કિડની રોગનું પ્રથમ લક્ષણ છે પેશાબની માત્રા અને આવર્તનમાં ફેરફાર. ઘણીવાર પેશાબની માત્રા અને આવર્તનમાં વધારો અથવા ઘટાડો જોવા મળે છે ખાસ કરીને રાત્રિનાં સમયે. ક્યારેક ઘેરા રંગનુ પ્રવાહી પણ નીકળે. ઘણીવાર એવું થાય કે પેશાબ કરવા માટે અરજ લાગે પરંતુ કરવા જતાં પેશાબ થાય નહી. પેશાબ દરમ્યાન પીડા થવી અથવા કરવામાં તકલીફ થવી, ક્યારેક એવું પણ બને કે પેશાબ કરવામાં જોર પડે, તકલીફ પડે અથવા ખૂબ પીડા થાય. પેશાબની નળીઓમાં (કે અવયવોમા) ચેપનાં કારણે દુખાવો અને સખત બળતરાં થાય. જ્યારે આ ચેપનો વિસ્તાર કિડની સુધી પહોંચે ત્યારે પીઠમાં દુખાવો અને તાવ આવવાની શરૂઆત થાય.
આ કિડની રોગનું એક ચોક્કસ લક્ષણ છે કે જે એક ચિંતાનો વિષય છે. આના અન્ય કારણો પણ હોઈ શકે છે, પરંતુ જો આવા લક્ષણો દેખાય તો તે માટે તમારે ડૉક્ટરની મુલાકાત લેવી સલાહભર્યું છે.
કિડની આપણા શરીરમાંથી કચરો અને વધારાનું પ્રવાહી દૂર કરે છે. જ્યારે તે આવું કરવા માટે અસમર્થ થાય, ત્યારે શરીરનો કચરો અને વધારાનું પ્રવાહી સોજાનું રૂપ લે છે અને આ સોજા આપણા હાથમાં, પગમાં, ઘૂંટી અને/અથવા ચહેરા પર ઉપસી આવે છે.
આપણી કિડની એરાઈથ્રોપોટિન નામનું એક હોર્મોન ઉત્પન્ન કરે છે જે લાલ રક્ત કોશિકાઓ બનાવવા મદદ કરી શરીરમાં ઓક્સિજન વહન કરે છે . કિડની રોગોમાં, એરાઈથ્રોપોટિનનો ઘટાડો થતાં લાલ રક્ત કોશિકાઓનો ઘટાડો થાય છે અને શરીરમાં રક્તક્ષય થાય છે. શરીરનાં કોષોને ઓક્સિજન ઓછો મળે છે અને તેથી શરીરમાં નબળાઇ અને ભારે થાક લાગે છે.
કિડનીનાં રોગમાં રક્તક્ષય (લોહીનો અપુરતો પુરવઠો) થતાં મગજમાં ઓક્સિજનનો પુરવઠો ઘટી જાય છે જેથી આપણને ચક્કર આવે છે અને એકાગ્રતામાં મુશ્કેલી થાય છે.
જો તમને કિડનીનોએ રોગ થયો હોય તો રક્તક્ષયનાં કારણે શરીર ઠંડુ લાગે અથવા ટાઢ લાગે છે. આસપાસનું વાતાવરણ ગરમ હોય ત્યારે પણ શરીરને ટાઢ નો અનુભવ થાય. પાયલોનફ્રીટિસ (Pyelonephritis) ને લીધે તમને ઠંડીથી તાવ પણ આવી શકે છે.
કિડનીનું કામ બગડતાં લોહીમાં અશુધ્ધિ અને કચરો જમા થાય છે જેને કારણે સખત અને તીવ્ર ખંજવાળ આવે છે અને ત્વચા પર ઘસરકા ના નિશાન જોવા મળે છે.
કિડનીમાં કોઈ સમસ્યા ઉદભવે તો લોહીમાં યુરિયાનું પ્રમાણ વધી જાય છે. આ યુરિયા દુર્ગંધ રૂપે મોંઢામા થતી લાળમાં ભળી જાય છે અને પેશાબ જેવી દુર્ગંધ પેદા કરે છે. ઘણી વાર આને લીધે મોઢામાં એક અપ્રિય સ્વાદ જેવું પણ લાગે છે.
કિડનીના રોગના કેટલાક કિસ્સાઓમા પીઠમાં ખેંચાણ પણ થઇ શકે છે. જો મૂત્રનળીઓમાં પથરી હોય તો આ ખેંચાણ પીઠના નીચલા ભાગથી લઇને પેડુના ભાગ સુધી પહોંચી શકે છે. આ દુખાવા પોલિસિસ્ટિક નામના રોગને લીધે પણ થઇ શકે છે, આ એક પ્રકારનો કિડનીનો આનુવાંશિક વિકાર છે. જેને કારણે મૂત્રાશયમાં પાણી ભરાય છે. મૂત્રાશયની દિવાલમાં ચીરા કે કાપા પડતા તીવ્ર બળતરા અને તકલીફ થાય છે.
કિડનીનાં રોગને લીધે લોહીમાં જમા થતી અશુધ્ધિ નાં કારણે ઉબકા અને ઊલ્ટી પણ થઇ શકે છે.
કિડની રોગમાં ફેફસાંમાં એક પ્રકારનું પ્રવાહી /સ્ત્રાવ પેદા થાય છે. અને તેને લીધે રક્તક્ષય, કિડની રોગની આડઅસર, શરીરને ઓક્સિજનની ઉણપ વગેરે થાય છે. આ પરિબળોને લીધે શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.
જો પથરીનો દુખાવો ખૂબ સતાવતો હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો અજમાવી જૂઓ આ ઉપાય.
કિડની સ્ટોનના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ એવું માનવામાં આવે છે કે તેના સેવનથી પથરી તૂટીને મૂત્ર માર્ગે બહાર નિકળી જાય છે. અર્થાત્ કિડનીમાં પથરીની સમસ્યા હોય તો ડાયટમાં કારેલા જરૂર સામેલ કરો.
ઊંટડીના દૂધમાં મધુમેહ, અલ્સર, હૃદયરોગ, ગેંગરિન,કિડની સંબંધી બીમારીઓથી શરીરનો બચાવ કરવાની રોગપ્રતિકારક ક્ષમતા હોય છે. તે શરીરમાં એવી કોશીકાઓના નિર્માણમાં મદદ કરે છે જે સંક્રમણ રોગોની વિરુદ્ધ એન્ટીબોડીઝના રૂપમાં કામ કરે છે.
એક મુઠી ખાંડેલા જવ બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવા. ઊકળતા ઊકળતા એક ગ્લાસ પાણી રહે, ત્યારે ઉતારી ઠંડું પાડી ગાળીને આ પાણી સવારે અને રાત્રે તાજેતાજું બનાવી પીવાથી લાંબાગાળે દરેક પ્રકારની પથરી મટે છે.
સ્ત્રોત: ઓનલાઈન જિંદગી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020