેતી વસ્તી કરતા ઓછું છે. એથી વધુ ફક્ત ૦.૫% ગર્ભવતી સ્ત્રી જે શહેરમાં મળતી ઔષધ અને સલાહ તથા ઉપચાર લઈ તેઓની તપાસ કરતા પરિણામ મળી આવેલ એવી છે. આની સામે તુલનામાં આરોગ્યની સહાય ગામડામાં ઓછી છે. રક્તદાતાને પોતાના ચેપ વિશે માહિતી રહેતી નથી માટે દાતાના લોહીની તેમજ લોહીમાંથી બનાવેલ ઔષધ જે ઉપચારમાં વાપરવામાં આવે છે, તેની નિયમિત એચ આય વીની ચકાસણી તથા ઔષધીય સંશોધન કરવામાં આવે છે.
એચ.આય.વી-૧ની પરીક્ષા શરૂઆતથી એક એન્ઝાઇમને લગતા immuno sorbent assay (એલીસા)થી થાય છે, એ જાણવા માટે કે એમાં એચ.આય.વી ૧ ના જંતુ છે કે નહી. નમુનાઓ જેમાં નૉનરિએક્ટીવનું પરિણામ ન હોય જે એલીસામાં શરૂઆતથી એચ.આય.વી નેગેટીવ(-) મનાયેલ હોય સિવાય કે નવા ચેપ લાગેલ ભાગીદાર અથવા અજાણતા ભાગીદારને ન જાણતો એચ.આય.વીનો ચેપ લાગવાની શક્યતા હોય. એલીસાનાં નમુનાના પરિણામ ફરીથી બેવડી રીતે પારખવામાં આવ્યા. જો ફરીથી કરેલા પરીણામ રીએક્ટીવ હોય, ઘડીયેવારે જો નમુના પુનકાર્યવત હોય અને મજબુત રીતે પારખવામાં આવ્યા હોય, જે ચોક્કસ રીતે પરિણામ જાણવા માટે પારખ્યા હોય છે. (દા.ત. વેસ્ટર્ન બ્લૉટ અથવા ઓછું જાણીતુ એક ઇમ્યુનો ફ્લોરોસન્સ એસ એ (IFA). ફકત નમુનાઓ જે વારંવાર એલીસાથી પુન કાર્યવત થયા હોય અને IFAના અથવા વેસ્ટર્ન બ્લૉટ એચ.આય.વી+ નાં માનવામાં આવે છે અને એચ.આય.વીના ચેપના લક્ષણ બતાવે છે. નમુનાઓ જે વારંવાર એલીસા પુન:કાર્યવત કોઇક્વાર હોય છે અને તે વેસ્ટર્ન બ્લૉટ જેના પરિણામો જે કદાચ અપુર્ણ હોય અને એન્ટીબૉડીના એચ.આય.વી ઉપર તેના ચેપ લાગેલા માણસને ઉત્તર આપે છે, અથવા અસાધારણ પ્રતિક્રિયા જેને ચેપ ન લાગેલ હોય તેવા માણસને અસર કરે છે. છતા IFA(આઇ એફ એ)આવા ચેપ લાગેલ શક ભરેલા બનાવ ઉપર વપરાય છે, જે મોટે ભાગે વપરાતું નથી. સામાન્ય રીતે બીજો નમુનો એક મહીના પછી લેવો જોઇએ અને એવા લોકો ઉપર અજમાવવો જોઇએ કે જેને અનિશ્ચિત પ્રમાણે પરિણામ વેસ્ટર્ન બ્લૉટના આવતા હોય. તે છતા સાધારણપણે એ ઓછી રીતે મળે છે. ન્યુક્લેઇક એસીડની પરીક્ષા (દા.ત. વિષાણુ આર એન એ અથવા પ્રોવિરલ ડી એન એ વિસ્તારપુર્વક પ્રથા). આનું નિદાન કેટલીક પરિસ્થિતી નીચે મદદ કરી શકે છે. વધારામાં કેટલાક ઓછા પારખેલ નમુનાઓ અનિશ્ચિત પરિણામ આપે છે કારણકે તેમાં નમુનાની ઓછી સંખ્યા હોય. આવી સ્થિતીમાં બીજો નમુનો લેવામાં આવે છે અને એને એચ.આય.વીના ચેપ માટે પરખવામાં આવે છે.
એચ.આય.વીની સારવાર આજે એચ.આય.વી. અથવા એડ્સના રોગને મટાડવા માટે ઇલાજ અથવા દવા નથી. ફક્ત એક જાણીતો ઉપાય તે રોકવા માટે ચેપની સામે ખુલ્લુ ન મુકવું, એન્ટી રેટ્રોવાયરલની સારવાર તરત જ ખુલ્લુ થયા પછી કરવી, જેને ઉઘાડુ મુક્યા પહેલા પ્રોફીલેકસીસ આપવું જેને લીધે ચેપ લાગવાની શક્યતા જેટલી જલ્દી બની શકે તેટલી ઓછી થાય છે. આ સારવાર એચ.આય.વીના સંક્રમણને માટે અતિ વર્તમાન આધુનિક એન્ટીવાયરલ થેરપી અથવા HAART છે. આ બહુ જ મોટા પ્રમાણમાં લાભદાયક છે જેને લીધે ઘણા બધા એચ.આઇ.વીનો ચેપ લાગે લોકોને ફાયદો થાય છે એની ૧૯૯૬ની શરૂઆતથી જે અવરોધ કરનાર HAART. આજકાલ HAART ની અવરોધ કરનાર HAART પધ્ધતી શરૂમાં ઉપલબ્ધ થઈ વર્તમાન HAARTના વિકલ્પ તરીકે ત્રણ દવાઓના મિશ્રણથી બે પ્રકારની દવાના વર્ગ અથવા એન્ટીરેટ્રોવાયરલના મારફતીયાના વર્ગો રહયા છે. બે ન્યુક્લીઓસાઈડ અનુરૂપ ટ્રાન્સક્રીપટેસ ઇનહેબીટર રીવ્હર્સ દવાઓના નવી કક્ષામાં આવી રીતના રૂપમાં પ્રવેશ ઇનહેબીટર જે દર્દીના ઇલાજના વિકલ્પ પ્રદાન જે પહેલેથી આમ ઉપચારથી પ્રતિરોધી વાયરસથી સંક્રમિત છે પણ તે ઉપલબ્ધ નથી અને વ્યાપક રૂપના સંશોધનમાં આમતોર પર ઉપલબ્ધ નથી સીમિત બેઠક, કારણકે બાળકોમાં પ્રૌઢ કરતા વધુ તેજીથી એડ્સની પ્રગતી થાય છે. ખાસ કરીને યુવા બાળકોમાં વધુ આક્રમક ઉપચાર વૃધ્ધ કરતા બાળકોને આપવાની સિફારિશ કરી છે.વિકસિત દેશોમાં તે ઉપલબ્ધ છે, જ્યાં HAART છે. ડૉક્ટર આપણા દર્દીને સારી રીતે મુલ્યાંકન, વાયરલ લૉડ, કેટલી તેજીથી સી ડી ૪ નીચે જાય છે તે માપે છે, અને દર્દીની તત્પરતા એ તો નિશ્ચિત છે જ્યારે ઇલાજ કરવાની સલાહ આપી. HAART સારવાર ન તો દર્દીને અને ન તો સમાન રૂપમાં બધાજ લક્ષણો દુર કરે છે. એચ.આય.વીના ઉચ્ચસ્તર-૧, હંમેશા HAART વિરોધી સારવાર બંધ કરી છે, પાછી બીજુ પણ એ એચ.આય.વી સંક્રમણને માટે એક જીવનભર તે વધુ લેવા માટે મંજુરી આપી દીધી છે. HAART નો પ્રયોગ હશે તેના સિવાય. ઘણા એચ.આય.વીના સંક્રમિત વ્યક્તિ આપણુ સામાન્ય સ્વાસ્થય અને જીવનની ગુણવત્તામાં ઉલ્લેખનીય સુધારાનો અનુભવ કર્યો છે, જે એચ.આય.વીમાં એક મોટી કમતરતા દર્દીઓમાં અને વિકસિત દેશોમાં મૃત્યુ સાથે જોડાઇ છે. એક સંશોધનના આધારે એક એચ.આય.વી સંક્રમિત વ્યક્તિ પરિક્ષણ થયા પછીનું જીવન ૩૨ વર્ષ છે, અને સારવાર શરૂ કરી દીધી છે, જ્યારે સીડી ૪ નં. ૩૫૦/એ યુ એલ છે, HAART ની અનુપસ્થિતીમાં, એચ.આય.વી સંક્રમણથી એડ્સની પ્રગતિને ૧% નવથી દસ વર્ષોમાં થાય છે અને એડ્સના વિકાસ પછી વચ્ચેનું અસ્તિત્વનો સમય માત્ર ૯.૨ મહીના છે એ જોવામાં આવ્યુ છે. તો પણ ક્યારેક ક્યારેક HAART પ્રાપ્ત વધુ પરિણામથી ઓછુ, કોઇક્માં પ્રભાવિત કરે તેવી પરિસ્થિતીમાં ઓછામાં ઓછુ દર્દીની ૫૦% અસર આ એવી દવા અસહિષ્ણુતાના રૂપમાં કાંઇ કારણોને લીધે/સાઈડ ઇફેક્ટ છે. પહેલા અપ્રભાવિત ART થેરપી અને સંક્રમણ એક દવા એચ.આય.વીના પ્રતિરોધ તનાવની સાથે વળગી ન રહેતા અને ART સાથે ન ટકી રહેતા સૌથી વધુ વ્યક્તિઓને HAART થેરપીથી લાભ મળ્યો નથી. બીજાઓ માટે કારણ પાલન અને બીજા HAART ની સાથે દૃઢતા અને વિભાજિત વધુ વ્યાપ વાળી છે.
પ્રમુખ મુદ્દો, એવા ગરીબ ચિકિત્સા દેખભાળ માટે ઉપયોગના રૂપમાં, સામાજીક અપર્યાપ્ત સમર્થન કરે છે. માનસિક રોગ અથવા નશીલી દવાઓના દુ્રૂપયોગ નહી હોવાના લીધે યોગદાન કરે છે. આ HAART regimens ની જટિલતાના ક્યા કારણે ગોળીયોનુ પ્રમાણ, ખાવામાં પરેજ ન પાળતા, આડ અસરની સમસ્યા પણ અન્ય મુદાઓમાં છે. દુષ્પરિણામ liposystroply, dyslipidemia, ઇન્સુલીન અવરોધ, હૃદયનું જોખ્મ અને જ્ન્મના દોષ વૃધ્ધિ પણ સામેલ છે. એચ.આય.વીની સારવાર શરૂ કરવા માટે હજુ પણ ચર્ચા થાય છે. દર્દીના સીડી ૪ ની ગણતરી ૨૦૦ અંકથી નીચે જવા પહેલા ઉપચાર શરૂ કરવા માટે કોઇ વાદ નથી અને રાષ્ટ્રીય દિશા નિર્દેશ કરે છે કે એકવાર સીડી ૪ આંક ૩૫૦ થી નીચે જાય તો ઉપચાર કરી શકાય પણ ઉપચાર શુરૂ કરતા પહેલા સીડી ૪ આંક ૩૫૦ થી નીચે જવાની સાબીતી ટેસ્ટ દ્વારા મેળવવી જરૂરી છે. એવા દેશો જ્યાં સીડી ૪ની ગણતરી ઉપલબ્ધ નથી દર્દી WHO ના માર્ગદર્શન પ્રમાણે સ્તર III અને IV ના દર્દીને ઉપચાર મળવો જ જોઇએ. એન્ટીરેટ્રોવાયરલ દવાઓ મોંધી છે, અને દુનિયામાં ઘણા ભાગમાં એચ.આય.વી/એડ્સ માટે ઉપચાર ઉપલબ્ધ નથી. અનુસંધાનમાં વર્તમાન ઉપચાર પધ્ધતીમાં સુધાર લાવવા હાલમાં વપરાતિ દવાની આડ અસર પણ શામિલ છે. આગળ દવાના રેજીમેન્સ સરળ બનાવવા પાલનમાં સુધારણા, અને રેજીમેન્સનો સૌથી સારો અનુક્રમ નિર્ધાર કરવા ઔષધ પ્રતિરોધનું બંધન છે, દુર્ભાગ્યથી, ફ્ક્ત એક રસી લ્યો અને મહારોગ રોકવામાં સક્ષમ બનો, આ એટલા માટે કે ઓછી લાગત, વિકસિત દેશોમાં આવી રીતે સસ્તી થઈ શકી હશે અને રોજિંદા ઉપચારની આવશ્યકતા નહી ભાસે, તો પણ, એચ.આય.વીના ૨૦ વર્ષ પછી એક રસી માટે એક મુશ્કેલ લક્ષ્ય બન્યુ છે.
ઉપચારમાં વિકાસ નવી સારવાર કરવાની આશાઓમાં ક્રી રેકોમ્બિનેજ અથવા એનજાઇમ ટ્રી રેકોમ્બિનેજનો નો સમાવેશ થાય છે. આ બંને એચ.આય.વીને દુર કરે છે. એક ચેપ લાગેલ અણુને આ એનજાઇમ એક સારવાર કરવાનું વચન આપે છે, જે દર્દીના શરીરમાંથી મુખ્ય ભાગનાં અણુને બહાર કાઢે છે, જે સારા કરે છે અને ફરીથી શરીરની અંદર રોપે છે અને એનજાઈમને શરીરમાં ધકેલે છે. આ ધકેલેલ એનજાઈમ આ રોગના વિષાણુને શોધે છે અને તેનો નાશ કરે છે.
૨૦૦૮ માં ડૉ. ગેરો હટ્ટરે જાહેર કર્યુ કે એક એચ.આય.વી+ લ્યુકેમિયા થયેલ દર્દીને સારો કર્યો હતો, હાડકાના માવાને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર લઈ જઈને. એક તંદુરસ્ત દાન આપનાર જેની પાસે સીસી આર ૫/૩૨ ફેરફાર કરવાની તાકત છે (જે એચ.આય.વીનો પ્રતિરોધ કરવાની શક્તિ ઘરાવે છે) ૬૦૦ દિવસ પછી એન્ટ્રી રેટ્રોવાયરલના દવાની સારવાર લીધા વીના, એચ.આય.વીના દર્દીના લોહીમાં અથવા તેનાં સ્નાયુમાં ન મળ્યો. આમાં નાશ થવાનો સંભવ જે હાડકાના માવાનો ફેરફાર કરવાના જોખમ સાથે સંકળાય છે, કદાચ કોન્ટ્રામીડીકેટ આ સારવાર કરવામાં આવે એચ.આય.વી+ દર્દી ઉપર જેને લુકેમિયા અથવા લિમ્ફોમા ન હોય.

CD 4 ચકાસણી

એચ.આય.વી રોગપ્રતિકારક પ્રણાલીના ટી-હેલ્પર કોષ પર આક્રમણ કરે છે. કોષના આવરણ પર પ્રોટીન હોય છે જેને CD 4 કહેવામાં આવે છે, જેનો એચ.આય.વી પ્રસેરવા વાપર કરે છે.

રોગપ્રતિકારક પ્રણાલીમાં ટી-હેલ્પર મહત્ત્વની ભુમિકા ભજવે છે, જે બીજા કોષોને રોગોથી ઝઝુમવા મદદ કરે છે T-Helper ની. મોટા પ્રમાણમાં ઘટ રોગપ્રતિકારક પ્રણાલીને ગંભીર રીતે પ્રભાવિત કરે છે.

એચ.આય.વીને લીધે ઘણા T-Helper કોષને હાની પહોંચે છે અથવા નાશ પામે છે. પરિણામે રોગોથી ઝઝુમવા રોગપ્રતિકારક પ્રણાલીને ઓછા કોષો ઉપલબ્ધ કરે છે.

CD 4 તપાસણીના પગલે તમારા રક્તમાંના ટી-હેલ્પર કોષોની ગણતરી થઈ શકે છે. દર ઘનમિલીમીટર રક્તમાં જેટલા વધારે કોષો તેટલી સશક્ત તમારી રોગ પ્રતિકારક પ્રણાલી, જેટલી સશક્ત તમારી રોગપ્રતિકારક પ્રણાલી તેજ પ્રમાણે તમારા શરીર રોગો સાથે ઝઝુમી શકશે. ઓછી CD 4 ની ગણતરી એટ્લે કે એવું નથી કે તમે નિશ્ચિતપણે બીમાર થઈ ગયા છો, પણ વધારે થવાની સંભાવના છે.

એચ.આય.વી આપણી રોગપ્રતિકારક પ્રણાલી અને એન્ટી બૉડી એન્ટીજીન્સ કણો (સામાન્ય રીતે પ્રોટીન) છે જે કોષ વિષાણુ, વિનાશક દ્રવ્યો, જીવાણુ અને અમુખ પ્રમાણમાં વિશારીક પદાર્થ રસાયણો, દવાઓ અને અમાનવીય કણોનાં પૃષ્ઠ ભાગ પર હોય છે. રોગ પ્રતિકારક પ્રણાલી એન્ટીજીન્સને ઓળખી લ્યે છે અને એન્ટી બૉડીસનું નિર્માણ કરે છે જે એન્ટીજીન્સ રહિત પદાર્થોનો નાશ કરે છે એચ.આય.વીની લાગણ થયા પછી, આપણી રોગ પ્રતિકારક પ્રણાલી એચ.આય.વી માટે એન્ટી બૉડીનું નિર્માણ કરવાનું શરૂ કરે છે.

જોખમ કારક "Window Period"
જો તમે એચ.આય.વીથી સંક્રમિત થયા હોવ તો, સામાન્યપણે તમારી રોગપ્રતિકારક પ્રણાલીને એચ.આય.વી માટે એન્ટીબૉડીનું નિર્માણ કરવામાં ૩ અઠવાડીયાથી ૨ મહીનાનો સમય લ્યે છે. અમુક વ્યક્તિઓ (૫%) માટે આ કાળ ૬ મહીના સુધીનો પણ થાય છે. જો તમને લાગતો હોય કે તમને એચ.આય.વી અવગત થયા છે, તો તમને ચકાસણી પછી ૨ મહીના રાહ જોવી જોઇએ, તમે તરતજ ચકાસણી કરી શકો છો અને ફરીથી બે ત્રણ મહીના પછી. આ "Window Period" ની કાલાવધીમાં તમને એન્ટી બૉડી ચકાસણીનું પરીણામ નકારાત્મક મળે, પણ જો તમે સંક્રમિત થયા હશો તો તમારા દ્વારા બીજાને તેનો પ્રસાર થઈ શકે છે.

"Window Period" ના કાળમાં એન્ટી રેટ્રોવાયરલ થેરપીનો વાપર એન્ટીબૉડીના નિર્માણને લંબાવી શકશે અને "Window Period" નો કાળ ૧૨ મહીનાથી પણ વધારે લંબાવાશે.

એચ.આય.વી ચકાસણીના વિભિન્ન પ્રકારો
એચ.આય.વી માટેના એન્ટીબૉડી ચકાસણીના પરિણામ ૯૯.૫% સાચા હોય છે. તમને મળતા પહેલા પરીણામને બે અથવા વધારેવાર ચકાસવામાં આવે છે. પહેલી ચકાસણી જેને એઈઆ અથવા એલીસા ચકાસણી કહેવામાં આવે છે એલીસા ચકાસણીના સકારાત્મક પરીણામ આવતા પહેલા હજુ એક ચકાસણી પરીક્ષણ કરવામાં આવે છે જેને વેસ્ટર્ન બ્લૉટ કહેવાય છે.

એલીસા
એલીસા ચકાસણી અથવા enzyme immunoassay (EIA), પહેલી અને સાધારણ રીતે કાર્યરત એવી ચકાસણી છે જે સંવેદનશીલતા રાખે છે. સામાન્ય એલીસા વિધી દ્વારા ચકાસણી પધ્ધત: વ્યક્તિઓના લોહીમાંનું પ્રવાહી (Serum) ૪૦૦ ગણુ પાતળુ છે અને એક સપાટી જેના પર એચ.આય.વી એન્ટીજીન્સ લાગૂ કરવામાં આવ્યુ છે, થોડા એન્ટીબૉડી જે લોહીમાંના પ્રવાહીને (Serum) એચ.આય.વી એન્ટીજીન્સ સાથે બાંધી શકે છે. બીજા લોહીમાંના પ્રવાહીના ઘટકને ધોઇને કાઢવામાં આવે છે. સપાટીને ધોયા પછી ખાસ બનાવેલ સેકેન્ડરી એન્ટીબૉડી જે માણસના એન્ટીબૉડીને બાંધવા સપાટી પર લગાડવામાં આવે છે. સેકેન્ડરી એન્ટીબૉડી અગાઉથી રાસાયણિક રીતે એન્ઝાઇમ થી જોડાયેલ છે. જેની સપાટી પર ના દ્રવ્યમાંનો એન્ઝાઇમ અને સેકેન્ડરી એન્ટીબૉડી સમમાત્રામાં નિયંત્રણમાં રહે છે. એન્ઝાઇમ માટે દ્રવ્ય લગાડવામાં આવે છે અને ઉદભવેલ દ્રવ્ય રંગ અથવા ચળકાટમાં રૂપાંતરિત થાય છે. એલીસા નું પરીણામ એક સંખ્યામાં ચકાસણીનું વિવાદાસ્પદ સુત્ર સુનિશ્ચિત કરે છે. સકારાત્મક અને નકારાત્મક પરીણામનું.

વેસ્ટર્ન બ્લૉટ
વેસ્ટર્ન બ્લૉટ ચકાસણી સામાન્ય વેસ્ટર્ન બ્લૉટ પધ્ધતીનો ઉપયોગ કરે છે. એચ.આય.વી સંક્રમિત કોષોને ખોલી અને તેમાં રહેલ પ્રોટીન્સને ચિકણા પદાર્થના ચોસલામાં ધકેલવામાં આવે છે જ્યાં વિજળીના આંચકા અપાય છે. આકારને ધ્યાનમાં રાખી આંચકાની માત્રાને ક્ષેત્રમાં પ્રોટીન્સની જરૂરીયાત પ્રમાણે દેવામાં આવે છે. જ્યાં વિજળી દરની માત્રાનું ધોરણ જે પદાર્થ દ્વારે કરવામાં આવે છે તેને sodium lauryl sulfate. પ્રોટીન્સ જ્યારે વ્યવસ્થિત રીતે અલગ થઈ જાય, ત્યારે તેને અંતરછાલમાં પરિવૃત કરી નાખવામાં આવે છે અને પ્રક્રિયા એલીસા જેવી ચાલુ રહે છે: વ્યક્તિનું લોહીમાંનું પાતળું પ્રવાહી (Serum) અંતરછાલને લગાડવામાં આવે છે અને લોહીના પ્રવાહીમાંના એન્ટીબૉડીસને બીજા એચ.આય.વી પ્રોટીન્સ સાથે જોડાવવામાં આવે છે. જે એન્ટીબૉડીજ જોડાતા નથી તેને ધોઈ નાખવામાં આવે છે અને એન્ઝાઇમ ની ક્ષમતા સાથે જોડાયેલ એન્ટીબૉડીજને વ્યક્તિના એન્ટીબૉડિજ સાથે જોડવામાં આવે છે જેને લીધે સર્વ પ્રથમ દર્શાય છે કે એચ.આય.વી વ્યક્તિમાં પ્રોટીન એન્ટીબૉડીજ છે.

OraQuick
OraQuick એક એન્ટીબૉડી ચકાસણી જે ૨૦ મિનિટમાં પરિણામ આપે છે. લોહી, પ્રાણરસ અથવા મૌખિક દ્રવ્યને એક શીશીમાં બનાવેલ દ્રવ્ય સાથે મેળવામાં આવે છે અને પરિણામ સ્ટીકલાઇક ચકાસણી પધ્ધતીથી વાંચી શકાય છે.

Orasure
Orasure એક એચ.આય.વી ચકાસણી છે જેમાં ગાલ અને ઝડબામાં થયેલા ખાડામાંથી નિકળતા દ્રવ્યોનો વાપર થાય છે. આ એન્ટીબૉડી ચકાસણીની વેસ્ટર્ન બ્લૉટ કરતા પહેલા એલીસા ને કામમાં લ્યે છે.

મૂત્ર ચકાસણી પણ છે જે બંને એલીસા અને વેસ્ટર્ન બ્લૉટ વિધીની મદદથી કરવામાં આવે છે.

એન્ટીજેન ચકાસણી
p24એન્ટીજેન ચકાસણી એચ.આય.વીની p24 પ્રોટીનની ઉપસ્થિતી (CA તરીકે પણ ઓળખાય છે.) વિષાણુના એક પ્રમુખ એકમ પ્રોટીનને શોધે છે. p24 પ્રોટીન્સના વિશિષ્ટ પ્રકારના મોનોક્લોનલ એન્ટીબૉડીસ વ્યક્તિના લોહી સાથે ભળી જાય છે. વ્યક્તિના લોહીમાના કોઇપણ p24પ્રોટીન્સ મોનોક્લોનલ એન્ટીબૉડીસને ચોટી જાશે અને અગર p24 નમુનામાં હશે તો પાચકરસ જે એન્ટીબૉડીસ સાથે જોડાઇ મોનોક્લોનલ એન્ટીબૉડીસ સાથે રંગ બદલવાનું કારણ બનશે. આ ચકાસણી રક્તદાન પ્રક્રિયામાં નિયમિત પણે વાપરવામાં આવે છે, આવી રીતે window ને ૧૬ દિવસ ઓછા કરી શકાય છે. આ ચકાસણી સામાન્ય નિદાન માટે ઉપયોગી નથી, કારણકે તેની સંવેદનશીલતા ઓછી છે અને તે ફક્ત સંક્રમણ થયા પછી અને શરીર p24 પ્રોટીન્સ એન્ટીબૉડીસ નિર્માણ કરે તે પહેલાની વચ્ચે જો કાર્યરત થઈ શકે છે.

Nucleic acid આધારીત ચકાસણી
વાયરલ લોડ ચકાસણી એચ.આય.વીના અનુવાંશિક સામગ્રીના ભાગોને ઓળખે છે. રોગપ્રતિકારક પ્રણાલીની એન્ટીબૉડીસ બનાવવાની પહેલા દેખાય છે. ૨૦૦૨ ની પહેલા FDA એ Nucleic acid ચકાસણીની મંજુરી આપી છે જે વાયરલ લોડ ચકાસણીની સમાન છે. રકત પેઢીઓ રકતદાન થયેલાની ચકાસણી ચાળવા માટે વાપરવામાં આવે છે. વાયરલ લોડ અથવા Nucleic acid ચકાસણીની પધ્ધત (એન્ટીબૉડી ચકાસણી કરતા મોંઘુ હોવાને કારણે) સાધારણ રીતે એચ.આય.વી સંક્રમિત થયેલા માટે નથી વાપરાતી. ચકાસણીનો ત્રુટીઓનો દર પણ થોડો વધારે છે.
Nucleic acid આધારીત ચકાસણી વધી અને એક ૧૪૨ લક્ષાંક આધારે એચ.આય.વીના નિષ્ક્રિય અનુંવાશિકતા સાથે સંબંધ ધરાવતા શુક્રાણુમો અંશનો એક ઉચ્ચ સરક્ષિત ક્ષેત્રમાં સ્થિત અનુક્રમની શોધ કરી. સાલ ૨૦૦૧ થી સંયુકત રાષ્ટ્ર અમેરિકામાં રકતદાન થયા પછી Nucleic acid આધારીત ચકાસણી કરી, "window" ને ૧૨ દિવસના ગાળામાં લવાયો. જેમકે આ ચકાસણી મોંધી છે તે માટે પહેલા અમુક ૧૦-૨૦ નમુનાને ખેંચી તેમને સાથે ચકાસણી કરે છે અને જો ચકાસણી સકારાત્મક આવે તો, પ્રત્યેક નમુનાને વૈયક્તિક રીતે ચકાસવામાં આવે છે. આ ચકાસણીની એક અલગ સંક્રમણ નૈદાનિક પ્રસ્તુતી અને અન્ય એચ.આય.વી-૧ ની નૈદાનિક પ્રસ્તુતી સંક્રમિત રોગીની બિમારીની પ્રગતીના અભ્યાસ માટે માર્કર પ્રયોગશાળાના સંયોજનથી ઉપયોગ કરવાનો રહેશે.
RT–PCR ચકાસણીમાં, વિષાણુ RNA દર્દીના plasama માંથી કાઢવામાં આવે છે અને વિરૂધ્ધ પ્રતિલેખતના વ્યવહારમાં લેવામાં આવે છે, જેથી કરીને વિષાણુના RNA DNA સાથે બંધબેસતા થઈ જાય છે. polymerase chain reaction (PCR) ને લાગુ કરવામાં આવે છે, જેમાં બે દ્રવ્યોને વાપરવામાં આવ્યા છે જે વિષાણુના વંશસુત્ર માટે અદ્વિતીય છે. polymerase chain reaction (PCR) ની પ્રસરવાની પ્રક્રિયા પછી થોડો સમય લાગે છે જેના પરીણામ સ્વરૂપ પ્રસરેલા ભાગોને બાંધી oligonucleotides તેના ક્ષેત્રોમાં બંધાય જાય છે અને તેને લીધે enzyme તપાસ માટે મળી આવે છે. નમુનામાં વિષાણુઓના રાશિના જથ્થા સાથે ત્રણ ગણા પરિવર્તનની માત્રા નિર્ધારિત કરી શકાય છે.
જથ્થાપુર્વક bDNA અથવા ભાગધારક DNA ચકાસણીમાં plasama કેંન્દ્રિયગામી જે વિષાણુને એક્ત્ર કરે છે જે પછી RNA ને છોડવા માટે ખોલવામાં આવે છે. વિષાણુ RNA ને બાધવા ખાસ oligonucleotides મેળવવામાં આવે છે અને વિશિષ્ટ oligonucleotides પાતળીની દિવાલ સાથે બંધાય જાય છે. આને આ રીતે RNA વિષાણુ પણ દિવાલને ચોટાય જાય છે પછી નવા oligonucleotides મેળવવામાં આવે છે જે અલગ અલગ ઠેકાણે સ્થિત RNA ને સાથે બંધાઇ જાય છે. બાકીના oligonucleotides છે અલગ અલગ ઠેકાણે સ્થિત oligonucleotides સાથે બંધાઈ જાય છે.આ સંકેત વધારવા માટે કરવામાં આવે છે. અંતે, છેવટના oligonucleotides જે oligonucleotides સાથે બંધાઈ ગયા છે તે ઉમેરેલા enzyme સાથે બંધાઈ જાય છે. enzyme ક્રુતીને લીધે રંગમાં પ્રતિક્રિયા થાય છે જે RNA વિષાણુના મુળ નમુનાના જથ્થામાં છે તેની અનુમતિ આપે છે ART ની અસરની દેખરેખ આ ચકાસણી સાથે ક્રમશ: માપનથી દર્દીમાં રહેલ plasama એચ.આય.વી-૧ RNA જે ૨૫૦૦૦ પ્રતી ૧૨ મિલીલીટર કરતા વધારે સુધી છે તેની માટે માન્ય છે.

