હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / કેન્સર સંબંધિત / સ્થૂળતા અને ડાયાબિટીસથી લિવરના કેન્સરનું જોખમ વધે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્થૂળતા અને ડાયાબિટીસથી લિવરના કેન્સરનું જોખમ વધે

સ્થૂળતા અને ડાયાબિટીસથી લિવરના કેન્સરનું જોખમ વધે છે

એક નવા અભ્યાસમાં એવું તારણ મળ્યું છે કે, હાઇ બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ), સ્થૂળતા અને ટાઇપ-૨ ડાયાબિટીસ મેલિટસને કારણે લિવરના કેન્સરનું જોખમ વધે છે. અમેરિકાની નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટ અને અમેરિકન કેન્સર સોસાયટીના વિજ્ઞાનીઓની રિસર્ચ ટીમે અભ્યાસ કર્યો છે.
વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે, મેદસ્વીતા અને ટાઇપ-૨ ડાયાબિટીસ લિવર કેન્સરના જોખમ મામલે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. અમેરિકન કેન્સર સોસાયટીના પિટર કેમ્પેબલ અને તેમના સહયોગીઓએ અમેરિકામાં વિવિધ ૧૪ અભ્યાસોમાં જોડાયેલા ૧.૫૭ મિલિયન લોકો ઉપર અભ્યાસ કરીને તારણ કાઢ્યું હતું. ઉમેદવારોના ઊંચાઇ, વજન, આલ્કોહોલના સેવન, તબાકુ તથા અન્ય જરૂરી એવા કેન્સર સબંધિત અન્ય ફેક્ટરો નોંધવામાં આવ્યા હતા. આમાંથી કોઇને પણ કેન્સર થયું હતું. જોકે અભ્યાસમાં જોડાયેલા ૬.૫ ટકા લોકો એવા હતા જેમને ટાઇપ-૨ ડાયાબિટીસ મેલિટસ હતું જેમાંથી ૨૧૬૨ લોકોમાં કેન્સરના લક્ષણો ઝડપાયાં હતાં. સંશોધકોએ મેદસ્વીતા અને ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિના લિવર કેન્સરના દરની સરખામણી કરી હતી.
સ્ત્રોત: સદાબહાર સ્વાસ્થ્ય, ગુજરાત સમાચાર
3.18518518519
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top