અમુક દર્દીઓમાં પથરી ની સમયસર સારવાર ન લેવામાં આવે તો પથરી, પેશાબમાં ચેપ અને કીડનીને નુકસાન પણ કરી શકે છે. એકવાર પાથરી થાય તો વારંવાર પથરી થવી એ ખુબજ સામાન્ય છે.
કિડની ની પથરી ચાર પ્રકારની હોય છે.
1 કેલ્શિયમ ની પથરી (calcium stones) :- આ પ્રકાર ની પથરી સૌથી વધુ (આશરે ૭૦-૮૦%) પથરી ના દર્દીઓમાં જોવા મળે છે. કેલ્શિયમ ની પથરી બનવાનું કારણ વધુ દર્દીઓમાં કેલ્શિયમ ઓક્ઝલેટ અને ઓછા દર્દીઓમાં કેલ્શિયમ ફોસફેટ છે.
2 સ્ટૃવાઈટ પથરી (struvite stones) :- સ્ટૃવાઈટ (મેગ્નેશિયમ એમોન્યમ ફોસ્ફેટ) પથરી આશરે ૧૦-૧૫% પથરી ના દર્દીઓમાં જોવા મળે છે. આ પ્રકાર ની પથરી પેશાબ અને કિડની માં ચેપ નું કારણ બને છે. આ પ્રેકારની પથરી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.
3 યુરિક એસીડ ની પથરી (uric acid stones). યુરિક એસીડ ની પથરી ખુબ ઓછા (આશરે ૫-૧૦%) પથરી ના દર્દીઓમાં જોવામળે છે. પેશાબ માં યુરિક એસીડ નું પ્રમાણ વધુ હોય અને પેશાબ સતત એસીડીક હોય ત્યારે આ પ્રકારની પથરી થવાનું જોખમ રહે છે. – ગાઉટ(gout), માંસાહારી ખોરાક, શરીર માં ઓછી માત્રા માં પ્રવાહી અને કેન્સર માટે ની કેટલીક દવાઓ (chemotherapy) બાદ આ પ્રકાર ની પથરી થવાનું જોખમ વધારે રહે છે. યુરિક એસીડ ની પથરી પારદર્શક હોવાથી એક્સ-રે ની તપાસ માં દેખાતી નથી.
4 સીસ્ટીન પથરી (cystine stones) :- આ પ્રકાર ની પથરી ખુબજ ઓછા પ્રમાણ માં અને અમુક વારસાગત સીસ્ટીન્યુંરિયા વાળા દર્દીઓમાં જ જોવા મળે છે. પેશાબ માં વધુ પ્રમાણ માં સીસ્ટીન (cystine) ને સીસ્ટીન્યુંરિયા કહેવાય છે.
આ પ્રકાર ની પથરી ખુબજ મોટી સ્ટૃવાઈટ પ્રકાર ની પથરી હોય છે. જે આખી કિડની માં પથરાયેલી હોય છે. આ પથરી હરણ ના શીંગળા જેવી દેખતી હોવાથી આ પાથરી નું નામ સ્ટેગ (stag = હરણ) હોર્ન (horn = શીંગળા = સ્ટેગ હોર્ન પડ્યુ છે. મોટા ભાગ ના દર્દીઓમાં આ પ્રકાર ની પથરી નું નિદાન ઘણું મોડું થાય છે કારણકે આ પ્રકારની પથરી માં દુઃખાવો ખુબજ ઓછો થાય છે અથવા જરાપણ થતો નથી. આ પ્રકાર ની પથરીનું કદ મોટું પરંતુ દુઃખાવો નહિવત હોવાથી તે કિડની ને કિડની ણે ખુબ નુકસાન કરી શકે છે
પેશાબમાંના કેલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો (Crystals) એકબીજા સાથ ભેગા થઇને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે.
મૂત્રમાર્ગમાં થતી પથરી જુદા જુદા કદની હોય છે, જે રેતીના કણ જેટલી નાની કે દડા જેવડી મોટી પણ હોય શકે છે. અમુક પથરી ગોળ કે લંબગોળ અને બહારથી લીસી હોય છે. આ પ્રકારની પથરી ઓછો દુઃખાવો કરે છે અને સરળતાથી કુદરતી રીતે પેશાબ વાટે બહાર નીકળી શકે છે.
પેટના દુઃખાવા સાથે લાલ પેશાબ આવવાનું મુખ્ય કારણ પથરી છે.
અમુક પથરી ખરબચડી હોય છે, અસહ્ય દુઃખાવો કરી શકે છે અને સરળતાથી પેશાબમાં નીકળતી નથી.
પથરી મુખ્યત્વે કિડની, મૂત્રવાહિની કે મૂત્રાશયમાં અને ક્યારેક મૂત્રનળીમાં પણ જોવા મળે છે.
મોટા ભાગના લોકોમાં પેશાબમાંનાં ખાસ જાતનાં રસાયણો ક્ષારનાકણોને ભેગા થતા અટકાવે છે,જેથી પથરી બનતી નથી. અમુક લોકોમાં નીચેનાં કારણોને લીધે પથરી થવાની શક્યતા રહે છે :
પથરીનો દુઃખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યાં પ્રકારની છે તેના પર આધાર રાખે છે.
દુઃખાવાની તીવ્રતા અને દુઃખાવો નો પ્રકાર જુદી-જુદી વ્યક્તિઓમાં અલગ અલગ હોય છે. મોટી પથરી વધુ દુઃખાવો કરે એ માન્યતા ખોટી છે. પથરીનો દુઃખાવો પથરી ક્યાં છે, કેવડી છે અને ક્યા પ્રકારની છે તેના પર આધાર રાખે છે.
હા. કેટલાક દર્દીને મૂત્રમાર્ગમાં (કિડની કે મૂત્રવાહીનીમાં) મોટી પથરીને લીધે અડચણ ઊભી થાય છે, જેને લીધે કિડનીમાં બનતો પેશાબ સરળતાથી મૂત્રાશયમાં જઈ શકતો નથી અને કિડની ફૂલી જાય છે.
જો આ પથરીની સમયસર યોગ્ય સારવાર કરવામાં ન આવે તો લાંબા ગાળે ફૂલી ગયેલી કિડની ધીમે ધીમે નબળી પડે છે અને છેવટે સાવ કામ કરતી બંધ થઈ જાય છે. આ રીતે કિડની બગડી ગયા પછી પથારી કાઢવામાં આવેતો પણ કિડની ફરી કામ કરે તેવી શક્યતા નહીંવત હોય છે.
મૂત્રમાર્ગમાં થતી પથરીનું નિદાન : પથરી ના દર્દીઓમાં વિવિધ તપાસનો હેતુ પથરી નું નિદાન અને તેને કારણે થયેલી તકલીફોના નિદાન કરવાનું તથા પથરી થવા માટે જવાબદાર કારણ નું નિદાન કરવાનું પણ છે.
રેડીયોલોજીકલ તપાસો :- સોનાગ્રાફી :- આ ખુબજ સરળ, ઓછી ખર્ચાળ અને નાના મોટા સ્થળોમાં સહેલાઈ થી ઉપલબ્ધ થઈ શકે તેવી તપાસ છે. સોનાગ્રાફી ની મદદ થી મૂત્રમાર્ગ માં પથરી તથા તેના કારણે અવરોધ નું નિદાન થઈ શકે છે.
પથરીના નિદાન માટેની મુખ્ય તપાસ સોનોગ્રાફી અને એક્સ-રે છે.
એક્સ-રે કે.યુ.બી.(x-ray KUB) :- આ તપાસ દ્વારા પથરીના કદ, આકાર અને સ્થાનની સચોટ માહિતી એક્સ-રે ઓફ કિડની-યુરેટર-બ્લેડર (x-ray KUB) દ્વારા થઈ શકે છે. આ માટે પથરી ની સારવાર પહેલા અને ત્યારબાદ એક્સ-રે કે.યુ.બી. ખુબજ મદદરૂપ થાય છે.
સી.ટી. સ્કેન :- (CT scan) :- સિટી સ્કેન પથરી ના નિદાન તેનું કદ અને મૂત્રમાર્ગ માં અવરોધ ની અત્યંત સચોટ માહિતી માટે ની સૌથી વધુ ઉપયોગી તપાસ છે.
આઈ.વી.પી. (Intravenous Pyelography) ની તપાસ : સામાન્ય રીતે આ તપાસ પાકા નિદાન અને ઓપરેશન કે દૂરબીન દ્વારા આપવામાં આવતી સારવાર પહેલાં કરવામાં આવે છે.
આ તપાસ દ્વારા પથરીનાં કદ, આકાર અને સ્થાન ની સચોટ માહિતી ઉપરાંત કિડની કેવડી છે, તેની કાર્યક્ષમતા કેટલી છે અને કેટલી ફૂલેલી છે તેની માહિતી મળે છે.
પેશાબ અને લોહીની તપાસ દ્વારા પેશાબના ચેપ તથા તેની તીવ્રતા અને કિડનીની કાર્યક્ષમતા વિશે માહિતી મેળવવામાં આવે છે.
લેબોરેટરી ની તપાસ :- પેશાબની તપાસ :- પેશાબની સામાન્ય તપાસ દ્વારા પેશાબ માં ચેપ અને પેશાબ ની PH માપવામાં આવે છે. ૨૪ કલાક ના એકઠા કરેલા પેશાબ માં ખાસ તપાસ દ્વારા કેલ્શિયમ, ફોસફરસ, યુરિક એસીડ, મેગ્નેશ્યમ, ઓકઝેલેટ, સાઈટ્રેટ, સોડીયમ અને ક્રિએટીનીન માપવામાં આવે છે.
લોહીની તપાસ :- પથરી ના દર્દીઓમાં સામાન્ય રીતે કરવામાં આવતી કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC), ક્રિએટીનીન, ઇલેકટ્રોલાઈટસ અને બ્લડ સુગર છે. આ ઉપરાંત પથરી થવા માટે ના કારણોના નિદાન માટે જરૂર મુજબ કરાવાતી લોહી ની ખાસ તપાસો - કેલ્શિયમ, ફોસફરસ, યુરિક એસીડ અને પેરાથાઈરોઈડ હોરમોન વગેરે છે.
કેલ્શિયમ ની પથરી થતી અટકાવવા માટે ખોરાક મા નમક (મીઠૂ) નુ પ્રમાણ ઓછુ લેવુ મહત્વ નુ છે.
કુદરતી રીતે કે સારવાર દ્વારા નીકળતી મૂત્રમાર્ગ ની પથરી તપાસ માટે સાચવવામાં આવે છે. આ પથરીના પુથ્થકરણ (chemical analysis) દ્વારા પથરી ક્યાં પદાર્થ ની બનેલી છે. તેનું નિદાન કરવામાં આવે છે. આ નિદાન ના આધારે પથરી ફરી થતી અટકાવવા અથવા જે પથરી હજી નીકળી ન હોય તેનું કદ ન વધે તે માટે ની સારવાર નું યોગ્ય આયોજન કરવામાં આવે છે.
મૂત્રમાર્ગ માં પથરી અટકાવવાના ઉપાયો :- એકવાર પથરી થાય તેને વારંવાર ફરીથી થવાની શક્યતા રહે છે. આશરે ૫૦-૭૦% દર્દીઓમાં પથરી ફરીથી થાય છે. પરંતુ જરૂરી પરેજી અને યોગ્ય સારવાર દ્વારા પથરી ફરીથી થવાની શક્યતા ઓછી કરી શકાય છે. અને ફક્ત ૧૦% જેટલા દર્દીઓમાં જ પથરી ફરીથી થવાનું જોખમ રહે છે. આથી પથરીના દરેક દર્દીએ યોગ્ય કાળજી, પરેજી અને સારવાર લેવી જોઈએ.
ફરી પથરી ન થાય એવું ઈચ્છતા પથરીના દર્દીઓએ હંમેશા માટે નીચે મુજબની સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.
પ્રવાહી વધારે પીવું
પ્રવાહીમાં નારીયેળ પાણી, જવ નું પાણી, પાતળી છાસ, સાદા ઠંડા પીણા (જેમ કે મીઠા વગર ની સોડા, લેમન), પાઈનેપલ જ્યુસ વગેરે વધારે પ્રમાણ માં લેવાથી પથરી બનવા ની શક્યતા ઓછી રહે છે. પરંતુ લેવામાં આવતા કુલ પ્રવાહીમાં ૫૦%જેટલું પ્રવાહી સાદું પાણી લેવું જરૂરી છે.
પથરી ની તકલીફ હોય તેવી વ્યક્તિ એ ક્યાં પ્રકાર ના પ્રવાહી ન લેવા જોઈએ ? દ્રાક્ષ નો રસ, એપલ જ્યુસ, કડક ચા, કોફી, ચોકલેટ અથવા વધુ ખાંડ વાળા ઠંડા પીણા જેમ કે કોકા કોલા, બધી પ્રકારના દારૂ, બીયર વગેરે ન લેવા.
મીઠું (નમક) ઓછુ લેવું (salt restriction) ખોરાક માં વધુ પડતું મીઠું (નમક-સોડીયમ) લેવાથી કેલ્શિયમ ની પથરી થવાનું જોખમ ખુબ વધી જાય છે. આથી પથરીના દરેક વ્યક્તિ એ ખોરાક માં નમક ઓછા પ્રમાણ માં લેવું અગત્ય નું છે.
માંસાહારી ખોરાક ન લેવો :- માંસાહારી ખોરાક જેમ કે મટન, ચીકન, માછલી, ઈંડા વગેરે ન લેવા. આ માંસાહારી ખોરાક માં વધુ પ્રમાણ માં યુરિક એસીડ ધરાવતા હોવાને કારણે યુરિક એસીડ સ્ટોન અને કેલ્શિયમ સ્ટોન થવાની શક્યતા હોય છે.
પાણી વધારે પીવું તે પથરીની સારવાર અને ફરી થતી અટકાવવા માટે ખુબ જ જરૂરી છે.
સમતુલિત ખોરાક :- લીલા શાકભાજી અને તાજા ફળો નું વધારે પ્રમાણ ધરાવતા સમતુલિત ખોરાક લેવો ફળોમાં કેળા, મોસંબી, ચેરી, પાઈનેપલ, અને શાકભાજી માં ગાજર, કારેલા, શીમલા મિર્ચ વગેરે વધુ લેવા.
વ્હાઈટ બ્રેડ, પાસ્તા અને વધુ ખાંડયુક્ત ખોરાક ન લેવો કારણ કે વધુ ગળપણ વાળો ખોરાક કિડની માં પથરી થવા માટે મદદ કરે છે.
અન્ય સૂચનાઓ :- વિટામીન સી વધુ માત્રા માં ન લેવું. રાત્રે વધુ ભારે ખોરાક ન લેવો, મેદસ્વી વ્યક્તિઓ માં પથરી નું જોખમ વધારે હોવાને કારણે સમતોલ ખોરાક લઈ વજન કાબુમાં રાખવું.
કેલ્શિયમની પથરી માટે કાળજી :-
નીચે મુજબનો વધુ ઓક્ષલેટ ધરાવતો ખોરાક ઓછો લેવો.
પથરી માટે કઈ સારવાર જરૂરી છે તે પથરીના કદ, પથરીનું સ્થાન, તેને કારણે થતી તકલીફ અને જોખમોને ધ્યાનમાં લઈ નક્કી કરવામાં આવે છે. આ સારવારના બે મુખ્ય પ્રકાર છે :
(એ) દવા દ્વારા સારવાર (Conservative Medical Treatment) (બી) મુત્રમાર્ગમાંથી પથરી કાઢવાની ખાસ પ્રકારની સારવાર (ઓપરેશન, દૂરબીન, લીથોટ્રપ્સી વગેરે)
૫૦% કરતાં વધુ દર્દીઓમાં પથરી નાની હોય છે અને કુદરતી રીતે જ ત્રણથી છ અઠવાડિયામાં પેશાબમાં નીકળી જાય છે. આ દરમ્યાન દર્દીને પીડામાં રાહત આપવા અને પથરી ઝડપથી નીકળે તે માટે મદદ કરવા આ સારવાર આપવામાં આવે છે.
દવા તથા ઈન્જેકશનો : પથરીના અસહ્ય દુ:ખાવાને ઘટાડવા કે મટાડવા માટે સમયસર, આખો દિવસ પુરતી અસર કરે તેવી દર્દશામક (analgesic) ગોળી કે ઈન્જેકશનનો ઉપયોગ કરવામા આવે છે.
મૂત્રવાહિની ના મધ્ય અને નીચે ના ભાગમા આવેલી પથરી સફળતાપૂર્વક ઓપેરેશન વગર દુરબીન થી કાઢી શકાઈ છે.
દુખાવો મટી જાય ત્યાર બાદ પથરીના દર્દીઓને વધારે પ્રવાહી-પાણી પીવાની સુચના આપવામાં આવે છે. વધારે પ્રવાહી લેવાથી પેશાબનું પ્રમાણ વધે છે અને તેથી પેશાબમાં પથરી નીકળી જવામાં મદદ મળે છે.
જ્યારે ઊલટીને કારણે પ્રવાહી પીવું શક્ય ન હોય તેવા દર્દીઓને બાટલા દ્રારા પ્રવાહી આપવામાં આવે છે. બીયર પીવો તે પથરી કાઢવાં માટે ની અકસીર સારવાર છે તે ખોટી માન્યતા છે. પેશાબ માં ક્યારે પથરી નીકળે તે નક્કી નથી હોતું આથી પેશાબ ગરણીમાં કરવો તે પથરી મેળવવાની સરળ અને શ્રેષ્ઠ પદ્ધતિ છે.
પથરીના ઘણા દર્દીઓમાં પેશાબના ચેપનો પ્રશ્ન જોવા મળે છે, જેની એન્ટીબાયોટીકસ દ્રારા યોગ્ય સારવાર કરવામાં આવે છે.
અન્ય સૂચનો: :- કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ અને આલ્ફા-બ્લોકર્સ દવાઓ પથરી ને કુદરતી રીતે નીકળવા માં મદદ કરે છે.
પથરી ના ઘણા દર્દીઓમાં પેશાબના ચેપ ની તકલીફ જોવા મળે છે. જેની યોગ્ય સારવાર જરૂરી છે.
સર્જીકલ સારવાર :- વધારે પ્રવાહી, ખોરાક માં પરેજી અને યોગ્ય દવા દ્વારા પૂરતા સમય માટે સારવાર છતાં ઘણા દર્દીઓ પથરી કુદરતી રીતે નીકળતી નથી. આવી પથરીઓ ની સારવાર માટે જુદા-જુદા ઘણા સર્જીકલ પદ્ધતિ ઓના વિકલ્પો છે. સૌથી વધુ વપરાતી પદ્ધતિઓ લીથોટ્રીપ્સી (ESWL), પરક્યુટેન્યસ નેફોલીથોટ્રીપ્સી (PCNL), યુરેટરો સ્કોપી છે. જયારે ઓપરેશન કરી (open surgery) પથરી કાઢવાની જરૂરિયાત ખુબજ ઓછા દર્દીઓમાં પડે છે.
કુદરતી રીતે નીકળી ના શકે તેવી પથારીઓ કાઢવા માટે જુદા જુદા ઘણા વિકલ્પો છે. પથરીના કદ, સ્થાન અને પ્રકારને ધ્યાનમાં લઇ કઈ પદ્ધતિ દર્દી માટે ઉતમ છે તે યુરોલોજિસ્ટ અથવા સર્જન નક્કી કરે છે.
પૂરતું પ્રવાહી લેવાયા ની ખાત્રી એટલે કે આખો દિવસ પાણી જેવો ચોખ્ખો પેશાબ.
ના, જો પથરીને કારણે મુત્રમાર્ગમાં અવરોધ ન હોય, કિડની બગડતી ન હોય, દુઃખાવો થતો ન હોય, પેશાબમાં ચેપ કે લોહી આવતા ન હોય તો આવી પથરીને તાત્કાલિક કાઢવાની જરૂર રહેતી નથી. ડોક્ટર આ પથરી પરની કાળજીપૂર્વકની દેખરેખ દ્વારા ક્યારે અને કઈ પદ્ધતિથી તેને દુર કરવી હિતાવહ છે તેની સલાહ આપે છે.
કિડની અને મૂત્રવાહીનીના ઉપરના ભાગમાં આવેલી પથરીઓ દૂર કરવાની આ અત્યંત આધુનિક અને અસરકારક પદ્ધતિ છે.
આ પદ્ધતિમાં ખાસ જાતના લોથીટ્રીપટર મશીનમાંથી ઊત્પન્ન કરેલાં શક્તિશાળી મોજાં (Shock Waves) ની મદદથી પથરીનો રેતી જેવો ભૂકો કરવામાં આવે છે, જે ધીમે ધીમે થોડા દિવસોમાં પેશાબ સાથે બહાર નીકળી જાય છે. લીથોટ્રીપ્સી કર્યા બાદ દર્દીને ખુબ પ્રવાહી પીવાનું કહેવામાં આવે છે જેથી ભૂકો થઈ ગયેલી પથરી સરળતાથી પેશાબ માં નીકળી જાય.
મોટી પથરી માટે લીથોટ્રીપ્સી કરવામાં આવે ત્યારે પથરીનો ભૂકો વધુ માત્રામાં બને છે જેને કારણે મુત્રવાહીની માં અડચણ થવાની શક્યતા રહે છે. આ જોખમ અટકાવવા માટે કિડની અને મૂત્રાશય ને જોડતી એક નરમ પ્લાસ્ટિક ની નળી મુકવામાં આવે છે. જેને સ્ટેન્ટ(stent) કહેવાય છે.
પથરી ની સારવાર માટે આ પદ્ધતિ ખુબજ સલામત છે. અમુક વખત લીથોટ્રીપ્સી કર્યા બાદ થતા સંભવિત જોખમો કે તકલીફો માં પેશાબ માં લોહી આવવું, મૂત્રમાર્ગ માં ચેપ થવો, પથરી દુર કરવા એક કરતા વધુ વખત આ સારવાર આપવી પડવી, પથરીના ટુંકડા ઓ ને કારણે મૂત્રમાર્ગ અવરોધ થવો અને કિડની ને નુકસાન થતા લોહીના દબાણ માં વધારો થવો વગેરે છે.
લોથીટ્રીપ્સી ઓપરેશન વગર પથરી દૂર કરવાની આધુનિક અને અસરકારક પદ્ધતિ છે.
ફાયદાઓ :
ગેરફાયદાઓ :
કિડનીની પથરી જ્યારે એક સે.મી. કરતાં વધારે મોટી હોય ત્યારે તેને દૂર કરવાની આ અઘતન અને ઉત્તમ પદ્ધતિ છે. જયારે યુરેપ્રોસ્કોપી અથવા લીથોટ્રીપ્સી દ્વારા પથરી ન નીકળે ત્યારે PCNL એ શ્રેષ્ઠ પદ્ધતિ છે.
નેફ્રોસ્કોપ એ ખાસ પ્રકાર નું સાધન જેની મદદ દ્વારા પથરી જોઈ શકાય છે. આ નળીમાંથી પથરી જોઈ શકાઈ છે. નાની પથરીને શોક વેવથી ભૂકો કરી દૂર કરવામાં આવે છે.
પથરીની દૂરબીન દ્વારા સારવારથી ઓપરેશનની જરૂરિયાત ટાળી શકાય છે.
પી.સી.એન.એલ. સામાન્ય રીતે સલામત પદ્ધતિ છે. પરંતુ દરે ઓપરેશન ની જેમ આ ઓપરેશન માં પણ લોહી જવુ, ચેપ લાગવો, બીજા અવયવો ને ઈજા થવી વગેરે તકલીફો થઈ શકે છે.
સામાન્ય રીતે પેટ ખોલીને કરવામાં આવતા પથરીના ઓપરેશનમાં પીઠ અને પેટ પર લગભગ ૧૨થી ૧૫સે.મી. જેટલો લાંબો કાપો મૂકવો પડે છે પરંતુ આ આધુનિક પદ્ધતિમાં ફક્ત ૧ સે.મી. જેટલો નાનો કાપો કમર ઉપર મૂકવામાં આવે છે જેથી ઓપરેશન બાદ ટૂંકા સમયમાં દર્દી રોજિંદુ કાર્ય શરૂ કરી શકે છે.
મુત્રવાહીની ના મધ્ય અને નીચેના ભાગ માં આવેલી પથરી ને સફળતા પૂર્વક કાઢવા માટે આ સૌથી અસર કારક અને શ્રેષ્ઠ પદ્ધતિ છે. યુરેટરોસ્કોપી તરીકે ઓળખાતી હળવી, પાતળી અને સરળતાથી વળી શકે તેવી આગળ ના ભાગમાં કેમેરો ધરાવતી નળી નો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ માં ઓપરેશન કે કાણું પાડ્યા વગર પેશાબ કરવાના માર્ગમાંથી ખાસ જાતના દૂરબીન ની મદદ થી પથરી સુધી પહોચવામાં આવે છે.
આ પદ્ધતિમાં ઓપરેશન કે કાણું પાડ્યા વગર પેશાબ કરવાના માર્ગમાંથી ખાસ જાતના દૂરબીન (Cystoscope કે Ureteroscope)ની મદદથી પથરી સુધી પહોંચવામાં આવે છે અને પથરીને ‘શોક વેવ પ્રોબ’ દ્વારા ભૂકો કરીને દૂર કરવામાં આવે છે.
આ પદ્ધતિ નો મોટો ફાયદો એ છે કે દર્દી તરત ઘરે જઈ શકે છે અને બે ત્રણ દિવસ મા જ સામાન્ય જીવન જીવી શકે છે. સગર્ભાવસ્થા માં, જાડા દર્દીઓમાં, અને લોહી ગઠાવાની તકલીફ વાળા દર્દીઓ માં પણ આ પદ્ધતિ સલામત છે. આ સારવાર ના સંભવિત જોખમો માં પેશાબમાં લોહી જવું, મૂત્રમાર્ગ નો ચેપ થવો કે ઈજા થવી વગેરે છે
ચેતો! ખોરાક મા કેલ્શિયમ ન લેવા થી પથરી થવાનુ જોખમ રહે છે.
આ પદ્ધતિ માં પેટમાં કાપો મૂકી, કિડની સુધી પહોચી ઓપરેશન દ્વારા પથરી દુર કરવામાં આવે છે. મોટા ઓપરેશન બાદ દુઃખાવો થવો અને હોસ્પિટલ માં વધુ દિવસ રોકાવું તે આ સારવાર ના મોટા ગેરફાયદા છે. નવી આધુનિક પદ્ધતિઓ ની ઉપલબ્ધી ને કારણે ચેકો મૂકી ઓપરેશન કરવાની જરૂરિયાત ખુબજ ઓછા દર્દી માં પડે છે. આ ઓપરેશન નો મુખ્ય ફાયદો એ છે કે એકજ ઓપરેશન દ્વારા વધુ સંખ્યામાં અને અને મોટી પથરી હોય તો એક જ વખતમાં કાઢી શકાય છે.
ના. એકવાર જે દર્દીને પથરી થઈ હોય તેને ફરી પથરી થવાની શક્યતા ૮૦% જેટલી છે, તેથી દરેક દર્દીએ સજાગ રહેવું જરૂરી છે.
નીચે મુજબ ની તકલીફ પથરી ની બિમારી વાળા દર્દીઓ જોવા મળે ત્યારે ડોકટરનો સંપર્ક તાત્કાલિક કરવો :-
સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020