હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / કેન્સર સંબંધિત / કેન્સરથી બચવું છે ઝડપથી ચાલો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કેન્સરથી બચવું છે ઝડપથી ચાલો

કેન્સરથી બચવું છે ઝડપથી ચાલો

તાજેતરમાં થયેલા અભ્યાસનું તારણ દર્શાવે છે કે ઝડપથી ચાલવાથી જીવલેણ કેન્સરથી બચી શકાય છે. સ્તન કેન્સર અને આંતરડાના કેન્સરના મામલામાં ઝડપથી ચાલવાથી ઘટાડો નોંધાયો હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું હતું. વર્લ્ડ કેન્સર રિસર્ચ ફાઉન્ડેશન (ડબ્લ્યુસીઆરએફ)ના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાર્ટના ધબકારા વધી જાય તેવી કોઇ પણ કસરત કેન્સરથી બચવામાં મદદરૂપ નીવડે છે. શારીરિક કસરતથી સ્થૂળતામાં ઘટાડો થાય છે. ઉલ્લેખનીય છે કે, સ્થૂળતાના કારણે કેન્સરનો ખતરો વધી જાય છે. ડબ્લ્યુસીઆરએફના અહેવાલમાં જણાવાયું છે કે, શારીરિક કસરત લાંબા સમય સુધી કરવાથી નાની મોટી અન્ય તકલીફો પણ દૂર થઇ શકે છે. વૈજ્ઞાનિકોના મતે, અતિ ઝડપથી ચાલવા ઉપરાંત સાઇકલીંગ, સ્વિમીંગ, ડાંસ જેવી પ્રવૃત્તિથી પણ કેન્સરને ટાળવામાં મદદ મળી શકે છે.
આ બાબતના મજબૂત પુરાવા મળ્યાં છે કે, સક્રિય શારીરિક ગતિવિધિથી કેન્સરથી બચી શકાય છે. આવી પ્રવૃત્તિ હાથ ધરીને હજારો કેસ ઓછા કરી શકાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, આરોગ્યને લગતા લાભ લેવા માટે દરરોજ કસરત સાથે સંબંધિત કેન્દ્રોમાં જવાની જરૂર નથી. દરરોજની પ્રવૃત્તિમાં થોડાક ફેરફાર કરીને સંકટને પણ ટાળી શકાય છે.
ડો. થોમ્પસને ઝડપથી ચાલવાની બાબતને પોતાની રોજિંદી આદતમાં સમાવી લેવાની સલાહ આપી છે. કેન્સર રિસર્ચ-યુકે નામની સંસ્થાએ પણ ડબ્લ્યુસીઆરએફના પરિણામોને યોગ્ય ઠેરવ્યાં છે. નિયમિત રીતે સામાન્ય કસરતથી આંતરડાના કેન્સર અને સ્તન કેન્સરથી બચી શકાય છે.
સ્ત્રોત: જીવનશૈલી સદાબહાર સ્વાસ્થ્ય
3.14814814815
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top