অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કેન્સરની કુદરતી સારવાર

કેન્સરની કુદરતી સારવાર

તમે પણ પોસ્ટનું શીર્ષક જોઇને વિચારશો કે ડાઈટ ચાર્ટ માં રામબાણ શું હોઈ શકે છે? પણ અમે આજે એવી જ ખાસ જાણકારી લઈ આવ્યા છીએ અને જો આ ડાયેટ ચાર્ટ નો કેન્સરના રોગીઓ ફોલો કરશે તો વગર દવાએ પણ છેલ્લા સ્ટેજ ના રોગી પણ કેન્સરમાંથી સાજા થઇ શકે છે. એટલો મહત્વનો છે આ ડાયટ ચાર્ટ એટલે ખાવાપીવા નું કોષ્ટક. તેથી જ તેને રામબાણ તરીકે ઓળખાય છે. તો આવો જાણીએ કે શું છે આ રામબાણ ડાઈટ ચાર્ટમાં.

કેન્સરના રોગીઓ માટે કુદરતી ડાઈટ ચાર્ટ

  • સૌ પહેલા કેન્સરના રોગી ત્વચા, ફેફસા, કીડની અને આંતરડા સાફ કરો, કિડનીની સફાઈ માટે એનીમા લેવો જોઈએ. ૪ દિવસ રોગી માત્ર સંતરા, દ્રાક્ષ, નાશપાતી, ટમેટા, લીંબુ વગેરે રસવાળા ફળ લો. ગાજર વગેરે કાચા શાકભાજીનો રસ પણ ફાયદાકારક છે. ત્યાર પછી નીચે જણાવેલ ડાઈટ ચાર્ટ ફોલો કરો.
  • થોડા દિવસો સુધી આનો પ્રયોગ પછી રોગીને કુદરતી આહાર આપવો જોઈએ, જેવા કે લસણ, ટમેટા, ગાજર, લીલા પાંદડા વાળા શાકભાજી, કોબી વગેરે, તે ઉપરાંત અંકુરિત અનાજ, બદામ વગેરે.
  • જુના સમયમાં કેન્સરની દવા તરીકે લસણનો ઉપયોગ કરતા હતા. જે લોકો વધુ પ્રમાણમાં લસણ ખાય છે તેમને કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે.
  • એક કિલો પાણીમાં ચાર ચમચી તજ પાવડર નાખીને ઉકાળો. ૭૫૦ ગ્રામ પાણી રહે એટલે ગાળીને આખા દિવસમાં થોડું થોડું કરીને પીવું જોઈએ.
  • હેબર્ટ વિશ્વ વિદ્યાલય દ્વારા ૧૨૦૦ કુટુંબ ઉપર કરવામાં આવેલ અધ્યયન મુજબ જે કુટુંબોમાં ગાજર, ટમેટા, સલાડ, લીલા પાંદડાવાળા શાકભાજી, મેવા, તરબૂચ નો વધુ ઉપયોગ થાય છે, તેમાં કેન્સરની શક્યતા એટલી જ ઓછી જોવા મળેલ છે. આ બધા સાથે તે પણ જરૂરી છે કે મસ્તિકને ખુબ જ આરામ આપવામાં આવે અને માનસિક ડિપ્રેશન દુર રાખવામાં આવે.

કેન્સરના રોગીઓ માટે ડાઈટ ચાર્ટ

સવારે ઉઠો એટલે પહેલા ધ્યાન અને યોગ જરૂર કરો. અને આપણા મનની અંદર સકારાત્મક વિચારોને લાવીએ. જ્યાં સુધી તમારું મન સ્વસ્થ નહી હોય ત્યાં સુધી તમારી બીમારીઓ પણ ઠીક નહિ થાય. તેથી સૌ પહેલા તો તમારા મનને સ્વસ્થ કરવું ખુબ જરૂરી છે.

કેન્સરના રોગીને સવારે ખાલી પેટ

સવારે ખાલી પેટ શૌચ ક્રિયા પૂર્ણ કર્યા પછી કાળી દેશી ગાય નું (જો તે એકદમ કાળી ન હોય જેમ કે તેને માત્ર કાળા ધબ્બા હોય તો પણ ચાલશે, આવી ગાય ગૌશાળા માં કે કોઈ બીજી જગ્યાએ શોધો, પણ ધ્યાન રાખશો તે ગાય ગર્ભવતી ન હોય, જો ગર્ભવતી હોય તો ગાયના વાછરડા કે કાળા રંગના બળદ નું ) મૂત્ર, પણ ધ્યાન રાખશો કે ગાય દેશી જ હોય અડધો ગ્લાસ ગાયનું તાજું મૂત્ર અને અડધો ગ્લાસ પાણી ભેળવીને રોગીને પીવરાવવું જોઈએ. તેના અડધો કલાક પછી રોગીને ઘઉંના જ્વારાનો રસ ૩૦ થી ૬૦ મી.લી. આપવો જોઈએ. ઘઉંના જ્વારાના રસને ગ્રીન બ્લડ કહેવામાં આવે છે. તે કેન્સર સેલ્સ સામે લડવામાં અસરકારક છે. ઘઉંના જ્વારાના રસમાં અડધા પ્રમાણમાં ગળો નો રસ નાખીને પીવાથી તે કેન્સર માટે ખુબ મહત્વનું પીણું બની જાય છે. તેના ૧૫ મિનીટ પછી બારમાસીના ૧૧ પાંદડા અને ૧૧ પાંદડા તુલસી નાખીને ચટણી બનાવીને કે ચાવી ચાવીને ખાવું. જો બારમાસી કે સફેદ ફૂલ વાળી બારમાસી ના પાંદડા લેવામાં આવે તો વધુ અસરકારક છે, ન મળે તો ગુલાબી ફૂલ વાળી બારમાસી ના પાંદડા લઇ શકો છો, અને તુલસી કોઈપણ લઇ લો.

કેન્સરના રોગી માટે સવારનો નાસ્તો.

સવારના નાસ્તામાં ૧૦૦ ગ્રામ પનીર (ઘરે બનાવેલ હોય અને તે પણ દેશી ગાયના દૂધ કે બકરીના દૂધમાંથી) માં ૧૦ થી ૩૦ મી.લી. અળસીનું તેલ ભેળવીને તેને મીક્ષરથી સારી રીતે એકરસ કરી લો. પનીરમાં તેલ દેખાવું ન જોઈએ. જો તે ઘોળ ઘાટું હોય તો તે ઘોળમાં ૨-૩ ચમચી દ્રાક્ષનો રસ ભેળવી શકો છો, આ શેક સવારે નાસ્તામાં રોગીને પીવરાવવું જોઈએ, દ્રાક્ષના રસ સાથે તમે દ્રાક્ષાસવ કે અંગૂરાસ્વ ૧૫ ml જરૂર આપો.

નાસ્તામાં દેશી ગાયનું દૂધ થી બનેલ દહીં એક વાટકી લઈને તેમાં ૨૦ મી.લી. તુલસીનો સ્વરસ ભેળવીને સેવન કરો. ધ્યાન રાખશો દહીં ખાટું ન હોવું જોઈએ.

જો બીજું ખાવાની ઈચ્છા હોય તો ટમેટા, મૂળા, કાકડી વગેરે ના સલાડ સાથે કુટ્ટુ , જુવાર, બાજરો વગેરે સહિત અનાજના લોટમાંથી બનેલ એક રોટલી લઇ લો. ઘઉંના અનાજનો ખુબ ઓછો ઉપયોગ કરો. કેમ કે તેમાં ગ્લુટેન હોય છે. પહેલાના જમાનામાં લોકો ઘઉંમાં તેલ ભેળવીને તેને પ્રિઝર્વ કરતા હતા જેનાથી તેનું ગ્લુટેન ની અસર ઓછી થઇ જતી હતી.

કેન્સરના રોગીઓને નાસ્તાના એક કલાક પછી.

નાસ્તાના એક કલાક પછી ઘરે બનેલ તાજા ગાજર, મૂળા, દુધી, બીટ, ગાજર વગેરેનો તાજો રસ લો. ગાજર અને બીટ યકૃતને શક્તિ આપે છે અને ખુબ જ કેન્સર વિરોધી હોય છે. તેના એક કલાક પછી દેશી ગાયનું દુધથી બનેલ દહીંની છાશમાં ૫ પાંદડા તુલસીના (જો કાળી તુલસી મળે તો સૌથી ઉત્તમ છે, તે હમેશા નર્સરીમાં મળી જાય છે) બ્લેન્ડ કરીને આપી દો. તેના એક કલાક પછી ૧૧ પાંદડા પીપરના પાંદડા અને ૧૧ પાંદડા શીશમ ના બન્ને સારી રીતે વાટીને ચટણી બનાવીને આપો.

કેન્સરના રોગીને નાસ્તાના ત્રણ કલાક પછી લગભગ ૧૨ વાગ્યે

નાસ્તાના ત્રણ કલાક પછી લગભગ ૧૨ વાગ્યે રોગીને કોબીનું જ્યુસ પીવા માટે આપો. કોબીનો રસ કેન્સર માં ખુબ અસરકારક છે. કોબી એલ્કલાઈન નો ખુબ ઉત્તમ સ્ત્રોત છે. તે શરીરના દરેક સેલ્સનું પુનઃનિર્માણ કરવામાં ખુબ ઉપયોગી છે. અને જે સિઝનમાં કાળા ગાજર (દેશી ગાજર) આવે તો તે સીઝનની વચ્ચે વચ્ચે ગાજરનું જ્યુસ પણ પીવરાવવું જોઈએ.

કેન્સરના રોગીને બપોરનું ભોજન

બપોરે ખાવામાં કાચા શાકભાજી જેવા કે બીટ, શલમગ, મૂળા, ગાજર, લીલી કોબી, હાથીચાક, શતાવર વગેરે નો સલાડનો પણ ઉમેરો કરો. જો તેમ છતાં પણ ભૂખ છે તો તમે ઉકળેલા કે વરાળથી પાકેલા શાકભાજી સાથે એક બે પ્રકારના અનાજના લોટની રોટલી લઇ શકો છો. આ રોટલી ઉપર તમે નારીયેલ, ડુંગળી અને લસણની ઘરે જ પથરા ઉપર બનેલ ચટણી ઉપયોગમાં લઇ શકો છો. તેની સાથે તમે દેશી ગાયનું દૂધ થી બનેલ દહીં કે છાશ પણ લઇ શકો છે.

કેન્સરના રોગીને બપોરના ભોજન ના ૩ કલાક પછી

દ્રાક્ષના એક ગ્લાસ રસમાં અડધી ચમચી કલોન્જી નું તેલ ભેળવીને એક ચમચી (૫ ગ્રામ) અળસી ને તાજી વાટીને ભેળવો અને ખુબ ચાવીને, લાળમાં ભેળવીને ધીમે ધીમે ચૂસકીઓ લઈને પીવો. ધારો તો અડધા કલાક પછી એક ગ્લાસ રસ બીજો લઇ લો.

કેન્સરના રોગીને સાંજનું ભોજન

સાંજે તેલ નાખ્યા વગર શાકભાજીનું સૂપ બનાવો. મસાલા પણ નાખી શકો છો, તજ, હળદર વગેરે. ટમેટા, ગાજર, બીટ, ડુંગળી, શતાવર, શિમલા મરચું, પાલક, કોબી, ફુલાવર, લીલી કોબી વગેરે શાકભાજી નું સેવન કરો. સૂપને તમે બાફેલ કટ્ટુ, ભૂરા ચોખા, રતાળુ, બટેટા, મસુર, રાજમાં, વટાણા સહિત ડાળો કે એક થી વધુ અનાજના લોટમાંથી બનેલ રોટલી સાથે લઇ શકો છો. ફળોમાં પપૈયું જરૂર ખાવું. બની શકે તો તેની અંદરના બીજ પણ ખાઈ લેવા.

કેન્સરના રોગીને રાત્રે સુતા સમયે

૫૦ મી.લી. ગૌમૂત્ર (તેમાં પણ ખાસ કરીને કાળા રંગની દેશી ગાય જો ગર્ભવતી ન હોય) તેમાં ૫૦ મી.લી. પાણી ભેળવીને પિવરાવો અને એક વખત ઉકાળી લેવું ઉકળ્યા પછી તેમાં અડધી ચમચી (૩ ગ્રામ) હળદરનો પાવડર ભેળવીને સારી રીતે મિક્સ કરીને ઘૂંટડે ઘૂંટડે પીવો. ગૌમૂત્ર ન મળે તો ગૌઅર્ક ઉપયોગમાં લો. (ધ્યાન રાખશો કે ગૌમૂત્ર જ ઉત્તમ છે. તે ન મળે તો અર્ક નો ઉપયોગ કરો.)

કેન્સર નાશક પપૈયાની ચા – ખુબ મહત્વપૂર્ણ

રોગીને પપૈયાના ૨ પાંદડા લઈને સારી રીતે મસળીને ૨ ગ્લાસ પાણીમાં નાખીને ૧/૪ રહે ત્યાં સુધી માં તાપ ઉપર પકાવો, અને પછી તે હુંફાળું જ રોગીને પિવરાવો. આવું દિવસમાં ૩ થી ૪ વખત પિવરાવો. અનાજનો ખુબ ઓછો ઉપયોગ કરવો. જો કરવું હોય તો.

કેન્સર નાશક

કેન્સરના રોગીને દિવસમાં ૩ વખત એક એક કપ કોબીનું જ્યુસ જરૂર પીવું જોઈએ.

કેન્સરમાં પરેજી

કેન્સરના રોગીને પહેલા દિવસથી જ શુગર એટલે કે ખાંડ માંથી બનાવેલ કોઈપણ વસ્તુ કે જેમાં કાર્બોહાઈડ્રેટ વધુ હોય તે ન લેવું. ઘઉં, ખાંડ તો કેન્સરના રોગીઓ માટે ઝેર બરોબર છે.

કેન્સરના રોગીને મતલી, ઉલટી, ઉબાક આવે તો શું કરવું

કેન્સરના રોગીને ઉલટી હોય તો તેને ૨-૨ કલાકના અંતરે આદુ અને ફુદીનાનો રસ ૨-૨ ચમચી આપતા રહો.

કેન્સરના રોગીને દુખાવો થાય તો શું કરવું.

કેન્સરના રોગીને વધુ પ્રમાણમાં દુખાવાનો સામનો કરવો પડે છે તેવામાં રોગીને અડધી ચમચી (૨ ગ્રામ) અશ્વગંધા નું ચૂર્ણ પાણી કે જ્યુસ સાથે દિવસમાં બે વખત અને જીન્સેંગ પાવડર નો અડધો અડધો ગ્રામ સવાર સાંજ પાણી કે જ્યુસ સાથે આપો.

સ્ત્રોત : ફોર મસ્તી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate