હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / કેન્સર સંબંધિત / યુ કેન, આઈ કેન, વી કેન ડિફીટ કેન્સર
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

યુ કેન, આઈ કેન, વી કેન ડિફીટ કેન્સર

યુ કેન, આઈ કેન, વી કેન ડિફીટ કેન્સર

કેન્સર એટલે શરીરના કોઈપણ ભાગમાં અનિયંત્રિત રૂપે થતા કોષોનો વધારો. કેન્સર શરીરના કોઈપણ ભાગથી બીજા અવયવમાં લોહી અથવા લસીકાગ્રંથી વડે પ્રસરી શકે છે. કેન્સર ૧૦૦ થી પણ વધારે પ્રકારના હોય શકે છે. મુખત્વે જોવા મળતા કેન્સરમાં સ્તન, ફેફસા, મોઢા, જઠર, આંતરડા, અંડાશય, પ્રોસ્ટેટ અને લોહીના કેન્સર નો સમાવેશ થાય છે.

કેન્સરના લક્ષણો

 • દુખાવા વગરની ગાંઠ,
 • અસામન્ય રક્ત સ્ત્રાવ,
 • લાંબા સમયથી ના રુઝાતા ચાંદા,
 • લાંબા સમયની ઉધરસ,
 • કબજિયાત અથવા ઝાડા,
 • યોગ્ય કારણ વગર વજનમાં ઘટાડો થવો.

કેન્સરની તપાસ

આના યોગ્ય ડૉક્ટર (કેન્સર સ્પેશિયાલિસ્ટ) દ્વારા શરીરની તપાસ તથા જરૂરી પડતી તપાસ જેમકે સોનોગ્રાફી, મેમોગ્રાફી, સી ટી  સ્કેન,એમ આર  આઈ ,એન્ડોસ્કોપી  અને બાયોપ્સીનો સમાવેશ થાય છે.

કેન્સરની સારવાર

મુખ્યત્વે ૩ પ્રકારની સારવારનો સમાવેશ થાય છે.

સર્જરી:- જેમાં ઓપરેશનથી કૅન્સરની ગાંઠ કાઢી દેવામાં આવે છે.

રેડિયેશન:- જેમાં કિરણો આપી કૅન્સરની ગાંઠને બાળી નખાય છે.

કિમોથેરાપી:- આ દવા ત્રણ અલગ રીતે અપાય છે.

 1. ઓપરેશન પહેલા: ગાંઢને નાની કરી ઓપરેશન કરવા લાયક થવા માટે.
 2. ઓપરેશન પછી: શરીરમાં રહી ગયેલા સુક્ષમ કૅન્સરના કોશોને મારવા  અને કેન્સર પાછું આવવાનું  જોખમ ઘટાડવા માટે.
 3. પેલિએટિવ થેરાપી: છેલ્લા સ્ટેજના  કેન્સરમાં દર્દીની તકલીફ ઓછી કરવા, અને આયુષ્ય વધારવા.

કિમોથેરાપી નિષ્ણાત મેડિકલ ઓન્કોલોજીસ્ટ (ઓન્કો-ફિઝિશ્યન) દ્વારા આપવામાં આવે છે. કિમોથેરાપીની દવા, ડોઝ દરેક દર્દીની તબિયત અને રોગને ધ્યાનમાં રાખી નક્કી કરવામાં આવે છે. મોટા ભાગના દર્દી નિષ્ણાંત મેડિકલ ઓન્કોલોજીસ્ટની દેખરેખ હેઠળ કિમોથેરાપી સારી રીતે પુરી કરી શકે છે. કિમોથેરાપી ઈન્જેકશન અથવા ગોળી તરીકે અપાય છે.

નવી દવાઓ

ટાર્ગેટેડ થેરાપી: આ દવા ઈન્જેકશન કે ગોળીના રૂપમાં આપવામાં આવે છે જે કેન્સર કરવા માટે જવાબદાર રસ્તાને બંધ (ટાર્ગેટ) કરી કેન્સર ઘટાડે છે. આ દવાઓ કિમોથેરાપી કરતા વધુ અસરકારક હોઈ શકે છે.

