অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાતની યુવા પેઢીમાં મુખનાં કેન્સરનો જોખમકારક પગપેંસારો

ઓરલ કેન્સર પ્રચલિત રીતે મુખનાં કેન્સર તરીકે જાણીતું છે. આ કેન્સર માથા અને ગળાનાં કેન્સરોમાં સૌથી સામાન્ય છે અને એનો સંદર્ભ મુખનાં પોલાણમાં સ્થિત કોઈ પણ કેન્સરગ્રસ્ત પેશીનાં સંદર્ભમાં છે. મુખનું કેન્સર એ કેન્સરનું વિષમ જૂથ છે, જે મુખનાં પોલાણનાં વિવિધ ભાગોમાંથી જન્મે છે, જેમાં અગાઉનાં અલગ-અલગ પરિબળો, પ્રવર્તમાન અને સારવારનાં પરિણામો જવાબદાર હોય છે. દુનિયામાં આ છઠ્ઠું સૌથી સામાન્ય કેન્સર છે અને વિકાસશીલ દેશોમાં 62 ટકાનાં વધારા સાથે દર વર્ષે 30000 કેસો જોવા મળે છે. ભારતમાં નિદાન થતાં તમામ પ્રકારનાં કેન્સરોમાં મુખનાં કેન્સરનાં હિસ્સો લગભગ 33 ટકા છે. દેશમાં દર વર્ષે  આશરે બે લાખ લોકોને મુખનું કેન્સર હોવાનું નિદાન થાય છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનાં નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ મુજબ, ભારતમાં વર્ષ 2020 સુધીમાં મુખનાં કેન્સરનાં આશરે 1,28,451 દર્દીઓ હોવાનો અંદાજ છે. કેન્સરનાં કેસોની કુલ સંખ્યામાં ગુજરાતમાં ઘટાડો જોવા મળ્યો છે, પણ મુખ અને હોંઠનાં કેન્સરમાં ગુજરાતમાં 7 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં કેન્સરનાં મૂળિયા ઊંડે સુધી પહોંચી ગયા છે અને લાન્સેટનો અભ્યાસ ‘ધ બર્ડન ઓફ કેન્સર્સ એન્ડ ધેર વેરિએશન્સ એક્રોસ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા’ રિપોર્ટ જણાવે છે કે, હોંઠ અને મુખનાં પોલાણનાં કેન્સરનાં દર્દીઓની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાત બીજું સ્થાન (મૃત્યુદર અને જીવલેણ અસર) ધરાવે છે.

મુખનાં કેન્સરમાં હોંઠ, જીભ, ગાલ, તાળવા, કઠણ અને નરમ તાળવું, સાઇનસનાં કેન્સર સામેલ છે તથા જો સમયસર સારવાર કરાવવામાં ન આવે, તો ગળું જીવલેણ બની શકશે.

જોખમી પરિબળો

  • ધુમ્રવિહિન અને ધુમ્રપાન કરી શકાય એવી તમાકુનું સેવનઃ 80 ટકાથી વધારે મુખનાં કેન્સર માટે તમાકુ અને/અથવા આલ્કોહોલનું સેવન જવાબદાર હોઈ શકે છે એટલે આ તમાકુ અને આલ્કોહોલનું સેવન કરતાં લોકો માટે મુખનાં નિયમિત પરીક્ષણને ઉચિત ઠેરવે છે તેમજ તમાકુ અને આલ્કોહોલનાં નિયંત્રણ પર કેન્દ્રિત નિવારણાત્મક પ્રયાસોને વાજબી ઠેરવે છે.
  • સોપારી ચાવવીઃ સોપારી ચાવવી, કારણ કે એમાં ઘણી વાર સોપારીનાં પાન હોય છે. હવે એને ટાઇપ 1 કાર્સિનોજેન ગણવામાં આવે છે. એને કાચી, સેકેલી કે બાફેલી કે સોપારીનાં કતરણ તરીકે ચાવવામાં આવે છે.
  • આલ્કોહોલનું સેવનઃ આલ્કોહોલયુક્ત પીણું મુખનાં કેન્સરનાં જોખમમાં બેથી છ ગણો વધારો કરે છે તથા એનાં સેવનને આધારે એનાં જોખમમાં વધારો થાય છે. આ સ્વતંત્ર રીતે જોખમી પરિબળ છે.

મુખનાં કેન્સરનું નિદાન કેવી રીતે થઈ શકશે?

ડૉક્ટર શારીરિક ચકાસણી કરશે. એમાં મુખનાં સંપૂર્ણ પોલાણની ચકાસણી સંકળાયેલી છે, જેમાં મુખની ઉપરની સપાટી અને તાળવું, ગળાનો પાછળનો ભાગ, જીભ અને ગાલ તથા ગરદનમાં લસિકા ગાંઠો સામેલ છે. જો ડૉક્ટરને કોઈ ગાંઠ, વૃદ્ધિ કે શંકાસ્પદ ઇજા જણાય, તો તેઓ બ્રશ બાયોપ્સી કે ટિશ્યૂ બાયોપ્સી કરશે. બ્રશ બાયોપ્સી દુઃખાવામુક્ત પરીક્ષણ છે, જેમાં ગાંઠ પર ઘસીને પરીક્ષણ માટે કોષો એકત્ર કરવામાં આવે છે. ટિશ્યૂ બાયોપ્સીમાં ટિશ્યૂનો ટુકડો દૂર કરવામાં આવે છે અને પછી એનું કેન્સરગ્રસ્ત કોષો માટે માઇક્રોસ્કોપ હેઠળ પરીક્ષણ કરી શકાશે. ઉપરાંત ડૉક્ટર એક્સ-રે, સીટી સ્કેન, એમઆરઆઇ કે પીઇટી સ્કેન તથા એન્ડોસ્કોપી જેવા એક કે વધારે પરીક્ષણ કરી શકે છે.

ઓરલ કેન્સરની સારવાર માટેની મુખ્ય બાબતો

  • મુખનાં કેન્સરનાં નિવારણમાં મુખ્ય પરિબળ કોઈ પણ સ્વરૂપમાં તમાકુનાં સેવનથી દૂર રહેવું, આલ્કાહોલનું સેવન ટાળવું જરૂરી છે.
  • મુખનાં કેન્સરમાં વહેલાસર નિદાન ગુણવત્તાયુક્ત જીવનની શક્યતા ધરાવે છે. આપણે વહેલાસર ચિહ્નો અને લક્ષણો ન જોવા મળે એ માટે મુખની નિયમિત ચકાસણી/પરીક્ષણને પ્રોત્સાહન આપવું જોઈએ.
  • સર્જરીઃ સામાન્ય રીતે પ્રાથમિક તબક્કામાં સારવારમાં ગાંઠને દૂર કરવા અને કેન્સરગ્રસ્ત લસિકા ગાંઠોને દૂર કરવાની પ્રક્રિયા સંકળાયેલી છે. ઉપરાંત મુખ અને ગરદનની આસપાસ અન્ય પેશીને બહાર કાઢવી પડે એવી શક્યતા છે.
  • રેડિયેશન થેરેપીઃ એમાં બેથી આઠ અઠવાડિયા સુધી દિવસમાં એક કે બે વાર, અઠવાડિયામાં પાંચ વાર ગાંઠ પર રેડિયેશન બીમ છોડવામાં આવે છે. સામાન્ય રીતે કેન્સરનો ફેલાવો થયો એવા તબક્કાઓ માટેની સારવારમાં કિમોથેરેપી અને રેડિયેશન થેરેપીનો સમન્વય કરવામાં આવશે.
  • કીમોથેરેપીઃ આ કેન્સરનાં કોષોનો નાશ કરતી દવાઓ સાથેની સારવાર છે. આ દવા મુખ વાટે કે નસ (IV) વાટે આપવામાં આવે છે. મોટાં ભાગનાં લોકોને કિમોથેરેપી આઉટપેશન્ટ તરીકે મળે છે. જોકે કેટલાંક દર્દીઓને હોસ્પિટલમાં ભરતી થવાની જરૂર પડે છે.
  • લક્ષિત સારવારઃ સારવારનું આ અન્ય સ્વરૂપ છે, જે કેન્સરનાં પ્રાથમિક અને પછીનાં એમ બંને પ્રકારનાં તબક્કાઓમાં અસરકારક બની શકશે. લક્ષિત સારવારમાં દવાઓ કેન્સરનાં કોષોને ચોક્કસ પ્રોટિન પૂરું પાડવામાં આવશે અને આ કોષોની વૃદ્ધિમાં ઘટાડો કરશે.
  • પોષણઃ ઘણી સારવારમાં ભોજન કરવામાં અને ગળવામાં મુશ્કેલ અને પીડાદાયક બને છે તથા નબળું પાચન અને વજનમાં ઘટાડો સામાન્ય છે. ન્યૂટ્રિશનિસ્ટની સલાહ મેળવવાથી ફૂડ મેનુનું આયોજન કરવામાં મદદ મળી શકે છે, જે તમારાં મુખ અને ગળા પર હળવું રહેશે તથા સ્થિતિમાં સુધારા માટે કેલેરી, વિટામિન અને ખનીજ તત્ત્વો શરીરને પ્રદાન કરવા પડશે.
  • તમારું મુખ સ્વસ્થ જાળવવું: કેન્સરની સારવાર દરમિયાન મુખને સ્વસ્થ જાળવવું સારવારનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. મુખમાં ભેજ જાળવવો તથા તમારાં દાંત અને પેઢાને ચોખ્ખા રાખવા જરૂરી છે.

મુખનાં કેન્સરની સારવાર પછી રિકન્સ્ટ્રક્શન એન્ડ રિહેબિલિટેશન

જે લોકોમાં મુખનું કેન્સર અત્યંત ફેલાઈ ગયું હોય છે, એ લોકોને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરાવવાની તથા રિકવરી દરમિયાન ભોજન કરવા અને બોલવામાં મદદ માટે થોડાં રિહેબિલિટેશનની જરૂર પડશે. રિકન્સ્ટ્રક્શનમાં મુખ કે ચહેરામાં ખૂટતાં હાડકાં અને પેશીઓને બદલવા લોકોરિજનલ કે ફ્રી ટિશ્યૂ ટ્રાન્સફર ગ્રાફ્ટની પ્રક્રિયા સંકળાયેલી હોય એવું બની શકે છે. અત્યાધુનિક માઇક્રોવાસ્ક્યુલર ફ્રી ટિશ્યૂ ટ્રાન્સફર પ્લાસ્ટિક સર્જરી દર્દીઓને સમરૂપતા અને કામગીરી જાળવવામાં સક્ષમ બનાવે છે, જેથી ઓછામાં ઓછા નુકસાન સાથે સારું ગુણવત્તાયુક્ત જીવન જાળવવામાં મદદ મળે છે. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને કૃત્રિમ પ્લેટનો ઉપયોગ કોઈ પણ ખૂટતી પેશી કે દાંતને બદલવા માટે થાય છે. કેન્સરનો ફેલાવો વધારે થયો હોય એવા કિસ્સાઓમાં પણ ઓરો-ફેશિયલ રિહેબિલિટેશનની જરૂર છે. જ્યારે મહત્તમ સુધારો થઈ જાય, ત્યારે સર્જરી પછી બોલવાની અને ગળવાની સારવાર પ્રદાન કરી શકાશે.

સાધારણ જનતા અને પ્રાઇમરી કેર પ્રેક્ટિશનર્સ વચ્ચે જાગૃતિ લાવવી, તમાકુ અને આલ્કાહોલનું સેવન કરતાં લોકો માટે ચકાસણી અને વહેલાસર નિદાન પ્રદાન કરવા સ્વાસ્થ્યલક્ષી સેવાઓમાં રોકાણ કરવું તથા ઇન્વેસિવ કેન્સરનું નિદાન થયેલા લોકો માટે પર્યાપ્ત સારવાર પ્રદાન કરવી – આ મુખનું કેન્સર નિયંત્રણમાં લેવા માટેનાં મહત્ત્વપૂર્ણ પગલાં છે. વહેલાસર નિદાન થવાથી સારવારની અને દર્દીનું જીવન બચી જવાની ઉજળી શક્યતા છે એનાં પર વિશેષ ભાર મૂકવો જોઈએ.

ડૉ. શક્તિ સિંહ ડોગરા(હેડ એન્ડ નેક ઓન્કોસર્જરી)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate