વિશ્વ અને ભારતમાં વધતા જતા શહેરોકરણ સાથે ડાયાબિટીસનું પ્રમાણ પહેલા કરતા વધારે જોવા મળે છે.ડાયાબિટીસના દર્દીઓમાં ક્રોનિક કિડની ફેલ્યર(દાતાબીતિક નેફ્રોપથી) અને પેશાબનો ચેપ થવાની શક્યતા વધારે રહે છે. ડાયાબીટીસ કિડની ડીસીઝ શું છે ? લાંબા સમય થી ડાયાબીટીસ હોય તેવા દર્દીઓમાં લોહીમાં સતત વધુ સુગર નું પ્રમાણ નાની લોહી ની નળીઓ ને નુકસાન કરે છે. જેના કારને સૌથી પહેલા પેશાબમાં પ્રોટીન જતું જોવા મળે છે. ત્યરબાદ લોહી નું ઊંચુ દબાણ, સોજા અને ધીરે ધીરે કિડની વધુ બગડતા કિડની ફેલ્યરના ચિન્હો વધતા જતા જોવા મળે છે. સમય સાથે કિડની ની કાર્યક્ષમતા માં વધુ ને વધુ ઘટાડા સાથે કિડની સંપૂર્ણ બગડી જાય છે જેને એન્ડ સ્ટેજ કિડની ડીસીઝ કહે છે. આ રીતે ડાયાબીટીસ ને કારને કિડની ને થતા નુકસાન ને ડાયાબીટીક કિડની ડિસીઝ કહેવાય છે. ડાયાબીટીક કિડની ડિસીઝ ને મેડીકલ ભાષામાં ડાયાબીટીક નેફ્રોથી કહેવાય છે. ડાયાબિટીસ ને કારણે થતા કિડની ફેલ્યર વિશે શા માટે દરેક દર્દીએ જાણવું જોઈએ ? ડાયાબીટીસ ભારત અને દુનિયાભરમાં ખુબજ ઝડપથી વધી રહ્યું છે. ટૂંક સમયમાં ભરત દુનિયા માં ડાયાબીટીસ માટે સૌથી પહેલા સ્થાને આવી જશે તેની શક્યતા છે. કિડની બગડવાના જુદા જુદા કારણોમાં સૌથી વધુ જોવા મળતું અને મહત્વનું કારણ ડાયાબિટીસ છે. ડાયાલિસિસની જરૂર પડે તેવા ક્રોનિક કિડની ફેલ્યરના ૧૦૦ દર્દીઓમાંથી ૩૫ થી ૪૦ દર્દીઓમાં કિડની બગડવાનું કારણ ડાયાબિટીસ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માં કિડની પર થતી અસરનું વહેલું નિદાન, આ ભયંકર રોગ થતો અટકાવી શકે છે. ક્રોનિક કિડની ફેલ્યરનું સૌથી મહત્વનું કારણ ડાયાબિટીસ છે. ડાયાબિટીસને કારણે કિડની બગડવાની શરૂઆત થઇ ગયા બાદ આ રોગ માટી શકતો નથી,પરંતુ યોગ્ય સારવાર અને પરેજી દ્વારા ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી ખર્ચાળ અને મુશ્કેલ એવી સારવારની જરૂર પડે તે તબક્કાને નોંધપાત્ર સમય માટે (વર્ષો સુધી) પાછો થેલી શકાય છે. ૫. ડાયાબીટીસ ની હ્દય પર ની અસર ને કારને હ્દય એકાએક બંધ થઈ જવા જેવી અતિ ગંભીર તકલીફ ની શક્યતા રહે છે. ઉપરોક્ત પ્રશ્નો થી બચવા માટે ડાયાબીટીક કિડની ડીસીઝ નું વહેલું નિદાન અને સારવાર અત્યંત જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓ માં કિડની બગડવાની શક્યતા કેટલી રહે છે ? ડાયાબિટીસના દર્દીઓને મુખ્યત્વે બે ભાગમાં વહેચવામાં આવે છે : ૧. ટાઈપ – ૧ અથવા ઇન્સ્યુલીન ડિપેનદન્ત ડાયાબિટીસ (IDDM – Insulin Dependent Diabetes Mellitus) સામાન્ય રીતે નાની ઉમરમાં વધુ જોવા મળતા આ પ્રકારના ડાયાબિટીસનીસારવારમાં ઇન્સ્યુલીનની જરૂર પડતી હોય છે.આ પ્રકારના ડાયાબિટીસમાં ખુબજ વધારે એટલે કે ૩૦% - ૩૫% દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા રહે છે. ૨. ટાઈપ – ૨ અથવા નોન ઇન્સ્યુલીન ડીપેન્ડન્ટ ડાયાબિટીસ (NIDDM – Non Insulin Dependent Diabetes Mellitus) : ડાયાબિટીસના વધુ દર્દીઓ આ પ્રકાર ના હોય છે. સામાન્ય રીતે પુખ્તવયમાં જોવા મળતા આ પ્રકારના ડાયાબિટીસને દવાની મદદથી કાબુમાં લઇ શકાય છે.આ પ્રકારના ડાયાબીટીશ માં ૧૦% થી ૪૦% દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા રહે છે. ક્રોનિક કિડની ડીસીઝ માટે ટાઈપ-૨ ડાયાબીટીસ ના દર્દીઓ એ સૌથી પહેલું કારણ છે. અને સી.કે.ડી ના દર ત્રણ નવા દર્દીઓ માં એક થી વધુ દર્દીઓમાં કોનિક કિડની ડીસીઝ માટે જવાબદાર ડાયાબીટીસ છે. ડાયાલિસિસ કરાવતા દર ત્રણ દર્દીઓ માંથી એક દર્દીમાં કિડની બગડવા માટેનું કારણ ડાયાબિટીસ હોય છે. ડાયાબિટીસ કિડનીને કઈ રીતે નુકસાન કરે છે ? કિડનીમાં સામાન્ય રીતે દર મીનીટે ૧૨૦૦ મિલીલીટર જેટલું પ્રવાહી પસાર થઇ શુદ્ધ થાય છે. ડાયાબિટીસ કાબુમાં ન હોવાને કારણે કિડનીમાંથી પસાર થતા લોહીનું પ્રમાણ ૪૦% જેટલું વધી જાય છે .આ કારણસર કિડનીને વધુ પડતો શ્રમ કરવો પડે છે અને ઘસારો લાગે છે.આથી લાંબા ગાળે કિડનીને નુકશાન થાય છે અને લોહીનું દબાણ વધે છે. લોહીનું વધારે દબાણ નુકસાન પામી રહેલી કિડની પર વધુ બોજારૂપ બની કિડનીને વધુ ઝડપથી નબળી બનાવે છે. કિડનીને થતા આ નુકસાનની શરૂઆતની પ્રક્રિયામાં પેશાબના પ્રોટીન જાય છે.જે ભવિષ્યમાં થનારા કિડનીના ગંભીર રોગની પહેલી નિશાની છે. ત્યારબાદ શરીરમાંથી પાણી અને મીઠાનો નિકાલ જરૂર કરતા ઓછો થાય છે,પરિણામે સોજા થાય છે અને વજન વધે છે.કિડનીને વધુ નુકસાન થાય ત્યારે લોહીમાં યુરીયા અને ક્રિએટીનીનનું પ્રમાણ વધે છે. ડાયાબિટીસને કારણે જ્ઞાનતંતુઓને નુકસાન થતા મૂત્રાશય ખાલી કરવામાં તકલીફ પડે શકે છે,જેથી પેશાબ મૂત્રાશયમાં એકઠો થાય છે. મૂત્રાશયમાં વધુ પેશાબ એકઠો થવાથી દબાણ વધતા કિડની ફૂલી જાય છે અને કિડનીને નુકસાન થઇ શકે છે. વધુ ખાંડવાળો પેશાબ મૂત્રાશયમાં લાંબો સમય સુધી રહેતો પેશાબનો ચેપ લાગવાની શક્યતા પણ વધી જાય છે. ડાયાબિટીસમાં કિડની પર અસર ક્યારે અને ક્યાં દર્દીમાં થાય છે? સામાન્ય રીતે ડાયાબિટીસ થયા બાદ ના ૭ થી ૧૦ વર્ષ પછી ધીરે ધીરે કિડની ને નુકશાન થઈ શકે છે. ડાયાબિટીસ ના ક્યાં દર્દીમાં કિડની ને નુકશાન થશે તે પેહેલે થી ચોક્કસપણે નક્કી કરવુ અશક્ય છે. પરંતુ નીચે ની પરિસ્થિતીમાં કિડની ફેલ્યર ની શક્યતા વધારે રહે છે. ડાયાબિટીસની શરૂઆત નાની ઉમરે થઇ હોય. લાંબા સમયથી ડાયાબિટીસ હોય. પેશાબમાં પ્રોટીન,લોહીનું ઊંચું દબાણ ,અને સોજા ડાયાબિટીસની કિડની પરની અસરની નિશાની છે. સારવાર માં શરૂઆત થી જ ઈન્સ્યુલીનની જરૂર હોય. ડાયાબિટીસ અને લોહીનું દબાણ કાબુમાં ન હોય. લોહીનું દબાણ કાબુમાં ન હોવું. વધારે વજન હોવું, ધુમ્રપાન ની ટેવ, અથવા લોહી માં કોલેસ્ટ્રોલ નું વધુ પ્રમાણ પેશાબમાં પ્રોટીન જતું હોય. ડાયાબિટીસ ને લીધે આંખમાં નુકસાન થયું હોય. કુટુંબમાં ડાયાબિટીસને લીધે કિડની ફેલ્યર થયેલ હોય. ડાયાબીટીસ માં કિડની પર અસર કેટલા સમયે થાય છે ? ટાઈપ-૧ ડાયાબીટીસ ના દર્દીઓમાં ડાયાબીટીક કિડની ડીસીઝ થતા ઘણા વર્ષો નીકળી જાય છે. પહેલા ૧૦ વર્ષમાં કિડની ડીસીઝ ની શક્યતા ઓછી હોય છે. જયારે ટાઈપ-૨ ડાયાબીટીસ ના દર્દીઓ માં નિદાન બાદ કોઈ પણ સમયે કિડની પર અસર નું નિદાન થતું હોય છે. ડાયાબિટીસથી કિડનીને થતા નુકશાનના ચિહ્નો : શરૂઆતના તબક્કામાં કિડનીના રોગમાં કોઈ પણ ચિહ્નો જનતા નથી.પરંતુ ડોક્ટર દ્વારા કરાયેલી પેશાબની તપાસમાં આમ્બ્યુંમીન (પ્રોટીન) જતું જોવા મળે તે કિડનીના ગંભીર પ્રશ્નની પહેલી નિશાની છે.ત્યાર બાદ ક્રમશ: લોહીના દબાણમાં વધારો અને પગે અને મોઢા પર સોજા આવે છે. ડાયાબિટીસ માટે જરૂરી દવા કે ઇન્સ્યુલીના ડોઝમાં ક્રમશ: ઘટાડો થવો. પહેલા જે ડોઝ છતાં ડાયાબિટીસ કાબુ બહાર રહેતો હોય તે જ ડોઝથી ડાયાબિટીસ પર ખુબજ સારો કાબુ આવે. વારંવાર લોહીમાં ખાંડ ઘટી જવી. કિડની વધુ બગાડવા સાથે ઘણા દર્દીઓમાં ડાયાબિટીસ દવા વગર કાબુમાં રહે છે.આવા કેટલાક દર્દીઓ ડાયાબિટીસ મટી ગયાનો ગર્વ અને આનંદ અનુભવે છે પરંતુ વાસ્તવિકતાએ છે કે આ બાબત કિડની ફેલ્યર વધવાની ગંભીર નિશાની છે. લોહીમાં ખાંડનું પ્રમાણ ઘટે કે ડાયાબિટીસ મટી જાય તે કિડની ફેલ્યર ની નિશાની હોઈ શકે છે. આંખ પર ડાયાબિટીસની અસર થઇ હોય અને તે માટે લેઝરની સારવાર લીધી હોય તેવા દર ત્રણ દર્દીઓમાંથી એક દર્દીની કિડની ભવિષ્યમાં બગડી જતી જોવા મળી છે. કિડની બગાડવા સાથે લોહીમાં યુરીયા – ક્રિએટીનીનનું પ્રમાણ વધે છે. આ સાથે ક્રોનિક કિડની ફેલ્યરના ચિહ્નો જોવા મળે છે અને સમય સાથે તેમાં ક્રમશ: વધારો થતો જાય છે. કિડની પર ડાયાબિટીસની અસરનું વહેલું નિદાન કઈ રીતે થઇ શકે : ડાયાબીટીક કિડની ડીસીઝ ના નિદાન માટે બે ખુબજ અગત્યની તપાસ પેશાબ માં પ્રોટીન અને લોહીમાં ક્રિએટીનીન (eGFR) છે. ડાયાબીટીક કિડની ડીસીઝ ના વહેલા નિદાન માટે પેશાબની માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા ની તપાસ શ્રેષ્ઠ છે. માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા તપાસ ની સુવિધા ન હોય તેવા સ્થળો એ માઈક્રો આલ્બ્યુંમીન્યુરીયા બાદ ના ક્રમે આવતી અસર કારક તપાસ સ્ટાન્ડડ યુરીન ડીપસ્ટીક ટેસ્ટ છે. જેમાં પેશાબ માં આલ્બ્યુંમીન જોવામાં આવે છે. પેશાબ માં સામાન્ય તપાસ માં જોવા મળતી પ્રોટીન ની આ હાજરી ને માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા કહેવાય છે. શ્રેષ્ઠ પદ્ધતિ : પેશાબમાં માઈક્રોઆલ્બ્યુંમીન્યુંરિયાની (Microalbuminuria) તપાસ સરળ પધ્ધતિ: દર ત્રણ મહીને લોહીનું દબાણ મપાવવું અને પેશાબમાં આલ્બ્યુંમીનની તપાસ કરાવવી.આ બીનખર્ચાળ,સરળ,બધે ઉપલબ્ધ એવી પધ્ધતિથી કોઇપણ ચિહ્નો ન હોય તે તબક્કે કિડની પર ડાયાબિટીસની અસરનું નિદાન થઇ શકે છે. પેશાબની માઈક્રો આલ્બ્યુંમીન્યુંરિયાની તપાસ ડાયાબિટીસની કિડની પરની અસરના વહેલા નિદાન માટેની શ્રેષ્ઠ પધ્ધતિ છે. મેક્રોઆલ્બ્યુંમીન્યુરીયા અને માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા શું છે ? આલ્બ્યુંમીન્યુંરિયા એટલે પેશાબ માં આલ્બ્યુંમીન (એક પ્રકાર નું પ્રોટીન) ની હાજરી. માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા એટલે ખુબજ ઓછા પ્રમાણ માં પેશાબ માં પ્રોટીન જવું (યુરીન આલ્બ્યુંમીન ૩૦-૩૦૦kg/day) જે સામાન્ય પેશાબ ની તપાસ માં જોવા મળતું નથી ફક્ત ખાસ પ્રકાર ની પેશાબ તપાસ દ્વારા જ જાણી શકાય છે. મેક્રોઆલ્બ્યુંમીન્યુરીયા એટલે વધુ પ્રમાણ માં પેશાબ માં પ્રોટીન જતું હોય (યુરીન આલ્બ્યુંમીન >૩૦૦kg/day) જે સામાન્ય પેશાબ ની તપાસ યુરીન ડીપસ્ટીક ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. પેશાબમાં માઈક્રોઆલ્બ્યુંમીન્યુંરિયાની તપાસ શા માટે શ્રેષ્ઠ પધ્ધતિ છે ? તે કોને અને ક્યારે કરાવવી જોઈએ ? આલ્બ્યુંમીન્યુંરિયા