ઇમ્યુનોથેરાપી : આ દવા આપડી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરી કેન્સરને મારે છે. આ દવા ઈન્જેકશનના રૂપમાં અપાય છે અને થોડાક કલાકો માં જ દર્દીને ઘરે પણ જવાની મંજૂરી આપી દેવાય છે.

હવે કૅન્સરની સારવાર 'પ્રિસિઝન મેડિસીન' એટલે કે રોગ મુજબ તેને અનુકૂળ દરેક દર્દીને અલગ અલગ સારવાર  રીતે અપાય છે જેથી દર્દીને શ્રેષ્ઠ પરિણામ મળી શકે.

કેન્સરની ખોટી માન્યતાઓ

 • કેન્સર એટલે કેન્સલ
 • કેન્સર વારસાગત જ હોય છે
 • કેન્સર ચેપી રોગ છે
 • કેન્સરના કોઈ લક્ષણો હોતા નથી
 • કેન્સરનું વહેલું નિદાન શક્ય નથી
 • કેન્સર થવાથી બચી શકાતું નથી
 • માત્ર ઓપરેશન કરવાથી કેન્સર મટી જાય છે
 • કિમોથેરાપી બહુ જ ખરાબ, દર્દનાક અને આડઅસરો વાળી હોય છે
 • કેન્સર માત્ર ઘરડા લોકોને જ થાય છે
 • બાયોપ્સી કરવાથી કેન્સર ફેલાય છે
 • નોન-એલોપેથિક દવાઓ સુરક્ષિત રીતે કેન્સર મટાડે છે
 • પોઝિટિવ એટિટ્યૂડથી કેન્સર મટાડી શકાય છે

કેન્સર: આંકડાકીય માહિતી

 • ભારતમાં આશરે ૨૫ લાખ લોકો કેન્સરથી અસરગ્રસ્ત છે. દર વર્ષે ૮ લાખ લોકોને કેન્સર થાય છે અને ૫.૫ લાખ લોકો મૃત્યુ પામે છે.
 • અમદાવાદમાં અર્બન એરિયામાં દર એક લાખ વ્યક્તિદીઠ ૧૧૬ પુરુષો અને ૮૫ સ્ત્રીઓને કેન્સર છે, જયારે ગ્રામ્ય વિસ્તારમાં ૭૯ પુરુષો અને ૫૦ સ્ત્રીઓને કેન્સર છે.
 • પુરુષોમાં મુખ્યત્વે મોં, જીભ, ગાળું, ફેફસા અને અન્નનળીના કેન્સર થાય છે, જયારે સ્ત્રીઓમાં સ્તન, ગર્ભાશયનું મુખ, અંડાશય અને મોં ના કેન્સર જોવા મળે છે.
 • ૫૦-૬૦% પુરુષોના અને ૧૫-૨૦% સ્ત્રીઓના કેન્સર તમાકુના લીધે થાય છે.

કૅન્સર માટે સાવધાની અને બચાવ

 • વ્યસન થી દૂર રહો.
 • સંતુલિત પૌષ્ટિક ખોરાક લો.
 • નિયમિત કસરત કરો.
 • વહેલી તકે કોઈપણ તકલીફ લંબાતા યોગ્ય ડૉક્ટરનું માર્ગદર્શન લો.

શરીર એ કુદરતે આપેલ અણમોલ ભેટ છે. આપણે સૌ તેની યોગ્ય કાળજી લઈએ.

ડૉ.ચિંતન શાહ (કન્સલટન્ટ મેડિકલ ઓનકોલોજીસ્ટ)

 

3.8
જીતેન્દ્ર ચૌહાણ Oct 11, 2019 12:57 PM

અંદશાયના કેન્સરના ઓપરેશન પછી દર્દી ને કેટલો સમય હોસ્પિટલમાં રાખવામાં આવે છે. અને ઓપરેશન પછી ધ્યાનમાં રાખવા જેવી બાબતો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top