હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / કેન્સર સંબંધિત / બ્રેસ્ટ કેન્સર(સ્તન કેન્સર)
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બ્રેસ્ટ કેન્સર(સ્તન કેન્સર)

બ્રેસ્ટ કેન્સર(સ્તન કેન્સર) વિશેની માહિતી આપવામાં આવી છે

બ્રેસ્ટ કેન્સર એ મહિલાઓમાં જોવા મળતા કેન્સરનો સૌથી જાણીતો પ્રકાર છે અને મહિલાઓમાં કેન્સરને કારણે મૃત્યુની બાબતે તે બીજા ક્રમનું સૌથી મોટું કારણ છે. મહિલાના જીવનકાળમાં 9ની સામે 1 કિસ્સામાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહેલું છે.

લક્ષણો

 • સ્તનનો ચોક્કસ ભાગ ઉપસી આવવો-ગાંઠ થવી
 • સ્તનની ડીંટડીમાંથી પ્રવાહી નીકળવું
 • સ્તનની ડીંટડી અંદર જતી રહેવી
 • લાલ/સૂજેલી ડીંટડી
 • સ્તન મોટા થઈ જવા
 • સ્તન સંકોચાઈ જવા
 • સ્તન સખત-કડક બની જવા
 • હાડકાનો દુખાવો
 • પીઠનો દુખાવો

જોખમી પરિબળો

 • પરિવારમાં ભૂતકાળમાં કોઈને સ્તન કેન્સર થયું હોય. ખાસ કરીને નિકટના સ્વજનોમાં.
 • મહિલાની ઉંમર વીતતી જાય તેમ જોખમ વધે છે
 • ગર્ભાશયના કેન્સરની અગાઉ ઘટના બની હોય
 • અગાઉ સ્તન કેન્સર થયું હોય અને તેને કારણે કેટલાક ફેરફારો થયા હોય
 • આનુવંશિક ખામી કે ફેરફાર(બહુ ઓછી શક્યતા)
 • 12 વર્ષની ઉંમર પહેલાં જ માસિક સ્ત્રાવ શરૂ થયો હોય
 • 50 વર્ષની ઉંમર પછી માસિકસ્ત્રાવ બંધ થયો હોય
 • કોઈ સંતાન ન હોય
 • આલ્કોહોલનું સેવન, ચરબીયુક્ત આહારનું વધુ પ્રમાણ, રેસાયુક્ત આહારનું વધુ પ્રમાણ, ધુમ્રપાન, મેદસ્વિતા, અને અગાઉ અંડાશય કે મોટા આંતરડાનું કેન્સર થયું હોય.

સારવાર

 • સ્તન કેન્સરની સારવાર મુખ્યત્વે ત્રણ મહત્વના પરિબળો પર આધારિત છે :
 1. જો મહિલાને રજોનિવૃત્તિકાળ આવી ગયો હોય
 2. સ્તન કેન્સર કેટલા પ્રમાણમાં ફેલાયું છે
 3. સ્તન કેન્સરના કોષોનો પ્રકાર
 4. સ્તનમાં ચોક્કસ કયા ભાગમાં તે છે
 5. કેન્સર લસિકાવાહિની સુધી કેટલા પ્રમાણમાં ફેલાયું છે કે કેમ
 6. સ્તનમાં ઊંડે રહેલા સ્નાયુઓ સુધી કેન્સર ફેલાયું છે કે કેમ
 7. અન્ય સ્તનમાં કેન્સર ફેલાયું છે કે કેમ
 8. શરીરના અન્ય અંગો જેમ કે હાડકાં કે મગજ સુધી કેન્સર ફેલાયું છે કે કેમ
 • સ્તન કેન્સર કેટલા પ્રમાણમાં ફેલાયું તે નીચે મુજબ નક્કી થાય છે :
 • કોષોના પ્રકાર જોઈએ તો તે વધુ આક્રમક અને ઓછા આક્રમક એવા બે પ્રકારના હોય છે. આ ઉપરાંત કોષો પર રિસેપ્ટર(ઉદ્વીપક) છે જે સ્તન કેન્સરની સારવારમાં વધુ પ્રતિક્રિયાત્મક બને છે.

ઉપરોક્ત પરિબળોને આધારે ડોક્ટર નીચે મુજબની બે બાબતો પર નિર્ણય કરે છે

 • ગાંઠ અને તેની આસપાસની માંસપેશી કિરણોત્સર્ગથી કે કિરણોત્સર્ગ વિના દૂર કરવી
 • સંપૂર્ણ સ્તન દૂર કરી દેવું

સ્તન કેન્સર ન થાય તે માટે શું કાળજી લેવી

 • દર મહિને જાતે સ્તનનું પરીક્ષણ કરવું
 • તમારા ફિઝિશિયન દ્વારા દર વર્ષે સ્તનનું પરીક્ષણ
 • પોષક આહાર લેવો

તમને સ્તન કેન્સર થયું હોવાની શંકા થાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો. સ્તન કેન્સરની સારવાર વહેલી તકે કરવામાં આવે તો તેમાંથી સંપૂર્ણ સાજા થઈ શખાય છે, પરંતુ જો નિદાન અને સારવારમાં વિલંબ થાય તો મૃત્યુ થઈ શકે છે.

સંબંધિત સ્ત્રોત

2.94827586207
Anonymous Dec 02, 2018 09:44 AM

સ્તન કેન્સર કઈ ઉંમર થી થઈ શકે?

સંજય વર્મા .ગામ_મોઢેરા .જીલ્લો _મહેસાણા .મો.૯૯૨૪૮૪૮૩૪૨ Dec 04, 2017 11:11 AM

મારી ગર્લફેન્ડને સ્તન કેન્સર છે. હમણાં ૧૦ દિવસ પહેલાં જ ખબર પડી, દવાખાને લઇ ગયાં તો ખબર પડી કે ૧૧ mmની છે. આ સાંભળીને બહું ચિંતામાં છું, આપશ્રી મને ફોન કરીને મારી સમસ્યાનું નિરાકરણ કરશો. આભાર.

Tina Apr 30, 2017 01:01 PM

મને સ્તન માં ગાંઠ છે દુખાવો થતો નથી.મારી ઉમર 33 વર્ષ છે. મારે નાની બેબી છે,6 મહિના ની.ધાવણ પૂરું છે.મને ડોક્ટરે કહ્યું જીવાણુઈંનફેકસન છે.તો સુ કરાય .રિપોર્ટ કરાય?

હરપાલી Mar 14, 2017 08:39 PM

મારે સ્તનમાં ઘણા સમય થી ગાંઠ સે અને મારી ઉમર 27વર્ષ ની સે મને કઈ તકલીફ ગાંઠ દ્વારા નથી તો મારે તપાસ કરવવી કે નહી તે આપ જણાવ સો

મનિષા Jan 23, 2017 05:26 PM

સ્તનપાન લોહી નીકળે?

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top