એચ.આય.વી બાધિત મહિલાઓથી પેદા થયેલ બાળકોમાં ઘણા મહીનાઓ સુધી ખોટા સકારાત્મક પરીણામ આવે છે કારણકે માતાઓ દ્વારે નવજાત બાળકોમાં સંક્રમિતને લડનારા એન્ટીબૉડીસ પ્રવેશે છે જ્યારે કે નવજાત બાળક સંક્રમિત નથી, તેમનામાં એચ.આય.વી એન્ટીબૉડીસ છે અને સકારાત્મક ચકાસણી થાય છે. બીજી ચકાસણી જેવી કે વાયરલ લોડ ચકાસણી જરૂરથી થવી જોઇએ.

એચ.આય.વીની રોકથામ

એચ.આય.વીની પ્રતિકૃતિમાં CD4 સકારાત્મક કોષને તેની કાર્ય પ્રણાલીમાં નબળુ કરે છે. પ્રારંભિક ટપ્પામાં CD4 કોષનો નાશ થતા તેની સરખામળિમાં બદલે છે. જ્યારે પ્રતિકારક શક્તિ નબળી પડે છે અને વિનાશ થયેલ કોષની ભરપાઈ કરવાની ક્રિયામાં અંતર આવે છે ત્યારે સંક્રમિત વ્યક્તિને કહેવામાં આવે છે કે તને એડ્સ થયો છે.

એચ.આય.વીથી દુર કેવી રીતે રહેશો?

  • સુરક્ષિત લૈંગિક સંબંધ: નિરોધનો વાપર સંક્રમિત જોડીદાર સાથે અસુરક્ષિત લૈંગિક સંબંધનો એક જ પ્રસંગ સંક્રમિત કરી શકે છે માટે સુરક્ષિત લૈંગિક સંબંધ, જે નિરોધના ઉપયોગ માટે હોય, સૌથી સરસ રીત છે કોઇને એડ્સથી બચાવવાની.
  • `ડિસ્પોઝેબલ સિરિંજ અને સોય વાપરો: નશીલા પદાર્થ જે ઇન્જેક્શન દ્વારા લ્યે છે ત્યો જો સાફ સોયનો ઉપયોગ કરે તો તેઓ માટે ચેપનું જોખમ ઓછું છે.
  • એક કરતા વધુ જોડીદાર ટાળો.
  • વાપરો એચ.આય.વી રહીત રકત.
  • સેક્સુયેલી ટ્રાન્સ્મિટેડ ડિસીસ હોય, યોગ્ય ઉપચાર કરવો.
  • એચ.આય.વી સંક્રમિત માતાથી જન્મનાર બાળક્ને ચેપનું જોખમ ઓછું કરવુ હોય તો માતાએ સિઝરિયન કરાવવું.
  • સ્તનપાન ન કરાવવું અને રેટ્રોવાયરલનો ઉપચાર કરવો.
  • રોકથામ એજ ઇલાજ છે: એ મહત્ત્વનું છે કે બધાએ મળીને એડ્સ જાગૃકતાનું પ્રસારણ કરવુ અને તે પ્રસરે છે કે નહી તે જોવું જરૂરી છે.

એચ.આય.વી આનાથી પ્રસરતો નથી

  • હસ્તધનુન
  • એક સાથે ભોજન લેવું
  • મચ્છર કરડવા
  • શૌચાલયનું વાસણ
  • સંક્રમિત વ્યક્તિએ ઉપયોગમાં લીધેલ એકજ વાસણમાંથી પાણી પિવાથી અથવા જમવાથી.
  • શૌચાલયનો સાંજો ઉપયોગ.
  • ભેટવાથી અથવા ચુમ્બન કરવાથી.
  • એચ.આય.વી સંક્રમિત સાથે કામ કરવાથી.
  • માલિશ અથવા એકબીજાના શરીર ચોળવાથી.
  • એચ.આય.વી /એડ્સ બાધિત લોકો દ્વારા વાપરેલ સ્નાનાગૃહ વાપરતા.
  • સામાજિક અથવા લાપરવાહીથી એચ.આય.વી/ એડ્સ બાધિત સાથે રહેતા.
  • પણ જો તમારા હાથ ઉપર ઘાવ અથવા છાલા પડયા હોય તો કાળજીપુર્વક તેને દવાનો પાટો બાંધી બંધ રાખવું.
એચ.આય.વી સંક્રમિત વ્યક્તિને વધુ દેખભલ અને મદદની જરૂર છે.

plasma જેવું રક્ત ઉત્પાદન Factor 8, Rh Factor, immuno–globulin, interferon, ઇત્યાદી તેમાંથી એકપણનો સ્વીકાર કરવો નહિ જ્યાંસુધી એચ.આય.વી તપાસની ખાત્રી થાય નહી. કોઇ કારણસર રકતની જરૂર પડે તો હંમેશા પરિવારમાંથી અથવા મિત્રોનું રક્ત સ્વીકારો નહી કે વ્યવસાયિક રકતદાતાનું કારણ તેના દ્વારા દાન કરેલ રકતની ગુણવત્તાની ખાત્રી હોતી નથી.

રક્તદાન એ એચ.આય.વીનો ચેપ પ્રસારતો નથી કારણકે તેમાં વપરાતી સોય જંતુરહીત હોય છે. તમે જ્યારે રકત ચકાસણી માટે જાવ ત્યારે તમે જાણી લેવું જરૂરી છે કે વાપરવામાં આવનાર ઓઝાર જંતુ રહીત છે કે નહી, કારણ તેનાથી ચેપનું જોખમ રહેતું નથી. એક એચ.આય.વી બાધિત મહિલાના માસિકનું રકત સંક્રમિત છે. મચ્છરો એચ.આય.વીના ચેપ પ્રસારવા માટે સક્ષમ નથી કારણ એચ.આય.વીના જંતુ મચ્છરના આંતરડામાં જીવીત રહી શકતા નથી.

ચિકિત્સા કર્મચારીઓને એચ.આય.વીનો ચેપ લાગવાનું સંભાવિત જોખમ રહેલ છે કારણ તેવો રકત તથા શરીરના અન્ય ભાગો સાથે કામ કરતા હોય જોખમ વધે છે. માટે સાવચેતી વર્તવા હાથ મોજાનો ઉપયોગ કરવો, મુખવટો અને ચશ્મા સંભાવિત પદાર્થોને હાતાળતા સંભવિત પગલા ભર્યા.
સુકુ રકત ચેપી નથી અને એચ.આય.વી શરીરની બહાર તથા સુકી જ્ગ્યાએ જીવંત રહી શકતા નથી.
Acquired Immuno–Deficiency Syndrome અથવા એડ્સ એ જીંદગીભર ધમકાવનાર બિમારી છે. જે સરકાર માટે ચિંતાનું પ્રમુખ કારણ છે. અત્યાર સુધી એડ્સ માટે વૈજ્ઞાનિક જાણિતો ઉપચાર નથી, તે મહત્ત્વનું છે કે લોકોને રોકથામની રણનીતી દ્વારા શિક્ષિત કરાય છે.

નિરોધ

અગર તમે અને તમારા મિત્રો લૈંગિક સંબંધની ભાવનાઓને કાબુમાં ન રાખી શકતા હોય અને તમારા જીવનસાથી વ્યક્તિરિકત મહિલા/પુરૂષ સાથે લૈંગિક સંબંધ રાખતા હોય તો હંમેશા નિરોધનો ઉપયોગ કરવો વધારે સારૂ. યાદ રાખો જો નિરોધનો ઉપયોગ યોગ્ય રીતે કર્યો હોય તેમ છતા ૨% શકતા નિરોધ નિષ્ફળ જવાની છે. એટલા માટે જીવનસાથી વ્યક્તિરિકત બીજા સાથે લૈંગિક સંબંધ રાખવો હંમેશા ટાળો.

સામાન્ય રીતે, નિરોધ મદદરૂપ થાય છે

  • ગર્ભધારણ ટાળવા
  • લૈંગિકતાથી સંક્રમિત થતા રોગોથી બચવા
  • એચ.આય.વીથી બચવા.

નિરોધ વાપરતી વખતે આપણે કાંઈ મહત્ત્વની બાબતો સમજવી જરૂરી છે ૧) નિરોધની અંતિમ તારીખ પુરી થઈ નથી. અંતિમ તારીખ પછી, નિરોધની નિષ્ફ્ળ થવાની શક્યતા વધી જાય છે,જેથી કરીને આપણને સુરક્ષિત રાખવા નિરૂપયોગી છે.
૨) કઠણ અને કડક થયા પછી અને શારિરીક સંપર્કમાં આવ્યા પહેલા (યોની, ગુદા અથવા મૌખિક) નિરોધને ચડાવવુ.
૩) એક હાથે નિરોધની ટોટીમાંથી હવાને ચિમટીથી કાઢી અને બીજા હાથે લિંગ ઉપર નિરોધ ચડાવો. નિરોધ ચડાવતા પહેલા માણસની સુન્ની ન થી હોય તો લિંગ પરની ઢીલી ચામડી પહેલા પાછળ ખેંચી લ્યો. નિરોધને લિંગને છેવટ સુધી ચડાવી લ્યો અને હવાના પરપોટા હોય તો કાઢી લ્યો. (હવાના પરપોટાને કારણે નિરોધ ફાટી શકે છે.)

સ્ત્રીનો નિરોધ - મહિલા દ્વારે વપરાતો નિરોધ

નવા બનેલા "સ્ત્રીના નિરોધ" અથવા “Femidoms” સુલભ રીતે ઉપલબ્ધ છે. તે પુરૂષના નિરોધ કરતા મોટા અને પહોળા છે પણ લંબાઈ અનુરૂપ છે. મહિલા નિરોધ એક લવચિક નળાકાર ઉદદાટન છે અને યોનીમાં દાખલ થઈ શકે તેવી રચનાથી બનાવેલ છે. મહિલા નિરોધની અંદરની બાજુમાં પણ લવચિક નળાકાર હોય છે જેને લીધે નિરોધ યોનીમાં એક જગ્યાએ સ્થિત રહે છે. મહિલા નિરોધને નાખવા લવચીક નળાકારને નિચવવાની આવશ્યકતા છે.

મહિલા નિરોધ વાપરવાના નિર્દેશનો:

  • નિરોધને ધ્યાનથી પડીકામાંથી કાઢવું.
  • અંદરની નાની લવચીક નળાકારને નીચોવી બંધ કરવી.
  • નાની લવચીક નળાકારને યોનીમાં ધકેલી, બાહય લવચીક નળાકારને બહાર જ રહેવા દેવું.
  • લિંગને બાહય લવચીક નળાકારમાંથી પસાર કરવું અને સુનિશ્ચિત કરવુ કે લિંગ તેની બહાર ન ધકેલાયુ હોય.
  • નિરોધને કાઢતા પહેલા, બાહય લવચીક નળાકારને નીચવીને વળ ચડાવવો (જ્યારે પહેરવવાળી સુતી હોય, જો લાગુ પડે તો) જેથી કરીને વીર્ય નિરોધમાંથી બહાર ન પડે. નિરોધને ખેચીને કાઢી લો.
  • નિરોધની અંદર કોઇ પણ પ્રકારના વધારાના ઉંજણ (તૈલી દ્રવ્ય) લગાવવાથી ધોકો થઈ જાય છે.

અદૃશ્ય નિરોધ
અદૃશ્ય નિરોધ કેનેડામાં ક્યુબેકની લાવલ વિદ્યાપીઠમાં વિકસાવામાં આવ્યું છે. જે એક અર્ધધન ચિકણું મિશ્રણ (Gel) છે જે તાપમાનની વૃધ્ધિથી યોની અથવા મલાશયમાં લંબાવ્યા બાદ કડક થઈ જાય છે. પ્રયોગશાળામાં બતાવવામાં આવ્યુ છે કે તે પ્રભાવી રીતે એચ.આય.વી અને herpes simplex વિષાણુને અટકાવે છે. બાધાઓ તૂટી જાય છે અને કાંઈક કલાકો પછી ઓગળી જાય છે. અદૃશ્ય નિરોધ હજુ નૈદાનિક પરિક્ષણના ચરણમાં છે અને ઉપયોગ કરવા માટે હજી મંજુર નથી થયુ.

કુંવારી સાથે લૈંગિક સંબંધ એચ.આય.વીનો ઇલાજ કરી શકશે?
આફીકાના કોઇક ભાગોમાં આ એક સામાન્ય માન્યતા છે જે પુર્ણપણે અવાસ્તવિક છે. આ ગૈરસમજના પરિણામે એચ.આય.વી + માણસો દ્વારા ઘણી જુવાન છોકરિઓ અને બાળકો પર બળાત્કાર થયા છે. અનેક દાખલાઓમાં ભોગ બનેલાઓને સંક્રમણ થયુ છે. બળાત્કાર કોઇપણ ઉપાય નથી કરી શક્તો અને આખી દુનિયાભરમાં આ એક ગંભીર ગુન્હો છે.

એચ.આય.વીના સજ્જડ તથ્યો

ભાળ મેળવો એચ.આય.વીના રોકથામની
નિમ્નલિખીત સામગ્રી આપને એચ.આય.વી વિશે પાયાની માહિતી તથા એચ.આય.વી ચેપના રોકથામ તથા એચ.આય.વીની સલાહ તેમજ ઉપચાર વિશે માહિતી મળશે.

૧) એચ.આય.વીના સજ્જડ તથ્યો
એચ.આય.વી શું છે? એડ્સ શું છે? એચ.આય.વીના લક્ષણો શું છે? એડ્સ વ્યક્તિને ક્યારે થાય એચ.આય.વી બાધિત મિત્રમાં એડ્સ કેટલું ઝડપથી નિર્માણ થાય છે?

૨) એચ.આય.વી રોકથામના સજ્જડ તથ્યો
એચ.આય.વીના ચેપ કેવી રીતે લાગે? એચ.આય.વી બેદરકારી ભર્યા સંપર્કથી મને થઈ શકે છે? તમે એચ.આય.વીના જોખમથી બચવા કેવી રીતે લૈંગિક સંબંધ રાખશો. એચ.આય.વીના રોકથામમાં નિરોધ કેટલું પ્રભાવી છે. સ્ત્રી નિરોધ શું છે? શું તે પુરી તરીકે સુરક્ષિત છે એક એચ.આય.વી સંક્રમિત વ્યક્તિની સાથે લૈંગિક સંબંધ રાખવા માટે? સ્વાસ્થય કાળજી બધારણમાં સ્વાસ્થય કર્મચારી એચ.આય.વીના ચેપને રોકવા શું મદદ કરી શકે છે?

૩) એચ.આય.વીના સજજડ તથ્યો ચાચણી અને પરામર્શ વિશે
એચ.આય.વી ચાચણી એટલે શું? જાહેર થયા પછી ક્યા સુધી મારે એચ.આય.વી ચાચણી માટે રાહ જોવી? મારે એચ.આય.વી ચાચણી શા માટે કરાવવી? મારે ક્યાં ચાચણી કરાવવી? મારી ચાચણીનું પરીણામ ગુપ્ત રહેશે? જો મને એચ.આય.વી હોય તો મારે શું કરવુ? એચ.આય.વીની ચાચણીનું પરીણામ નકારાત્મક આવે તો મારે શું કરવુ?

૪) સજ્જ્ડ તથ્યો એચ.આય.વી ઉપચાર વિશે
શું કરે છે એન્ટીરેટ્રોવાયરલ ઔષધો? એચ.આય.વીનો ઈલાજ કેવી રીતે કરે છે? એન્ટીરેટ્રોવાયરલ ઉપચાર જે એચ.આય.વી બાધિત છે તેને ઉપયોગી છે? શું તફાવત છે “First”, “Second” and “Third line” એન્ટીરેટ્રોવાયરલ ઔષધોમાં? બીજા ક્યા પ્રકારની કાળજી લેવી એચ.આય.વી સાથે જીવનાર લોકો માટે જરૂરી છે? “PEP” શું છે? તમે એન્ટીરેટ્રોવાયરલનો ઉપચાર લેતા હો તો શું તમે બીજાને વાયરસ પ્રસરાવી શકો છો? ઇલાજ્નો પાલન કેમ મહત્ત્વપુર્ણ છે? એચ.આય.વી ઉપચારની શું આડ અસર છે?

એચ.આય.વી. સાથે જીવતા

એચ.આય.વી સાથે બાળકોની કાળજી લેવી પડકાર રૂપ છે

સવિતા (બદલાવેલ નામ) ૨૯ વર્ષની એક સ્ત્રી જે મહારાષ્ટ્ર સાંગલીની છે. તેની બે દિકરીઓ તેની દુનિયા છે. તેઓએ મને જીવવાનું કારણ અને મારી જીંદગીમાં નવો રસ તથા હિમ્મત આપી. માનું માનવું છે કે પોતાની પૉઝીટીવ પરિસ્થિતી હોવા છતા પોતે માનસિક આઘાતમાંથી બહાર નિકળી.

સવિતાએ જ્યારે બીજીવાર ગર્ભધારણ કર્યુ ત્યારે તેણીને જાણ થઈ કે તેને એચ.આય.વી વિષાણુનો ચેપ લાગ્યો છે. તેણીએ ત્યા સુધી આ ચેપ વિશે સાંભળ્યું ન હતું અને ત્યારે તેણીએ વિચાર કર્યો કે તેને અને બાળકોને કાંઈક ગંભીર સમસ્યા થશે. સવિતાના આશ્ચર્ય વચ્ચે નિરોગી ચેપ વગરના બાળક્ને જન્મ આપ્યો કારણ તેણીએ સાંગલી સિવિલ હૉસ્પિટલમાંથી પેરેન્ટ ટુ ચાઈલ્ડ (PPTCT) નો ઉપચાર લિધો હતો.

એક સાંગલી સ્થિત સ્વંયમ સેવી સંગઠનાની મદદથી યેરલા પ્રોજેક્ટ સોસાયટી, સવિતા તેના ૩ વર્ષ મોટી દીકરીનો ઉપચાર તુરંત શુરૂ કરી શકે છે જે ચાચણી દ્વારા પૉઝીટીવ જોવામાં આવી છે. પરામર્શ તેણીને તેના તથા છોકરીઓના જીવનની કાળજી અને દેખભાળ લેવા માટે સજ્જ કરે છે અને પોતાના જીવનપર કાબુ મેળવવા મદદ કરે છે.

સવિતાની દિકરી જેવા ઘણા બાળકોને જેમને એચ.આય.વીનો ચેપ ન લાગે તેની સમયસર કાળજી રાખવાની ખાત્રી આપી શકે છે કારણકે ઘણા બધા સાંગલીમાં રહેતા હિતચિંતક લોકોએ નક્કી કર્યુ હતુ કે તેમના જીલ્લામાં બાળકોને કાળજી રાખીને એચ.આય.વીના ચેપથી બચવા શુન્ય ટકા સુધી પહોચાડવુ એક પ્રોગ્રામ જેને DISHA (District Integrated Strategic HIV/AIDS Action) ના નામથી જે ઓળખાય છે તેમને ચાલુ કર્યુ. આ કાર્યક્રમ સાંગલી જીલ્લા પરિષદ અને YSP (જે એક નોડલ એજન્સી છે) ની ભાગીદારીમાં UNICEF દ્વારા શરૂ કરવામાં આવ્યો.

દિશાએ ૧૦ મુદાનો એચ.આય.વી/એડ્સ પર વ્યાપક કાર્યક્રમ તૈયાર કરેલ છે જે કાળજી, આધાર અને જાગૃતિ ઉપર આધારીત છે. અહિં બાળકો ઉપર અને તેમની ખાસ પ્રવૃત્તી, રોકથામ અને જરૂરીયાતોનુ કાળજીપુર્વક ધ્યાન અપાય છે. જેની શરૂઆત ૧૪ નવેંબર ૨૦૦૬ થી થઈ જે શ્રી. એસ.વાય. સપ્તસાગર, YSP ના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો ખાસ મુદ્દો એ છે કે જે સર્વ હિતચિંતક સંઘોની સાથે મળી આ બાબતને કાળજીપુર્વક પોતાના અનુભવ અને નિષ્ણાતની જરૂર મુજબ મદદ લઈ એને અસરકારક રીતે પુર્ણ કરે છે.

એચ.આય.વી સંક્રમિત અને પ્રભાવિત બાળકો માટે દિશામાં એક વિશેષ શિબિરનું આયોજન મઈ ૨૦૦૭ માં કરવામાં આવ્યુ હતુ. જીલ્લાની સિવિલ હૉસ્પિટલમાંથી ૩૫૦ બાળકો આયોજકોએ ચકાસણી અને પરામર્શ માટે ઓળખી કાઢયા જે બાળકો સૌથી જોખમી વર્ગથી જોડાયેલ છે. એનો અર્થ એ કે તેવો પૉઝીટીવ છે અને તેઓને ઉપચારની જરૂર છે, બાળકો, માતા પિતા અથવા બંને પૉઝીટીવ હોય, અને બાળકો જોખમી અવસ્થામાં હોય, તેઓની વૃત્તી લૈંગિક દુરૂપયોગ કરવાની હોય.

શિબિર દ્વારા પ્રત્યેક બાળકને ઉપચારમાં અને પરામર્શમાં ચોક્કસ શું જરૂરત છે તે ઓળખી શક્યા. એક નિયમિત રીતે ઉપચારમાં અને પરામર્શમાં સાતત્ય રાખવી બાળકોની એક તાજી સુચી પહેલાથી જ બીજી શિબિર માટે તૈયાર કરવામાં આવી છે.

એ શિવાય ક્યારેક શિબિર સિવિલ હૉસ્પિટલમાં સ્થાપના કરેલ બાળ ચિકિત્સા એચ.આય.વી સારવાર કેન્દ્રમાં પણ ભરવામાં આવે છે. એ સર્વે કામોના દિવસોમાં ખુલ્લુ રહે છે. સેવા આપનાર ટિમમાં ડૉક્ટરો અને ટેકનિશ્યનો સિવાય સલાહ આપનાર તથા આહારશાસ્ત્રી પણ શામિલ છે. સેવા નિયમિત જૉચ, સ્વચ્છતામાં તથા પૌષ્ટિક આહાર માટે તથા અપુરતા વિટામિન દવા માટે પરામર્શ કરવામાં આવે છે. હાલમાં ૨૩૨ બાળકો ART ઉપચારનો લાભ લઈ રહયા છે.

તે સિવાય, સિવિલ હૉસ્પિટલે પણ અપાતી સેવા વ્યાપકતાથી વધારી છે. ૧૯૧ ICTC કેંદ્રોની જીલ્લાભરમાં સ્થાપના કરવામાં આવી છે. જલ્દી શોધી કાઢવાની જાગૃકતા નિર્માણ થાય માટે આદેશ અનુસાર સુવિધા આપવામાં આવી છે. ૩ ચાચણી કેંદ્ર પ્રાયોગિક સ્તરપર પ્રાયમરી સ્વાસ્થય કેંદ્ર (PHC) માં સ્થાપવામાં આવ્યા.

બંને સ્વાસ્થય સેવા આપનાર અને સ્વૈચ્છિક સંગઠનાએ સહમતિ આપી કે દવા અને ચિકિત્સા દેખભાળની સ્થાપના માત્ર એચ.આય.વી બાળ ચિકિત્સા માટે કરવામાં આવી છે. શિબિરના આયોજકોએ કહયુ "ઘણીવાર બાળકો શારિરીક રૂપમાં કમજોર હોવાથી અને તેમની પાચન શક્તિ નબળી હોવાથી સારવારનો લાભ લઈ શકતા નથી. ગરીબ બાળકો માટે અનિયમિત મુલાકાત એ ઉપચારમાં સાતવ્યતા બનાવી રાખવા મુશ્કેલ બને છે. કાળજી લેવા માટે પૌષ્ટિક આહારનો આધાર ઉપલબ્ધ છે. યાત્રા ખર્ચ અને તેના સંબંધમાં અન્ય જરૂરતોના અભાવે ઘણા ઓછા બાળકો લાભ લઈ રહયા છે.

YSP કાર્યકર્તાઓ મુજબ, બાળ ચિકિત્સા દેખભાળ સુનિશ્ચિત કરવું તેનો સૌથી કઠિણ હિસ્સો એટલે માતાપિતાને બાળકોની ચાચણી માટે તૈયાર કરવા. વાસ્તવમાં, એકવાર માતાપિતા અથવા બંનેની એચ.આય.વીની સ્થિતી જાણ્યાબાદ બાળકોની તાત્કાલિક ચાચણી કરાવવી જરૂરી છે. તો પણ, તેમાં સમય લાગે છે, મોટે ભાગે પાલકને અચાનક તેમના ચેપની જાણ થતા આઘાતમાં ચાલ્યા જાય છે. એક સ્તર પર માતાપિતા પોતાના બાળકને સંક્રમિત કરવા માટે જવાબદાર ગણે છે. આવા આઘાતની સ્થિતીમાં તેઓ એવું વિચારે છે કે જાણવા કરતા અજાણ રહેવુ વધુ સારૂ. માટે બાળકોના પરિક્ષણ માટે ઇચ્છુક હોતા નથી. અમારૂ પહેલુ કામ એ કે તેઓને તે (ચાચણી) કરવા મનાવવા માતાપિતા જો ભાવતિક જોયતા (vulnerability) બાળકોના સારા કાર્યમાં વચ્ચે લાવવા નહી જોઇએ.

સાંગલીમાં બે સેવાભાવી સંસ્થાઓએ એચ.આય.વી સંક્રમિત અને પ્રભાવિત બાળકો માટે છાત્રાલયની શરૂઆત કરી છે, જેમાં હાલમાં ૮૫ બાળકો રહે છે. YSP મુજબ આ રહેવાશી સેવાઓની ક્ષમતા માંગણી કરતા ઘણી ઓછી છે. ઘણા બાળકો પહેલેથીજ તેમની પ્રતિક્ષા સુચી પર છે.

બાળકોની જરૂરીયાત મુજબ આધાર, કાળજી અને રોકથામ વગેરે બહુજ ગંભીર રીતે લેવી જરૂરી છે. તેમ છતા તેઓની અવગણના કરવામાં આવે છે. અહિ સાંગલી જીલ્લાનો આભાર માનવો જરૂરી છે, કારણ તેઓએ બાળકોની જરૂરીયાત મુજબ એચ.આય.વીની કાળજી લેવા માટે વ્યાપક અને વ્યવસ્થિત રીતે કાર્યક્રમ શરૂ કરેલ છે.

એચ.આય.વી/એડ્સ પછીનુ જીવન

અંજુલીકા થીંગનમ સામોમ તરફથી: પૉઝીટીવ લોકોનુ મણિપુર વિસ્તારના નેટવર્કના મુખ્ય ચિટનીસ સોરોખૈબામ થોઇબી દેવી પોતે વ્યક્તિગત રીતે ૨૩૦ એચ.આય.વી પૉઝીટીવ સ્ત્રીઓને થોબાલ ગામમાં મળ્યા અને તેમને પોતાનુ પૉઝીટીવ સ્થિતી જાહેર કરવા માટે વિનંતી કરી અને તેના નેટવર્કને જોડાઇ અને જીંદગીને ફરીથી જીવવા માટે તૈયાર કરી

સોરોખૈબામ થોઇબી દેવી અથવા થોઇબી જે નામેથી લોકો તેને બોલાવે છે, તેણીએ રાણી, ૩૬ વર્ષની એક એડ્સથી પીડાતી વિધવા છે તેની વેદના સમજી જે થોડા સમય પહેલા તેના ત્રણ બાળકો સાથે તે રોડ ઉપર ભજીયા વેચીને તેની કમાણીમાંથી જીંદગી જીવવા માટે જહેમત કરી રહી હતી.

થોઇબી જે ૩૬ વર્ષની એડ્સથી પીડાતી વીધવા છે. તેણીને બે નાના બાળકો છે અને તેના કુંટુંબ તેનુ પોતાનુ કહેવાવાળુ કોઇ નથી. તે એક શર્મથી અને ભેદભાવથી તેના રોગ સાથે જીવી રહી હતી. પણ ૨૦૦૫થી તે પોતાની જેમ બીજી સ્ત્રીઓની જીંદગી સુધારવા કોશિશ કરે છે,તે મણિપુરના થોબાલ જીલ્લામાં પૉઝીટીવ લોકોના (MNP +) net work માં મુખ્ય ચિટનીસ તરીકે સેવા આપી રહી છે.

એડ્સની વિધવા તરીકે તેની જીંદગી માનસિક આઘાતજનક છે, ઓછામાં ઓછુ કહીએ તો આ તેની વાત છે.

મે જ્યારે મારો પતી ઇબોસાનાને માદક દ્રવ્યની લત લાગી છે એ જાણયુ ત્યારે મે તેની સાથે ઘણી દલીલો કરી. ત્યાર પછી અમારા ઝગડા હિંસક બની ગયા. થોઇબી યાદ કરે છે કે જ્યારે તે એક જુવાન નવવધુ હતી ત્યારે પોતાના પતીને અને કુંટુંબને મદદ કરવા માટે એક વણકર તરીકે અને ખેતરમાં મજુર તરીકે કામ કરતી હતી. થોઇબી અને ઇબોસાના જ્યારે તેઓ ફક્ત ૧૯ વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થયા હતા.

વારંવાર આવેશથી દલીલોને લીધે, તેમના લગ્ન એક ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યુ હતુ અને તેથી થોઇબીએ પોતાના માતાના ઘરે જવાનુ નક્કી કર્યુ. પણ તે તરતજ પાછી આવી ગઈ કારણકે તેનો પતી બિમાર પડ્યો અને તેને સંભાળ રાખનારની જરૂર પડી. અમે ઇમ્ફાલમાં એક ઓરડામાં રહેતા અને સાયકલ રિક્ષા ભાડે લઈને ચલાવીને જીવન પસાર કરતા હતા. થોડા સમય માટે અમે સુખી હતા, પણ હુ જ્યારે બીજી વાર સગર્ભા થઈ ત્યારે ફરીથી તેમના વ્યસન તરફ વર્યા.

યુગલે વાંગજીંગ, થોબાલ જીલ્લામાં પાછા ફરવાનુ નક્કી કર્યુ, ફક્ત એ જાણવા માટે કે થોઇબીના દેરે તેમનુ ઘર અને જમીન પચાવી પાડી હતી. સ્થાનિક સમાજના વડીલોએ તેમાં દરમ્યાનગીરી કરીને યુગલને ખાત્રી આપી કે તેઓ આ જમીન ઉપર નવુ ઘર બનાવી શકશે.

કમનશીબે નવી રીતે શરૂઆત કરી છતા પણ થોઇબીની મુશ્કેલીઓ તેને સતાવતી હતી. ઇબોસાના તેના નવા ઘરની બાંબુની દીવાલોને ઘાસ અને માટીથી સજાવતો હતો ત્યારે તે ગંભીર રીતે બિમાર પડ્યો.

તેના ઐચ્છિક પરામર્શ અને કસોટી કેન્દ્રે જે RIMS ઇસ્પીતાલ, ઇમ્ફાલમાં છે, તેણે ઇબોસાનાની એચ.આય.વી પૉઝીટીવ સ્થિતીની ખાત્રી આપી. ઇબોસાનાએ આ વાત થોઇબીથી છાની રાખી અને તેની પત્ની સાથે અસુરક્ષિત લૈંગિક સંબધ ચાલુ રાખ્યા, જ્યારે તેની પત્ની ના પાડતી ત્યારે તે તેને મારતો. એક રાત્રે મેં તેને ના પાડી અને તેથી તેણે મને સખત રીતે મારી કે મારી ઘુટણીની ટોપી તોડી નાખી. તેણી કહે છે કે મેં જીંદગીથી કંટાળીને ગળાફાસો લેવા કોશિશ કરી પણ પગના દુખાવાને લીધે હું સીધી રીતે ઉભી પણ નહી રહી શકી.

જીવનના આ કૌટુંબિક કટોકટીના સમયમાં મારા સાળાએ અમારો બહિષ્કાર કરવાનુ નક્કી કર્યુ. કોઇના આધાર વીના, થોઇબી બિમાર ઇબોસાનાની કાળજી રાખવા અને જીવનને ચલાવવા માટે એકલી પડી ગઈ હતી.

તેના પતીના મૃત્યુ પછી તેના કુંટુંબનો અને સમાજનો ભેદભાવ બહુ સમય ચાલ્યો.

ઇબોસાના જ્યારે મર્યો ત્યારે તે ફક્ત ૨૬ વર્ષનો હતો. મારા પતીના મૃત્યુ (એપ્રિલ ૧૯૮૮માં)પછી હું એટલી બધી માનસિક આઘાત અને શરમથી પીડાતી હતી કે હું ઘરની બહાર નીકળવા માટે તૈયાર ન હતી અને થોઇબી કહે છે કે ઘરની ચાર દીવાલોમાં હું મારી તાકત અને મારૂ મન ગુમાવી રહી હતી.

એક દિવસ હું રસોડામાં મારી બે દીકરીઓ જે ભણી રહી હતી તેમની સાથે રાંધતી હતી. અચાનક ઇબોસાનાનો એક પિતરાઇ કુદકો મારીને આવીને મારા વાળ પક્ડીને મને ગાળ દઈને ખેચી કારણકે કુંટુંબના ઝગડામાં મારૂ કોઇએ નામ લીધુ હતુ. હું નિર્દોષ હતી તો પણ દબાણ જે મેં સહન કર્યુ હતુ તેને લીધે મારામાં દલીલ કરવાની શક્તિ ન હતી.

થોઇબીએ ફરીથી એક વાર આત્મહત્યા કરવાની કોશિશ કરી પણ તેણીની દીકરીની ચીસોએ બધાયને સાવધ કરી દીધા અને તેને બચાવી લીધી. તેણી ઉપર તેણીએ આત્મહત્યા કરી તેના કુંટુંબનુ નામ બદનામ કરવાનો આરોપ મુકાયો. પણ એ કરવાથી તેને જીવવા માટે કોઇ મદદ ન કરી રહ્યુ હતુ. મારા પતીના મૃત્યુ પછી કુંટુંબનુ ભરણપોષણ કરવા માટે મેં ત્રણ વર્ષ મજુરી કરી. મારા ઘરની એક બાજુ ઇબોસાનાનો નાનો ભાઇ અને બીજુનુ ઘર મારા પિતરાઇનુ હતુ. બંને કુંટુંબો વચ્ચે સારા સંબધ ન હતા. તેણીએ કહ્યુ કે તેઓ મારી સાથે બોલતા પણ ન હતા.

૨૦૦૧માં ત્રણ વર્ષ તેના પતીના મૃત્યુ પછી થોઇબીએ ફરીથી એક વાર કસોટી કરાવી અને તે એચ.આય.વી પૉઝીટીવ છે એમ જાહેર કર્યુ. કસોટી કેન્દ્રના પરામર્શક્ની સલાહ પ્રમાણે તેણીએ MNP + મુખ્ય કચેરીની સાથે અરસપરસ વાતો કરી, જે ઇમ્ફાલના યેસકુલ વિસ્તારમાં છે, પોતાના જેવી બીજી સ્ત્રીઓને મળીને થોઇબીને મદદ કરીને પોતાની સ્થિતી ઉપર કાબુ લાવ્યો.

તેણીના પિતરાઇ કુંટુંબીઓએ તેની વિષે ખરાબ બોલીને તેની ઉપર ભેદભાવ અને આરોપ મુકવાનુ ચાલુ રાખ્યુ. હું જ્યારે ભારતીય નેટવર્ક જેઓ એચ.આય.વી/એડ્સના (INP+) રોગની સાથે જીવી રહ્યા છે, તેમના કાર્યક્રમમાં ગઈ ત્યારે મારા પતીના સગાઓએ મને દિકરો શોધવાની ઇચ્છા ધરાવતો આરોપ કર્યો જેનો અર્થ એ થયો કે હું એક વૈશ્યાનો ધંધો કરી રહી હતી. મને લાગ્યુ કે મારે મારો હોદ્દો જાહેર કરવો જોઇએ જે વસ્તુને સુધારશે. પણ વાત વધારે બગડી ગઈ. તેઓએ મને કુંટુંબના પાણી ભરવાના કુંડ ઉપર જવાની મનાઇ કરી, તેના ફરીયામાં જવાની મનાઇ કરી અને તે લોકો મારા તરફ ખાલી દવાની શીશીઓ ફેક્વા લાગ્યા. તેઓએ કહ્યુ કે હું મારો રોગ તેમના બાળકોમાં ફેલાવવા કોશિશ કરૂ છુ.

રોકાયા શિવાય, એચ.આય.વી પૉઝીટીવથી પીડાતી સ્ત્રીઓને તેમનુ સ્થાન બતાવવા થોઇબીએ જાગરૂકતાના કાર્યક્રમો થૌબાલમાં ચાલુ કર્યા.

થૌબાલ જેનો જમીનનો વિસ્તાર ૫૧૪ સ્કેર કિલોમીટર છે અને તેની વસ્તી ૪૧,૧૪૯ (૨૦૦૧ના જનગણના પ્રમાણે) ઈમ્ફાલ પછી બીજે સ્થાને આવે છે. (ઇમ્ફાલ પુર્વ અને પશ્ચિમ જીલ્લાઓ) એક એચ.આય.વી પૉઝીટીવ Sero surveillance tally ૨૩૦૯ કિસ્સાઓ સાથે ફેબ્રુઆરી ૨૨૦૮ના epidemiological પૃથક્કરણનો હેવાલ જે મણિપુર રાજ્ય એડ્સનુ નિયંત્રણ જુથ (MSACS). મણિપુરમાં સંપુર્ણ એચ.આય.વી પૉઝીટીવના લોકોની વસ્તી ૨૮,૦૧૭ છે.

થોઇબાનાના વધારે પડતા હલનચલનને લીધે તેનુ પરિણામ MNP+ થૌબાલ હવે ૨૩૦ સ્ત્રીઓ કુલ ૪૦૦ સ્ત્રીઓમાંથી છે. થોઇબીએ વ્યક્તિગત રીતે દરેક વિધવાને મળીને તેઓ એચ.આય.વીની સ્થિતી ધરાવે છે છતા તેઓ નેટવર્ક જોડીને ફરીથી નવુ જીવન જીવી શકે છે. થોઇબીનુ દૃષ્ટાંતરૂપ આપીને તેના જોરદાર પ્રયાસોનુ ઉદાહરણ રાણી છે, જે આજે MNP+, થૌબલની એક સંચાલક સમિતીની સભ્ય છે, જે કામગારોને The Access to Care & Treatment(ACT)યોજના, જે NGO Action Aid ની સંસ્થા છે તેને પહોચવા મદદ કરે છે. થોઇબીના દબાણને લીધે આજે રાણીએ તેની સ્થિતી જણાવી અને તે નેટવર્કને જોડાઇ. જ્યારે તે ભજીયા વેચતી હતી ત્યારે રાણીની રોજની કમાઇ રૂ.૧૦૦ થી ૨૦૦/ હતી, આજે તે મહીનામાં રૂ.૮૦૦૦/- થી ૧૦,૦૦૦/- કમાય છે. આજે મારી સૌથી મોટી દીકરીએ તેનુ શિક્ષણ પુરૂ કર્યુ છે. તેણીએ મારી એક મોટી ઇચ્છા પુરી કરી છે એમ રાણી ગર્વથી કહે છે.

થોઇબી કહે છે કે મારી જેવી પીડિત સ્ત્રીઓને મેં મદદ કરી તે જ મારા માટે સૌથી સુખી વાત છે. તેણી એક joint secretary and state women coordinator, Network જે લોકો એચ.આય.વી/એડ્સની સાથે જીવે છે તેવા લોકો માટે (PLWHA) મણિપુરની સંસ્થામાં કામ કરે છે. આ નેટવર્કના ૯ જીલ્લાના મણિપુર અને સુગનુ વિસ્તારના પ્રતિનિધી છે.

થોઇબીએ ઘણી સ્ત્રીઓને સ્વાવલંબિત બનાવી છે. એક મુખ્ય ચિટનીસ MNP+ થૌબાલમાં તે એક આવક ઉત્પાદનનો કાર્યક્રમ યોજીત કરે છે.એચ.આય.વીની અસરથી ચેપ લાગેલ સ્ત્રીઓ માટે તે અન્ન ટકાવી રાખવાનુ, વણવાનુ, ભરત કામ કરવાનુ અને પરંપરાગતા જાળવીને વણવાનુ કામ કરે છે. ઘણી સ્ત્રીઓ નિર્ભરીત જુથોમાં કામ કરે છે, પણ તેમને ઘરેથી અવવાજવાનો ખર્ચ વધારે લાગે છે, એટલે હવે તેઓ ઘરમાં બેસીને કામ કરવા પ્રોત્સાહીત કરે છે.

થોઇબી પંચાયતની ચુટણીમાં પ્રતીસ્પર્ધી તરીકે ઉભી રહી પણ બહુ ઓછા મતોથી હારી ગઈ. તે કહે છે કે મને કોઇપણ વસ્તુ આનંદ નથી આપતી કે સિવાય હું બીજાને મદદ કરૂ છુ અને એચ.આય.વી/એડ્સ પછી પણ જીવન છે.

મૃત્યુનુ કારણ ભેદભાવ છે

રંનજીતા બીસ્વાસ તરફથી
સાઉદી અરેબિયામાં એક જુવાન યુગલ, અમદાવાદમાં એક ૧૫ વર્ષનો છોકરો, સુરતમાં એક ખેતરમાં કામ કરતો મજુર અને બીજા ઘણા બધા લોકો ક્લંકથી બચવા માટે અને ભેદભાવ જે એચ.આય.વી પૉઝીટીવ લોકો સહન કરે છે તેઓ આત્મહત્યા કરે છે. છેલ્લા ૨૦ વર્ષોથી કરોડો રૂપિયા જાગરૂકતાના કાર્યક્રમ ઉપર આપણે ખર્ચીએ છીએ તો પણ ભેદભાવ શું કામ થાય છે?

એપ્રિલની શરૂઆતમાં પુર્વ સાઉદી અરેબીયાના પ્રાંતમાં એક યુવાન યુગલે તેમના ઘરમાં પંખા ઉપર લટકીને આત્મહત્યા કરી. પોલિસે આરબના બાતમી આપનારાઓને કહ્યુ, PTIની બાતમી અનુસાર, કે આત્મહત્યા કરતી વખતે લખેલ ચિઠ્ઠીમાં લખ્યુ હતુ કે સ્ત્રીને એચ.આય.વી પૉઝીટીવનો ચેપ લાગ્યો છે અને તેથી તે અસ્વસ્થ છે.

ભારતમાં પાછા ફરેલા સંદીપ સોનાર, ૩૫ વર્ષનો જે એક ખેતરમાં મજુરી કરતો હતો, તેણે આ વર્ષના માર્ચ મહીનામાં જ્યારે તેને ખબર પડી કે તે એચ.આય.વી પૉઝીટીવ છે, ત્યારે તેણે સુરતની અસ્પતાલના નાહવાના ઓરડામાં લટકીને આત્મહત્યા કરી.

જુલાઇ ૨૦૦૬માં ૧૫ વર્ષનો સંતોષ બનીયા બળવાથી મરી ગયો જ્યારે તેના શરીર ઉપર તેણે આગ લગાવી જ્યારે તેને ખબર પડી કે તેના માતાપિતા, જે તરકારી વેચતા હતા, તેઓ એચ.આય.વી પૉઝીટીવ છે. જ્યારે તેના સમાજને આ વાતની ખબર પડશે ત્યારે તેનો સમાજ બહિષ્કાર કરશે એ વિચારીને તે અસ્વસ્થ થઈ ગયો.

માધ્યમમાં થતી વારંવાર એચ.આય.વી/એડ્સ અને તેને લગતી વાતોને લીધે લોકોમાં થતી આત્મહત્યાના દાખલા હંમેશા થાય છે. જે લોકો એચ.આય.વી પૉઝીટીવ છે તેઓએ આત્મહત્યા કરી છે એની વ્યાપક જાણકારી બહુ મુશ્કેલીથી મળે છે. તેમ છતા એચ.આય.વી અને માનસિક વિકાર માટે એક તપાસ કરતો લેખ જે એપ્રિલ ૨૦૦૫ માં The Indian Journal of Medical Research, પ્રભાચંન્દ્રા, ગીતા દેસાઇ અને સંજીવરાજે નોંધ કરેલી "એચ.આય.વીનો ચેપ તેનો નકારાસુચકનો અર્થ અને ભેદભાવ ભવિષ્યમાં આત્મહત્યાના વિચાર (આત્મહત્યા ઉપર વિચાર) અથવા સંપુર્ણ આત્મહત્યા કરવી." તેઓએ એક MD કરતો વિદ્યાર્થી જે ૧૦૦ એચ.આય.વીના ચેપ લાગેલ લોકો, જેઓએ બેંગલોરમાં સેવા કરવાના કેન્દ્રમાં દાખલ કર્યા છે. તેઓનો અભ્યાસ કરે છે અને તેણે શોધી કાઢ્યુ કે ૪૧% લોકોને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે. આ અભ્યાસમાં એક બહુ મહત્વની વાત એ મળી કે આ કાર્યપધ્ધતીની અને તાલિમને વગોવવાથી જે સ્વાસ્થયને લગતી દેખરેખને લગતી ક્લંક એક બહુ જ મોટા પ્રમાણમાં આત્મહત્યા કરવાની વિચારણા અને તેનો અંત આવવોને સંબધિત છે.

૨૦ વર્ષથી વધારે સમય એડ્સનો ચેપ લાગવાનો ૧૯૮૬માં આ દેશમાં શોધી કાઢ્યો એ વાત બહુ અશાંતી આપે છે. કરોડો રૂપિયા જાગરૂકતાના જુંબેશ કરવામાં ખર્ચ્યા છે. એક કંલક અને ભેદભાવ આ રોગની આજુબાજુમાં મોટા પ્રમાણમાં વળગી રહ્યા છે - ૧૦ વર્ષ પહેલા ૧૯૯૮માં એક ૨૬ વર્ષની વિધવાએ જે એડ્સના રોગથી પીડાતી હતી, જેણીએ સ્વત અને બે બાળકોને ભિવંડી, મહારાષ્ટ્રમાં આગ લગાવીને આત્મહત્યા કરી અને વધારામાં પડતુ તાજેતારમાં ઓરીસામાં એક સ્ત્રી જેને તેના એચ.આય.વીની સ્થિતીની ખબર પડી ત્યારે તેના ઘરમાંથી કુતરાના મદદથી કાઢી મુકી. સ્ત્રીઓ જેને પતીના જોખમકારક વર્તણુકને લીધે ચેપ લાગે છે, તેમને પણ છોડતા નથી. જો પતી મરી જાય તો તેને શારિરીક અને માનસિકરીતે ત્રાસ આપે છે અને તે કદાચ તેના માથા ઉપરનુ છાપરૂ પણ ગુમાવી બેસે છે. - આનુ જોખમકારક ક્રિયા કરવાનુ પુરતુ કારણ છે. ઉપર જણાવેલ તપાસનો લેખ એ નોંધ કરે છે - ભવિષ્યમાં કલંક એક મહત્વનુ આત્મહત્યા કરવાનુ અસ્થિર કારણ છે અને તેના ભારતમાં મહત્વના પડઘા પડેલ છે.

શહેરની આમ જનતામાં જેઓ ભણેલા કહેવાય છે તેઓની આ પરિસ્થિતીમાં કોઇ ફરક નથી. વૈદ્યકીય હકીમો અને પરિચારિકાઓ એડ્સના રોગથી પીડાતા લોકોની સારવાર કરવાની ના પાડે છે અને આ વાત સાધારણ છે. એક ૨૦૦૬ UNDPના અભ્યાસે (સામાજીક અર્થશાત્રને લીધે ભારતમાં એચ.આય.વી અને એડ્સ ઉપર થતી અસર) શોધ્યુ કે ભારતમાં એચ.આય.વી સાથે રહેતા ૨૫% લોકોને વૈદ્યકીય સારવાર આપવાની ના પડી હતી, કારણકે તેઓ એચ.આય.વી. પૉઝીટીવ હતા. કામ કરતી જગ્યાઓમાં કલંક લગાડવાના દાખલાઓ અસંખ્ય છે, ૭૪% કામગારો તેઓની સ્થિતી ભેદભાવના ડરથી બતાવતા નથી. ૨૬% જેઓએ પોતાની સ્થિતી જાહેર કરી હતી તેમાંથી ૧૦% લોકોએ તેના પરિણામમાં પક્ષપાતિ થવાનો સામનો કરવો પડ્યો. તે વાત ઘણા લોકોમાં સીમિત જુથોમાં જાહેર છે, જેવા કે સ્ત્રી લૈંગિક કામગારો, ત્રિતીયપંથી (transgenders) અને સમલિંગકામી પુરૂષો. તેઓ ઘણી વાર કલંકીત થાય છે, તેઓના એચ.આય.વીની સ્થિતીને લીધે નહી, પણ તેઓના જુથને સમાજમાંથી કાઢી નાખેલ છે.

એક Kerala Health Studies and Research Centre (2000) ના અભ્યાસ પ્રમાણે કલંક અને ભેદભાવની ૩૭ જાતો છે. "જેમાં નોકરી કરતી વખતે ફરજીયાત કસોટીના, ખાનગી નહી રાખી શકે તેવી, રોજગારીનો ઇન્કાર અને હકાલપટ્ટી, એચ.આય.વી/એડ્સના ચેપથી પીડાતા લોકો તરફ, ડૉ.જોય એલમૉન જેમણે ડૉ.જયશ્રી સાથે જેની સાથે તે ભણયા હતા, તે કેરાલાથી ચુટાઇ હતી તેના અભ્યાસ માટે જે બહુ જ શૈક્ષણિક અને આરોગ્ય અને તેમની જાગરૂકતાના સ્તરને લીધે જાણીતી છે.

એટલે નવાઈની વાત નથી કે એચ.આય.વી પૉઝીટીવ લોકો આવી જીંદગી જીવવા કરતા દયાપાત્ર જીવનનો અંત લાવે છે.

પવન ઢાલ, ડાયરેક્ટર ઑફ સાથી, કોલક્ત્તાનું સ્વંયસેવક કહે છે કે ફક્ત આ રોગ જ નહી પણ બીજા દબાણો જેવા કે સામાજીક, આર્થિક અને સૌથી વધારે અજ્ઞાન અને કલંક, જે તેમની જીંદગીનો અંત લાવવા પ્રેરીત કરે છે. તે એક સમલૈંગિકામી સભ્યનો દાખલો આપે છે,જે MANAS Bangla (MSM Action Network for Social Advocacy). એક MSMs નુ કલકત્તાનુ નેટવર્કનો સભ્ય છે જેણે સરકારની ઇસ્પીતાલમાં ખરાબ અનુભાવને લીધે આત્મહત્યા કરી. પહેલા તો એ તેના ઘરમાં સ્ત્રી જેવુ વર્તન કરવાના દબાણમાં હતો.જ્યારે તેના ઉપર શસ્ત્રક્રિયા કરવાની હતી ત્યારે તેને ખબર પડી કે તે એચ.આય.વી પૉઝીટીવ છે. તે ઉદાસ થઈ ગયો જ્યારે તેના વૈદ્યો તેના કિસ્સા બાબત વાત કરતા હતા કે આ ગમે તે રીતે મરવાનો છે તો શસ્ત્રક્રિયા કરીને શું ફાયદો થશે. શ્રી અનીસ રાય ચૌધરી, વ્યવસ્થાપક - કાર્યક્રમ, MANAS Bangla ઉમેરે છે. એ આપણી સંસ્થાનો સભ્ય છે. તે બહુ જ પેટના દરદથી પીડાતો હતો, કદાચ તેના પેટના કર્ક રોગને લીધે, જ્યારે તેની એચ.આય.વી પૉઝીટીવની સ્થિતી સમજાઈ. અમે અમારી સાથે જેની જરૂર હતી તે ઈંજેકશન પણ લઈ ગયા હતા પણ ઇસ્પીતાલમાં કોઇ પણ તે આપવા તૈયાર ન હતુ. એ ઘરે આવ્યો અને આત્મહત્યા કરી.


ડૉ. ઇલમોન્સ ઘણા બધા કિસ્સાઓ ઉપર અભ્યાસ કર્યો, જેના ઉપર ઇસ્પીતાલના કર્મચારીઓએ દર્દીઓ ઉપર સારવાર કરવાની ના પાડી હતી. તેણે વિગતવાર સમજાવ્યુ કે મોટા ભાગની ઇસ્પીતાલોમાં તે વાત ખાનગી રાખવાની સગવડ નથી હોતી.

આ આખો દૃષ્ટીકોણ વૈદ્યકીય વ્યવસાય અને paramedics માં (તે તેમને બનતુ હશે, અમને નહી) અને આ બીજાપણુ, જે સમાજે લાધ્યુ છે તે સમલિંગ સ્ત્રીઓ પર, સમલિંગકામી પુરૂષો પર, ઉભયલિંગીઓ પર અને ભડવાઓ ઉપર (LGBT) જબરજસ્ત દબાણ લાવે છે. ગમે તે રીતે આપણે એક નિશાનનુ વલણ પોતાના વિનાશ ખાસ કરીને આ સમાજના સભ્યોમાં કરવાનુ જોઇએ છે.

ભેધતા ત્યા પહેલાથી છે. એક ભાવના કે મને આ સમાજ સ્વીકારશે નહી, અને જ્યારે તેમને મારૂ એચ.આય.વી પૉઝીટીવનુ સ્થાન સમજાશે તો તેની ભેધતા અનેક પ્રકારની થશે એમ રે ચૌધરી કહે છે.

આ મહત્વનુ છે. એક ૧૯૮૮નો અભ્યાસ જે ડૉ.પીટર મુરજુક, કોર્નેલ યુનિવર્સિટી મેડીકલ કોલેજ,ન્યુયોર્ક,મનોવૈજ્ઞાનિકે સંચાલિત કર્યો હતો. તેમનુ સંશોધન જેThe Journal oph the American Medical Association (JAMA)માં પ્રકાશિત થયુ હતુ, તેમાં શોધ્યુ હતુ કે એડ્સના દર્દીઓમાં જે કર્ક રોગથી પીડાય છે તેમાં આત્મહત્યાનો દર વધારે હતો, બીજા રોગો કરતા, જેનો અંત છેવટે જીવલેણ રોગો છે.

૧૯૮૫, ન્યુયોર્ક શહેરના એડ્સના દર્દીઓનુ અને આત્મહત્યા કરેલાનો સ્વીકૃત માહિતીનો અભ્યાસ કર્યો. ૩૮૨૫ વ્યક્તિઓમાંથી જેઓ આખા વર્ષમાં અથવા વર્ષના એક ભાગમાં જેઓ એડ્સની સાથે જીવે છે, તેમાંથી ૧૨ લોકોએ પોતાની જીંદગીનો પોતે અંત લાવ્યો હતો.આ સ્વીકૃત માહિતી બતાવે છે કે એડ્સથી પીડાતા પુરૂષો ૩૬ વખત વધારે આત્મહત્યા કરે છે,આખી પુરૂષોની લોકસંખ્યા જેઓની ઉમર ૨૦ થી ૫૯ વર્ષ છે તેના કરતા વધારે, અને ૬૬ વખત સામાન્ય વસ્તી કરતા વધારે. આ અભ્યાસમાં સ્ત્રીઓ અને પુરૂષોનો બંનેનો સમાવેશ છે, પણ તેમાંથી કોઇ પણ સ્ત્રીએ,જે એડ્સથી પીડાય છે આત્મહત્યા કરી નથી. સંશોધકો કહે છે કે અભ્યાસ પ્રમાણે સારાંશમાં ઘણી ઓછી સ્ત્રીઓ, જે એડ્સથી પીડાય છે, તેઓ આત્મહત્યા કરે છે.

લોકો જેમની માંદગી વધતી જાય છે તેઓ આત્મહત્યા કરવાનો ગંભીરપણે વિચાર કરે છે. એક બીજી આત્મહત્યા અને એચ.આય.વીના અભ્યાસમાં જે JAMA (December 4, 1996) એ પદર્શિત થયુ છે. A L Dannenberg and others of the Johns Hopkins School of Public Health સુચવે છે. આત્મહત્યાનો દર બહુ મોટા પ્રમાણમાં વધી જાય છે જ્યારે એચ.આય.વી રોગના લક્ષણો દેખાય છે, નિદાનવિર્દે વિચારીને પુછવુ જોઇએ કે એચ.આય.વીનો ચેપ લાગેલ લોકોમાં આત્મહત્યા કરવાના દરનુ જોખમનુ કારણ, શરૂઆતના પરામર્શ વખતે અને ત્યાર પછીના ઔષધીય દેખરેખ રાખતી વખતે છે.

બીજી બાબત જે મુરજુકે પોતાના અભ્યાસ દરમ્યાન કહી તે કેટલાક એડ્સના દર્દીઓ જેઓએ આત્મહત્યા કરી કારણકે તેમની મદદ કરવા કોઇ આવ્યુ નહી.એમણે કહ્યુ કે ઘણી વાર આત્મહત્યા કરતા લોકોને તમે જલ્દી પહોચો તો બચાવી શકો છો.

આ વાત ધાલના નિરિક્ષણમાં પડઘો પાડે છે કે કાળજી અને આધારની સેવા જે એચ.આય.વીના દર્દીઓને મળે છે તેમાં " માનસિક પિડાનો પરામર્શ એક જરૂરીયાતનો ભાગ હોવો જોઇએ." શુરૂ, એક ચિત્રપટ જે સાથીએ બનાવ્યુ છે જે એડ્સને ક્લંક લાગ્યુ છે તેના માટે એક આધાર આપે છે અને લોકો સકારાત્મક રીતે જીવે છે જેમને એડ્સની બિમારી લાગી છે છતા તે કેટલાકમાં નિરાશાને હળવી કરે છે. એક હકીકત છે કે એન્ટી રેટ્રો વાયરલની સુલભતાએ એચ.આય.વી પૉઝીટીવ લોકોમાં એક નાટકીય બદલાવ લાવ્યો છે અને તેનાથી આ લોકોની જીંદગી બદલાઇ ગઈ છે અને તેઓ પરામર્શની બેઠકોમાં મદદગાર થાય છે, દર્દીઓને સમજાવીને કે તેમની જીંદગીનો અંત હજી સુધી નથી આવ્યો.

રે ચૌધરી કહે છે કે Drop-in Centres (DIC) of MANAS Bangla માં કામગારો માટે આત્મવિશ્વાસ જાળવવા માટે પરામર્શની બેઠકો રાખવી જોઇએ અને આરોગ્ય માટે કેળવણીની બેઠકો પણ રાખવી જોઇએ. દૃઢવિશ્વાસ માટે ગમે તે માણસ જેમ સમાજમાં પહેલુ પગલુ મોટા પ્રમાણમાં homophobic છે. એચ.આય.વી/એડ્સની જાગરૂકતાની જુંબેશમાં આ વૃતિજન બદલાવ બહુ મહત્વનો છે તેમ તે માને છે.

એક માનસિક સારવાર કરનાર કેલકટાની જોલી લહા બતાવે છે કે "છેવટના તબક્કે આવેલો રોગ કોઇને પણ મોટુ દબાણ લાવે છે. તેને/તેણીને જીવવુ છે, જે માણસનો મુખ્ય હેતુ છે, હવે તે એકદમ ઉલટપલટ થઈ જાય છે. મૃત્યુની રાહ જોવી તે એક બહુ જ માનસિક આઘાતજનક છે અને આત્મહત્યા કરવી તે તેના પોતાના નશિબ ઉપર અંકુશ આવ્યો છે તેવો આભાસ થાય છે. આ વખતે પરામર્શ કરતા જીવનમાં ગુણને મહત્વ આપવુ. આપણે જોયુ છે કે સકારાત્મક વિચાર એક દર્દીને તે શારિરીક સારા થવાની પ્રેરણા આપે છે.

કાળજી રાખવાવાળાઓ આનુ એક ઉદાહરણ આપીને તેને લીધે થતો પ્રચંડ ભેદ બતાવે છે. આ આપણે જોઇ શકીયે છીયે the Mar Kundukulam Rehabilitation Centre near Trissur in Kerala, જેઓને દર્દીઓના કુંટુંબે અને મિત્રોએ છોડી દીધા છે કારણકે તેઓ એચ.આય.વી પૉઝીટીવ છે તેમને આસરો આપીને સારવાર કરે છે. ફાધર વરગીશ જે એક સ્થાપક છે તે કહે છે કે ઘણા બધા દર્દીઓ આત્મહત્યા કરવાનો પહેલા વિચાર કરતા હતા તે હવે ફરીથી જીવવાનુ શીખે છે.

એક સકારાત્મક પગલુ જે આરોગ્યનુ ધ્યાન રાખનાર સરકાર ઘણા સમયથી સંસદ, વરસાદની બેઠકમાં એક એડ્સની વિરૂધ બીલ મુકવા માગે છે. આ બીલ જેને ચેપ લાગ્યો છે તેમના સામાજીક અને આર્થિક ભેદભાવ રોકવા માટે મુક્યુ છે. તેણે તેનુ ધ્યાન તેને તૈયાર કરવા માટે જેવા કે સમાનતાનો હક્ક, સ્વયંશાસનનો હક્ક, ખાનગી રાખવા અને આરોગ્યની સંભાળ રાખવાનો હક્ક, સુરક્ષિત વાતાવરણમાં કામ અને જાણકારીનો હક્ક અને બધા એચ.આય.વી. પૉઝીટીવ લોકો માટે દોર્યુ છે.

(રંજીતા બિસ્વાસ એક કલકત્તામાં રહેતી પત્રકાર છે. તે એચ.આય.વી/એડ્સના વાતાવરણમાં ફક્ત સ્ત્રીઓ અને જાતિલીંગવાળા લોકો માટે કામ કરે છે. તે એક Trans World Features ની સંપાદક છે.)

“મને બીક લાગે છે કે હું, આ ખબર કેવી રીતે આપીશ?”

અંજુલીકા થીંગનમ કહે છે
૨૦ વર્ષનો લુબંગો તેના માતાપિતા અથવા તેના સાથીને કહી નથી શકતો કે તેને એચ.આય.વી છે કારણકે મણીપુર, ભારતના બાકીના વિભાગોની જેમ, પુરૂષ જે બીજા પુરૂષની સાથે લૈંગિક સંબંધ રાખે છે તે જેલમાં જવા લાયક છે.

તેની આંગળીઓ એક બીજા સાથે જોડાયેલ છે અને તેનામાં થતી કોલાહલને લીધે તે ઝડપથી વારંવાર ઉઘાડે છે. મારા માતાપિતાને જ્યારે ખબર પડશે ત્યારે તેઓ અસ્વસ્થ થઈ જશે. મારે શું કરવુ તેની મને સમજણ નથી પડતી. તેના કરતા હું મરી જાઉ તો સારૂ, એ કહે છે.

૨૦ વર્ષનો લુબંગોને આજ ૬ મહીના થઈ ગયા છે જ્યારેથી તેને ખબર પડી છે કે તે એચ.આય.વી પૉઝીટીવ છે અને તેના માતાપિતાને આ વાત કહેવાથી તકલીફ થાય છે.

લુબંગો એક સમલિંગકામી છે, ભારતના મણિપુર રાજ્યના ઉત્તરપુર્વ ભાગમાં, પહાડનો આખો મુલુક ઈંફાલમાં જે ત્યાની રાજધાની છે. તેના જેવા પુરૂષો ઉપર નારાજગી બતાવે છે.

હું જ્યારે નાનુ બાળક હતો ત્યારે મારી માસી મને છોકરી જેવા કપડા પહેરાવતી અને પછી મારો ફોટો લેતી. મારી માતા પણ આ જોઇને હસતી કારણકે તેને દીકરી ન હતી. પણ હવે તે દરરોજ મારૂ દફ્તર તપાસે છે કે હું તેમાં પાવડર અથવા લિપસ્ટીક રાખતો નથીને. તે મને વઢે છે અને મારે છે. મારા આવા વિચિત્ર વર્તન માટે તે મને ધમકી આપે છે કે તે મને મારી નાખશે જો મને આજના રોગનો ચેપ લાગશે. એટલે તે એમ કહે છે કે હજી સુધી હું મારા કુંટુંબને મારા એચ.આય.વીની સ્થિતી બાબત નથી કહી શકતો.

લુબંગોએ પાંચ વર્ષ પહેલા એક પરણેલા પુરૂષની સાથે જે તેને કુમાર્ગે દોરી જતો હતો તેની સાથે લૈંગિક સંબંધ રાખવાનુ ચાલુ કર્યુ હતુ. ત્યાર પછી તેના ઘણા ચાહિતાઓ છે.

મને પહેલા ખબર ન હતી કે પુરૂષ સાથે લૈંગિક સંબંધ રાખવાથી એચ.આય.વીનુ પ્રસારણ થશે અને એટલે મેં કદી સુરક્ષિત લૈંગિક સંબંધો ન રાખ્યા. હવે શું? મેં કદાચ રોગને પેદા કરનાર સુક્ષ્મ જંતુનુ પ્રસારણ બીજા પુરૂષોમાં કર્યુ હશે જે મને ચાહતા હતા. તેમાંથી કેટલાક પરણેલા હતા અને તેઓએ કદાચ આનુ પ્રસારણ તેમની પત્નીને કર્યુ હશે. મને ખબર છે કે મેં તેમને સાચી વાત મારી આ સ્થિતીની કહી દીધી હોત અને તેઓએ તેમની અને તેના સાથીઓએ પણ ચકાસણી કરી લીધી હોત. પણ મને બીક છે. હું આ બાતમી કેવી રીતે આપુ? તે પોતાની આંખો બંધ કરે છે અને તેના હાથ ખંભા સુધી પહોચેલા વાળ ઉપર ફેરવે છે.

ઇબુંગો એક કેળવણી આપનાર સાથીદાર Social Awareness Service Organisation (SASO)ની સાથે કામ કરે છે, જે અગાઉ માદક દ્રવ્ય લેતા માણસોએ ચાલુ કરેલી ગેરસરકારી સંસ્થા છે. તે સોઇથી માદક દ્રવ્ય લેનારાઓ અને બીજા જે એચ.આય.વી અથવા એડ્સના રોગથી પીડાય છે તેમના માટે ચલાવે છે. બંને IDUs (નસ દ્વારા માદક દ્રવ્યનુ સેવન કરનાર) અને પુરૂષ જે પુરૂષ સાથે લૈંગિક સંબંધ રાખે છે. (MSM). તેમાં ફક્ત સમલિંગકામી નહી પણ ત્રિતીયપંથી અને વિષમલિંગકામીનો સમાવેશ છે એને તેઓ એચ.આય.વીને હુમલાપત્ર છે. આખા ભારતમાં ઘણી જગ્યાએ મોટા સમજ તરફથી આ જુથ ભેદભાવનો સામનો કરે છે, જે તેમને આરોગ્ય વિશે જાણકારી અને સેવાથી વંચિત રાખે છે. sentinel surveillance ના હેવાલોની દૃષ્ટીએ Manipur State AIDS Control Society (MSACS) રાજ્યના MSMsમાં એચ.આય.વીનો સામાન્યપણે વપરાશ ૨૦૦૩માં ૨૯.૨% હતો પણ ધીમેધીમે તે ઓછો થઈને ૨૦૦૬માં ૧૨.૪% થઈ ગયો તે પણ હજી બહુ મોટો આકડો છે.

બરફના પહાડની સામે આ ફક્ત એક નાનકડી ટોચ છે. ઘણી ઓછી MSMs ની વસ્તીને પાસે સેવાને પહોચવાનો માર્ગ છે, ત્યા સૌથી વધારે ભાગ છે પણ તેઓ ત્યા પહોચી શક્યા નથી કારણકે તેમને લૈંગિકતા બાબત જાહેરમાં વાત નથી કરવી અને ત્યાં કેટલા બધા પુરૂષો પરણેલા છે જેઓ બીજા પુરૂષો સાથે તેમની પત્નીને ન ખબર પડતા લૈંગિક સંબંધ રાખે છે. આર.કે.શરાત કહે છે, જે SASOની ઉપર MSM યોજનાને ચલાવે છે.

તે ઉમેરે છે કે એક વાત નિશ્ચિત છે જે ગુપ્ત વસ્તી છે જેને આ સેવા પહોચાડવા માટે મુશ્કેલ છે.

એક MSMનુ રૂપ જે બીજાને સંબધિત અજાણતુ છે, તે આખા ભારતમાં મણિપુર છે.જે મયામનારની ભારતની સરહદ ઉપર છે. અને ત્યાં સાંસ્કૃતિક પરંપરા છે, જ્યા પુરૂષો સ્ત્રીનો ભાગ સાંસ્કૃતિક નાટ્યગૃહમાં ભજવે છે.

લોકો પુરૂષોને જાણીતા સુમંગ લીલા રૂઠીચુસ્ત નાટકોમાં સ્ત્રીનો ભાગ ભજવતા અને તે વિચારતા કે ફક્ત સ્ત્રીનો ભાગ રંગમંચ ઉપર ભજવ્યા પછી તેમની ભુમિકા પુરી થાય છે. શરત તેમાં ઉમેરીને કહે છે કે સમાજને લૈંગિક સંબધ બાબત સ્થિતીજ્ઞાનની જરા પણ કલ્પના નથી. તેમ છતા દરેક પુરૂષ જે સુમંગ લીલામાં ભુમિકા કરે છે તે MSM નથી.

એક સાધારણ સામાજીક મનોવૃત્તિ છે કે સમલિંગકામી લોકો ખોટો દાવો કરે છે અને તેમને સારી રીતે મારીને તેમની લૈંગિકતા રસ્તા ઉપર લાવશે.(તેમને વિષયલિંગકામી બનાવીને).

બંને રાજ્ય સરકાર અને NGOs જેવા કે SASO MSMના સમાજ સાથે મણિપુરમાં કામ કરે છે. પણ તેમનુ ખાસ મહત્વનુ કેન્દ્ર માદક દ્રવ્યના વાપરનારા છે. સરકારના MSACS - 57 NGOs સાથે કામ કરે છે અને તેમનુ લક્ષ ૪૫ IDUs જેમાંથી ફક્ત ૨ MSMs ની સાથે કામ કરે છે.

નાણાકીય મદદ Federal National AIDS Control Organisation (NACO) તરફથી આ NGOs વહેચે છે અને જે રાજ્યના સરકારની અગ્રતા નક્કી કરે છે.

શરત કહે છે કે MSM ની વસ્તીમાં સૌથી વધારે જોખમવાળા વધારે લૈંગિક વ્યવહાર ઘણા ભાઈબંધ સાથે કરે છે અને તેઓ આને છુપાવે છે અને તેથી અમને વધારે નાણાકીય મદદની જરૂર પડે છે.

જ્યારે ૧૯૯૮માં SASO એ કામ ચાલુ કર્યુ ત્યારે એક જીલ્લો - ઇંફાલ - પશ્ચિમ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ ત્યારે તેઓ પાસે ૫૦૦ નોંધ કરેલા MSMs દાન દેવા માટે તૈયાર હતા. આજે ઇંફાલ પુર્વ અને ઇંફાલ પશ્ચિમમાં ૭૦૦ છે. તેમાંથી ૩૫ એચ.આય.વી પૉઝીટીવ છે અને ૭ જેઓ એડ્સથી પીડાય છે તેઓ એન્ટી રેટ્રો વાયરલનો ઉપચાર કરે છે.

MSACS જે થૌબાલ અને ચંદેલ જીલ્લામાં ૬૦૦ MSMs સાથે કામ કરે છે. જેઓમાંથી ૨૧૦ MSMs જેણે અત્યાર સુધી સ્વૈચ્છીક ચકાસણી કરાવી છે, તેમાં ૨૩ એચ.આય.વી પૉઝીટીવ છે.

MSACSના અધિકારીઓએ IDU વસ્તી જે MSACS સાથે કામ કરે છે, તે લગભગ ૩૬,૦૦૦ - ૩૯,૦૦૦ છે તેઓ માટે નાણાકીય ફાળવણીનુ સમર્થન આપ્યુ છે(તે પતી અને બાળકો મળીને) જેની સરખામણીમાં (તેમના ભાગીદાર મળીને) ફક્ત ૧૪૦૦ - ૧૭૦૦ MSMs છે. તેઓ માટે એક માત્ર નાણાકીય સહાય કરતી સંસ્થા છે જે ઓરચીડની યોજનાના કાર્યક્રમ જે Bill and Melinda Gates Foundationને નાણા પહોચાડે છે અને જે Australian International Health Institute એ આ યોજનાને અમલમાં મુકી છે. તેમ છતા વધારામાં MSMના જુથો જેઓ સાથે કામ કરે છે તેઓ તેમની પોતાની તાકાતથી લૈંગિક્તાના સવાલને ઉભો કરે છે.

એક રીતે અમારૂ કામ MSM એચ.આય.વી અને એડ્સના સંબધને ફક્ત જાગરૂકતા ફેલાવવા માટે નથી પણ અમારા લૈંગિક્તાના વિષયને પ્રકાશમાં લાવવા માટે પણ છે. એક નિવેદન - અમે અસાધારણ હોવાનો ઢોંગ કરતા નથી એમ શરત કહે છે.

હવે અમે સમજાતિયલિંગની ચળવળની જાણ કરીએ છીએ, જે મણિપુરની બહાર છે અને અમે તે ચળવળમાં જોડાઇએ છીએ એમ તે કહે છે.

તેમ છતા તે કલંક ઓછુ કરવા, ભેદભાવ અને ગુન્હેગાર પ્રવૃત્તિનો સામનો MSMની વસ્તી કરે છે અને વિશ્વાસનીય માહિતીના અભાવને લીધે ૨૦૧૦ સુધી એચ.આય.વીની રોકથામ, કાળજી તથા આધાર અને ઉપચાર માટે બધા રાજ્ય સરકારના પ્રયત્નોમાં અવરોધ લાવે છે જે ભારતની સરકારે યુનાઇટેડ નેશન્સને સંકેત કર્યુ છે.

સમજાતિય લિંગના સબંધમાં આવવુ એ હજી પણ ભારતમાં વિક્ટોરીયન કાયદાને લગતી શિક્ષા કરતો ગુન્હો છે, જે લૈંગિક સબંધ રાખતા કુદરતના કાયદાની વિરૂધ્ધ છે.

આ અભિપ્રાયને ઘણા ધાર્મિક વડાઓએ ટેકો આપ્યો છે. ગુન્હેગારી પ્રવૃત્તિને નાથવાના પ્રયાસ માટે શરત માને છે કે રાજકીય પક્ષો અને રાજકારણ કામમાં ભાગ લેનારાઓનો સમાવેશ બહુ મહત્વનો છે.

લૈંગિક્તા બાબત જાહેરમાં વાત કરવી એ અમારા માટે એક ડર હતો, તે અમારી એક કમજોરી છે. હવે અમે કામ કરીયે છીએ અને એટલે MSMની જુવાન પેઢીને નિરોગી જીવન આપે એમ તે કહે છે.

જોખમકારક સ્ત્રીઓના અવાજો

મારૂ નામ વાલાબાઈ છે અને હું મુળ એક ગામડુ જે ચંદોલી નજીકના શીરાલા તાલુકા અને સાંગલી જીલ્લામાં છે ત્યાંની છુ. મારા માતાપિતા એક ખેતરમાં કામ કરનારા મજુર હતા. તેમણે તેમની જગ્યા છોડવી પડી કારણકે ત્યા એક નદી પરનો બંધ બાંધવાનો હતો. તેમને કુરલુપ ગામમાં જે વાલવા તાલુકામાં છે, ત્યાં હું જન્મી હતી, ત્યાં અમને જમીન આપવામાં આવી હતી. અમે કુંટુંબમાં ચાર જણા હતા, બે બહેનો અને માતાપિતા.

હું ત્રણ વર્ષની હતી ત્યારે મારા પિતા ગુજરી ગયા. હું છઠ્ઠા ધોરણ સુધી ભણી હતી પણ નાણાકીય મુશ્કેલીઓને લીધે મારે ભણવાનુ મુકી દેવુ પડ્યુ અને મેં મારી માતા સાથે ખેતરમાં કામ કરવાનુ ચાલુ કર્યુ. હું ૧૨ વર્ષની હતી ત્યારે મારા લગ્ન થયા. મારો પતિ મુંબઈમાં કામ કરતો હતો અને હું મારી માતા સાથે રહેતી હતી જેને દમનો રોગ હતો અને આખુ ઘર ચલાવવાની જીમ્મેદારી મારા ખંભા ઉપર આવી પડી હતી. મારો પતિ દર ૬ મહીને મને મળવા આવતો. હું ગર્ભવતી થઈ અને લગ્નના ૪ વર્ષમાં ત્રણ બાળકોને જન્મ આપ્યા. બે દીકરી અને એક દીકરો.

૧૯૮૬માં મારી માતા ગુજરી ગઈ. મારા પતિએ પણ મુંબઈથી પૈસા મોકલવાનુ બંધ કરી દીધુ અને એટલે હું એક કપાસના કારખાનાની બહાર ખેતરમાં એક મજુર અને થોડા સમય માટે નદીમાંથી ખટારામાં રેતી ભરવાનુ કામ કર્યુ.

૧૯૯૮માં મારો પતિ બિમાર પડ્યો અને મારા ગામ પાછો આવ્યો. એને TB હતો. એનુ આખુ મોઢુ પરૂના પરપોટાથી ભર્યુ હતુ. અમે તેને દવા આપવાનુ ચાલુ કર્યુ પણ તેના કુંટુંબે આ રોગ થવાનુ કારણ તેણે તેના ભગવાનને નારાજ કરવાથી થયુ છે અને તેમણે ઘણા બધા પૈસા તેમના ભગવાનને રીજવવા માટે ખર્ચ્યા - એક ધાર્મિક વિધિમાં એક કામણગારી સ્ત્રીના કહેવા પ્રમાણે બકરીનો વધ કર્યો.

જ્યારે મારી માતા બિમાર હતી ત્યારે દરરોજ એક ડોકટર તેને ઈંજેક્શન દેવા ઘરે આવતો. એ હંમેશા કહેતો કે સોય વાપરતા પહેલા તેને જંતુનાશક કરો પણ તે વખતે મેં તેને કહ્યુ કે આની જરૂર નથી. તેણે મને એચ.આય.વી/એડ્સ થવાના લક્ષણો બાબત વાત કરી.

જ્યારે મારો પતિ તેની બિમારીને લીધે મારે ગામ આવ્યો ત્યારે મેં જાણ્યુ કે તેનુ વજન બહુ ઓછુ થઈ ગયુ છે અને તેને નિરંતર ઉધરસ આવતી અને શ્વાશ લેવામાં તકલીફ પડતી. મને આ લક્ષણોની ઘણી જાણકારી હતી અને તેથી હું તેને અમારા ડૉકટર પાસે લઈ ગઈ. જેણે મને તેનુ લોહી તપાસવાનુ કહ્યુ. મારૂ હૃદય બહુ ઝડપથી ચાલી રહ્યુ હતુ પણ મારા પતિને તેની કાઈ ચિંતા ન હતી. એ બહુ દારૂ પીતો હતો અને ગુટકાનો વ્યસની બની ગયો હતો.

જુન ૧૯૯૯માં એક પ્રયોગશાળામાં જે ચીકુરડે ગામમાં હતી ત્યાં એચ.આય.વી માટે ચકાસણી કરાવી. પ્રયોગશાળાએ અમને ૨ દિવસ પછી આવવાનુ કહ્યુ, તે બે દિવસ સૌથી ડર જનક હતા. મને અમારા નશીબમાં શું લખ્યુ છે તે ખ્યાલ ન હતો. અમે તેનો હેવાલ ડૉ.ગવળી પાસે લઈ ગયા જેણે કહ્યુ કે મારો પતિ એચ.આય.વી પૉઝીટીવ છે. મારી જીંદગીમાં અંધકાર છવાઈ ગયો અને મારૂ ભવિષ્ય બહુ ભયંકર થઈ જશે એમ લાગ્યુ. મારો ડૉકટર બહુ માયાળુ હતો અને તેણે મને મારા પગ ઉપર અડગ રહેવા અને આ સંકટ સહન કરવા માટે મદદ કરી. જ્યારે લોકોને મારા પતિની આ સ્થિતીની ખબર પડી ત્યારે તેઓ તેનાથી દુર રહેવા લાગ્યા પણ હું મક્કમ ઉભી રહી અને તેની સેવા કરવાનુ નક્કી કર્યુ.

મારા પતિએ મારી સાથે લૈંગિક સંબંધ રાખવાની ના પાડી, પણ મને લાગ્યુ કે તે દુખી થઈ જશે અને તેથી મેં તેની સાથે લૈંગિક સંબંધ રાખવાનુ ચાલુ રાખ્યુ પણ કોઇએ મને કીધુ નહી કે આ એક એચ.આય.વીનુ પ્રસારણ થવાનો માર્ગ છે. મને ખ્યાલ પણ ન હતો કે મને લૈંગિક સંબંધ રાખવાથી પ્રસરણ થશે.

તે દરમ્યાન મેં મારી જમીન વારના સહકારી બૅક, વારનાનગરમાં ગીરવી મુકીને રૂ.૫૦,૦૦૦/- દવા અને સારવાર કરવા માટે લીધા. ૨૦૦૧માં પૈસા ખલાસ થઈ ગયા અને તે ગંભીર પ્રમાણમાં બીમાર પડી ગયો. મેં તેને સાંગલી સિવિલ ઇસ્પીતાલમાં ભરતી કર્યો, પણ તરત જ ડૉકટરે મને ઘરે લઈ જવાનુ કહ્યુ કારણકે તે કોઇપણ સારવારને પ્રતિક્રિયા ન આપતો હતો. એ ઘરે આવ્યા પછી આઠ દિવસમાં મરી ગયો.

અમારા સગાઓ જે અંતવિધીક્રિયામાં આવ્યા હતા તેમણે જોર નાખીને કહ્યુ કે અમે બધાય એચ.આય.વી માટે ચકાસણી કરાવવી જોઇએ. બધા છોકરાઓનો હેવાલ નકારાત્મક આવ્યો, પણ મારો એચ.આય.વી માટે પૉઝીટીવ આવ્યો. હું એક્દમ ભાવોન્માદવાળી થઈ ગઈ કે મારા બધા છોકરાઓનો હેવાલ નકારાત્મક હતો. મેં તેમના માટે જીવવાનુ નક્કી કર્યુ અને મારૂ જીવન તેમના કલ્યાણ માટે અર્પણ કર્યુ.

હું પાંચ શિક્ષકો માટે જેઓ સ્થાનિક જગ્યામાં રહીને ત્યાં કામ કરે છે તેમના માટે મેં એક નાનકડી નાસ્તાની દુકાન ચલાવીને મહીને રૂ.૩૬૦૦/- કમાતી હતી. મે રૂ.૮૭,૦૦૦/- જે ઉધાર લીધા હતા તેમાંથી રૂ.૫૦,૦૦૦/- પાછા આપી શકી. મારા પતિના મર્યા પછી બાકીની ઉધાર લીધેલ રકમ વ્યાજની સાથે દુગુણી રૂ.૧,૦૦,૦૦૦/- થઈ ગઈ. અમારી જમીન જે એક માણસ ખેતતો હતો અને ત્યાની સ્થાનિક પ્રસ્થાપિત રીત પ્રમાણે તેની કમાણીનો ભાગ મને આપતો હતો.

તાજેતરમાં મેં એક યુગલને સલાહ આપી, જેઓ બંને એચ.આય.વી પૉઝીટીવ હતા, કે બંને જણાએ antiretroviral (ART) નો ઉપચાર સિવિલ ઇસ્પીતાલમાં કરાવવો. મારે પણ antiretroviral (ART)નો ઉપચાર થોડા સમયમાં કરાવવો પડશે જે મારા પરિણામો બતાવશે.

જેઓ પૉઝીટીવ છે તેમને બધાયને મારે એક વાત કહેવી છે કે તેમણે દુ:ખી થયા વીના પોતાની જીંદગી સારી રીતે જીવવાની છે. વિચાર કરીને દવાનો ઉપચાર કરો, બળવાન બનીને જીવો અને કોઇપણ વસ્તુ માટે ભીખ નહી માંગો. ડોકટરની સામે તમારી પરિસ્થિતી છુપાવો નહી. તેઓ કદાચ તમને મદદરૂપ થશે.

શંકુતલા તેના પતિના મરણ પછી કોઇપણની સાથે સંબંધ બાંધતી, જે તેને સંરક્ષણ આપે. તે કહેતી કે મારૂ નશીબ, દુષ્કાળ, કામ નહી, સહારો નહી, આ બધી વાતો મારા જીવનની કઠણદશા માટે જવાબદાર છે.

મારૂ નામ શંકુતલા છે. હું મારી માતા સાથે એક ગામડા ગુરગાવમાં રહુ છુ. મારા પિતા અને ભાઈ બંને મુંબઈમાં કામ કરે છે અને મારે બે પરણેલી બહેનો છે. મારો પિતા વર્ષમાં બે વાર ઘરે આવતો પણ તેની પત્ની તેને છોડી દીધા પછી મારા ભાઈએ અમારા ગામડે આવવાનુ બંધ કર્યુ. હું ચાર ધોરણ સુધી ભણી હતી, મારે આગળ ભણવુ હતુ પણ નાણાકીય સવાલોને લીધે આગળ ભણી શકી નહી. ત્યાર પછી મેં ખેતરમાં કામ કરવાનુ શરૂ કર્યુ. હું જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે એક ખટારો ચલાવનારા સાથે મારા લગ્ન કર્યા. આ ડીસેંબર ૨૦૦૨ની વાત છે.

હું જ્યારે મારા પતિના ઘર ગઈ ત્યારે મને ખબર પડી કે તે એક વિધુર હતો અને તેની પહેલી પત્ની તેના બાળકને જન્મ આપતી વખતે મરી ગઈ હતી. મારો પતિ દરેક્વાર આઠથી દસ દિવસ ઘરની બહાર રહેતો. હું લગ્ન પછી તરત જ ગર્ભવતિ થઈ ગઈ. મારો પતિ વારંવાર બીમાર રહેતો અને છેવટે તેણે કામ ઉપર જવાનુ બંધ કર્યુ. મને કામ કરવાની ટેવ પડી ગઈ હતી એટલે હું ફરીથી ખેતરમાં મજુર તરીકે કામ કરવા મંડી. મારા પતિને તેની તબિયત સારી લાગતી ત્યારે તે પણ કામ પર જતો. આ છ થી આઠ મહીના ચાલ્યુ.

જેવી અમારી જગ્યાની રીત છે તે પ્રમાણે મારી માતા મને સાતમો મહીનો ચાલુ હતો ત્યારે ઘરે લઈ ગઈ. મારો પતિ બીમાર હતો એટલે મેં તેની સાથે ઘરે જવા ના પાડી, પણ તેણે ભાર દઈને આગ્રહ કર્યો એટલે હું ગઈ. બીજા મહીનામાં મારા સાસરીયા તરફથી ખબર આવી કે મારો પતિ બહુ બીમાર છે. હું જ્યારે ઘરે ગઈ ત્યારે જોયુ કે મારો પતિ તેના મૃત્યુની પથારી ઉપર હતો. તે ત્યારે પછી તરત જ મરી ગયો. જે લોકો તેની અંતિમવિધીમાં આવ્યા હતા તેઓ વાત કરતા હતા કે તે એડ્સને લીધે મરી ગયો. ત્યારે મેં પહેલી વાર એડ્સ વિશે સાંભળ્યુ.

તેના મૌતને લીધે હું અસ્વસ્થ થઈ ગયો અને મને ડર પણ લાગ્યો. હું ગમગીન થઈ ગયો અને બધી ધાર્મિક વિધી પછી હું મારી માતા પાસે ઘરે ગયો. મારા પિતાને અને ભાઈને આ વાતની જરા પણ ખબર ન હતી પણ મારી માતાએ અમને ટેકો આપ્યો.

હું PHCની ઈસ્પીતાલમાં ગયો અને તેમના માર્ગદર્શનની નીચે હતો. ત્યાં મેં સંગ્રામ વિશે સાંભળ્યુ જે એચ.આય.વી/એડ્સની જાણકારી આપે છે. હું અને મારી માતા જ્યાં સુધી ઈસ્પીતાલ ખાલી ન થાય ત્યાં સુધી બેસી રહ્યા અને પછી સંગ્રામના આરોગ્યના કામગારને મળવા ગયા. મેં મારા પતિના મૃત્યુની બધી જાણકારી પરામર્શકને આપી. મને કહેવામાં આવ્યુ કે PHCની બધી દવા મારે ચાલુ રાખવી પણ મારી પ્રસુતી માટે મારે સાંગલી સિવિલ ઇસ્પીતાલમાં જવુ પડશે. મને એ પણ કહેવામાં આવ્યુ કે હું કેટલીક દવા લઈશ તો મારા બાળકને એચ.આય.વીનો ચેપ નહી લાગવાની શક્યતા બહુ વધારે છે.

પણ મંજરડે PHCના ડો.સોનાવલે કહ્યુ કે આવી કોઇ દવા અસ્તિત્વમાં નથી. મેં જોખમ નહી લીધુ અને મારી પ્રસુતી માટે સાંગલી સિવિલ ઇસ્પીતાલ ગઈ. મને ડૉ.બોકારે જે એક સામાજીક કામગાર છે તેમની ઓળખાણ કરાવી. ચકાસણીમાં બતાવ્યુ કે હું એચ.આય.વી પૉઝીટીવ છુ. જ્યારથી મને પ્રસુતિવેદના ચાલુ થઈ ત્યારે મને એક ગોળી આપી અને થોડા સમય પછી મેં એક પુત્રને જન્મ આપ્યો. બાળકને પણ કાંઇક મિઠુ પ્રવાહી આપ્યુ. મને બાળકને કેવી રીતે ધવડાવવુ તેની સલાહ અપાઇ અને બાળકની કેવી રીતે કાળજી લેવી તેના બાબત જાણકારી આપી. પ્રસુતિના ચાર દિવસ પછી મને મુક્ત કરવામાં આવી અને હું ગુરગાવ ગઈ.

હું દરેક મહિને મારા બાળકને શીતળાની રસી મુકવા નજીકના મુખ્ય આરોગ્યના કેન્દ્ર, મંજરડે ગામમાં લઈ જતી. અમારી પાસે પૈસા ન હતા એટલે અમે મંજરડેથી ગુરગાવ ચાલીને જતા - જેનુ અંતર લગભગ ૮ કિલોમીટર હતુ. ગુરગાવ એક દુષ્કાળવાળો પ્રદેશ છે અને ત્યાં બહુ ઓછો વરસાદ પડતો અને તેને લીધે કાઈ કામ મળતુ નહી.

કોઇકવાર હું તાસગાવ પણ જતો. રસ્તામાં એક માણસ જેનુ નામ રવીન્દ્ર હતુ તેને મળ્યો. હું તેનાથી બહુ પ્રભાવિત થઈ ગયો. એક દિવસ હું અને મારી માતા મંજરડેથી ગુરગાવ ચાલીને જતા હતા ત્યારે રવીન્દ્ર મળ્યો અને તેની ઓળખાણ મેં મારી માતા સાથે કરી. તેની સાથે અમે ચા પીધો અને તે અમને ઘરે મુકી ગયો. જ્યારે તે ગયો ત્યારે અમને તેણે થોડા પૈસા આપ્યા.

ત્યાર પછી તે નિયમિત અમારે ત્યાં આવવા લાગ્યો. તેણે બે વાર લગ્ન કર્યા હતા અને તેને ત્રણ બાળકો હતા. પણ તેણે કહ્યુ કે બધાયનુ તે ધ્યાન રાખશે. અમારા પડોશીને તેનુ અમારે ત્યા નિયમિતપણે આવવુ ન ગમતુ. તેઓ બહુ જ કઠોર હતા અને હંમેશા ગાળો આપતા અને તેથી મેં ગુરગાવ છોડ્યુ અને તાસગાવ રહેવા ગયા.

થોડા મહીના પછી રવીન્દ્રને ખબર પડી કે મારો પતિ એડ્સથી મરી ગયો હતો. તેણે અમને આગ્રહ કર્યો કે અમારે બંને ચકાસણી કરાવવી જોઇએ. હું ત્યારે તેના બાળકની સાથે સર્ગભા હતી. અમે બંને ચકાસણીમાં પૉઝીટીવ સાબિત થયા. રવીન્દ્રે મને તરત જ છોડી દીધી અને હું ગુરગાવ મારી માતા પાસે ચાલી ગઈ. મેં ગર્ભાપાત કરવાનુ નક્કી કર્યુ અને સર્ગભાવસ્થાનો અંત લાવવાનુ નક્કી કર્યુ. તે દરમ્યાન મારી સાસુ આવીને મારા દીકરાને લઈ ગઈ. રવીન્દ્ર અમારા માટે બધોય ખર્ચો કરતો પણ હવે અમને અમારા ખોરાક માટે પણ ભીખ માંગવી પડે છે.

ભિખમંગો મને બીજા આશ્રયદાતા તરફ દોરી ગયો. ઓછામાં ઓછુ મારા દીકરાનુ ધ્યાન તેના પિત્રુપક્ષે લીધુ હતુ. હું એક હમાલ (મજુર)ને બજારમાં મળી અને મેં તેને મારી સાથે લગ્ન નક્કી કરવા પુછ્યુ. લગ્ન ઓછામાં ઓછુ મારા માટે સુરક્ષિતપણુ લાવશે. અમે બંને એક ગામડામાં જે તાસગાવથી ૫ કિલોમીટર દુર છે ત્યાં સાથે રહીએ છીએ. નશીબ, દુષ્કાળ, કામ નહી અને આધાર નહી આ બધી વાતો મારા જીવનને અવ્યવસ્થિત બનાવવા જવાબદાર છે.

મનીષા જેના લગ્ન ૧૪ વર્ષની ઉમરે થયા હતા તેને ખબર પડી કે તેના એડ્સથી પીડાતા પતિના મર્યા પછી તેનો ચેપ તેને લગાવીને ગયો હતો. તેના સાસરીયાએ તેના રોગ માટે ઉપચાર કરીને પૈસા ખર્ચવાની ના પાડી અને સ્થાનિક ઇસ્પીતાલના ડૉક્ટરે તેની ગાઠ ઉપર શસ્ત્રક્રિયા કરવાની ના પાડી કારણકે તે એચ.આય.વી પૉઝીટીવ હતી.

મારૂ નામ મનીષા છે. હું મંકરવાડી ગામ જે શીરાલા તાલુકામાં છે ત્યાની છુ. મોટા ભાગના પુરૂષો જે આ પ્રદેશના છે તેઓ મુંબઈમાં કામ કરતા હતા. હું જ્યારે ૧૪ વર્ષની હતી ત્યારે મારા લગ્ન એક માણસ જેનુ નામ આનંદા છે તેની સાથે થયા હતા. મને ત્યારે લગ્નનો શું અર્થ થાય છે તે ખબર ન હતી પણ હું મારા માતાપિતા સામે કાઇ બોલી શકી નહી. હું જ્યારે મારા નવા ઘરે આવી ત્યારે મને તે છોકરા બાબત કાંઈ માહિતી ન હતી અને તે પહેલાથી પરણેલો છે એ જાણીને મને આઘાત લાગ્યો.

મારા પતિએ મને કહ્યુ કે હું તેની બીજી પત્ની છુ અને અમારા બંનેના તેના ઉપર અધિકારો સરખા છે. તેના માતાપિતા પણ અમારી સાથે રહેતા હતા. મારો પતિ ભાડે ફરતી ગાડીનો વાહન ચલાવનાર હતો. તે ઘરથી વ્હેલો નિક્ળતો અને રાત્રે મોડેથી ઘરે આવતો. મને જાણ થઈ કે તે દારૂડીયો હતો અને તંબાકુનો વ્યસની હતો.

લગ્નના પહેલા વર્ષમાં હું સર્ગભા થઈ. મેં એક પુત્રને જન્મ આપ્યો. એનુ નામ તેજસ છે. તેજ સમય દરમ્યાન મારા પતિનુ બીમાર પડવાનુ ચાલુ થયુ. ફક્ત સાધારણ તાવ અને નબળાઇ પણ ધીમેધીમે તે વારંવાર થવા લાગ્યુ. ત્યાર પછી તેને નાગીન ( Herpes Zoster) થઈ અને પછી તેના ગળાની આસપાસ ગાઠ વિકસિત થઈ. અમે તેને સરકારી ઇસ્પીતાલે લઈ ગયા. મને ડૉકટરે તેની કેબીનમાં ન જવા દીધી. હું તેને વારંવાર પુછતી કે તે અનેક વાર બીમાર કેમ પડતો હતો પણ તે મને હંમેશા ઝાટકણી કરીને બાજુમાં કરી દેતો અને કહેતો કે આ કામના દબાણને લીધે છે. પણ જ્યારે તે ગંભીર રીતે બીમાર પડ્યો ત્યારે તેણે મને કહ્યુ કે તેને એડ્સ છે.

ત્યારે મારે મારૂ લોહી તપાસી જોવુ હતુ પણ ત્યારની પરિસ્થિતી એવી હતી કે તે હું ન કરી શકી. અમે અમારી જમીન પહેલાથી જ એમની માંદગી અને સારવાર માટે ગિરવી મુકી દીધી હતી. તે ત્યાર પછી સારો નહી થયો અને ૨૦૦૧માં ગુજરી ગયો. ચાર મહીના પછી મને કહેવામાં આવ્યુ કે તેને એડ્સ હતો. તે મરી ગયા પછી મેં અને મારા દીકરાની એચ.આય.વીની ચકાસણી કરાવી. મેં જ્યારે પરિણામ જાણ્યુ ત્યારે મને આઘાત લાગ્યો. મને અપેક્ષા હતી કે હું પૉઝીટીવ નહી હોવ. મારા સારા નશીબ કે મારો પુત્ર એચ.આય.વી નેગીટીવ સાબીત થયો. મારા પતિની પહેલી પત્નીએ તેના ચકાસણી માટે ના પાડી અને મારા સાસરામાં તે રહી. તેઓ મારા દીકરાને પણ મારાથી દુર લઈ ગયા. તેમણે વિચાર્યુ કે જો તે મારી સાથે રહેશે તો તેને એચ.આય.વી થઈ જશે.

થોડા સમય પછી હું એક આરોગ્ય સેવીકાને મળ્યો જેણે અમારા કુંટુંબને પ્રસારણ થવાની રીતની વિશે પરામર્શ કર્યા અને થોડા સમય પછી મારા કુંટુંબે મને પાછી બોલાવી અને અમે સાથે રહેવા લાગ્યા. પણ મારા સાસરીયાના લોકોએ મારો ઉપચાર કરવા પૈસા ખર્ચવાની ના પાડી. તેમનો છોકરો જ્યારે બીમાર હતો ત્યારે મેં તેનુ ધ્યાન રાખ્યુ હતુ અને એમણે તેનો ઉપચાર કરવા ઘણા પૈસા ખર્ચ્યા હતા તો પણ તેમણે મારા ઉપચાર માટે પૈસા ખર્ચવાની ના પાડી.

મારા પેટમાંથી ગાઠો કાઢવા ત્રણ શસ્ત્રક્રિયા કરી હતી. બે વાર ખાજગી ઇસ્પીતાલમાં અને ત્રીજી વાર સરકારી ઇસ્પીતાલમાં કરી હતી. પણ ત્યારે ડૉક્ટરે મારી શસ્ત્રક્રિયા કરવાની ના પાડી જ્યારે એને ખબર પડી કે હું એચ.આય.વી પૉઝીટીવ હતો. તેણે મને ઘરે મોકલી દીધો અને તેણે મારા ઉપર આરોપ મુક્યો કે હું એચ.આય.વી પૉઝીટીવ છુ એ વાત મેં છુપાવી. હું તેને કહેતા બીતો હતો કે કારણકે હું પૉઝીટીવ છુ એમ કહેવાથી તે મારી ગાઠ ઉપર શસ્ત્રક્રિયા નહી કરે અને તે જ થયુ.

મારી આ સમસ્યા વખતે સરકારી ઇસ્પીતાલમાં હું એક માણસને મળી જે બહુ જ સમજણવાળો અને મદદગાર હતો. તેને એ વાત માનવામાં ન આવતી હતી કે હું એચ.આય.વી પૉઝીટીવ છુ. તેણે મારા લોહીની ફરીથી ચકાસણી કરાવી અને ત્યારે પછી તે એ વાત માન્યો કે હું એચ.આય.વી પૉઝીટીવ છુ. તેણે મને છોડી દેવાની ના પાડી અને હવે અમે સંબંધમાં છીએ અને નિરોધનો ઉપયોગ કરીએ છીએ. હું તેના ઉપર વિશ્વાસ કરૂ છુ અને તે મારા જીવનના અંતિમ વખત સુધી મારી કાળજી રાખશે. હું પોતે મારા ઘરનુ ધ્યાન રાખુ છુ. હું ઘરગુથી કામ અને ખેતરમાં પણ કામ કરૂ છુ.

 

મને ART બાબત ખબર છે. પણ જો નાગરિકોની ઇસ્પીતાલ જે આ દવા મફતમાં નહી આપે તો મારા માટે ઉપચાર કરવો બહુ મુશ્કેલ થઈ જશે. મેં આજ કારણને લીધે મારૂ નામ ART માં નોંધાવ્યુ નથી. હું બીમાર નથી. હું કદાચ બીમાર પડુ તો ત્યારે મારૂ નામ નોંધાવી નાખીશ.

હું ૧૪ વર્ષની ઉમરે વૈશ્યાવૃત્તીમાં વેચાઇ ગઈ. અનિતા સુરક્ષિત લૈંગિક સંબંધ રાખવા માટે તડજોડ નથી કરી શક્તી, અને તે એચ.આય.વી પૉઝીટીવ છે તેવુ નિદાન થયુ. હવે તે ઉપચાર કરે છે અને તે બીજાઓને પરામર્શ આપે છે કે એચ.આય.વી/એડ્સ હોવા છતા પણ કેવી રીતે જીવવુ.

મારૂ નામ અનિતા છે અને હું ગોકુલનગર, સાંગલીમાં રહુ છુ. મારો જન્મ અહીયા થયો હતો. મારી માતા વૈશ્યા હતી અને હું નગરપાલિકાની શાળામાં ત્રણ ધોરણ સુધી ભણી હતી. હું જ્યારે બહુ નાની હતી ત્યારે મારી માતા મને સૌદત્તી પાસે લઈ ગઈ અને યૈલ્લમા દેવીને અર્પણ કરી. મને કલ્પના ન હતી કે આ ધાર્મિક વિધી તેઓ શા માટે કરે છે. મેં શાળામાં જવાનુ બંધ કર્યુ. મારી જીંદગી ત્યારે આનંદમયી હતી. હું સાયકલ ચલાવવા શીખી ગઈ અને એક્દમ છોકરા જેવી વર્તવા લાગી. જ્યારે હું ૧૧ વર્ષની થઈ ત્યારે મારો માસિક્સ્ત્રાવનો સમય ચાલુ થયો અને ત્યારે મારી માતાએ મને રખડવાનુ બંધ કરવાનુ કહ્યુ અને ધંધો (business) ચાલુ કરવાનુ કહ્યુ.

હું ૧૪ વર્ષની થઈ ત્યારે મને લગ્ન કરવાની ઈચ્છા થઈ પણ મને કહેવામાં આવ્યુ કે દેવદાસી પુરૂષ સાથે લગ્ન નહી કરી શકે. મેં ત્યારે ૧૪ વર્ષની ઉમરે ધંધો ચાલુ કર્યો. મારી મિત્રો જે જુની દેવદાસીઓ હતી તેમણે મને લૈંગિક આવેગો અને ધંધો કરતા શીખવ્યુ. શરૂઆતમાં મને ડર લાગતો પણ ધીમેધીમે હું સ્થિર થઈ ગઈ. એ દિવસોમાં નિરોધ (Condom)નો બહુ ઉપયોગ નહી થતો. પણ પરણેલા પુરૂષો અને કેટલાક સુરક્ષિત લોકો નિરોધ વાપરતા. એક વાર મેં એક માણસને પુછ્યુ કે તે નિરોધ કેમ વાપરે છે તો તેણે કહ્યુ કે હું પરણેલો છુ અને મને જો Sexually Transmitted Diseaseનો ચેપ લાગશે જે હું મારી પત્નીને આપિશ તે એને જોતુ ન હતુ. એક રોજ આવતો ઘરાક મારા પ્રેમમાં પડ્યો અને તે મારી સાથે બે વર્ષ રહ્યો.

સંગ્રામ સ્વંયસેવી સંસ્થાના માધ્યમથી મીના એક સામાજીક કાર્યકર્તા અમારા સમાજના લોકો પાસે આવી અને એચ.આય.વી/એડ્સ અને STD બાબત વાત કરી. તેણીએ અમારા હક્કોને લગતી તાલીમ આપી. અમે અમારા ઘરાકો સાથે નિરોધ વાપરવાનુ શરૂ કર્યુ. પણ હું મારા માલિક્ની (Regular/husband) સાથે નિરોધ ન વાપરી શકી અને હું જ્યારે સગર્ભા થઈ ત્યારે મેં બાળક રાખવાનુ નક્કી કર્યુ. મને નાગરિકોની ઈસ્પીતાલમાં ચકાસણી માટે લઈ ગયા અને ત્યારે મેં જાણ્યુ કે હું એચ.આય.વી પૉઝીટીવ છુ. આ વાતને લીધે મને અશાંતી ન થઈ અને હું સગર્ભા છુ એ જાણીને મને આનંદ થયો.

હું જ્યારે ૯માં મહીનામાં હતી ત્યારે મારૂ લોહીનુ દબાણ વધી ગયુ અને ડૉકટરે મને શૈલ્યચિકીસ્તાથી બાળકને જન્મ આપવાની સલાહ આપી. પ્રસુતી પહેલા મને Nevrapine દવા આપી અને મેં છોકરીને જન્મ આપ્યો. તે ત્રણ મહીનાની હતી ત્યારે તેને pneumonia (ફેફસા સોજી જવા) થયો અને તે મૃત્યુ પામી. હું એકદમ ઉજ્જડ થઈ ગઈ અને મેં ધંધો બંધ કર્યો.

મારૂ જ્યારે વજન ઓછુ થવા લાગ્યુ ત્યારે મીરાએ મને પુનેમાં ડૉ.વિનય કુલકર્ણી પાસે મોકલી જેણે બધી ચકાસણી કરી અને મને ART ઉપર મુકી. મેં દારૂ પીવાનુ અને તંબાકુ ખાવાનુ બંધ કર્યુ, જે બહુ અઘરૂ હતુ પણ હું તેને કાબુમાં લાવી શકી.

તે છતા મને આ સારવાર ચાલુ રાખવી બહુ અઘરી પડી. મેં ધંધો કરવાનુ એકદમ બંધ કર્યુ અને મારા ART ના પૈસા પણ હું ન ભરી શકી એટલે મેં બે મહીના માટે ART બંધ કરી. પછી સંગ્રામે મારા ઉપચાર કરવા માટે ફરીથી વ્યવસ્થા કરી અને ત્યારે નાગરીકોની ઈસ્પીતાલમાં ARTની બહાર કાઢવાની ગતી જાહેર થઈ. મેં મારૂ નામ આ કાર્યક્રમમાં નોંધાવ્યુ અને નાગરીકોની ઇસ્પીતાલમાં માર્ચ ૨૦૦૫થી મારો ARTનો ઉપચાર ચાલુ કર્યો. અવસરવાદી ચેપો હવે બંધ થયા છે અને હું તંદુરસ્તીનો અનુભવ કરૂ છુ અને નિયમિત કામ કરી શકુ છુ.

મારૂ જ્યારે એચ.આય.વી પૉઝીટીવ હોવાનુ નિદાન થયુ ત્યારે મારૂ કુંટુંબ હંમેશા મારી આજુબાજુમાં રહીને બહુ કાળજી રાખતુ. હું હવે સંગ્રામની સાથે કામ કરૂ છુ અને બીજા જે પૉઝીટીવ છે તેમને મદદ કરૂ છુ. રોકાણને મહત્વ આપવુ જોઇએ અને તેથી અમે સખત કામ કરીએ છીએ અને સ્ત્રીઓને પોતાના માલિક્ને નિરોધ વાપરવા માટે વાત કહેવા મદદ કરીએ છીએ.

મારી પાસે જે પૉઝીટીવ લોકો છે એમના માટે એક સંકેત છે. પીવાનુ બંધ કરો અને તંબાકુ ચાવવાનુ પણ બંધ કરો અને પોતાનુ ધ્યાન રાખો. તમે સમાજ માટે કામ કરીને કાંઇક ફાળો આપી શકો છો જેમ હું કરૂ છુ.

૧૯૯૨થી સંગ્રામ, એક બીનસરકારી સંસ્થા જે સાંગલી, મહારાષ્ટ્રમાં વૈશ્યાઓ સાથે કામ કરે છે. ૧૯૯૬માં એક વિસ્તૃત કાર્યક્રમ જેમાં ભેગી થયેલી વૈશ્યાઓ વિરૂધ્ધ જે અન્યાય કરે છેVeshya Anyay Mukti Parsishad (VAMP)ના નામે ચાલુ કર્યો.

ઝરીના - અમારે જાણકારી કરતા વધારે જોઇએ છીએ

ઝરીના હજારોમાં એક છે જે એચ.આય.વી પૉઝીટીવ છે અને તે બંનેમાં ફસાણી છે એક તો સરકાર જે બધાયને કાળજી અને ઉપચાર નથી આપી શકતી અને બીજી ખાજગી સંસ્થાઓ જે બહુ જ મોંધી છે અને ઉટવૈદથી ખચાખચ ભરી છે અને સ્વંયસેવી જે તેમની પોતાની કાર્યસુચીથી ચાલે છે.

ઝરીના હજારોમાં એક છે જે આપણી આજુબાજુ એચ.આય.વી સાથે ચુપચુપ જીવી રહી છે. તે એમાંથી એક છે જે ઘરની બહાર શૉપીંગ મૉલમાં ફક્ત વસ્તુઓ જોવા માટે ચક્કર મારે છે, રેલ્વે સ્ટેશનથી જલ્દીથી ઘરે પહોચીને કુંટુંબ માટે રાંધવા અથવા એક અઠવાડીયા સુધી ચાલે તેટલી શાકભાજી ખરીદવા માટે ફેરીયા પાસેથી સસ્તામાં લેવા માટે રક્ઝક કરીને દોડાદોડી કરે છે. સાધારણ લોકો સાદુ જીવન અને એચ.આય.વીના પૉઝીટીવ સ્થાનને કર્કશ લઈને પ્રગતી કરે છે.

ઝરીનાની આ વાર્તા એક સાધારણ વાત કરતા થોડી વધારે છે. ૧૫ વર્ષની મલીકા(પહેલા તે આ નામથી ઓળખાતી) નેપાલના પહાડમાં તેના ગામથી ભાગી ગઈ - તેના બેદરકાર પિતાથી, સાવકી માતાથી અને ખેતરમાં લાંબા સમય સુધી કામ કરવાથી દુર એક સંબધીને ત્યાં દુનિયામાં તેનુ નશીબ અજમાવવા નીકળી. બીજી છોકરીઓની જેમ તેના પહેલા અને પછી તે સરહદ ઉપરથી ચોરીછિપીથી કામઠીપુરા - મુંબઈના વૈશ્યાવાડામાં પહોચી. હજી તેને તે રાત આબેહુબરીતે યાદ છે. મને બે ગોળી આપી અને હું બેહોશ થઈ ગઈ. જ્યારે મને ભાન આવ્યુ ત્યારે મેં એક અદભુત ઘટના જોઈ. એક મોટુ સ્મારક હતુ, મેં વીચાર્યુ કે તે કદાચ એક મોટી નદી છે, પણ તે હાજી અલી હતુ.

મને વાલકેશ્વરમાં એક ઓરડામાં થોડા દિવસો કેદમાં રાખી, ત્યાં પોલીસનો, ગુંડાનો, ઘરવાલી અને બીજા જાતજાતના વિચિત્ર લોકોનો ભયજનક મેળાપથી હું ડરથી કાંપતી મલીકા જેને ખબર ન હતી કે તે ક્યાં છે અથવા તેઓ કઈ ભાષામાં બોલે છે. તેને નવી જગ્યાએ જે હવેના થોડા વર્ષો માટે તેનુ ઘર છે. એક કોઠી (brothel) જે કામઠીપુરામાં છે. ત્યાં તેની નવી જીંદગી તેના નવા નામ ઘરવાલી ઝરીના સાથે ચાલુ થઈ.

વૈશ્યાવૃત્તીનુ જીવન (Life in Red):
આ અચાનક થઈ રહેલી ઘટનાઓમાં મને પરોવાઈ જતા થોડો સમય લાગ્યો. તે છતા મેં ધાર્યુ હતુ તેવો આ વૈશ્યાવાડો ન હતો. એ કહે છે કે મેં એક છોકરીને શાકભાજી સુધારતા જોઇ અને બીજીને ચુલો સળગાવતા જોઇ. રાત્રે ભપકાવાળા કપડા પહેરેલી સ્ત્રીઓને જોઇ નહી. ભપકાદાર સજાવટ ન જોઇને મને વિશ્વાસ ન આવ્યો.

તેને યાદ આવે છે કે મેં ઘણીવાર ત્યાંથી ભાગી જવા કોશિશ કરી, તેમાં સફળ પણ થઈ. ઘરવાલીએ મને કહ્યુ કે ત્યાથી જવા માટે મારે રૂ.૪૦,૦૦૦/- આપવા પડશે અથવા ત્રણ વર્ષ કામ કરવુ પડશે તેટલા સમયમાં તે ઉધાર લીધેલા પૈસા ચુકવી શકશે. મારા માટે બીજો કોઇ ઉપાય ન હતો. મેં બે વર્ષો સુધી સુરજની રોશની જોઈ નહી. તે મારી જીંદગી બની ગઈ.

એક પ્રેમની નાનકડી વાર્તા (Ek chhoti si love story):
ઝરીનાની જીંદગીમાં એક નાટકીય બદલાવ આવ્યો જ્યારે તે એક પડોશમાં રહેતા જુવાન પુરૂષના પ્રેમમાં પડી. તેમને બંનેને ચિત્રપટનો બહુ શોખ હતો. આ જુવાન પુરૂષ સુંદર ઝરીનાને ઘણી વાર બપોર પછીના ખેલમાં ચિત્રપટ જોવા લઈ જતો. તેમની પ્રેમ કહાની ચાલુ થઈ. ઝરીના બીમાર પડી ત્યારે તેમને અચાનક શોધ થઈ કે તેણી એચ.આય.વી પૉઝીટીવ છે.

ડૉક્ટર જે યુવાન પુરૂષને જાતે ઓળખતો હતો તેણે કહ્યુ કે જો ઝરીનાને વૈશ્યાવાડામાં વધારે સમય રાખવામાં આવશે તો તે એક મહીના કરતા વધારે જીવી નહી શકે. આ જુવાન પુરૂષે પોતાની બધી લાગવગ વાપરી - જ્યાં હૉટેલ હતી તેના માલિક્ને જેના પત્રકારો સાથે સંબંધ હતા - એક ફોટોગ્રાફર, એક સમાજનો કાર્યકર્તા - તેણે એક યોજના ઝરીના સાથે ભાગીને લગ્ન કરવા માટે બનાવી. ઘરવાલીની ફરિયાદને લીધે પોલીસ તેમને હેરાન કરે અને તેના નાયબ અધિકારીના સંબંધને લીધે નાયબ અધિકારીએ ત્યાના સ્થાનિક પોલીસને ફોન કરીને કહ્યુ કે આવી નાની ફરિયાદોની તે અવગણના કરે.

જો પ્રસંગ પ્રમાણે તેમની યોજના થઈ હોત તો ઝરીનાના અને જુવાન પુરૂષના વેલેન્ટાઈનના દિવસે લગ્ન થઈ ગયા હોત. પણ તેમનો પ્રેમ કાગળપત્રના બનાવવાની સામે પાછળ રહ્યો અને ફેબ્રુઆરી ૧૭મીએ તેમની નિકાહ પઢાઈ. ત્યાર પછી તરત જ તેઓ જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં આફત ન આવે તેથી ઝરીના અને તેનો પતી નવી મુંબઈમાં રહેવા ચાલ્યા ગયા. તેમણે નવા ઘરમાં એક નાનકડો ઓરડો ભાડે રાખવા થાપણ આપવા તેમની સોનાની સાંકળ વેચી નાખી.

એચ.આય.વી સાથે જીવન ( Living with HIV):
તે દરમ્યાન ઝરીનાની માંદગી તેનો ભોગ લેતા વધતી ગઈ હતી. દર મહીને તેના માસિક સ્ત્રાવ દરમ્યાન તે શરીરના દુ:ખાવને લીધે રોઇ પડતી અને તુટી જતી, તેનુ ફુગેલુ પેટ અને ખુલાસો નહી થાય તેવુ સફેદ પરૂ. ઘણીવાર તે અઠવાડીયામાં એક વાર થતુ.

તેની સગર્ભાવસ્થાના ત્રીજા મહીનામાં જ્યારે તેની શસ્ત્રક્રિયા થઈ ત્યારે તેને એચ.આય.વીનો ખરો અર્થનો સામનો થયો. ઇસ્પીતાલના ડૉકટરો તેની એચ.આય.વીની સ્થિતી જાણીને તેના ઉપર શસ્ત્રક્રિયા કરવા અનિશ્ચિત હતા. પણ શસ્ત્રક્રિયા કરવી જ પડી. CD4 અને CD8 મળીને આ ટપ્પામાં વિવિધ પ્રકારની ચકાસણી કરવી પડી. આ સરકારી ઇસ્પીતાલમાં એચ.આય.વીનો ઉપચાર કરવા માટે મફત નોંધણી કરવામાં આવતી. તેમ છતા તેમને ખબર પડી કે ઝરીના મફત ઉપચાર કરવા પાત્ર ન હતી. એક બારીક તપાસ પ્રમાણે દર્દીઓ જેમની CD4 ની ગણતરી ૨૦૦ કરતા ઓછી હોય તેમને જ મફત ઉપચાર મળે છે અને જેઓનુ ૨૦૦ કરતા વધારે હોય તો તેમને ઉપચાર કરવાના પૈસા આપવા પડે છે, જે લગભગ ૬ મહીનાના ઉપચાર માટે રૂ.૩૫,૦૦૦/- છે. એચ.આય.વીના દર્દીઓ માટે આ ભેદ કેમ ? ફક્ત સરકારની નીતી એમ ઇસ્પીતાલે કહ્યુ. જેઓ બહુ ખરાબ તબક્કામાં છે તેમને દવા માટે પહેલી પસંદગી અપાશે.

આ દલીલને પડકાર આપવા બીજો કોઇ રસ્તો નથી. આ જોડી ખાજગી શાખા તરફ વળી. એક આર્યુવેદીક ઇસ્પીતાલ વરલીમાં મફત ઉપચાર કરતી હતી, પણ મફતનો ખરો અર્થ ફરીથી મફત ન થયો જે તેઓને પરવડે. તેમ છતા તેમને દવા મફતમાં મળતી પણ તેમને અઠવાડીયામાં બે વાર ત્યાં જવુ પડતુ. આ યુગલ માટે નવી મુંબઈથી અઠવાડીયામાં બે વાર વરલી જવુ તેઓને પરવડતુ નહી અને જુવાન પુરૂષને હંમેશા નોકરી આપવી શક્ય ન હતુ. દવાની અસર પણ ઓછી થતી અથવા બિલ્કુલ થતી નહી. ઉલ્ટે ઝરીનાનુ શરીર તપી જતુ અને તેને સુગ ચડતી. બે અઠવાડીયા પછી ઇસ્પીતાલમાં દવાનો પુરવઠો ખલ્લાસ થઈ ગયો અને તેથી ડૉક્ટરે દવા બહારથી લાવવા માટે ચિઠ્ઠી લખી દિધી અને તેની કિંમત રૂ.૬૦૦- ૭૦૦/- હતી. આ વસ્તુ વારંવાર થવા લાગી અને તેઓએ ત્યાં જવાનુ બંધ કર્યુ.

અપાત્ર અગ્રતા (Misplaced priorities):
સરકારની સામે ભ્રમ દુર કરીને ઝરીના એક મોટા સ્વંયસેવી સંસ્થા પાસે જઈને પોતાનો ઉપચાર કરવા એક ખાનગી ઇસ્પીતાલમાં ગઈ. જ્યારે ઝરીના એક વાર સંસ્થાને મળી ત્યારે તેણે જાણ્યુ કે તેઓ તેનો ઉપચાર કરવા નહી પણ કોઇ બીજી જ વસ્તુ માટે છે અને તેણીને શું જરૂરીયાત છે તે તેમને જાણવુ નથી.

ઉલ્ટાનુ સ્વંયસેવી સંસ્થાના સંચાલકને ૧૦ વર્ષ પહેલા કોણે અવરજવર કરી હતી તે વાત શોધી કાઢવામાં વધારે રસ હતો. તેણે ઝરીનાને કહ્યુ "ચલો આપણે અવરજવર કરવાવાળાને પકડીયે અને તેને જેલમાં નાખીયે." ઝરીનાને આશ્ચર્ય લાગ્યુ કે તે કેવી રીતે મને મદદ કરશે. આટલા બધા વર્ષો પછી મારે મારા ગામ શું કરવા પાછા જવુ જોઇએ? મારા કુંટુંબને એમ જ કે હું મરી ગઈ છુ. તેઓ કહેશે કે એ અમારૂ નામ ખરાબ માટે કેમ પાછી આવી.

તેના પતિને વહેમ હતો કે સ્વંયસેવી સંસ્થાના મિલિયન ડૉલરની મદદ જે એચ.આય.વી માટે આપી છે, તેનુ શું કરે છે. તે કહે છે કે તેમને પરદેશથી ઘણુ બધુ દાન મળે છે જે તેઓ જાહેરાત અને પ્રવાસ માટે ખર્ચે છે. આ સ્વંયસેવી સંસ્થા ફક્ત તમને જાણકારી આપશે, બીજુ કાંઇ નહી. ફક્ત જો તમે તેમના સગા હોય અથવા ઓળખાણ હોય તો તમને ઉપચાર મળશે.

છેલ્લો ઉપાય - રૂ.૬૦/-ની પ્રયતી. (The 60–rupee shot: The last resort)
ઝરીનાને હંમેશા કુંટુંબ, એક ઘર અને સુખ જોઇતુ હતુ. તેણી કહે છે કે મને પતિ કામ કરી ઘરે આવે તેની રાહ જોઇ અને તેના માટે રાંધીને મને આનંદ આવતો. આજે એનુ સ્વપ્ન એક પોતાનુ નાનકડુ ઘર છે. તે પોતાની નવી જીંદગી આનંદથી જીવે છે અને તેનુ ભોળપણુ તેના મુશ્કેલ ભુતકાળને ભુલવા માંગે છે, ખાસ કરીને તેની એચ.આય.વીની બિમારીના દુ:ખાવાને.

ઝરીના અને તેના પતિને લાગે છે કે ઉપચારની શોધ માટે ખરેખર ક્યાંય પણ ન જવુ જોઇએ. કોઇક વાર તેઓ વિચિત્ર હરબલનો ઉપચાર અહીયાથી અને ત્યાથી મેળવીને કરે છે. તાજેતરમાં, એક ઉદાહરણ, ઝરીનાએ એક હરબલનો ઉપચાર કરવા માટે એક શીશી વાપરી જે તેને એક નેરૂલની સ્ત્રીએ વહેચી હતી. કોઇક આજુબાજુના વિસ્તારમાંથી આ ઉપચાર કરવાની ભલામણ કરી હતી, બીજી એક સ્ત્રી જે બહુ પાતળી હતી તેનુ વજન કોઇ દિવસ ન વધતુ. આ દવા લેવાથી તેની ભુખ પણ વધી અને ઉંઘ પણ સારી આવવા લાગી. જેને લીધે તેનો બધી દૃષ્ટીથી સ્વાસ્થયમાં સુધારો આવ્યો. આ શીશી તેણે એક વિતરક પાસેથી રૂ.૨૫૦૦/-દઈને લીધી હતી. આ એક ચુર્ણ દુધ અથવા પાણીની સાથે મિશ્રણ કરીને લેવાય છે. ઝરીનાએ આ એક મહીના સુધી લીધુ અને તેને લીધે સારૂ લાગ્યુ તેમ તે કહે છે, પણ તે બહુ મોંઘુ હતુ રૂ.૨૫૦૦/- દર મહીને જેથી તે ચાલુ રાખી નહી શકી.

અત્યારે ઝરીના એચ.આય.વી માટે કોઇ પણ ઉપચાર કરતી નથી. એને બદલે તેણી કહે છે કે રૂ.૬૦/-નુ એક ઇંજેકશન જે શરીરનો દુખાવો અને સફેદ પરૂ દુર રાખે છે. તેણીએ આ મહીનામાં બે વાર કરવાનુ હોય છે. તે છતા તેનો ડૉક્ટર વારંવાર ના પાડે છે તેની લાંબે સમય સુધી લેવાની ખરાબ અસરને લીધે અને ઘણી વાર તે તેનુ ઇંજેક્શન આપવાની ના પાડે છે પણ તે રોઇને ભાંગી પડે છે અને કહે છે કે આ ઈંજેક્શન વીના મારાથી પીડા અને પેટ ઉપરનો સોજો સહન નથી થતો.

ઝરીના બંને વચ્ચે ફસાઈ ગઈ છે, એક તો સરકારની રકજક કે કોને સારવાર આપવી અને કોને નહી અને બીજી ખાનગી સંસ્થા જે મોંઘી છે અને મોટા સમુદાયને ઉટવૈદુ કરે છે અને વૈકલ્પિક વૈદ્યકીય લોકો જે એડ્સ મટાડવાની દવા મળ્યાનો દાવો કરે છે. સ્વંયસેવી સંસ્થા અવરજવર કરતા લોકોને પકડવામાં વધારે ધ્યાન આપે છે નહી કે એચ.આય.વી પૉઝીટીવ લોકોને મદદ કરવી. જ્યાં સુધી આ પધ્ધતી એડ્સની જાગરૂકતા તરફ અસ્થિરતાનુ મુલ્યાંકન નહી કરે, એચ.આય.વી સાથે જીવતા લોકો માટે ત્યાં સુધી તેઓ એચ.આય.વીનો ઉપચાર કરવા તરફ સરકારની નીતી ફરીથી તપાસ કરીને તેને સુધારવા અને ઝરીના જેવા લોકો જેમને એચ.આય.વી માટે ઉપચાર નથી કર્યો જે દેશમાં મળે છે તેઓ આના બળી બનશે. ત્યાં સુધી ઝરીના અને તેના જેવા હજારો લોકો આ જોખમકારક રૂ.૬૦/-ની ઝડપથી સારી કરતી અને થોડી ક્ષણો માટે આરામ આપતી દવા ઉપર આધારીત રહેવુ પડશે.

(મંજીમા ભટ્ટાચાર્ય જે એક સામાજીક અને રાજકારણમાં સક્રિય કામ કરનારી નિષ્ણાંત છે જે મુંબઈમાં રહે છે. તેણે વિશ્વવ્યાપી સ્ત્રીઓ અને તેમનું કામ ઉપર PhD The Centre for the Study of Social Systems, Jawaharlal Nehru University,માં થી કર્યુ છે, અને હાલમાં તે સામાજીક રાજકારણ ઉપર લેખો લખે છે. તે છેલ્લા ૧૦ વર્ષોથી ભારતીય સ્ત્રીઓની ચળવળમાં સક્રિયા ભાગ લ્યે છે.

એડ્સનો એક ખોવાયેલ ચેહરો

એક કલ્પના કરો કે તમે ૧૨ વર્ષનુ બાળક છો. તમે ભારતમાં વિજયવાડામાં, જે શહેરની હદની બહાર છે ત્યાં રહો છો. તારૂ નામ યેસુ બાબુ છે.

તારૂ ઘર એક નાનુ બે રૂમનુ કોન્ક્રીટ બ્લૉક્થી બાંધેલુ ઘર છે, જે લગભગ ૨૦૦ સ્કેવર ફિટ છે, તે ઝોપડીપટ્ટીમાં જેને વેમ્બે કૉલોની કહેવામાં આવે છે ત્યાં છે. કલ્પના કરો કે તમે આવા નાનકડા ઘરમાં દુર્ગામા-દાદી અને ૯ વર્ષના નાના ભાઈ સાથે રહો છો. તું તારી દાદી સાથે રહે છે કારણકે તારા માતાપિતા એડ્સને લીધે મરી ગયા છે. પહેલા તારો પિતા ૨૦૦૧માં તેનો ચેપ ઘરમાં લાવ્યો હતો અને પછી ૨૦૦૪માં તારી માતા. તારૂ અને તારા ભાઈને દેખરેખ રાખવા માટે કોઇ ન હતુ ફક્ત ઘરડી દાદી જેણે કોઇ દિવસ વિચાર્યુ ન હતુ કે એને બુઢાપામાં બે બાળકોની દેખભાળ કરવી પડશે.

થોડા સમયમાં તેને ખબર પડે છે કે તે એચ.આય.વી નેગેટીવ છે પણ તેનો નાનો ભાઈ એચ.આય.વી પૉઝીટીવ છે. તે બીમાર પડવા લાગ્યો. તેણે ઘણા ચેપોને લડત આપી. તે જ્યારે રાત્રે બીમાર હોય છે ત્યારે રડે છે અને તેની માતાને બોલાવે છે. તેના આ નવા બનેલા કુંટુંબ માટે ત્યાં બીજુ કોઇ ન હતુ જે તેમના માટે કમાય. એટલે તું તારા ભાઈને શાળાએ જવા દેતો તે છતા તેનુ ભવિષ્ય કેટલુ દુ:ખદ અંધકારમાં છે જ્યારે તે કામ પર જતો.

તું ૧૨ વર્ષનો છે. તને ખબર છે કે તારે શાળામાં જવુ જોઇએ. તે તારૂ બાળપણ પણ માણવુ જોઇએ પણ પુખ્ત વ્યક્તિનું કામ અને ચિંતા તેને ઘણી જલ્દીથી ધંધામાં ખેચી ગઈ,૧૨ વર્ષના છોકરાએ કષ્ટનો ચેહરો શું જોવો જોઇએ? પણ શું કરવુ? ત્યાં બીજુ કોઇ નથી - ત્યાં બીજો કોઇ રસ્તો નથી. એક સાધારણ જીવન માતાપિતા સાથે, શાળા અને બચપણ આ બધી પાછી થઈ ગયેલી કલ્પના ન કરતી સચ્ચાઈ છે.

આ તારૂ અધિકૃત ઘોરણ છે તેની કલ્પના કર

ભારતમાં દરેક જગ્યાએ બાળકો છે. તે રસ્તામાં, રેલ્વે સ્ટેશન ઉપર અને ગામડામાં ભર્યા છે. તેઓમાંના ઘણા ઘરવગરના છે અને બીજી સંસ્થાઓ વધી રહી છે પણ બાળકો રસ્તા ઉપર જીવી રહ્યા છે. ભારતની વધતી જતી સમૃધ્ધિ વચમાં એક આખી પેઢી છે જેમાં બધી મળીને અનાથ બાળકોની સંખ્યા ૨૫ લાખ છે તેમાં દર વર્ષે ૪ લાખ વધે છે. તેમાંથી ઘણા વૈશ્યાવાડા તરફ ધકેલાય છે અથવા તેમની પાસે મજુરી કરવાનુ કામ કરાવાય છે. જે ગુલામીની સ્થિતી તરફ દોરી જાય છે. આ અદૃશ્ય બાળકો છે જેમને સમાજે અને ઘણીવાર કુંટુંબે ઘરમાંથી કાઢી મુક્યા હોય છે. તેમની ઉપજીવિકા કમાવવા માટે, જે આ દુનિયામાં બધાયની ધ્યાન બહાર છે.

આ બીજી વાત કરતા જરાય સાચી નથી કે લગભગ ૨૦ લાખ બાળકોએ એડ્સને લીધે તેમના માતાપિતા ગુમાવ્યા છે. સૌથી વધારે એડ્સથી પીડાતા કોઇ પણ દેશમાં આવતા લોકો પાંચ વર્ષોમાં ડબલ થવાની અપેક્ષા છે. ભારતમાં હવે દુનિયાનો એચ.આય.વીથી ભરેલી વસ્તીનો આકડો ૫૭ લાખ ચેપી રોગીઓ છે અને તે વિશ્વવ્યાપી ૧૫% છે. મે ૨૦૦૬માં the Joint United Nations(UNAIDS) નો એચ.આય.વી/એડ્સ ઉપર કાર્યક્રમ જે ભારતમાં ખબર આપે છે કે સાઉથ આફ્રીકા કરતા વધી ગયુ છે અને તે પહેલો નૉન આફ્રીકાન દેશ છે. જે ચિંતાજનક આકડાઓનો હેવાલ આપે છે. આ રોગ શાંતીથી ફેલાય છે અને કટોકટીના સ્થર ઉપર પહોચી ગયો છે. છ સૌથી વધારે ગીચવસ્તીવાળા દેશોમાં ભારતમાં એચ.આય.વી પૉઝીટીવ લોકોની વસ્તી મોટે ભાગે ૧% છે અને ૩૭માંથી ૨૦ રાજ્યોમાં બહુ વધારે પ્રચલિત વિસ્તાર છે. કેવળ ભારતની વસ્તીનુ કદ ૧૦૦ કરોડ કરતા એડ્સનો દેશવ્યાપી ફેલાઇ રહેલો રોગ લગભગ કલ્પના ન કરી શકાય તેવો છે. ૧%નો આકડો આરોગ્યનુ દેખરેખ રાખનાર લોકો માટે બહુ અશાંત છે કારણકે તે એક નાનકડી ટોચ છે જે સ્વાસ્થયને સંકટ વિસ્ફોટક કરીને એક વિશાળ વ્યાપક રોગચાળો ફેલાવશે.

મારી દાદી દુર્ગામા, એક નાનકડા ઘરમાં બેસીને મારા જીવન વિશે વાતો કરે છે. મારા માટે બે બાળકોને ઉછેરવા એક બહુ તકલીફવાળુ કામ છે. મારા પગ દુખે છે. હું તેમની સાથે દોડી શક્તી નથી. મારે તેમનુ ધ્યાન રાખવુ છે, પણ તે અઘરૂ છે. હું એકલી છુ. હું હંમેશા તેમના ભવિષ્ય માટે વિચાર કરૂ છુ. જો મને કાંઈ થઈ જશે, હું જ્યારે મરી જઈશ ત્યારે તેમનુ શું થશે? મને મારા માટે કાંઈ જોતુ નથી. હું ફક્ત મારા પૌત્રો માટે જીવી રહી છુ.

તેના જેવી આંધ્રપ્રદેશની એક વાર્તા છે. સંકટનુ મુખ્ય કેન્દ્ર સૌથી વધારે ચેપનો દર દેશમાં છે. આ વિશ્વવ્યાપી રોગે ઓછા મહત્વના માનવીના હક્કોને બીજી કટોકટી આપી છે. - બાળકોને વિરાટ પ્રમાણમાં અનાથ કરવા, UNAIDS કહે છે કે અનાથ થવુ. સૌથી વધારે દેખાય રહેલુ દૃશ્ય, જે છોકરાઓને થતા એડ્સ ઉપર, જે બહુ વિશાળ છે અને જે માપી શકાય એવો એડ્સનો પ્રભાવ પાડે છે.

દાદાદાદીએ તેમના પૌત્ર પૌત્રીને મોટા કરવાની પ્રથા આજે બહુ પ્રચલિત થઈ છે - લગભગ ૪૦% જેટલા અનાથો તેમના દાદાદાદી સાથે રહે છે. VMM (Vasavya Mahila Mandali) અને તેના જેવી બીજી સંસ્થાઓએ Granny Clubs ચાલુ કરી છે. આ સામાજીક અને શૈક્ષણિક સ્ત્રીઓનુ નેટ્વર્ક (અને થોડા પુરૂષોનુ) દુર્ગામા જેવી જે અનાથ થયેલા પૌત્રપૌત્રીની કાળજી રાખે છે. Granny Clubs માં લગભગ ૧૦ થી ૧૫ સભ્યો છે જે મહીનામાં એક વાર મળે છે, સામાજીક સમય અને બીજા શૈક્ષણિક જેવા જુદાજુદા વિષયો ઉપર ચર્ચા કરવા. એક બેઠક્માં તેઓ એચ.આય.વીને દવા આપીને ઉપચાર અને સારવાર કરવા વિશે શિક્શે અને બીજી બેઠક્માં તેનો વિષય કદાચ પૌષ્ટીક આહાર વિશે હોય. આ સમય મિત્રતા કરવાનો હોય તેમને થતા મુશ્કેલ સવાલો અને તેનો કેવી રીતે ઉકેલ લાવવો વિશે.

દુર્ગમાએ તેમની કલ્બ વિશે કહ્યુ કે કોઇક વાર તેઓ ગાયન ગાય છે અથવા રમતો રમે છે. અમે મિત્રો બની ગયા છીએ અને બહેનની જેમ એકબીજાને સહારો આપીએ છીએ. અમે ઘરડા છીએ જેઓએ તેમના બાળકોને મરતા જોયા છે. અમે અમારૂ દુખ અને સુખ એક્બીજા સાથે વહેચીએ છીએ.

વેમ્બ કૉલોનીમાં રમુલ્લામા એક સક્રિયા Granny Club ની સભ્ય છે. તેમની પૌત્રી સાથે અને પ્રપૌત્ર કૄષ્ણા - જે એચ.આય.વી પૉઝીટીવ છે તેની સાથે રહે છે. કૃષ્ણા એટલે નાનો હતો કે મને લાગ્યુ કે તે ૪ થી ૫ વર્ષનો હશે પણ મેં જ્યારે પુછ્યુ ત્યારે જાણ્યુ કે તે ૯ વર્ષનો છે. જે દિવસે હું તેને ત્યા ગયો ત્યારે જાણ્યુ કે તેની માતા, જે કુંટુંબનો ખર્ચો ચલાવવા માટે કમાતી એક સ્ત્રી છે તે વિજયવાડામાં એક હૉટેલમાં કામવાળી છે. તે રોજ રૂ.૪૦/- કમાય છે. તે છતા તેને ઘરેથી શહેરમાં આવવા જવાનો રોજનો ખર્ચ રૂ.૧૦/- છે જે તેને આપવો પડે છે. તેમનુ કુંટુંબ છેલ્લી ત્રણ પેઢીથી એચ.આય.વીના રોગથી પીડાય છે. કૃષ્ણાનો પિતા ૨ વર્ષ પહેલા મરી ગયો અને તેનો દાદો મારા આવવા એક મહીના પહેલા તે મરી ગયો. બંનેને એડ્સ હતો. કૃષ્ણા અને તેની નાની મારી સામે કાંઈ બોલ્યા વીના જોઇ રહ્યા અને બંને કોઇક ભાવશુન્યની રીતે જોતા હતા. વેમ્બેમાં મૃત્યુ હંમેશા એક સાથી જેવો હતો જેનાથી તેનો ડર ન લાગતો પણ હંમેશા એક જાણકાર સાથીદાર હતો.

કૃષ્ણા માટે VMM ડૉક્ટરની કાળજી અને દવા દર મહીને પહોચાડે છે. જ્યારે જરૂર પડે ત્યારે તત્કાળ એક સ્થાનિક વૈદ્ય પણ મળે છે. પણ આજકાલ તે ARTની ઉપચાર પધ્ધતી ઉપર નથી કારણકે તે એટલો બધો બીમાર નથી. ભારતમાં CD4 ના લોહીના આંકની સપાટી ART ની દવા માટે તે ૨૦૦ અથવા તેના કરતા ઓછી હોવી જોઇએ. આ સપાટી જ્યાં એચ.આય.વી એક વૈદ્યકીય દૃષ્ટીએ તેને પુર્ણ પણે એડ્સ થયો છે એમ સમજાય છે. ૨૦૦૫માં ફક્ત ૭% એચ.આય.વી પૉઝીટીવ દર્દીઓને Anti retroviralની સારવાર અપાતી. સાધારણ રીતે CD4 ની સપાટી ૩૦૦ થી ૩૫૦ હોય ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં ART ની સારવાર એડ્સ મટાડવા અપાતી જે ઘણા સમય પહેલા ચાલુ થઈ હતી. કૃષ્ણાએ તેની નિયમિત પણે લોહીની ચકાસણી ચાલુ રાખી હતી એટલે કે ART દવાનો ઉપચાર જ્યારે જરૂર પડે ત્યારે તરત જ ચાલુ થઈ જાય.

આવી દશા હોવા છતા કૃષ્ણા અને યેસુ બધાય કરતા વધારે નશીબવાન છે કારણકે તેઓ સાથે રહેવા માટે તેમનુ કુંટુંબ છે. દરેક બાળકે તેના કુંટુંબ સાથે રહેવા નશીબવાન હોવુ જોઇએ કારણકે ત્યાં હજારો છે, જેઓ ક્યાંય નથી જઈ શક્તા, જેઓને કુંટુંબનો સંબંધ ન હોય અથવા તેમને એડ્સનુ કલંક હોય એટલે તેમને ઘરમાં લેવા માટે કોઇ તૈયાર નથી.- ઘણી વાર તેઓ સંસ્થાગત ઘરોમાં બાળકને વડો બનાવીને ઘરનુ આખુ તંત્ર ચલાવવુ અથવા એક સાધારણ રસ્તા ઉપર જાય છે. તેઓ એડ્સનો એક ખોવાઈ ગયેલો ચહેરો છે , આ છોકરાઓ પાછળ રહી ગયા છે.

ભારતના કેટલાક ભાગમાં પરિસ્થિતી બહુ કટોકટીની છે કારણકે આ દેશે બાળકોને એચ.આય.વી/એડ્સ સામે રક્ષણ આપવા બહુ ઓછુ કામ કર્યુ છે અને અનાથ માટે કાંઈ તજવીજ કરી નથી. VMM ની ઑફીસમાં મારી વેમ્બે કૉલોનીની મુલાકાત પહેલા Keerthi Bollineni એ કહ્યુ કે રાષ્ટ્રીય અને વિશ્વવ્યાપી એચ.આય.વી/એડ્સની ભારતમાં કટોકટીની પ્રતિક્રિયા બાળકોની વાસ્તવિક રીતે અવગણના કરે છે, તે એક અભિપ્રાય છે જે મેં વારંવાર સાંભળ્યો છે. દરેક સંસ્થા અને દરેક સામાજીક કાર્યક્રતા જેની સાથે મેં વાત કરી. જેઓ અનાથ થઈ ગયા છે તેમના માટે તાત્કાલિક ઉપાય કરવાવાળા વધી ગયા છે જેઓ એચ.આય.વી/એડ્સના હુમલાપાત્ર છે પણ આવા કાર્યક્રમ માટે નાણાકીય મદદ બહુ જ ઓછી થઈ ગઈ છે. એક વસ્તુ એ છે કે આપણા એડ્સથી પિડાતા બાળકોને શું જોઇએ છે અને ખરેખરમાં તેમને શું મળ્યુ છે એ બે વાતોમાં બહુ ફરક છે.

ભારતમાં એડ્સ તરફ એક પ્રતિક્રિયા અસલમાં ઉંચી જાતના મોટા જોખમકારક જુથ ઉપર નિશાન કર્યુ છે : લૈંગિક આવેગો, શહેરથી શહેર આ ચેપને ફેલાવનારા અને માદક દ્રવ્યને વાપરનારા. ૮૦% એડ્સને મળતા પૈસા મોટી જોખમકારક વસ્તીમાં તેના રોકાણ માટે વપરાય છે અને ફક્ત ૨૦% એચ.આય.વી સાથે રહેલા છોકરાઓ અને તેમના કુંટુંબ માટે વપરાય છે. Kanika Singh, Executive Director of Heroes Project India મંજુર કરે છે કે "આજે હુમલાપાત્ર જુથો યુવાનો અને સ્ત્રીઓમાં આ બે છે. ત્રણમાંથી એક જેને એચ.આય.વીનો ચેપ લાગ્યો છે, તે સ્ત્રી છે અને ૮૦% આ સ્ત્રીઓમાં ઘરમાં કામ કરવાવાળી સ્ત્રીઓ છે. તે બાળકને મળતી એક સીધી કડી છે. તેઓ અજાણતા આ ચેપ છોકરાઓને પહોચાડે છે. ’માતાથી બાળકને પ્રસારણ થવુ એ એક સૌથી સાધારણ ચેપનુ ઉગમ સ્થાન છે. જે દર વર્ષે ૩૦,૦૦૦ છોકરાને લાગે છે પણ તેઓ એચ.આય.વીનો ચેપ લોહી આપીને, સોય ઉપર ચેપ લાગવાથી અને સહમતિજન્યન, અસહમતિજન્યન સાથે લૈંગિક સંબંધ રાખવાથી પણ થાય છે. પણ કનીક ઉમેરે છે કે કોઇ એચ.આય.વી પૉઝીટીવ બાળકો વિશે વાત કરતુ નથી.

કલંકરૂપ બાળકોને તેમની કોઇ પણ ભુલ ન હોય તે છતા ગાળો મળતી અને તેમનો ગેરલાભ લેવાતો. માનવીના હક્કોની દેખભાળની શોધ તેના ભેદભાવ માટે હંમેશા થાય છે : શાળામાંથી કાઢી મુકવા અથવા અલગ કરવા, ડૉક્ટરની સારવાર માટે ના પાડવી, અનાથોનો અસ્વીકાર કરવો, તેમના કુંટુંબના ઘરમાં પણ અંદર ન આવવા દેવા. છોકરાઓને તેમની શાળામાંથી કાઢી મુકવા, ઈસ્પીતાલમાંથી અને અનાથ આશ્રમમાંથી પણ કારણકે તેઓ એચ.આય.વી પૉઝીટીવ છે. એમ ઝામા કર્સન-નેફે કહ્યુ, જે એક વરિષ્ટ શોધનકારક છે જે માણસના હક્કોનુ ધ્યાન રાખે છે. ’જો સરકારને એડ્સના વ્યાપક રોગચાળાની સામે ગંભીરતાથી લડવુ હોય તો તેમણે બાળકોની અવગણના ન કરવી જોઇએ, જેઓ એડ્સથી પ્રભાવિત છે અને તેમને આ ભ્રષ્ટાચારથી બચાવવા જોઇએ.

બાળકનુ અનાથ થવુ તે ફક્ત એક જ રસ્તો વ્યાપક રોગચાળાને લીધે નથી. ત્યાં એક માનસિક અને ભાવાત્મક અસર તેના વિચારો ઉપર એક વેરાન અસર તેના સારી રીતે રહેવા માટે થાય છે. તેઓ તેમનુ સંપુર્ણ બાળપણ ગુમાવી બેસે છે. ડૉ. દીક્ષા પીલરીશેટ્ટી, VMMના વૈદ્યકીય સંચાલક કહે છે. "તેઓ તરત જ એમની પુખ્તવયની ઉમરમાં બહુ વ્હેલી ઉમરે પહોચી જાય છે." VMMનુ અનુમાન છે કે એડ્સના ૨૫% પ્રભાવિત બાળકો ઘરમાં ઉપરી બનીને રહે છે. આ વિશિષ્ટરૂપ ચિંતાની પ્રવૃતી છે. ડૉ.પીલરીશેટ્ટી વર્ણવે છે કે આ માનસિક આઘાત છોકરાઓ તેમના વરિષ્ટના આધાર વીના સામનો કરે છે. તેઓ સૌથી સાધારણ માંદા માતાપિતાને સેવા આપે છે જેનુ પરિણામ તેમના માતાપિતાને મરતા જુએ છે અને ત્યાર પછી ઘણીવાર તેઓ પોતે પુખ્ત વયની ભુમિકા ભજવવા લાગે છે, જેઓ નાનકડા સગા ભાઇબેનોના પાલક બની જાય છે અથવા તેમના બાકીના કુંટુંબીજનોને આધાર આપે છે. તેમને મિલ્કત ઉપર અને વારીસના હક્કો ઉપર માગણી કરવા ઇનકાર કરવામાં આવે છે. ઘણીવાર પડોશી તેનો ભેદભાવ કરે છે અને તેમની પોતાની બિમારી માટે તેઓ ડર નીચે જીવે છે. અસરગ્રહ ન હોય તેવા અનાથ બાળકો વધુ એચ.આય.વી માટે જોખમપાત્ર છે, જે UNAIDS ની ભયજનક સુચના આપતા પુરાવા જણાવે છે.

ખાસ કરીને છોકરીઓ વધારે હુમલાપાત્ર છે. તેમને માતાપિતાની દેખભાળ રાખવા માટે શાળામાંથી બહાર કાઢવામાં આવે છે અથવા કુંટુંબના સભ્યોની દેખભાળ રાખવા માટે અને આ છોકરીઓ તેમની સારવાર લેવા માટે સૌથી છેલ્લા હોય છે. કુંટુંબની કમાણી બંધ થતા તેઓને લૈંગિક સબંધ રાખવાના ધંધામાં ધકેલી દેવામાં આવે છે અને તેઓ સુરક્ષિત લૈંગિક સબંધ ઉપર કાબુ નથી રાખી શકતા નથી, તેઓને લગ્ન કર્યા પછી પણ નુકશાન થાય છે. શિક્ષણ તરફ પહોચવાનો અઘરો રસ્તો, લૈંગિકતાનો દુરૂપયોગ અને બાળપણમાં લગ્ન આ બધા કારણો છોકરીઓને બહુ વધારે ચેપ લાગવાની શક્યતા હોય છે. ઘણા કુંટુંબો તેમની છોકરીઓના નાની ઉમરમાં લગ્ન કરી નાખે છે જેથી તેમના મર્યા પછી આ છોકરીઓનુ કોઇ ધ્યાન રાખી શકે. માતાપિતાને એચ.આય.વી લાગેલ છોકરીઓના લગ્ન નહી થાય એવી બીક લાગે છે. આ શોધને માનવી હક્કોના પરિક્ષણને જોયા પછી તેની પુષ્ટી આપી છે. આને લીધે ઘણી બધી બાળાઓ નાનકડી ઉમરમાં વિધવા બની જાય છે. ડૉ.પીલારીશેટ્ટીએ જોયુ કે ૧૮ વર્ષ કરતા ઘણી નાનકડી બાળાઓ વિધવા બની જાય છે. તેમાંની એક બાળાના લગ્ન ૧૩માં વર્ષે થયા, ૧૪માં વર્ષની ઉમરે તે વિધવા બની અને હવે તે ૧૫ વર્ષની છે અને એચ.આય.વીના રોગ સાથે જીવે છે. ઘણી વાર આ વિધવાઓને તેમના પતિનુ મોત થવાનો દોષ અપાય છે અને તેમને કુંટુંબમાંથી કાઢી મુકવામાં આવે છે.

બીજી બાજુ આ બાળકો ઉપર સંભાવિત વ્યાપક રોગચાળાની અસર તે જેટલો મોટો થશે ત્યારે થશે એ એક ચિંતાજનક વાત છે. જેમ તેઓ કામઊક્તામાં પરિપક્વ થશે ત્યારે તેમને તેનુ પ્રસારણ અને રોકાણ બાબત ઓછી જાણકારી અને તેઓ સાધારણ એક આદર્શ કામ કરનારા ઓછા છે અને એટલે આ ચેપને ફેલાવવા ફાળો આપશે. કુંટુંબની એકત્રતાની ખોટ, તેઓ ઘણીવાર દુષિત બંધાણ જેમાં તેઓ દુરૂપયોગી અને હુમલાપાત્ર છે. ડૉ.પીલારીશેટ્ટીએ કહ્યુ કે "તેમને ફક્ત એક સબંધ જોઇએ છે, પછી તે ગમે તેવો હોય." ત્યાં તેમનુ કોઇ નથી, તેમની કોઇને જરૂર નથી, તેમને બહુ માનસિક આઘાત લાગ્યો છે.

અનાથ બાળકો કરતા ભારતમાં આજે કેટલા બધા બાળકો છે, જે તેમના એચ.આય.વી પૉઝીટીવ માતાપિતા સાથે રહે છે. જો આ માતાપિતાને સારવાર નહી અપાય તો તે મરતા રહેશે અને તેની બાળકો ઉપર બહુ માઠી અસર થશે અને તે ભાગ્યે જ સમજાય તેવુ છે.

ભારતની એચ.આય.વીની સામેની ભવિષ્યમાં થનારી લડત જો નિષ્ફળ જશે તો તેનો ચહેરો એક નાનકડા ગામડુ છે જેને ચેરલોપાલેમ કહેવાય છે જે આંધ્ર પ્રદેશમાં છે. ચેરલોપાલેમ એક ૩૦ દલીતોનુ ગામ છે જેની આજુબાજુમાં લીલાછમ ખેતરો છે જે હવે ખાલી છે. ત્યાં પોણા ભાગના રહેવાસીઓને એડ્સનો ચેપ લાગ્યો છે. ગયા ૮ મહીનામાં ત્યાં ૭ જણા મરી ગયા છે અને ડ્ઝનો તેમના છેલ્લા તબક્કમાં છે. છોકરાઓ જેનુ કોઇ ધ્યાન રાખવાવાળુ નથી તેમને છોડીને. એપ્રિલ ૮, ૨૦૦૭એ એનાડુ સમાચાર પત્રે જણાવ્યુ કે આ ગામડુ જે એક સખત મજુરી કરવાવાળાઓની જીવનશૈલીથી ઓળખાતુ હતુ તે હવે સારવાર ન કરી શકાય તેવી માંદગીથી વેરાન થઈ ગયુ છે. આ લેખે ત્યાના અધિકારીઓ ઉપર તેઓ કાંઇ કામ કરતા નથી એવો દોષ કાઢ્યો. બાકીના ત્યાના રહેવાશીઓએ કહ્યુ કે આ ભંયકર રોગ વિશે અમને કાંઈ ખબર નથી. તેમને એ પણ ખબર નથી કે આ રોગનુ પ્રસરણ કેવી રીતે થાય છે અને તેને રોકવા માટે કેવા સાવચેતીના પગલા લેવા.

ચેરલોપાલેમ એડ્સને ઉઘાડી કરતી આખા સમાજની એક નાનકડી દુનિયા છે. ભારત ઉપર ડોળાતી આ કટોકટીને ઉધાડી કરતી નિષ્ફળતા એક મોટુ સંકટ લાવશે જેનુ ભવિષ્યમાં બાળકો ઉપર ભયંકર પરિણામ લાવશે અને આગળની પીઢીઓ ઉપર પણ. બાળપણ એડ્સના વ્યાપક રોગચાળાને ઓછુ થવાની રાહ નહી જોઇ શકે, ગરિબાઈ નાબુદ કરવા, પુક્તોને અને સરકારને તેના ઉપર કામ કરવા અને આખી દુનિયાને ખબર પાડવા.

(શૈલી સીયલે એક મફત કામ કરનારી લેખિકા છે જે ઑસ્ટીન ટેકસાસમાં રહે છે. તેણી એક સંશોધન કરવા ઉપર એક ચોપડી લખે છે જેનુ નામ The Weight of Silence: Invisible Children of India ભારતના ૧૨૦ લાખ અનાથો ઉપર.)

એચ.આય.વી તરફ એક સકારાત્મક પગલુ

જાહનબી ગૌસ્વામી એક ઉત્તરપુર્વ જગ્યાની પહેલી સ્ત્રી છે જેણે પોતાને એચ.આય.વી છે એમ જાહેર કર્યુ. ૧૦ વર્ષોથી તેણી એચ.આય.વી ભેદભાવની સાથે રહી. ૨૦૦૨માં તેણીએ આસામ નેટ્વર્ક પૉઝીટીવ લોકો માટે જે આ રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ સાથે જીવી રહ્યા છે તેમના માટે ચાલુ કર્યુ.

જાહનબી ગૌસ્વામી ૨૯ વર્ષની ઉત્તર પુર્વની પહેલી સ્ત્રી છે જેણે પોતાને એચ.આય.વી છે એમ જાહેર કર્યુ. ૧૯૯૬માં તેને જ્યારે ખબર પડી કે તેનો પતિ જે એડ્સને લીધે મરી ગયો હતો તેણે આ રોગનુ પ્રસરણ તેના ઉપર કર્યુ ત્યારે તે સંપુર્ણ પણે ભાંગી પડી. તે છતા બીજા લોકોની જેમ નહી જેઓ અંધકારમાં ચાલ્યા ગયા હતા, તેમનુ એચ.આય.વી હોવાનુ જાણ્યા પછી તેણીએ એચ.આય.વી/એડ્સથી પીડાતા લોકો માટે જાગરૂકતા નિર્માણ કરી અને તેમને મદદ કરી.

નાગાંવ, આસામમાં તેનો જન્મ થયો અને ૧૯૯૪માં ૧૭ વર્ષની ઉમરે એક જુવાન ધંધાકીય પુરૂષ સાથે લગ્ન કર્યા. બે વર્ષ પછી તેનો પતિ એક રહસ્યમય રોગને લીધે મરી ગયો. ધીમે બોલતી ગૌસ્વામી કહે છે કે મારા માતાપિતાએ કોઈને પણ પુછ્યા વીના ગૌહાટીના એક ધંધા કરનાર પુરૂષ સાથે મારા લગ્ન નક્કી કરી દીધા. તેના પતિને લગ્ન પહેલા એડ્સ હતો જે વાત તેના સાસુસસરાએ તેમનાથી છુપાવી હતી.

આજે ગૌસ્વામી ભાર મુકીને કહે છે કે "લગ્ન પહેલા લોહીની ચકાસણી કરવી બહુ જ મહત્વની છે અને તે વરવધુની કુંડલી (Horoscope) મેળવવા કરતા વધારે મહત્વની છે."

તેણીના પતિના મર્યા પછી સાસુસસરાએ તેણીને ઘરમાંથી કાઢી મુકી અને તેને તેના માતાપિતા જે નાગાંવમાં રહે છે, ત્યાં જબરદસ્તીથી મોકલી. સાસુસસરાએ તેણીની દીકરીને પણ સાથે નહી મોકલી - કસ્ટોરીકા અને તેની અંગત માલમત્તા પણ. તેણી જ્યારે નાગાંવમાં રહેતી હતી ત્યારે તેણીને ખબર પડી કે તેનો પતિ જે રહસ્યમય રોગથી મરી ગયો હતો તે એડ્સ હતો, અને જ્યારે તેણીને ખબર પડી કે તેણીને પોતાને પણ તેનો ચેપ લાગ્યો છે ત્યારે તે ભાંગી પડી. " હું એચ.આય.વી/એડ્સ વિશે બિલ્કુલ અજ~ઝાન હતી અને મને બીક લાગી કે થોડા સમયમાં હું પણ મરી જઈશ."

તે દરમ્યાન પોલિસ અને ન્યાયાલયની દખલગીરીને લીધે તેણીને તેની દીકરી કસ્ટોરીકા અને બધી અંગત માલમત્તા મળી ગઈ, પણ ૧૯૯૮માં કસ્ટોરીકા જેને આ રોગ લાગ્યો હતો તે મરી ગઈ.

તેણીની દીકરી મર્યા પછી ગૌસ્વામીએ એચ.આય.વી/એડ્સની જાગરૂકતા લાવવા માટે તેણીએ પોતાનુ જીવન લક્ષ નક્કી કર્યુ. તેણીએ સરકાર ચલાવતી એક સંસ્થા Assam State AIDS Control Society (ASACS)માં જોડાણી. આનો અર્થ એ થયો કે તેણીએ નાગાંવ મુકીને ગૌહાટીમાં સ્થાઇત થવુ પડશે, પણ ગૌહાટીમાં ઘર માલિકે (તેણીનુ ભાડે લીધેલુ મકાન) તે જગ્યા છોડવાનુ કહ્યુ જ્યારે તેમને ખબર પડી કે તે એચ.આય.વી પૉઝીટીવ છે. "એક ઘર માલિકે તો તેને એક દિવસ પણ રહેવાની ના પાડી". ગૌસ્વામી હકીકત કહે છે, તેણીને ઘણી વાર જબરદસ્તીથી ઘર બદલવાની જરૂર પડી.

તે છતા થોડા સમયપછી તેને ASACSએ the Health and Family Welfare Training Centreમાં રહેવા એક ઓરડો આપ્યો. ૨૦૦૩માં માધ્યમના અહેવાલો, શહેરમાં રહેવા માટે ગૌસ્વામીને થયેલા પીડાથી ભરેલા અનુભવો વિશે વાચીને આસામના મુખ્ય મંત્રી તરૂણ ગોગાઈએ તેણીને એક સરકારી જગ્યા રહેવા આપી.

ગૌસ્વામી કહે છે કે એચ.આય.વી/એડ્સ થયેલી સ્ત્રીઓની સાથે આસામમાં લોકો ગેરવ્યાજબી રીતે વર્તે છે. ઘણી બધી ચેપ લાગેલ સ્ત્રીઓ જુવાન છે. પરણેલી સ્ત્રીઓને તેના સસરા તરફથી આધાર નથી મળતો અને તેના માતાપિતા પણ તેણીને કાઢી મુકે છે. સમાજમાં તેઓએ ઘણો ભેદભાવ સહન કરવો પડે છે. ગૌસ્વામી કહે છે કે ઘણા લોકો એમ માને છે કે તે સ્ત્રી એચ.આય.વી પૉઝીટીવ છે તેમનુ ચારિત્ર હલકુ છે.

ઉત્તરપુર્વમાં એચ.આય.વી પૉઝીટીવ લગભગ ૧,૦૦,૦૦૦ દરદીઓ છે. આકડાંશાસ્ત્રના અભ્યાસ પ્રમાણે ૧૫૫ એડ્સના અને ૪૦૪ એચ.આય.વી પૉઝીટીવ દર્દીઓ આસામમાં ત્યાર પછી દેખાયા છે. ૧૫૫ દર્દીઓમાંથી ૧૦ દર્દીઓ ક્યારના મરી ગયા છે.

૨૦૦૨માં ગૌસ્વામીએ પોતાની સંસ્થા ચાલુ કરી, the Assam Network of Positive People (ANPP), તેનુ લક્ષ રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ સાથે જીવનારા દર્દીઓને તેની સામે લડવાની તાકાત માટે તૈયાર કરવા અને સમાજમાં તેવુ વાતાવરણ બનાવવુ. ગૌસ્વામી કહે છે કે અમે ANPP મણિપુર નેટ્વર્ક પૉઝીટીવ લોકોનુ તૈયાર કર્યુ. અમારૂ મુખ્ય ધ્યેય તેમને આસામમાં રહેતા એચ.આય.વી/એડ્સની સામે લડત આપવા.

આ નેટ્વર્કમાં આજે રાજ્યના જુદાજુદા ભાગોમાં ૫૦ સભ્યો છે. તેમાંથી ઘણા સભ્યો ઘરગુથ કામ કરવાવાળી સ્ત્રીઓ, વિધવા છે જે ભણેલી નથી. આસામમાં તેઓ પોતાપણાનુ ભાન કરાવે છે અને એચ.આય.વી/એડ્સ સાથે રહેતા લોકોની કાળજી રાખે છે અને આધાર આપે છે. તેઓએ drop in centre ચાલુ કર્યુ છે જ્યાં તેઓ મફત પરામર્શ કરે છે અને દર્દીઓને ઔષધીય સહાય આપે છે. તેઓ વૈદ્યકીય સલાહ અને ઔષધીય તપાસ મફત કરે છે.

ગૌસ્વામી આજે દેશના જુદાજુદા ભાગોમાં મુલાકાત આપે છે. લોકો સાથે વાતો કરે છે, ચર્ચામંડળમાં હાજરી આપે છે અને એચ.આય.વી/એડ્સથી પીડાતા લોકોના નિર્દેશનમાં ભાગ લઈને તેમને સારી જીંદગી જીવવા માટે માગણી કરે છે. તે પોતાનુ ઉદાહરણ દઈને લોકોને પ્રોત્સાહીત કરે છે.

હું મારા છેલ્લા શ્વાશ સુધી જાગરૂકતાની જુંબેશ ચલાવીશ. હું જેવી રીતે છેલ્લા દસ વર્ષોથી આ રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુના રોગથી પીડાઉ છુ તેથી બીજા દર્દીઓની જેમ મને ખબર છે કે આ નિર્દય સમાજ અમારા માટે કેવો છે. પણ મેં મારૂ એચ.આય.વી પૉઝીટીવ હોવાનુ એના માટે જાહેર કર્યુ કે હુ એવા લોકોને સામે આવીને આ જોખમની સામે લડત આપુ અને સાર્વજનિક લોકોને આ વિશે સાવધાન કરૂ. તેમ છતા મારે મારી જીંદગી ભવ્યતાથી જીવવી છે અને બીજાઓએ પણ જેઓ તેના બલી બની ગયા છે.

એડ્સની સાથે ઓરીસામાં રહેવુ

ઓરીસામાં એચ.આય.વી/એડ્સથી પીડાતા લોકોને તેમનુ કુંટુંબ, સમાજ અને વૈદ્યકીય ભાઇચારો, સામાજીક બહિષ્કાર અને ખરાબ રીતે વર્તન કરે છે. આ પરિસ્થિતી એચ.આય.વી સાથે રહેતા લોકો માટે the Kalinga Positive People’s Association નામની ઓરીસામાં પહેલી નોંધ કરેલી સંસ્થાનુ સંગઠન શરૂ કરવા પ્રેરીત કરી છે.

મારી ઇચ્છા હતી કે મને જ્યારે એચ.આય.વી/એડ્સ પૉઝીટીવ હોવાનુ સાબિત થયુ ત્યારે તરત જ મરી કેમ ન ગઈ, આવી શરમજનક, દુ:ખ અને માનસિક આઘાતવાળી જીંદગી જીવતા પહેલા. બસંતી જેના રોઇને કહે છે કે આ મરવા કરતા પણ બહુ ખરાબ છે. તે યાદ કરે છે જ્યારે તેના કુંટુંબીજનો અને સમાજના સભ્યો તેની કઠણ પરીક્ષા લ્યે છે.

જ્યારે ૩૩ વર્ષની જેના જે ઓરીસામાં અસકા ગામની નજીક રહે છે અને તેણીને એચ.આય.વી પૉઝીટીવ હોવાની ખબર પડે છે ત્યારે તેણીને ઘરમાંથી કાઢી મુકવામાં આવે છે અને કુંટુંબની બકરીઓને રાખવાની જગ્યામાં પુરી દેવામાં આવે છે અને જરૂર પુરતો ખોરાક અને જરૂરીયાતની વસ્તુઓ અને સુવિધાઓ આપવાની ના પડાય છે. છેવટે તેણીને એક સ્થાનિક સ્વંયસેવી જે એચ.આય.વી/એડ્સ માટે કામ કરે છે તે તેને છોડાવે છે. ત્યાં સુધીમાં તેને સંનિપાત થાય છે અને બગાઇનો ઉપદ્રવ થાય છે અને તે જીવડાથી ભરાઇ જાય છે.

જ્યારે એક પ્લંબર જાડુ બહેરા સુરત ગયો તેના મુળ ગામ જે ઓરીસામાં ગંજમ જીલ્લામાં છે ત્યાંથી સારી નોકરીની શોધમાં, ત્યારે તેને એક સ્થાનિક લૈંગિક સંબંધ રાખવાવાળા પાસેથી એચ.આય.વી/એડ્સનો ચેપ લાગ્યો એટલે તે તેના સાથી કામદારના અને સમાજના બહિષ્કારની બીકને લીધે તેના ગામ પાછો આવ્યો. ત્યારે પછી એડ્સને લીધે થતી ગુંચવડ ભરેલી બિમારી (ARC) થતા તે બેહરામપુરની ઇસ્પીતાલમાં વૈદ્યકીય મદદ માટે ગયો. તે વારંવાર ત્યાં જતો પણ તેને પાછો મોકલવામાં આવતો. પોતાના કુંટુંબીજનોના દુરવ્યવહાર અને સમાજના બહિષ્કારને લીધે છેવટે તેને આત્મહત્યા કરવા ધકેલી દીધો.

સમાજનો બહિષ્કાર, હલકાપણુ અને કુંટુંબીજનોના ખરાબ વ્યવહાર, સમાજ તરફથી અને વૈદ્યકીય બંધુભાવનો અભાવ વગેરે ઓરીસમાં બહુ વધી રહ્યુ હતુ. પણ તે રાજ્યમાં એક પણ સંસ્થા નથી કે જે એડ્સથી પીડાતા (PLWHAs) લોકોને સારવાર આપે અને તેમને સહારો આપે. વૈદ્યકીય જરૂર પુરતી મદદનો અભાવ, સારવાર કરવાની સુવિધાઓનો અભાવ અને કુંટુંબ તરફથી સામાજીક - આર્થિક સહારાનો અભાવ અને સમાજે આ બધા દર્દીઓને નિરાશ બનાવીને આત્મહત્યા કરવા ધકેલી દીધા છે.

સરકારી અને ખાજગી ઇસ્પીતાલોએ PLWHAs ને સારવાર નહી કરવાના ઓરીસામાં આવા દાખલાઓ અસાધારણ નથી. તાજેતરમાં એક એડ્સથી સંપુર્ણપણે પીડીત દર્દીને ભુબનેશ્વર જીલ્લાના એક ગામડામાંથી ત્યાના સ્થાનિક સ્વંયસેવી સંસ્થાની શાખા ઉપર તેના સગાસંબધીઓ છોડીને ચાલ્યા ગયા. જ્યારે સ્વંયસેવી સંસ્થા આ એડ્સથી સંપુર્ણપણે અને તેને લગતા ગુંચવણ ભર્યા રોગથી પીડાતા દરદીને ત્યાની રાજધાનીની સૌથી મોટી સરકારી ઇસ્પીતાલમાં લઈ ગયા ત્યારે ત્યાના ડૉકટરથી લઈને વોર્ડબૉય સુધી બધાયે તેનો કઠણ પ્રતિકાર કર્યો. ઈસ્પીતાલના અધિકારીઓને નિરંતર વિનંતી કર્યા પછી અને સંસ્થા તરફથી ધમકી આપ્યા પછી તેને ઇસ્પીતાલમાં દાખલ કર્યો.

તેમ છતા the National AIDS Control Organisation (NACO)એ અમુક દિશાસુચક સુચનાઓ આપી છે. PLWHAs ની સંસ્થાગત સંભાળ અને આધાર આપવા માટે, છતા Orissa State AIDS Cell (OSAC) ના અધિકારીઓ દાવો કરે છે કે "આવા વિગતવાર વર્ણનો ફરજીઆત છે જ્યારે રાજ્યમાં એડ્સ એક મોટીરીતે પ્રચલિત રીતે ફેલાય, અધિકારીઓના પ્રમાણે ઓરીસામાં આ બહુ ઓછી પ્રચલિત છે તેથી તેનુ પ્રાધાન્ય વધારે રોકવા માટે હોવુ જોઇએ.

OSAC ના રૂઢીચુસ્ત અંદાજ પ્રમાણે ઓરીસામાં લગભગ ૨૦૦૦ એચ.આય.વી પૉઝીટીવના દાખલા છે, સામાન્યપણે ૧% દર લઈએ. તેમ છતા સ્વતંત્રપણે ચાલતી સંસ્થા જે એચ.આય.વી/એડ્સના ક્ષેત્રમાં કામ કરે છે, તેમના મુજબ રાજ્યમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેમનો અંદાજ ૮,૦૦૦ થી વધારે દર્દીઓનો છે. નિષ્ણાતોના અંદાજ પ્રમાણે બુધ્ધિહીન અને ગાંડ્પણભર્યાએ રોકાવુ ન જોઇએ ઓરીસ્સાને બહુ મોટા પ્રમાણમાં પ્રચલિત થતા વિશ્વસનિય કાળજી PLWHAs ના આધારના કાર્યક્રમો માટે.

PLWHAs, the Kalinga Positive People’s Association ઓરીસામાં નોંધ કરેલ આ પહેલી સંસ્થા છે, જે અરૂણાએ ગંજમ તાલુકામાં તાજેતરમાં સ્થાપેલ છે, આ ક્ષેત્રમાં એક સ્વતંત્રપણે ચાલતી સંસ્થા છે. અરૂણાના લોકનાથ મિશ્રા કહે છે કે એચ.આય.વી/એડ્સથી પીડાતા લોકો જે કટોકટીની સ્થિતીમાં આવી ગયા હતા તેમને બચાવ્યા અને તેથી અમે આખરે એક સામાન્ય મંચ આવા પ્રશ્નો છોડાવવા માટે શરૂ કર્યો.

૧૦૦ સભ્યો કરતા વધારે આ સંસ્થા PLWHAs માટે રાજ્યમાં તેમના હક્કો અને શ્રેષ્ઠતા માટે લડે છે. આમાંથી લગભગ બધા ARC અથવા સંપુર્ણ એડ્સથી નિયતકાલિક સમય માટે પીડાય છે જેવા કે diarrhoea, હંમેશા વજન ઓછુ થવુ, ઉધરસ, ભુખ ન લાગવી, જાતજાતના ચેપો, tuberculosis અને ઓછો તાવ. દવા, પૌષ્ટીક ખોરાક, સારવાર, નિયમિત પરામર્શ અને કુંટુંબના સહારાની જરૂર છે."જ્યાં સુધી આપણે આ સવાલોને સંબોધિત નહી કરીયે અને જરૂરીયાતને ખાસ કરીને નહી પુછીયે ત્યાં સુધી PLWHAs ને સક્રિયરીતે સામિલ નહી કરી શકીયે" એમ મિશ્રા કહે છે.

વ્યાવસાયિક પુન:સ્થાપન, ચેપ લાગેલ અને અસર થયેલ દર્દીઓનુ કરવુ એ એક બહુ મહત્વનો આ સંસ્થાનો પડકાર છે. ઓછી/નકારાત્મક જાગરૂકતા, ખોટી માન્યતા અને ગેરસમજ અને સમાજના બહિષ્કારનો ડર આ વાતો ઓરીસામાં ઘણા લોકોને તેમની એચ.આય.વી પૉઝીટીવની સ્થિતી જાહેર કરતા રોકે છે."તેઓ આ સ્થિતી ત્યારે સ્વીકારે છે જ્યારે તેના લક્ષણો દેખાય છે. ચિંતા કરતા મિશ્રા કહે છે કે આ સંસ્થા ત્યારે મજબુત બનશે જ્યારે ઘણા પૉઝીટીવ લોકોનો એચ.આય.વીના મંચ ઉપર સમાવેશ થશે કારણકે તેમની શારિરીક તંદુરસ્તી અને ARC નાં મંચ ઉપર લાંબુ જીવન તેની સરખામણીમાં વધારે છે. ચાર સભ્યો આ સંસ્થાના એક મહીનામાં મરી ગયા.

તેમ છતા લોકો મોટી આશા લઈને આ સંસ્થામાં જોડાય છે, the Kalinga Positive People’s Association ને આ લોકોની જરૂરીયાતને પુરી પાડવા, તેમના મર્યાદિત સાધનોની સાથે અને સહારા સાથે અઘરી થાય છે. ૩૨ વર્ષની માલતી બેયુરીયા જેને તેના પતિએ ચેપ લગાડેલ અને તેના પતિના મૃત્યુ પછી એક પુન:વસવાટ અને નાણકીય મદદની આશા સાથે આ સંસ્થા જોડાઇ. તેણી અને તેણીની ૧૦ વર્ષની દીકરી જેને તેના માતાપિતા અને સાસુસરાએ ઘરમાંથી કાઢી મુકી હતી. "તે કહે છે કે આ સંસ્થા અમને ઘણા બધા માર્ગોમાં મદદ કરે છે. તો પણ મને મારી નિયમિત કમાણીનુ સ્થાન નથી મળતુ અને અમારા ભવિષ્ય વિષે હું ચિંચિત છુ."

એક શક્ય હોય તેવો ઉપાય, ઘણા માને છે તે છે જાગરૂકતા અને જાણકારી.
નામો સુરક્ષિત રાખવા માટે.
(ઇલેશા પટનાયક એક ભુબનેશ્વરની પત્રકાર છે.)

એચ.આય.વી સકારાત્મક્નું હોવાના કલંક સાથેની લડાઈ

કલંક અને ભેદભાવ વિશે જણાવતી કર્ણાટક્ની એચ.આય.વી પૉઝીટીવ મહિલાઓ
હીના એક ૨૦ વર્ષની આંનદીત સ્ત્રી છે. તેણી જ્યારે કર્ણાટકના પોતાના ગામમાં પાછી ફરી ત્યારે તેના પડોશીઓ તેને આશ્ચર્યથી જોતા જેમ કોઇ ભુતને ન જોતા હોય. "શું તુ ઠીક છે? " કોઇકે નિર્દયતાથી પુછયુ "હજુ હું જીવંત છું, મરી નથી " ગામની અને આજુબાજુની એચ.આય.વી સંક્રમિત મહિલાઓ માટે ચાલતા સલાહ કેંદ્રમાં જતા પહેલા તેણીએ જવાબ આપ્યો. તેમાં ઘણી બધી વિધવાઓ છે, અને ઘણી ઘરમાંથી કાઢી મુકેલ અથવા પરિવારથી બહિષ્કૃત કરેલ મહિલાઓ છે.

હિનાનો સંદેશ : જીંદગીમાં નૈરાશ્યના ચક્રવાતમાં જશો નહી અને ક્યારેય આત્મહત્યાના વિચારો કરશો નહી અને કલંક સામે લડો.

બે ઉચ્ચ એવા ભારતના રાજ્યો જે એચ.આય.વી માટે બહુ પ્રચલિત છે, તે કર્ણાટક અને મહારાષ્ટ્ર. તેની રાજધાની બેંગલોર અને મુંબઈનો અભ્યાસ UNAIDS દ્વારા કરવામાં આવ્યો તો જણાયુ કે આ રીતે જે મહિલાઓને વારસો મળ્યો છે તેમાં ઘર અને સારસંભાળની સમસ્યા મોટી છે. આ અહેવાલ જે જાગતિક એડ્સ વ્યાપક રોગ પર છે. હાલમાં UNAIDS દ્વારા તેની પૃષ્ટી પ્રકાશિત કરતા જણાવ્યું કે આવા પ્રકારનો દૃષ્ટિકોણનું દુનિયાભરના વિકસિત દેશોમાં વર્ચસ્વ છે.

૧૫ મુ આંતર રાષ્ટ્રીય એડ્સ સંમ્મેલન જે ૧૧-૧૬ જુલાઇ જે બૈંકૉકમાં ભરાયુ ત્યારે સંયુકત રાષ્ટ્રના મહાસચિવ કોફીઅનાનને દુનિયાને ઉદ્દેશી ને કહયું કે એચ.આય.વીનું ભયાનક સ્વરૂપ જે યુવા મહિલાઓમાં ફેલાયુ છે અને તેનો પ્રભાવ એચ.આય.વી સંક્રમિતોને અલગ કરવામાં થયો છે.

હીના જ્યારે બેંગલોર આવી ત્યારે તેને પોતાને એચ.આય.વીની સ્થિતીની જાણ ન હતી. જ્યારે તેણીને તે અમાચાર મળ્યા ત્યારે તે ભાંગી પડી. અનિવૃત્તિ કારવાઈ પણ ખરાબ હતી તે જયારે હૉસ્પિટલમાં ચાચણી માટે ગઈ ત્યારે સ્વાસ્થય કર્મચારીઓએ લાગણી વિના જણાવ્યું : શું તમોને એ કેવી રીતે મળ્યુ?

એચ.આય.વી સાથે રહેનાર તેની મૈત્રીણી સિબા તેણીને સમજાવતા કહયુ કે તારા નામની સામે તેઓ લાલ તારો લગાડશે અને દવા વિતરણ કરનાર સ્ત્રી એ જે એક પડીકુ ટેબલના છેડા ઉપર મારી સામે નાખીને ગઈ હતી એ તેનું નૈતિક સ્ખલન છે.

એચ.આય.વી. નો ડર

અકશરા (૮) અને અનંથક્રિશનન (૬) તેઓને શાળામાં બહિષ્કાર કરવામાં આવ્યો. કારણ તેઓ એચ.આય.વી સંક્રમિત છે. તેઓ કોડીનુર જે કેરાલાનું ગામ છે, ત્યાંના રહેવાશી છે. કાંઇક દબાણ બાદ, હવે અભ્યાસ કરવા માટે એક અલગ ઓરડી તથા શિક્ષકની નિમણુંક કરવામાં આવી છે.

દુ:ખ એ વાતનુ છે કે કેરાલાનું કુન્નુર જીલ્લાનું કોડીનુર ગામ ખેતી માટે પ્રખ્યાત છે અને તેની ૯૦% વસ્તી શિક્ષિત છે, જ્યા ૧૫ દિવસ પહેલા અ અકશરા (૮) અને અનંથક્રિશનન (૬) ને શાળામાં ન લેવા માટે પાલકોએ મોર્ચો કાઢયો.

જ્યારે અમે મુખ્યમંત્રીના આદેશાનુસાર બાળકોને શાળામાં દાખલ કરવા ગયા ત્યારે અમ્ને માતાપિતાના એક ટોળા દ્વારા રોકવામાં આવ્યા, તે બાળકોની માતા રીમા જે દુબળી અને પાતળી ૩૧ વર્ષીય છે તેણીએ આપવીતી સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી.

હવે, સરકાર અને ગામના લોકો વચ્ચે વાતચીતના દોર તેમજ એક નાનો સમુહ જે અકશરા (૮) અને અનંથક્રિશનન (૬) ને સમર્થન કરે છે. તેમના અને સરકારી દબાણથી એક નવા શિક્ષક અને નવા ઓરડામાં બુધવાર (૨૮ જુલાઇ) થી બાળકોનું શિક્ષણ શરૂ થશે.

તેઓને આ વિશેષ દરજો આપ્યો કારણ કે તેઓ એચ.આય.વી સંક્રમિત છે અને અડધુ ગામ તેઓથી ડરે છે. એક પાલક જયરામન. પી.કે નું કહેવું છે કે અમારા બાળકો તેઓની સાથે મિઠાઈ વહેંચે અથવા એકબીજાને સ્પર્શે તો શું? અમોને તેઓના પ્રવેશનો વિરોધ છે.

થિરૂવતંથપુરમ કેરાલામાં એક છોકરી જે ઈન્જીન્યરીગ કૉલેજની ફી ન ભરી શકવાથી, તેણીએ આત્મહત્યા કરી. તેના વિરોધમાં કેરાલામાં કૉલેજ તથા શાળાઓ બંદ હોવાથી અકશરા (૮) અને અનંથક્રિશનન (૬) નો શાળા પ્રવેશ બે દિવસ લંબાયો.

નવા શિક્ષણિક વર્ષના બે મહીનામાં આ ગામીવાસિઓની સામાન્ય જ્ઞાન અને સાહસ વિશે પરિક્ષા લેવાશે. ચલો જોઇએ કે ક્યાં સાહસિક માતાપિતા તેઓના બાળકોને અકશરા (૮) અને અનંથક્રિશનન (૬) ની બાજુમાં બેસવા દેશે. એમ સ્કુલ પ્રબંધક પી.સી રામકૃષણનનું કહેવુ છે. ભયાનક બિમારીનો દર લાગે છે. આ સ્વાસ્થય વિભાગ દ્વારા પહેલા કરવામાં આવેલ જનજાગૃતિ કાર્યક્રમનું પરિણામ છે.

રામકૃષ્ણનનું કહેવુ છે કે મક્કમ માતાપિતાના જબરજસ્તી ભર્યા વલણને લઈ વ્યવસ્થાપકો અકશરા (૮) અને અનંથક્રિશનન (૬) ના શાળા પ્રવેશ સરકારે વારંવાર આદેશ આપ્યા છતા નકારતા હતા. સ્વાસ્થય અધિકારી જ્યારે શાળામાં આવ્યા ત્યારે પાલકોના પ્રશ્નોનો સ્પષ્ટ ઉત્તર ન આપતા અને તેઓ ડગુમગુ લાગતા અમારામાં ડર હજુ વધ્યો.

ગ્રામીણોનું કહેવુ છે કે ગામમાં એડ્સ સંબંધી બે મૃત્યુ થયા છે, ત્યાં પણ જનજાગૃતિ કાર્યક્રમ ઘણા થયા પણ તે માત્ર ગભરાવનાર અને ડરામણા હતા. તેઓનું કહેવું હતુ કે એચ.આય.વી લાળ, પરસેવો અને રેઝરનો એકત્રિત વપરાશના માધ્યમથી ફેલાય શકે છે એમ જયરાજને બતાવ્યુ. હવે તેવો અલગ વાત કરે છે, તમોએ જે અગાઉ શિખવ્યુ છે તે કેવી રીતે ભુંસી કાઢશો.

એચ.આય.વી ચેપ લૈંગિક સંબંધ ઇન્જેક્શન અથવા સોયનો એકત્રિત ઉપયોગ અને રકત transfusion દ્વારા ફેલાય છે, નહી કે આકસ્મિક સંપર્કથી. ત્યાં રહેનાર લોકોએ આ વાત પત્રકાર સાથે કરી, તેઓની આ વાતમાં કાળજીની સ્પષ્ટતા હતી, પણ કોઇએ લૈંગિકતા ઉપર શબ્દ ઉચાર્યો નહી.

જ્યારથી તેમના પિતા સાજીકુમારનું એડ્સથી જુન ૨૦૦૩માં મૃત્યુ થયુ ત્યારથી અકશરા (૮) અને અનંથક્રિશનન (૬) સાથે ભગવાનના ગૌણ બાળકો તરીકે વ્યવહાર કરવામાં આવ્યો. દુ:ખ એ વાતનું છે કે શાળાનું ટ્રસ્ટ શ્રી નારાયણ ગુરૂના નામે છે, જે એક હિંદુ સુધારવાદી, એક જાતી અને એક ધર્મ અને એક ભગવાન વિશે શીખવતા.

બાળકોની આંગનવાડી (સરકારી બાળવાડી) જ્યા અનંથક્રિશનન (૬) ગયા વર્ષે અભ્યાસ કરતો હતો તેનું રેગિસ્તાનમાં પરિવર્તન થયુ હતુ, જ્યા સુધી એણે એક અલગ ઓરડામાં અભ્યાસ શરૂ કર્યો.

સાર્વજનિક સ્થાનોમાં એચ.આય.વી સાથે જીવનાર લોકોને અલગ કરવાની ક્રિયાને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સ્વીકારેલા નિયમોનું ઉલ્લંઘન છે.

અકશરાને પ્રાથમિક શાળામાંથી કાઢી મુકવામાં આવી અને તે ૧૫ દિવસ શાળામાં ગેરહાજર હતી, તેના પિતાના મૃત્યુ બાદ એવું લાગે છે કે કોઇ તેણીને ચાહતુ નથી અને નજીક આવવા દેતા નથી. રીમા એ જણાવેયુ કે જ્યારે મે ૨૦૦૪માં પ્રવેશ માટે ગઈ હતી ત્યારે સ્કુલના અધિકારિઓએ સારી રીતે જણાવ્યુ કે આનો વિરોધ બીજા પાલકો દ્વારા થશે.

સ્કુલના પુર્વ આચાર્યએ કહયુ કે બીજા માતાપિતાના ખતરાથી થોડા શિક્ષકોના રોજગારનું રોજગારનું નુકસાન થયુ હોય જો છાત્રોની સંખ્યા નીચે જાય છે તો સરકાર એક અથવા બે વર્ગ ઓછા કરશે એમ તેઓ કહે છે. રામકૃષ્ણનનું કહેવુ છે કે પાલક અને છાત્રો સિવાય શાળા નહી રહે. અમે તેને બંધ કરવાનું જોખમ નહી ઉઠાવી શકીયે. રાજ્યના આ પહાડી ક્ષેત્રમાં છાત્રો ભારે મુશ્કેલીનો પ્રવાસ ૫ કિલોમીટર ચાલીને શાળામાં ભાગ લેવા જાય છે.

રિમા અને તેના બાળકો ભાગ્યશાળી છે કે તેઓને સારા પડોશીઓ મળ્યા, પણ કોઇ તેમનો વિરોધ કરશે તો અમે તેમનો સામનો કરશું એમ થાંકયાન એ કે નું કહેવું છે. તેમના બાળકો પણ એક જ શાળામાં ભણે છે.

રમા માટે આ સમય સંઘર્ષ પછીના વિરામનો છે. માટે આ શાળાએ બનાવેલ પ્રસ્તાવનો સ્વીકાર કરવો જોઇએ, (એક અલગ વર્ગ.) આ પરિસ્થિતીમા મારે વિરોધ કરવો નથી, આગળ ઉપર અધિક માગણીનો ધક્કો મારશું

એચ.આય.વી સિનેમા

બંને હૉલીવુડ અને બૉલીવુડ ફિલ્મ નિર્માતાઓએ એચ.આય.વીની જાગૃતતા વિષયને સંબોધિત કર્યા છે. મોટા ભાગની જનસંખ્યા સુધી પહોંચવા ફિલ્મ એક ઉત્તમ માધ્યમ છે. અહીંયા કાંઇક ફિલ્મો સર્વસાધારણ વ્યક્તિને વિષયની જાણકારી માટે લાવવામાં આવી છે.

બૉલીવુડ એચ.આય.વી સિનેમા

ફિર મિલેગે
રેવતી મેનન- નિર્દેશિત, પુરસ્કાર વિજેતા ભારતીય અભિનેત્રી નિર્દેશક બની. આનું મુખ્ય પાત્ર એક સફલ વ્યવસાયિક સ્ત્રીનું છે. તમન્ના, જેને અચાનક ખબર પડે છે કે તે એચ.આય.વી પૉઝીટીવ છે. ફિલ્મમાં અજ્ઞાનતા, ભય, કલંક, કાર્યસ્થિતીમાં ભેદભાવ અને એચ.આય.વી સાથે રહેનારાઓની સાથે થતી ભુલોને સુધારવા માટે યોગ્ય રીતે અદાલતનો ઉપયોગ આ વિષયોને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો છે.

મારો ભાઈ નિખિલ
બૉલીવુડમાંની એચ.આય.વી પર એક ખરોખર સરસ ફીલ્મ છે. સંજય સુરી જેને એક્દમ હલ્કા દરજજાના અભિનેતા તરીકે ગણવામાં આવે છે તેણે એક એડ્સના ભોગ બનેલા વ્યક્તિની સુંદર ભુમિકા બજવી જેને પરિવાર અને સખિએ ત્વજી દીધો છે. તેની એક આશા છે. તેની બહેન, જે જુહી ચાવલાએ સુંદર અભિનયથી સાકારી છે. જે હર સમય તેની સાથોસાથ છે અને આ ફિલ્મમાં સંમલિંગકામીને મંગળ ગ્રહનો બતાવવામાં નથી આવ્યો, પણ એક સામાન્ય મારા તમારા જીવ જેવો છે અને જે પણ સમાજમાં રહેવા માટે લાયક છે. બલ્કિ સ્વત દુ:ખદ છે, આશા છે કે આ સંદેશ એડ્સ પીડીતોને મોકલવામાં આવ્યો છે કે ત્યાં આગળ માણસો છે જે તમારી કાળજી કરે છે અને તમારા ભાવનાઓ પ્રતી સંવેદનશીલ છે.

એડ્સ જાગો- પત્રિકાઓ અને ઉપદેશ સિવાય હિજરત (સ્થળાંતર)
Migration – (18 minutes)
મીરા નાયરની ફિલ્મ Migration (હિજરત, પ્રવાસ), સમાજના ઉચ્ચતન વર્ગના રૂપમાં એડ્સ પ્રસારણ સાથે શહેરી અને ગ્રામીણ ભારતને જોડવાની અંતર્વણાત વાર્તાઓથી સંબંધિત છે. શાઇની અહુજા એક ગ્રામીણ મજુર જે મુંબઈમાં કામ કરવા માટે પોતાની પત્નીને છોડી દયે છે. નિરાશ પત્ની (સમીરા રેડ્ડીએ ભુમિકા કરેલ છે) ના સંપર્કમાં આવે છે અને પતીની ખાસગીસલાહ મસલતથી એક ખતરનાક ત્રિકોણમાં ગુંતવાય જાય છે. પતીની ભુમિકા ઇરફાન ખાને કરેલ છે. Migration (ચારમાંની એક લઘુ નાટયાત્મક ફિલ્મ છે જ્યાં ધારદાર ભારતીય નિર્દેશકો મીરા નાયર, વિશાલ ભારદ્વાજ, સંતોષ સિવાન અને ફરહાન અક્તર લક્ષ રાખ્યુ છે એચ.આય.વી/એડ્સ બાબતની ખોટી માન્યતા અને ગૈરસમજને નષ્ટ કરવાનું)

Blood Brothers – (18 minutes) (લોહીના ભાઇઓ)
Blood Brothers નિર્દેશક વિશાલ ભારદ્વાજ (ઓમકારા) દ્વારા નિર્દેશિત પુરસ્કાર પ્રાપ્ત ફિલ્મ છે અને સિધ્દાર્થ (રંગ દે બંસતી) એક જુવાન માણસ છે જે એચ.આય.વી બાધિત નિદાનિયા થાય છે અને જીંદગી ખરાબ થવા દયે છે. પંકજ કપુર તેના સુત્રમય ડૉક્ટરની ભુમિકા ભજવે છે . (ચારમાની એક લઘુ નાટયાત્મક ફીલ્મ છે જ્યાં ધારદાર ભારતીય નિર્દેશકો મીરા નાયર, વિશાલ ભારદ્વાજ, સંતોષ સિવાન અને ફરહાન અક્તર લક્ષ રાખ્યુ છે એચ.આય.વી/એડ્સ બાબતની ખોટી માન્યતા અને ગૈરસમજને નષ્ટ કરવાનું).

Positive – (19 minutes) સકારાત્મક
ફરહાન અક્તર ભારતના પ્રમુખ યુવાન ફિલ્મ નિર્માતાઓમાંના એક છે, તેમની ફિલ્મ પૉઝીટીવ (સકારાત્મક) એક યુવાન છોકરાની અને તેમના માતાપિતાની કથા છે અને પરિવારમાં એડ્સના પ્રવેશવાથી અભિભુતનો સામનો કેવી રીતે કર્યો. પૉઝીટીવ (સકારાત્મક) (ચારમાની એક લઘુ નાટયાત્મક ફીલ્મ છે જ્યાં ધારદાર ભારતીય નિર્દેશકો મીરા નાયર, વિશાલ ભારદ્વાજ, સંતોષ ટિપ્પન અને ફરહાન અક્તર લક્ષ રાખ્યુ છે એચ.આય.વી/એડ્સ બાબતની ખોટી માન્યતા અને ગૈરસમજને નષ્ટ કરવાનું).

પ્રાંરભ (The Beginning) – (12 minutes)
પ્રાંરભ (The Beginning) પ્રસિધ્ધ છાયાકાર અને નિર્દેશક સંતોષ સિવાન દ્વારા નિર્દેશિત છે, દક્ષિણ ભારતીય નાંમાકીત અભિનેતા પ્રભુદેવા એ એક ટ્રક ડ્રાયવરની ભુમિકા ભજવી છે જેના ટ્રકની પાછળ એક નાનકડો છોકરો મળે છે. આ છોકરો એની માતાની શોધમાં નિકળ્યો છે જેને માતાએ જે પોતે એચ.આય.વી પૉઝીટીવ છે એ જાણ્યા બાદ છોડી દીધો છે.(ચારમાની એક લઘુ નાટયાત્મક ફીલ્મ છે જ્યાં ધારદાર ભારતીય નિર્દેશકો મીરા નાયર, વિશાલ ભારદ્વાજ, સંતોષ ટિપ્પન અને ફરહાન અક્તર લક્ષ રાખ્યુ છે એચ.આય.વી/એડ્સ બાબતની ખોટી માન્યતા અને ગૈરસમજને નષ્ટ કરવાનું).

હૉલીવુડ એચ.આય.વી ફિલ્મ

ફિલાડેલ્ફીયા
એન્ડ્રયુ બેકેટ, એક સંમલૈંગિક એડ્સ સંક્રમિત વકીલ, જેમને રૂઢીવાદી કાનુની પેઢીમાંથી બડતરફ કરવામાં આવ્યો કેમકે તેઓને ડર હતો કે અનુબંધથી એડ્સ તેમના થકી થઈ જશે. એન્ડ્રયુને કાઢી નાખવામાં આવ્યા બાદ, શાંતીના એક આખરી પ્રયાસ માટે તેમને જૉય મિલર નામક એક હોમોફોબિક વકીલની મદદથી પુર્વ કાનુની પેઢી પર દાખલો માંડી ફરિયાદ કરી. અદાલતમાં લડાઈની દરમ્યાન, મિલરે જોયુ કે બેકેટ તેના હોમોફોબીયા સાથે બીજા લોકોથી અલગ નથી અને એડ્સ તેને ખાઈ લ્યે ત્યા સુધી તેને દાખલામાં મદદ કરી.

જુના સાથી
કદાચીત પહેલી ફિલ્મ છે જેને માનવી ચેહરાને એડ્સની મહાયારી પર રાખી. જુના સાથી સં. ૧૯૮૧માં ન્યુર્યોક ટાઇમ્સ આ બિમારીના સર્વપ્રથમ ઉલ્લેખથી મિત્રોના એક નાના ચક્રથી જીવન ચાલતુ હતુ એ સમજાણુ. પહેલો સંદર્ભ મળ્યો "સમલૈંગિક સંબંધિત વિકાર" આ બિમારીના પ્રભાવને નાપકના જીવનને વૈરાન બનાવતા જોયુ. મેનહટન અને ફાયર આયરલૈંડની વચ્ચે જોલા ખાતુ, શરૂઆતના દિવસોમાં માણસોના માનસિકતાનું રેખાચિત્ર એવું હતુ કે તેમને નહી થાય પણ આજે આક્રમણ કરતુ આ બિમારી બધા પર પ્રભાવિત થઈ ગઈ છે. ફિલ્મનું શીર્ષક ન્યુર્યોક ટાઈમ્સમાંથી આવ્યુ છે જ્યા આ કાળને સમલૈંગિક સંબંધને મરણના અનુભાગ તરીકે માનવાનો ઇન્કાર કર્યો છે, બદલામાં જીવનારાઓને જુના સાથીના મૃત્યુ પામનારાઓ પાસે મોકલવામાં આવે છે.

Time Out – The Truth About HIV/AIDS and You
વર્તમાન પરિસ્થિતી- એચ.આય.વી\એડ્સ અને તમારી આજુબાજુની હકીકત ૧૯૯૨ ફિલ્મ જે નાના મોટા કિશોરોને એચ.આય.વીની સમસ્યાઓનો પરિચય આપે છે. અમુક જાણકારી કાલબધ્ધ છે, પણ છતાય એચ.આય.વી\એડ્સના પરિચય માટે ઉપયુકત છે.

A Mother’s Prayer (એક માતાની પ્રાર્થના)
રોઝમેરી હોમસ્ટૉર્મ, પતીના મૃત્યુ પછી છોકરાના ઉછેરવા માટે સંઘર્ષ કરી રહી છે, જ્યારે તેને જાણ થઈ છે કે તેને એડ્સ છે. પહેલા તો એણે અમાન્ય કર્યુ, પણ તરતજ સમસ્યા ઉપર ધ્યાન દોરાયુ કે મરણ પછી તેના છોકરાઓનું શું થશે?

Breaking the Surface – The Greg Louganis Story
સપાટી તોડીને કઠીણ સમયમાં ગ્રેગ લૉગ્નિસે ઓલ્મપિકમાં સર્વશ્રેષ્ઠ ડુબકીદાર બનનાર પ્રવાસનો છે. કાંઈક જેવાકે ગ્રેગના બચપનની સમસ્યાઓ, તેના સમલૈંગિક સંબંધ અને તેના એચ.આય.વી બાધિત થવાના વિષયો ચર્ચાવામાં આવ્યા છે.

And the Band Played On
એચ.આય.વી વિષાણુના શોધની કથા છે. ૧૯૭૮ના શરૂઆતના દિવસોમાં ઘણા સમલૈંગિક સેંટ ફ્રાન્સિસકોમાં અજ્ઞાત કારણોથી મરવા લાગ્યા, એચ.આય.વી વિષાણુને ઓળખ્યા ત્યા સુધી.

Life and Death on the A–list (જીવન અને મૃત્યુ પર એ - સુચી)
સમલૈંગિક અભિનેતા ટૉમ મેક્બ્રાઇડના એક વ્યક્તિગત હસ્તાવેજ અને પોતાના એચ.આય.વી પૉઝીટીવ સ્થિતી સાથે આવવાની કોશિશ.

Rent (ભાડુ)
Puccini (પુસીની) ના La Boheme (લા બોહેમે) પર આધારીત છે, Rent કથા East Village, New York City ના આધુનિક દિવસો ૧૯૮૯-૧૯૯૦ ના કાળમા બોહનિયામાં મિત્રોના જીવનના એક વર્ષની કથા ખે છે. સમુહમાં અમારા સુત્રધાર, nerdy love –struck ફિલ્મ નિર્માતા માર્ક કોહેન; માર્કનો ઉદ્દેશ્ય સ્નેહ છે, તેમની પુર્વ પ્રેમિકા મોરીન જૉનસન, જે હાર્વડ સાર્વજનિક હીત વકીલ છે અને સમલૈંગિક પ્રેમી જોને જેફરસન શિક્ષિત છે; માર્કની સાથે પુર્વ નશેડી અને એચ.આય.વી પૉઝીટીવ સંગીતકાર રોજર ડેવીસ જેની નવી સહેલી એચ.આય.વી પૉઝીટીવ માદક દ્રવ્યોને આધીન S ;M Dancer મીમી મારકેજ છે. તેમના સાથે પુર્વ રહેતા એચ.આય.વી પૉઝીટીવ કોમ્પુટર પ્રતિભાશાળી ટૉમ કોલીન્સ, જે એચ.આય.વી પૉઝીટીવ ક્વીન સ્ટ્રીટ માં ખેચાયેલા સંગીતકાર/ પ્રેમી દેવદુત છે અને બેન્જામિન કૉફીન ૩ સમુહ જે પૈસા માટે અને લગ્ન પછી એમના મકાન માલિક છે અને તે જેમના માટે ઉભા રહે છે જે તેના દરેક બાબતમાં વિરૂધ્ધ છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/31/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate