વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બ્લડ કેન્સર

લ્યુકીમિઆ એ લોહી કે અસ્થિમજ્જાનું કેન્સર છે જેમાં રક્તકણો, સામાન્ય રીતે શ્વેત રક્તકણો(લ્યુકોસાઈટ્સ) અસાધારણ રીતે વધી જાય છે અને ફેલાય છે. તે વ્યાપક એવા હીમેટોલોજિકલ નિઓપ્લાઝમ્સ નામના રોગના સમૂહનો એક ભાગ છે.

લક્ષણો

સામાન્ય-સારા અસ્થિમજ્જા કોષોને સ્થાને વધુસંખ્યામાં અપરિપક્વ શ્વેત રક્તકણો જમા થઈ જાય છે જેને કારણે અસ્થિમજ્જાને નુકસાન થાય છે. તેને કારણે બ્લડ પ્લેટલેટ્સ થતું નથી. બ્લડ પ્લેટલેટ્સ લોહી જામવાની પ્રક્રિયામાં મહત્વના છે. આથી લ્યુકેમીયા હોય તેવા દર્દીને શરીર પર ઉઝરડા જોવા મળે છે, વધુ પડતું લોહી વહેવા લાગે છે કે શરીર પર લોહી જેવા ટપકાં ઉપસી આવે છે.

ચેપી રોગને ફેલાતો અટકાવતા શ્વેત રક્તકણોનો નાશ થાય છે કે તેમની અસરકારકતા ખતમ થાય છે. તેને કારણે દર્દીની રોગપ્રતિકારક પ્રણાલીને નુકસાન થાય છે જેને કારણે શરીરના અન્ય કોષો પર રોગનો હુમલો થાય છે.

અંતે લાલ રક્તકણોની ખામી સર્જાય છે અને તેને કારણે એનિમિઆ થાય છે જેમાં શ્વાસોચ્છવાસમાં તકલીફ પડે છે, ઝડપી શ્વાસ લેવા પડે છે. તમામ લક્ષણો અન્ય રોગોને આભારી છે. નિદાન માટે લોહીનાં પરિક્ષણો અને અસ્થિમજ્જાનું પરીક્ષણ જરૂરી છે.

અન્ય સંબંધિત લક્ષણો

 • તાવ, સળેખમ, રાત્રે પરસેવો થવો અને ફ્લૂ જેવા લક્ષણો
 • નબળાઈ અને થાક લાગવા
 • ખાવાની ઈચ્છા ન થવી અને/કે વજન ઓછું થઈ જવું
 • પેઢામાં સોજો ચઢવો કે પેઢામાં લોહી નીકળવું
 • સાધારણ ઈજા હોય તો પણ વધુ પડતું લોહી નીકળવું
 • ન્યૂરોલોજિકલ લક્ષણો(માથાનો દુખાવો)
 • લીવર(જઠર) અને બરોળનું કદ વધી જવું
 • શરીર પર ઉઝરડા પડી જવા
 • અવારનવાર રોગનો ચેપ લાગવો
 • હાડકામાં દુખાવો થવો
 • સાંધાનો દુખાવો
 • ગળામાં સોજો આવી જવો

લ્યુકીમિઆ શબ્દનો અર્થ શ્વેત રક્ત થાય છે. આ પ્રકારના કેન્સરના રોગમાં શ્વેત રક્તકણોની સંખ્યા ખૂબ જ વધી જાય છે જેને કારણે તેને લ્યુકીમિઆ નામ અપાયું છે. આવા દર્દીના લોહીના નમૂના લઈને તેનું માઈક્રોસ્કોપ પરીક્ષણ કરાતા તેમાં શ્વેત રક્તકણોની સંખ્યા ખૂબ જ વધારે જોવા મળે છે. આ વધારાના શ્વેત રક્તકણો વારંવાર અપરિપક્વ બની જાય છે અથવા તેનું ચોક્કસ કાર્ય કરતા નથી. વળી, આ વધારાના શ્વેત રક્તકણો રાબેતા મુજબનું કાર્ય કરતા અન્ય કોષોની કામગીરીને પણ અસર કરે છે.

લ્યુકીમિઆના કેટલાક દર્દીઓમાં નિયમિત રક્તકણોની ગણતરીમાં શ્વેત રક્તકણો મોટી સંખ્યામાં દેખાતા નથી. આ સ્થિતિ કે અવસ્થાને એલ્યુકીમિઆ કહે છે. આવી સ્થિતિમાં અસ્થિમજ્જામાં કેન્સરગ્રસ્ત શ્વેત રક્તકણો હોય છે અને તે સામાન્ય રક્તકણોનું ઉત્પાદન ખોરવે છે. જોકે તે હાડકાની અંદરના ભાગમાં જ રહે છે અને લોહીના પ્રવાહમાં ભળતા નથી. લોહીના પ્રવાહમાં ભળે તો લોહીના પરીક્ષણ દરમિયાન તે માલૂમ પડી શકે છે. એટલે જ એલ્યુકીમિક દર્દીના લોહીના પરીક્ષણ દરમિયાન શ્વેત રક્તકણોનું પ્રમાણ સામાન્ય કે ઓછું જોવામળે છે. એલ્યુકીમિઆ એ ચાર પ્રકારના લ્યુકીમિઆ પૈકી કોઈપણ પ્રકારમાં જોવા મળી શકે છે અને તે સામાન્ય રીતે વાળના કોષોમાં જોવા મળે છે.

ચાર મહત્વના પ્રકાર

લ્યુકીમિઆ એ વ્યાપક શબ્દ છે જે અનેક પ્રકારના રોગોને આવરી લે છે. લ્યુકીમિઆને ક્લિનિકલી અને પેથોલોજિકલી તીવ્ર-ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના રોગમાં વિભાજિત કરવામાં આવ્યો છે.

 • એક્યુટ લ્યુકીમિઆ અપરિપક્વ રક્તકણો ઝડપથી ફેલાવાને કારણે થાય છે. મોટીસંખ્યામાં આવા રક્તકણો ફેલાવાથી અસ્થિમજ્જા(બોન મેરો) તંદુરસ્ત રક્તકણો પેદા કરી શકતું નથી. આ પ્રકારનું લ્યુકીમિઆ બાળકોમાં અને યુવાન પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે. એક્યુટ લ્યુકીમિઆમાં તાત્કાલિક સારવાર જરૂરી છે કારણ કે તેમાં મલિગ્નન્ટ(જોખમી) કોષો ઝડપથી પ્રસરી જાય છે જે લોહીના પ્રવાહમાં ભળી જાય છે અને તેના દ્વારા શરીરના અન્ય અંગોમાં પણ પ્રસરી જાય છે. જોકે તેનાથી ઘણી વાર ક્રેનિયલ નર્વ પાલ્સી(મસ્તિસ્ક સંબંધિત તકલીફ) થાય છે તેમ છતાં સીએનએસ ઈન્વોલ્વમેન્ટ અસામાન્ય છે.
 • ક્રોનિક લ્યુકીમિઆ પ્રમાણમાં પરિપક્વ, પરંતુ અસામાન્ય એવા રક્તકણોની સંખ્યા વધવાને કારણે થાય છે. સામાન્ય કોષોની સરખામણીમાં આ કોષો ખૂબ ઝડપથી વધે છે જેને કારણે લોહીમાં શ્વેત રક્તકણોનું પ્રમાણ અસાધારણ વધી જાય છે. ક્રોનિક લ્યુકીમિઆ મોટાભાગે વૃદ્ધ લોકોમાં જોવા મળે છે, તેમ છતાં સૈદ્ધાંતિક રીતે તે કોઈપણ વયજૂથના લોકોને થઈ શકે છે. એક્યુટ લ્યુકીમિઆમાં તાત્કાલિક સારવાર જરૂરી છે જ્યારે ક્રોનિક લ્યુકીમિઆમાં સારવાર પહેલા થોડો સમય તેનું નિરીક્ષણ કરવામાં આવે છે જેથી ત્યારપછીની સારવાર મહત્તમ અસરકારકતા સાથે કરી શકાય.

કારણ અને જોખમી પરિબળો

તમામ અલગ-અલગ પ્રકારના લ્યુકીમિઆ માટેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અલગ-અલગ લ્યુકીમિઆના અલગ-અલગ કારણો હોઈ શકે છે. તેમ છતાં સંશોધકોને નીચે મુજબના ચાર સંભવિત કારણો હોવાની મજબૂત શંકા જણાય છે:

 • કુદરતી કે કૃત્રિમ આયોનાઈઝીંગ રેડિયેશન
 • ચોક્કસ પ્રકારના રસાયણો
 • કેટલાક વિષાણુઓ
 • આનુવંશિક

અન્ય કેન્સરની જેમ લ્યુકીમિઆ ડીએનએમાં સોમેટિક મ્યુટેશન્સ(શારીરિક ફેરફાર)ને પરિણામે થાય છે, જે કેન્સરગ્રસ્ત કોષોને સક્રિય કરે છે અથવા ટ્યૂમર(ગાંઠ)ને દબાવી દેતા જનીનોને નિષ્ક્રિય કરે છે અને કોષોના નાશ, અલગ સ્વરૂપ કે વિભાજનની ક્રિયાનું નિયમન કરે છે. આ શારીરિક ફેરફાર અચાનક જોવા મળે છે અથવા કિરણોત્સર્ગ(રેડિયેશન) કે કેન્સરગ્રસ્ત પદાર્થોને પરિણામે જોવા મળે છે અને આનુવંશિક પરિબળોની તેના પર અસર થાય છે. કેટલાક અભ્યાસના તારણમાં આ માટે પેટ્રોકેમિકલ્સ જેવા કે બેન્ઝીન અને હેરડાયનું પ્રમાણ વધવાથી પણ લ્યુકીમિઆ થઈ શકે છે.

વાઈરસ પણ કેટલાક પ્રકારના લ્યુકીમિઆ માટે જવાબદાર હોવાનું માલૂમ થયું છે. ઉદાહરણ તરીકે એએલએલના ચોક્કસ કેસ હ્યુમન ઈમ્યુનોડેફિશિયન્સી વાઈરસ(એઈડ્સ માટે જવાબદાર એચઆઈવી) કે હ્યુમન ટી-લિમ્ફોટ્રોપિક વાઈરસ(એચટીએલવી-1 અને -2, જેને કારણે પુખ્ત ટી-કોષ લ્યુકીમિઆ/લિમ્ફોમા) દ્વારા ચેપી વાઈરસ ફેલાવાથી થાય છે.

ફેન્કોનિ એનિમીઆ પણ એક્યુટ માયેલોજીનસ લ્યુકીમિઆ થવા માટેનું એક જોખમી પરિબળ છે.

લ્યુકીમિઆનું ચોક્કસ કારણ કે કારણો જ્યાં સુધી જાણી શકાય નહીં ત્યાં સુધી તેને અટકાવી શકાય નહીં. કારણો માલૂમ થાય પછી પણ તેને કાબૂમાં લઈ શકાતા નથી. જેમ કે કુદરતી રીતે જ જોવા મળતું બેકગ્રાઉન્ડ રેડિયેશન અને તેથી જ તે આ રોગ અટકાવવામાં ખાસ મદદરૂપ થતું નથી.
3.2987012987
પ્રતિપાલ Nov 20, 2018 07:40 PM

બોન કેન્સર નો કોઈ ઈલાજ 82 વર્ષ ઉમર છે તો એમને ઈલાજ સ્કેય છે ...?

Patel falguni Nov 17, 2018 02:05 PM

બ્લડ કેન્સર નુ નિદાન વિશે માહિતી

Patel falguni Nov 17, 2018 01:40 PM

બ્લડ કેન્સર નુ નિદાન વિશે માહિતી

Pragneshkumar Apr 01, 2018 02:28 AM

બ્લડ કેનસર કેટલા ટકા મટી સકે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top