વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ન્યૂટ્રોપેનીઆ

ન્યૂટ્રોપેનીઆ વિશેની માહિતી આપવામાં આવી છે

ન્યૂટ્રોપેનીઆ એટલે શું?

ન્યૂટ્રોપેનીઆનો ઉચ્ચાર નૂ-ટ્રોહ-પી-ની-આહ કરવામાં આવે છે એનો અર્થ છે- શરીરમાંના સફેદ રકતકણની સંખ્યામાં ઘટાડો થવો. કેમોથેરાપી લીધા બાદ ન્યૂટ્રોપેનીઆ થવું એ સામાન્ય બાબત છે અને એનાથી તમને ચેપ લાગવાની શકયતા વધી જાય છે.

કેમોથેરાપીથી શા માટે ન્યૂટ્રોપેનીઆ થાય છે?

આ એક કેન્સર સામે લડનારી દવા છે જે શરીરમાંના ઝડપથી વધતાં સારા કે ખરાબ કોષોને મારી નાખે છે. આ કેન્સરના કોષોની સાથે સાથે તંદુરસ્ત સારા સફેદ રકતકણોને પણ મારી નાખે છે.

જો મને ન્યૂટ્રોપેનીઆ થયું હોય તો તેની જાણ મને કેવી રીતે થઇ શકે?

આ બાબતે તમારા ડોકટર અથવા નર્સ તમને કહેશે કારણ કે કોમોથેરાપી પછી ન્યૂટ્રોપેનીઆ સામાન્ય રીતે થાય છે,તમારા ડોકટર આની તપાસ માટે મારું લોહી લેશે.

મને કયારે ન્યૂટ્રોપેનીઆ થવાની શકયતા હોઇ શકે?

કેમોથેરાપી લીધા બાદના ૭ અને ૧૨ દિવસની વચ્ચના સમયગાળામાં ન્યૂટ્રોપેનીઆ વારંવાર થાય છે. તમે લીધેલી કોમોથેરાપી મુજબ આ સમયગાળો જુદો જુદો હોઇ શકે. તમારા ડોકટર અથવા નર્સ તમને જણાવશે કે કયારે તમારા સફેદ રકતકણોની સંખ્યા સાવ ઓછી થઇ જશે. આ સમયે તમારે બહુ કાળજીપૂર્વક ચેપના ચિહ્મો અને લક્ષણોનું ધ્યાન રાખવું પડશે.

હું ન્યૂટ્રોપેનીઆને થતો કેવી રીતે અટકાવી શકું?

ન્યૂટ્રોપેનીઆને થતો અટકાવવા માટે તમે ખાસ કંઇ ન કરી શકો. પરંતુ જયારે સફેદ રકતકણોની સખ્યા શરીરમાં ઓછી થઇ જાય ત્યારે તમે ચેપ લાગવાનું જોખમ ઘટાડી શકો.

હું પોતાની જાતને ચેપ લાગતી કેવી રીતે અટકાવી શકું?

તમારા ડોકટર પાસેથી મળતી સારવાર ઉપરાંત તમે ચેપને લાગતો અટકાવવા માટે નીચે આપેલાં સૂચનોને અનુસરી શકે:

 • તમારા હાથ વારંવાર ધૂઓ
 • લોકોનાં ટોળાં હોય તેવી ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું અને માંદા માણસોના સંપર્કમાં આવવાનું ટાળો
 • તમારો ખોરાક,વાસણો અથવા અન્ય વ્યકિતગત વસ્તુઓ જેવી કે ટૂથબ્રશ વગેરે અન્ય લોકોને ન આપો કે ન તો તેમની એવી ચીજવસ્તુઓ તમે વાપરો
 • રોજ સ્નાન કરો અને તમારી ચામડીને સૂકી પડતી અને ફાટતી રોકવા માટે સુગંધિત ન હોય તે લોશન તેની પર લગાવો
 • માંસ અને ઇંડામાંના જંતુઓ મરી જાય તે માટે તેને બરાબર રાંધો
 • કાચા શાકભાજી અને ફળોને ધ્યાનપૂર્વક ખૂબ સારી રીતે ધૂઓ
 • તમારા પાલતૂ પ્રાણીઅના સંડાસ અને પેશાબથી તમારી ચામડીને બચાવવા માટે તમે હાથમોજાં પહેરે
 • પાલતૂ પ્રાણીઓને નવડાવ્યા કે અડયા બાદ તરત જ તમારા હાથ સાબુ-પાણીથી બરાબર ઘસીને ધોઇ નાખો
 • બાગકામ કરતી વખતે હાથમોજાંનો ઉપયોગ કરો.
 • તમારા દાંત અને પેઢાં નરમ ટૂથબ્રશથી સાફ કરો અને જો તમારા ડોક્ટર અથવા નર્સ તમને સૂચવે તો મોં માં થતા ચાંદાને થતાં રોકવા માઉથવોશનો ઉપયોગ કરો.
 • તમારા ઘરની ફર્શ ચોખ્ખી રાખો
 • ઋતુગત ફળો ખાઓ

મારે ઈમરજન્સી રૂમમાં જવું પડે તો શું કરવું?

કેમોથેરાપી મેળવતા કેન્સરના દર્દીઓએ લાંબા સમય સુધી વેઈટીંગ રૂમમાં બેસવું જોઇએ નહીં જો તમને કેમોથેરાપી લેતાં લેતાં તાવ ચઢે તો તે તમને ચેપ લાગ્યાનું ચિહ્મ છે.ચેપ તરત જ ગંભીર સ્વરૂપ લે છે.જયારે તમે ઇમરજન્સી રૂમમાં જાઓ ત્યારે તેમને તરત જ કહી દો કે તમે કેમોથેરાપી લઈ રહ્યાં છે અને તમને તાવ છે. આ ચેપ લાગ્યાનું સૂચક હોઈ શકે.

3.08510638298
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Related Languages
Back to top