অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં ક્રોનિક કિડની ડિસીઝનું પ્રમાણ વધુ

વર્લ્ડ કિડની ડે” અને “વર્લ્ડ વુમન્સ ડે” ના સન્દર્ભે ‘કિડની અને મહિલાઓનું આરોગ્ય' વિશે વાત કરીશું.
  • કિડની ના ફેલ્યોર ને (CKD) કહે છે. ક્રોનિક કિડની ડિસિસ (CKD) એ સમગ્ર વિશ્વમા આરોગ્ય સમ્બન્ધિત જહેર સમસ્યા છે.જેમાં કિડની ફેઈલ્યોર અને અકાળે અવસાન જેવા ખરાબ પરિણામો જોવા મળે છે.
  • ક્રોનિક કિડની ડિસિસ (CKD) વિશ્વભરમાં અંદાજે ૧૯૫ મિલિયન મહિલાઓને અસર કરે છે અને તે હાલમાં દર વર્ષે ૬૦૦,૦૦૦ મૃત્યુની સાથે મહિલાઓમાં મૃત્યુનું આઠમું અગ્રણી કારણ બન્યું છે.
  • મહિલાઓમાં ક્રોનિક કિડની ડિસિસ (CKD) થવાનું જોખમ પુરૂષો જેટલું જ જોવા મળે છે અને તેનાથી પણ વધુ હોઈ શકે.
  • કેટલાક અભ્યાસો અનુસાર, ક્રોનિક કિડની ડિસિસ (CKD) મહિલાઓમાં પુરૂષોની તુલનામાં વધુ વિકસે છે, જેમાં મહિલાઓમાં તેના ફેલાવાનું પ્રમાણ સરેરાશ ૧૪ % અને પુરૂષોમાં ૧૨ % જોવા મળે છે.
  • વિશ્વભરમાં, ક્રોનિક કિડની ડિસિસ (CKD) મહિલાઓમાં (૨૭૨ મિલિયનથી વધુ) પુરૂષોની તુલનામાં (૨૨૬ મિલિયનથી વધુ) ફેલાતું જોવા મળે છે અને કિડનીના આરોગ્યના તમામ પાસાઓ જેમ કે રોગની શરૂઆત, કારણો અને પરિણામો મા લિન્ગભેદ ની અસર જોવા મળે છે.
  • પુરૂષોમાં સામાન્ય રીતે જોવા મળતા જોખમી પરિબળો જેમકેઃડાયાબિટીસ અને હાઈ બી.પી. ઉપરાન્ત મહિલાઓ ની વિશિષ્ટ બાયોલોજી તેમને કિડનીના રોગોના ખાસ અલગ જ જોખમી પરિબળો પ્રત્યે સમ્વેદનશીલ બનાવે છે.
  • સિસ્ટેમિક લ્યુપસ એરિથેમેટોસસ (SLE), અને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન્સ (UTI) કિડનીના રોગો માટેના જાણીતા જોખમી પરિબળો છે કે જે મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતા હોય છે.
  • ગર્ભાવસ્થા મહિલાઓની કિડનીના આરોગ્ય પર વધુ બોજ વધારે છે અને ગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ જટિલતા થાય તો તે કિડનીના રોગો માટેનું સામાન્ય કારણ બની શકે છે.
  • જ્યારે પુરૂષ-સ્ત્રી પ્રમાણને જીવનના હિસાબે મૂલ્યાંકિત કરવામાં આવે તો ૬૦ કે તેથી વધુ વર્ષની મહિલાઓને પુરૂષોની તુલનામાં ESRDનું જોખમ વધુ રહેલું હોય છે..

મહિલાઓમાં ડાયાલિસિસનું પ્રમાણ ખૂબ ઓછું હોવાના મુખ્ય કારણો.

  • ક્રોનિક કિડની ડિસિસ (સીકેડી)નો ફેલાવો મહિલાઓમાં પુરૂષોની તુલનામાં ઘણું ધીમો હોય છે. આ ઉપરાંત મનોવૈગ્યાનિક-સામાજિક-આર્થિક અવરોધો જેમકે રોગ વિશેની ઓછી જાગૃતિના કારણે મહિલાઓમાં મોડેથી ડાયાલિસિસ કે ડાયાલિસિસ શરૂ જ ન કરવામાં આવતું હોવાની સ્થિતિ જોવા મળે છે અને આપણા દેશમાં વ્યવસ્થિત સારવાર પણ ન લેવાતી હોવાની સ્થિતિ પણ આ માટેનો મુખ્ય મુદ્દો છે.
  • કિડની ટ્રાન્સપ્લાન્ટેશન (પ્રત્યારોપણ) પણ અસમાન રીતે થતું હોય છે, જેમાં મોટાભાગે સામાજિક, સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક પાસાઓના કારણે મહિલાઓ કિડનીનું દાન વધુ પ્રમાણમાં કરે છે પરંતુ કિડની મેળવવાની બાબતે તે ઘણી પાછળ હોય છે.
  • આમ મહિલાઓને સારવાર મળી રહે અને જાગૃતિ તથા શિક્ષણ મળી રહે તે માટે જ્યાં પણ તેની જરૂર છે ત્યાં મહિલાઓને હેલ્થકેર ઉપલબ્ધ કરવાના મુદ્દાઓને હાથ પર લેવાની આવશ્યકતા છે.
  • મહિલાઓમાં કિડની સંબંધિત રોગોથી ભાવિ પેઢીઓનાં આરોગ્ય પર પણ અસર થઈ શકે છે.
  • ક્રોનિક કિડની ડિસિસ (CKD) પ્રથમ સ્ટેજમાં હોય તો પણ તે શિશુઓના વિકાસમાં અવરોધ સર્જવાના કારણ તરીકે ભૂમિકા ભજવે છે જેનાથી બાળકના અંગોને અસર થતી હોય છે.
  • કિડનીના રોગો જેમકે લ્યુપસ નેફ્રોપેથી અથવા કિડની ઈન્ફેક્શન સામાન્ય રીતે મહિલાઓમાં જોવા મળે છે.
  • લ્યુપસ નેફ્રાઈટીસ એ કિડનીનો રોગ છે જે ઓટોઈમ્યુન ડિસીસના કારણે થાય છે. જેમા શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાના જ કોષો અને અંગો પર હુમલો કરે છે.
  • પ્યેલેનોફ્રાઈટીસ એ સંભવિત રીતે ગંભીર ચેપ કહી શકાય છે કે જે એક કે બંને કિડનીમાં થઈ શકે છે. કિડની ઈન્ફેક્શન્સ (મૂત્રમાર્ગના ચેપ) મહિલાઓમાં સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન વધુ જોવા મળે છે અને તેનું જોખમ ગર્ભાવસ્થામાં વધુ જોવા મળે છે.
  • કિડની ના રોગોમાં સારા પરિણામો સુનિશ્ચિત કરવા માટે નિદાન અને સારવાર સમયસર થાય એ આવશ્યક છે.
  • ક્લિનીકલ લેબોરેટરીઝ મોટા ભાગે કિડનીના રોગો કે કિડનીની કામગીરીની ચકાસણી ના માર્કર્સ/ ટેસ્ટ નુ લિંગ આધારિત સામાન્ય સ્તર/ મુલ્યાન્કન દર્શાવતી નથી(સિરમ ક્રિએટીનાઈન સિવાય).
  • ગર્ભાવસ્થા દરમિયાન ક્રિએટીનાઈનનું માપ, સામાન્ય લોકોની તુલનામાં ઓછું થઈ જાય છે. માટે જ ચકાસણી દરમિયાન આ બાબત ને ધ્યાનમાં રાખીને નિર્ણય થવો જાઈએ, જેથી ખોટો અંદાજ બંધાવવાની સ્તિથી સર્જાય નહીં.
  • ગ્લોમેરૂલર ફિલ્ટરેશન રેટ (GFR) ગર્ભાવસ્થા દરમિયાન વધે છે જે ખાસ કરીને બીજા સત્ર મા વધુ જોવા મળે છે. પરિણામે, ક્રિએટીનાઈનનું મૂલ્ય 1.1 mg/dl જોવા મળે છે, જે પુરૂષોમાં અને મોટાભાગની ગર્ભવતી ન હોય એવી મહિલાઓમાં સામાન્ય ગણવામાં આવે છે, જે શક્ય છે કે ગર્ભાવસ્થા દરમિયાન નોંધપાત્ર ઘટાડો પણ દર્શાવે છે.
  • જ્યારે ક્રોનિક કિડની ડિસિસ મહિલામાં જોવા મળે ત્યારે તેના માસિકમાં અનિયમિતતા જોવા મળે છે. એકવાર તે ડાયાલિસીસ કરાવવાનું શરૂ કરે તો તેના માસિક બંધ પણ થઈ જતા હોય.
  • કિડનીની કામગીરી ૨૦ ટકા જેટલી ઘટી જાય, તો પણ મહિલા ગર્ભ ધારણ કરી શકતી નથી કેમકે ડાયાલિસિસ કિડનીના તમામ કાર્યો કરી શકે નહીં.
  • જે મહિલા ડાયાલિસિસ પર હોય તે ગર્ભવતી બને એ ઘટના ઘણી અસામાન્ય હોય છે પરન્તુ અભ્યાસો પ્રમાણે ૧૯૯૨ થી ૨૦૦૩ વચ્ચે ૧ થી ૭ ટકા મહિલા દર્દીઓમાં તે શક્ય બન્યું હતું.
  • લગભગ ૫૦ ટકા શિશુઓ કે જેમને ડાયાલિસિસ કરાવતી મહિલાઓએ જન્મ આપ્યો તેઓ જીવિત રહ્યા હતા.
  • ક્રોનિક કિડની ડિસિસ (CKD) ને ગર્ભાવસ્થામાં ખરાબ પરિણામો આપવા અને પ્રજનનક્ષમતા ઘટાડવામાં મોટું જોખમી પરિબળ માનવામાં આવે છે.
  • જે મહિલાઓને ક્રોનિક કિડની ડિસિસ (CKD) છે તેમાં માતા અને શિશુ બંને માટે નકારાત્મક પરિણામોનું જોખમ વધે છે, કેમકે એડવાન્સ્ડ સ્તરના ક્રોનિક કિડની ડિસિસ (CKD) સાથે મહિલાઓમાં ગર્ભાવસ્થા સૌથી વધુ અઘરું બને છે જેમાં હાઈ બી.પી. અને અધૂરા માસે જન્મનો દર વધી જતો હોય છે.
  • તેનાથી મહિલાઓમાં પ્રજનન શક્તિ ઘટે છે પણ ગર્ભ ધારણ કરવાનું શક્ય હોય છે.
  • સર્વગ્રાહી અને સમયસરની પુર્વ પ્રસુતિ કાળજી ના અભાવે, પ્રીએકલેમ્પ્સિયાનુ અયોગ્ય સનચાલન તથા AKI માટે ડાયાલિસીસ ઉપ્લબ્ધ ન હોવાથી માત્રુત્વ સમયના કોમ્પ્લિકેશન્સ આપણા દેશમા વધુ બોજરૂપ બની રહે છે.
  • ગર્ભાવસ્થા AKI અને SLE ના ઝબકાઓના જોખમને વધારવા સાથે અને અન્ય ઓટોઈમ્યુન રોગો સાથે સંકળાયેલ છે.
  • પ્રિ-એક્લેમ્પ્સિયા અને ગર્ભાવસ્થા દરમિયાનનું હાઈ બી.પી., ક્રોનિક કિડની ડિસિસ CKD અને હાઈ બી.પી. નું આજીવન જોખમ વધારી દે છે.
  • વધુમાં, ડાયાબિટીસ, ઈમ્યુનોલોજિક રોગો, હાઈ બી.પી. અને સ્થૂળતા એ પ્રિ-એક્લેમ્પ્સિયા અને ક્રોનિક કિડની ડિસિસ CKD બંને માટે જોખમી પરિબળો છે. જેના પરિણામસ્વરૂપ પરસ્પર સન્કળાયેલુ ચક્ર બની જાય છે. એક દુષ્ચક્ર બની જાય છે.
  • સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર મહિલાઓને સફળ રીતે બાળકને જન્મ આપવાનો દર વધુ હોય છે.
  • પરન્તુ સામાન્ય લોકોની તુલનામાં કોમ્પ્લિકેશન્સ વધુ જોવા મળે છે આથી સગર્ભાવસ્થા અગાઉ મેડિકલ કાઉન્સેલિંગ હંમેશા લેવું જોઈએ.
  • ગર્ભાવસ્થામાં ક્રોનિક કિડની ડિસિસ CKD અંગે વધુ જાણકારીની સ્પષ્ટ આવશ્યકતા છે, જેથી ગર્ભાવસ્થા દરમિયાન સમયસર ક્રોનિક કિડની ડિસિસ CKD ની ઓળખ કરી શકાય તથા ગર્ભાવસ્થા અને પ્રસૂતિ પછી ક્રોનિક કિડની ડિસિસ CKD ધરાવતી મહિલાઓએ ફોલોઅપ લેવું જોઈએ.
  • આ મામલે, ગર્ભાવસ્થા દરમિયાન કિડની ની કામગીરી ચકાસણી કરવી જરૂરી બની રહે છે.
  • જ્યારે મેનોપોઝમાં મહિલાઓને ઓસ્ટિયોપોરોસિસને દૂર રાખવા માટે કલ્શિયમ નુ સેવન કરવા પ્રોત્સાહિત કરાય છે, ત્યારે જે મહિલાઓ ડાયાલિસિસ પર છે કે જેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ છે તેઓના માટે પણ આ વાત ઘણી જ મહ¥વપૂર્ણ છે.
  • ઓસ્ટિયોપોરોસિસ સામે લડવા માટે, આહારમાં વધુ કેલ્શિયમ લેવું જરૂરી છે અથવા તો સપ્લીમેન્ટ્‌સ તરીકે તે લેવાય તો તેનાથી હાડકાંને નુકસાન ઘટાડી શકાય છે.
  • મહિલાઓમાં UTI નો વધુ ફેલાવો ક્રોનિક કિડની ડિસિસ CKD નોતરે છે UTI અંગે ખાસ ધ્યાન અપાતું નથી પણ ખાસ કરીને બાળકોમાં તે કિડનીમાં ચાઠાં, ક્રોનિક કિડની ડિસિસ CKD અને હાઈ બી.પી. વધારી શકે છે.

કિડનીના રોગોમાં મહિલાઓની સંભાળ માટેના મૂખ્ય પડકારો અને અવરોધો.

  • આપણા દેશમાં મોટાભાગની મહિલાઓ ને દુર્લભ સ્ત્રોતો અને ખર્ચાળ થેરાપી ના સન્દર્ભ માં પરાધિનતા હોવા ના કારણે કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસીસ જેવી સારવાર ઉપલબ્ધ થઈ શકતી નથી.
  • જે મહિલાઓને કિડનીનો રોગ છે કે તેનું જોખમ છે તેમાં જાતિ વિષયક સારવારને લક્ષમાં રાખીને સારવાર થતી નથી, જે પણ એક અન્ય અવરોધ છે.
  • આપણે એક સમાજ તરીકે મહિલાઓનાં આરોગ્યનું મહત્વસમજવાની જરૂર છે અને જે માત્ર મહિલાઓ અને ખાસ કરીને માતૃત્વ ધારણ કરતી મહિલાઓની આરોગ્ય સંભાળ વિશેની નીતિઓની તાલીમ અને તે તરફ લક્ષ આપવાથી જ શક્ય બની શકશે. સમાજમાં મહિલાઓનો સમાવેશ, તેમનું મહત્વ અને સશÂક્તકરણ સમજીને જ આ સમસ્યાઓનું નિવારાણ થઈ શકશે. “Make Your better half, also a healthier half.”.

ગર્ભાવસ્થામાં ક્રોનિક કિડની ડિસિસ CKD અંગે વધુ જાણકારીની સ્પષ્ટ આવશ્યકતા છે, જેથી ગર્ભાવસ્થા દરમિયાન સમયસર ક્રોનિક કિડની ડિસિસ CKD ની ઓળખ કરી શકાય તથા ગર્ભાવસ્થા અને પ્રસૂતિ પછી CKD ધરાવતી મહિલાઓએ ફોલોઅપ લેવું જોઈએ

ડો કવિતા પરિહાર.નેફ્રોલોજિસ્ટ & ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન.નવગુજરાત હેલ્થ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/21/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate