હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / કેન્સર સંબંધિત / યુવાન સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું નિદાન વધ્યું છે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

યુવાન સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું નિદાન વધ્યું છે

યુવાન સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું નિદાન વધ્યું છે

સ્તનનું કૅન્સર એ ભારતીય સ્ત્રીઓમાં જોવા મળતા કૅન્સરમાનું સૌથી સામાન્ય છે. આઇ.સી.એમ.આર (ઇન્ડીયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ) મુજબ વર્ષ 2016માં 1.5 લાખ નવા કૅસ નોંધાયા છે. શહેરી વિસ્તારમાં, 22 માંથી 1 સ્ત્રીને પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન સ્તનનું કૅન્સર થવાની શક્યતાઓ છે. ભારતમાં જોવા મળતા સ્તનના કેન્સરના કિસ્સાઓમાં કઇ બાબત મને વધારે ચિંતિત બનાવે છે?
યુવાન વયમાં સ્તન કૅન્સર વધવાના કિસ્સાઓ: ભારતની હાલની પરિસ્થિતિને જોઇએ તો, યુવાન વયજૂથમાં વધારેને વધારે મહિલાઓ સ્તન કૅન્સર સાથેનું નિદાન પામી હોય તેવું જોવા મળ્યું છે. (30 તેમજ 40ની વયજૂથમાં ખાસ)

ભારતભરમાં સ્તન કૅન્સરના કુલ નંબર્સમાં વધારો:

ભારતના મોટા ભાગના શહેરોમાં સ્તન કૅન્સરને સૌથી સામાન્ય અને ગ્રામ્ય વિસ્તારમાં બીજા સ્તરનું સામાન્ય કૅન્સરનું સ્થાન મળી રહ્યું છે.

જાગૃતી અને નિદાન પ્રત્યેના અભાવના કારણે મોડા પડવું:

જ્યાં સુધી આપણા સગાં કે પ્રિયજન સ્તન કૅન્સરથી પીડાવાની શરૂઆત ન થાય ત્યાં સુધી, જન સામાન્ય માટે તો સ્તન કૅન્સરનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ લાગતું હોય છે. લોકો તરફથી આજે પણ મોટાભાગના શહેરોમાં, આરોગ્યને પ્રાધાન્ય મળતું નથી અને મોટાભાગના લોકો માટે ‘ સ્ક્રીનીંગ ‘ (એટલે કે તપાસ) એ જાણે કે શબ્દકોશમાં ન હોય તેવા ભાવ જોવા મળતા હોય છે. અને એટલા માટે જ, દેખીતી રીતે મોટા ભાગની મહિલાઓ લક્ષણો સાથે આવતી હોય છે અને આ લક્ષણો, હાલના સામાન્ય દર પ્રમાણે, સ્ટેજ 2 સ્તન કૅન્સરના હોય છે અને આનાથી પણ આગળ જોઇએ તો મોટાભાગના મહિલાઓ સ્ટેજ 3 અને 4 ના લક્ષણો સાથે આવતી હોય છે. જેથી આપણાં દેશમાં દર્દીઓ પશ્ચિમના દેશોને સરખામણીમાં લાંબો સમય જીવી શકતાં નથી. .

યુવાન વયમાં કૅન્સરની આક્રમકતા:

યુવાન મહિલાઓમાં જોવા મળતાં કૅન્સર, સ્વભાવે વધારે આક્રમક હોય છે. આ કૅન્સરમાં મોટાભાગના HER2 પોઝિટીવ અને ER/PR નેગેટીવ, અથવા HER2/ER/PR ત્રણે નેગેટીવ હોય તેમ જોવા મળે છે, અને તેમની સારવારના પરિણામો ER/PR પોઝીટીવ ટ્યુમર્સ હોય તેવા કૅસીઝની સરખામણીમાં સૌથી ખરાબ હોય છે.

સ્તન કૅન્સરના જોખમો અને તે અંગેની સાવચેતીઃ સ્તન કૅન્સરમાં બે પ્રકારના જોખમી પરીબળો હોય છે – બદલી શકાય તેવા અને ના બદલી શકાય તેવા. બદલી શકાય તેવા પરિબળોમાં મેદસ્વીતા, શારીરિક કસરતનો અભાવ, બ્રેસ્ટ ફીડીંગ ના કરાવવું, સ્મોકીંગ, આલ્કોહોલની આદત અને હોર્મોનલ રિપ્લેસમેન્ટ થૅરપી લેવી એવા કેટલાકનો સમાવેશ થાય છે. બદલી ના શકાય તેવા પરિબળોમાં સ્ત્રી હોવું, ઉંમરલાયક થવું, અંગત રિપ્રોડક્ટીવ(પ્રજનન કે જનનાંગ)ને લગતી હીસ્ટરી જેવી કે યોગ્ય સમય પહેલાં જલ્દી માસિક આવવાની શરૂઆત કે યોગ્યથી વધારે સમય બાદ માસિક બંધ થવું, ફર્સ્ટ ડીગ્રી રિલેટીવમાં સ્તન કૅન્સરની ફૅમિલી હીસ્ટ્રી વિગેરેનો સમાવેશ થાય છે. તો હવે, બદલી શકાય તેવા પરિબળોને અંકુશમાં રાખીને જ, આપણે સ્તન કૅન્સર થવાની શક્યતાઓને ઘટાડી શકીએ છીએ.

શું સ્તન કૅન્સરનું નિદાન આપણે વહેલાં કરી શકીએ?

સ્તન કૅન્સરનું જલ્દી નિદાન અને તેની અદ્યતન કૅન્સર સારવાર જ સ્તન કૅન્સરથી થતાં મૃત્યું રોકવા માટેની સૌથી અગત્યની રણનીતિ છે. સ્તન કૅન્સર, જેનું જલ્દી નિદાન કરાયું હોય અને તેની ગાંઠ નાની હોય અને તે ફેલાયું ન હોય, તો તેવા કિસ્સામાં સફળ સારવાર કરવી ખૂબ જ સરળ બની જાય છે. અને એટલા માટે જ, નિયમિત તપાસ કરાવવી એ સ્તન કૅન્સરને જલ્દી શોધવા માટેનો સૌથી વિશ્વસનિય રસ્તો છે.

સ્ક્રીનિંગ એટલે કે તપાસ માટેના ટેસ્ટ્સ?

સ્ક્રીનીંગ એટલે એવી તપાસ કે ટેસ્ટ હોય છે જેના થકી સ્ત્રીઓમાં જો લક્ષણો ન દેખાતાં હોય, તો પણ જો રોગ હોય તો તેને પણ શોધી શકાય છે. અર્લી ડિટેક્શન (જલ્દી નિદાન)નો અર્થ એ થાય છે કે, તમે લક્ષણો શરૂ થાય ત્યાં સુધી રાહ જૂઓ તે પહેલાં, રોગને શોધીને તેનું નિદાન કરવું..

સ્ક્રીનીંગ ઍક્ઝામ દરમિયાન જોવા મળતાં સ્તનના કૅન્સર્સ, મહદઅંશે નાના અને સ્તન પૂરતાં મર્યાદિત હોય છે. સ્તન કૅન્સરનું જલ્દી નિદાન કરવા માટેનો સૌથી અગત્યનો સ્ક્રીનીંગ ટેસ્ટ મેમોગ્રાફી હોય છે, તેમજ અન્ય ટેસ્ટમાં સ્તનની સોનોગ્રાફી અને સ્તનનો એમ.આર.આઇ. નો સમાવેશ થાય છે.

સ્ક્રીનીંગ માટેની ગાઇડલાઇન્સ:

  • 45 થી 54 વયજૂથની સ્ત્રીઓ એ દરેક વર્ષે નિયમિત મેમોગ્રાફી કરાવવી જોઇએ. .
  • 55 કે તેથી વધારે ઉંમરની સ્ત્રીઓ દર બીજા વર્ષે મેમોગ્રાફી કરાવી શકે છે અથવા દરેક વર્ષે પણ મેમોગ્રાફી કરાવવાનું પસંદ કરી શકે છે. .
  • જે સ્ત્રીઓ સ્તનના કૅન્સરના જોખમી પરીબળો ધરાવે છે, તેમણે 30ની વયથી શરૂ કરી પ્રત્યેક વર્ષે મેમોગ્રાફી અને બ્રેસ્ટ(સ્તનનો) એમ.આર.આઇ. કરાવવો જોઇએ.

અદ્યતન ટૅક્નોલૉજી:

સાઇઝમાં નાનાં હોય તેવા કૅન્સર્સના જલ્દી નિદાનમાં અદ્યતન ટૅક્નોલૉજી ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. સ્ટર્લિંગ કૅન્સર હૉસ્પિટલમાં, ગુજરાતની પહેલી 3-ડી ડિજિટલ મેમોગ્રાફીની અદ્યતન ટૅક્નોલૉજી છે. સામાન્ય મેમોગ્રાફીની સરખામણીમાં, ડિજિટલ મેમોગ્રાફીમાં ઓછું રેડીએશન હોય છે. ટૉમોસિન્થેસીઝ જેને 3-ડી મેમોગ્રાફી તરીકે પણ ઓળખવામાં આવે છે તે, રૂટીન મેમોગ્રાફીની સરખામણીમાં, કૅન્સરને જલ્દી શોધવામાં, 30% સુધીની શક્યતાઓને વધારે છે. અમારા આ મશીનમા સ્ટીરીઓટૅક્ટીક બાયોપ્સીની સુવિધા છે જેને નાનાં નોન-પલ્પેબલ લિઝન્સની બાયોપ્સી કરવાના ઉપયોગમાં લેવાય છે.

‘વુમન ફૉર વુમન‘ એટલે કે સ્ત્રીઓ માટે સ્ત્રીઓની પહેલઃ

સ્ટર્લિંગ કૅન્સર હૉસ્પિટલમાં, અમારે ત્યાં, કુશળ ફિમેલ ટૅક્નોલૉજીસ્ટ અને ફિમેલ પેશન્ટ માટે ફિમેલ ડૉક્ટર્સ હોય છે જેના કારણે, મહિલાને વધારે અનુકૂળતા પ્રાપ્ત થાય છે અને તેઓ તેમની સમસ્યાઓને મુક્ત મને સરળતાથી વાત કરી શકે છે. .

બ્રેસ્ટ ઇમેજીંગ સબ-સ્પેશ્યાલીટી સાથેની કૂશળતા ધરાવતાં રૅડિઓલૉજીસ્ટ : ડૉ. નેહા શાહ રૅડિઓલોજીના ક્ષેત્રમાં 17થી પણ વધારે વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ વિમેન્સ ઇમેજીંગ અને ખાસ કરીને બ્રેસ્ટ ઇમેજીંગમાં રસ ધરાવે છે. તેઓ નિયમિતપણે આ પ્રકારના સ્તન કૅન્સરના સ્ક્રીનીંગ કૅમ્પ અને સમાજ માટે સાવચેતી રાખવાનાં પ્રિવેન્ટીવ હૅલ્થ ટોક પણ કરે છે.

મલ્ટીડિસિપ્લિનરી કૅરઃ

આપણે જાણીએ છીએ કે, કૅન્સરના દર્દીની સારવાર એ ટીમવર્ક છે. આ ખ્યાલ મુજબ જ, સ્તન કૅન્સરની સારવાર માટે સમર્પિત ડૉક્ટર્સ ટીમ, નર્સિંઝ અને પૅરા મૅડિકલ સ્ટાફ જરૂરી છે. આ મલ્ટી ડિસિપ્લિનરી ટીમના ડૉક્ટર્સમાં રૅડિઓલૉજીસ્ટ, પૅથોલૉજીસ્ટ, સર્જન, ન્યુક્લિઅર મૅડિસીન સ્પૅશ્યલિસ્ટ, મૅડિકલ ઑન્કોલૉજીસ્ટ અને રૅડિએશન ઑન્કોલૉજીસ્ટનો સમાવેશ થાય છે જેઓ આ પ્રકારના તમામ કૅસીઝની સાથે ચર્ચા કરે છે અને તેમનો સારવાર માટેનો સંયુક્ત નિર્ણય પણ લે છે. આ ટીમમા ડાયટિશ્યન, સાયકૉલૉજીકલ કાઉન્સેલર, ફિઝિયોથૅરપીસ્ટ અને જિનેટીસીસ્ટ પણ હોય છે જેઓ દર્દીની આ સારવારને સંપૂર્ણ બનાવવા માટે મદદરૂપ થાય છે..

જો આપે ઉપરોક્ત તમામ મુદ્દાઓને વાંચ્યા હશે તો તે તમામ એક ખૂબ જ તાતી જરૂરીઆત તરફ આંગળી કરે છે અને તે છે, ‘સ્તન કૅન્સર અંગેની જાગૃતતા ‘. જે પ્રમાણે કૅન્સરના નંબર્સ વધી રહ્યાં છે, યુવાન સ્ત્રીઓને અસર થઇ રહી છે, લક્ષણો આવ્યા બાદ મહિલાઓ ડૉક્ટર પાસે જાય છે. આ સંજોગોમાં સ્તન કૅન્સરની જાગૃતતા જ એક વિકલ્પ છે જેને અનુસરીને કૅન્સરનું બને તેટલું જલ્દી નિદાન કરી શકાય..

સ્ત્રોત: ડો નેહા શાહ. રેડિયોલોજિસ્ટ, નવગુજરાત હેલ્થ

3.07142857143
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top