એટલે પેશાબ માં આલ્બ્યુંમીન (એક પ્રકાર નું પ્રોટીન) ની હાજરી. માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા એટલે ખુબજ ઓછા પ્રમાણ માં પેશાબ માં પ્રોટીન જવું (યુરીન આલ્બ્યુંમીન ૩૦-૩૦૦kg/day) જે સામાન્ય પેશાબ ની તપાસ માં જોવા મળતું નથી ફક્ત ખાસ પ્રકાર ની પેશાબ તપાસ દ્વારા જ જાણી શકાય છે. મેક્રોઆલ્બ્યુંમીન્યુરીયા એટલે વધુ પ્રમાણ માં પેશાબ માં પ્રોટીન જતું હોય (યુરીન આલ્બ્યુંમીન >૩૦૦kg/day) જે સામાન્ય પેશાબ ની તપાસ યુરીન ડીપસ્ટીક ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. ડાયાબીટીસ ના દર્દીઓમાં માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા તપાસ કઈ રીતે થાય છે ? સામાન્ય પેશાબ ની તપાસ માં ન આવે એટલા ઓછા પ્રમાણ માં પેશાબ માં પ્રોટીન જતું હોય, તેવા દર્દીઓમાં પેશાબ ની માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા તપાસ કરાવવામાં આવે છે. ડાયાબીટીક કિડની ડીસીઝ ના દર્દીઓ માં પહેલા પેશાબ ની સામાન્ય તપાસ-સ્ટાન્ડડ યુરીન ડીપસ્ટીક ટેસ્ટ કરવામાં આવે છે. જો આ તપાસમાં પેશાબ માં પ્રોટીન ન જોવા મળે તો જ પેશાબની ખાસ તપાસ એટલે કે માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા તપાસ કરાવવામાં આવે છે. વર્ષિક પેશાબ ની માઈક્રોઆલ્બ્યુંમીન્યુંરિયાની તપાસ થી ડાયાબીટીક કિડની ડીસીઝ નુ વહેલુ નિદાન થઈ શકે છે પેશાબ ની સામાન્ય તપાસ માં આલ્બ્યુંમીન જોવા મળે તો માઈક્રોઆલ્બ્યુંમીન ની તપાસ કરાવવાની જરૂર રહેતી નથી. ૬ મહિના ના ગાળામાં કરવામાં આવેલ માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા ની ત્રણ વખત તપાસ માંથી જો ૨ વખત તપાસ પોઝીટીવ આવે તો ડાયાબીટીક નેફ્રોપેથી નું પાકું નિદાન થઈ શકે. પેશાબ માં ચેપ, ડાયાબીટીસ કે બી.પી. અત્યંત વધારે ન હોય તેવા સમયે જ આ તપાસ કરાવવી જોઈએ. ત્રણ ખુબ સામાન્ય પદ્ધતિઓ જે માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા તપાસવા માટે થાય છે તે : ૧. સ્યોટ યુરીન ટેસ્ટ :- આ તપાસ માં રીએજન્ટ સ્ટ્રીપ અથવા ટેબ્લેટ નો ઉપયોગ થાય છે. આ તપાસ ખુબજ સરળ, ઓછી ખર્ચાળ અને ગમે ત્યા કરીશકાય તેવી છે. પરંતુ અ તપાસ ની પદ્ધતિ સચોટ ન હોવાને કારને જયારે માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા તપાસ રીએજન્ટ સ્ટ્રીપ અથવા ટેબ્લેટ થી પોઝીટીવ આવે ત્યારે પેશાબ ની વધુ સચોટ તપાસ આલ્બ્યુંમીન ક્રિએટીનીન રેશિયો કરાવવાની જરૂર છે. ૨. આલ્બ્યુંમીન ક્રિએટીનીન રેશિયો :- માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા ની તપાસ માટે પેશાબ ને આલ્બ્યુંમીન-ક્રિએટીનીન રેશિયો(Albumin-Creatinine ratio-ACR) એ વધુ સચોટ, વિશ્વાસપાત્ર અને ચોક્કસાઈ વાળી પદ્દતિ છે. આ તપાસ દ્વારા ૨૪ કલાક ના પેશાબમાં આશરે કેટલું પ્રોટીન (આલ્બ્યુંમીન) જાય છે તેની માહિતી મળે છે. સામાન્ય રીતે એ.સી.આર ૩૦ mg/dlકરતા ઓછો હોય છે. જો સ્વર ના પહેલા પેશાબ માં આલ્બ્યુંમીન ક્રિએટીનીન રેશિયો ૩૦-૩૦૦ mg/dlહોય તો તે માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા નું નિદાન સૂચવે છે. વધુ ખર્ચાળ અને ઓછા સ્થળો એજ ઉપલબ્ધી ને કારને વિકાસશીલ દેશોમાં આ તપાસ નો લાભ થોડા દર્દીઓ જ લઈ શકે છે. ૩. ૨૪ – કલાક ના પેશાબ માં પ્રોટીન ની તપાસ :- આ તપાસ માં આખા દિવસ એટલે કે ૨૪ કલાક નો પેશાબ ચેગો કરી તેમાં આલ્બ્યુંમીનના પ્રમાણ ની તપાસ કરવામાં આવે છે. જો ૨૪ કલાક ના એક્કઠા કરેલા પેશાબ માં આલ્બ્યુંમીન (એક પ્રકાર નું પ્રોટીન) ૩૦-૩૦૦mg/dl હોય તો તે માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા સૂચવે છે. ડાયાબીટીક કિડની ડીસીઝ ના નિદાન માટે સૌથી મહતવા ની બે તપાસ પેશાબ માં પ્રોટીન લોહીમાં ક્રિએટીનીન છે. ડાયાબીટીસ કિડની ડીસીઝ ના નિદાન માટે પેશાબ ની સામાન્ય તપાસ કઈ રીતે મદદરૂપ છે ? પેશાબ ની સામાન્ય તપાસ (સ્ટાન્ડડ યુરીન ડીપસ્ટીક ટેસ્ટ) પેશાબ માં પ્રોટીન ની હાજરી જાણવા માટે સૌથી વધુ વપરાતી તપાસ છે. પેશાબ માં જતા પ્રોટીન ની માત્ર દર્શાવવા ટ્રેસ થી ++++ નો ઉપયોગ કરવામાં આવે છે. (૪-ટ્રેસ એટલે સૌથી ઓછા અને ++++ એટલે સૌથી વધુ પ્રમાણ માં પેશાબ માં પ્રોટીન જવું). ઝડપ થી, સરળ રીતે થઈ શક્તિ, ઓછી ખર્ચાળ અને બધા જ સ્થળે ઉપલબ્ધ આ તપાસ પેશાબ માં પ્રોટીન (મેક્રોઆલ્બ્યુંમીન ના નિદાન માટે ખુબજ ઉપયોગી છે. મેક્રોઆલ્બ્યુંમીન્યુરીયા ની હાજરી ડાયાબીટીક કિડની ડીસીઝ નો ચોથો તબક્કો દર્શાવે છે. પેશાબ માં પ્રોટીન ની હાજરી ના નિદાન માટે ની શ્રેષ્ઠ તપાસ માઈક્રોઆલ્બ્યુંમીન્યુરીયા છે. પરંતુ આ તપાસ બાદ ના ક્રમે આવતી સરળ અને ઉપયોગી તપાસ તે મેક્રોઆલ્બ્યુમિન્યુરિયા છે. સામાન્ય રીતે ડાયાબીટીસ ને કારને લોહીનું દબાણ વધે, સોજા ચડે અને કિડની ની કાર્યક્ષમતા માં ઘટાડો થાય (લોહીમાં ક્રિએટીનીન વધે) આ તબક્કા પહેલા જ પેશાબ ની સામાન્ય તપાસ માં પ્રોટીનની હાજરી જોવા મળે છે. ખુબજ ઓછી જગ્યાએ થઈ શકતી હોવાથી આ શ્રેષ્ઠ તપાસ નો લાભ ડાયાબીટીસ ના ખુબજ ઓછા દર્દીઓ લઈ શકે છે. આ વાસ્તવિકતા જોતા નાના – મોટા દરેક ગામમાં રહેતા ડાયાબીટીસ ના દર્દીઓ માં ડાયાબીટીક કિડની ડીસીઝ ના વહેલા નિદાન માટે ઉપયોગમાં લઈ શકાય એવી તપાસ તે પેશાબ ની સામાન્ય તપાસ છે. જો ડાયાબીટીસ ના દરેક દર્દીઓમાં નિયમિત પાને પેશાબ ની આ સામાન્ય તપાસ કરવામાં આવે તો ડાયાબીટીક કિડની ડીસીઝ નું નિદાન શરૂઆતના તબક્કામાં જ થઈ શકે છે. વહેલાસર ની યોગ્ય સારવાર ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ની જરૂર પડે તે તબક્કા ને વર્ષો સુધી પાછળ ઠેલી શકે છે ડાયાબિટીસ ની કિડની પરથી અસર કઈ રીતે અટકાવી શકાય? ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ. ડાયાબિટીસ તથા લોહીના દબાણનો યોગ્ય કાબુ. વહેલા નિદાન માટે યોગ્ય તપાસ. લોહી ના દબાણ પર યોગ્ય કાબુ રાખી લોહી નું દબાણ ૧૩૦/૮૦ મી.મી. ની નીચે રાખવું. લોહીના દબાણ માટે વહેલાસર એન્જીપોટેન્સીન કન્વટીંગ એન્ઝાઈમ ઇન્હીબીટર (ACE) અને એન્જીપોટેન્સીન રીસેપ્ટર બ્લોકર્સ (ARB) જેવી દવાઓ લેવી. ખોરાક માં ખાંડ/ગળ્યું તથા નમક ઓછા પ્રમાણ માં લેવું. ચરબી યુક્ત કોરક ન લેવા. વર્ષ માં ઓછા માં ઓછી એક વખત કિડની ની તપાસ કરાવવી (પેશાબ માં આલ્બ્યુંમીન તથા લોહીમાં ક્રીએટીનીન/eGFR). અન્ય સૂચનો : નિયમિત કસરત કરવી.તમાકુ ગુટકા ,પાન-બીડી, સિગારેટ તથા આલ્કોહોલ (દારૂ) ન લેવા. ડાયાબિટીસની કિડની પર થતી અસરની સારવાર: ડાયાબિટીસ પર યોગ્ય કાબુ. ચોક્કસપણે, હમેશા માટે લોહીના દબાણને કાબુમાં રાખવું.રોજ બીપી માપી તેની નોંધ રાખવી.લોહીનું દબાણ ૧૩૦/૮૦ થી વધે નહીતે કિડનીની કાર્યક્ષમતા જાળવવા માટે ખુબજ અગત્યની બાબત છે. એ.સી.ઈ. અને એ.આર.બી. તરીકે જાણીતી દવાઓ જો શરૂઆતના તબક્કામાં વાપરવામાં આવેતો તે લોહીના દબાણ ને ઘટાડવાનું અને સાથે વધારામાં કિડનીને થતું નુકશાન ઘટાડવાનું પણ કામ કરે છે. કિડની પર અસર ના શરૂઆતમાં તબક્કામાં આ દવા લેવામાં આવે તો તેનો ફાયદા અતિ વધારે મળે છે. સોજા ઘટાડવા ડાઇયુરેતિક્સ દવા અને ખોરાકમાં મીઠું (નમક) તથા પ્રવાહી ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે. જયારે લોહીમાં યુરીયા અને ક્રિએટીનીનનું પ્રમાણ વધે ત્યારે ક્રીનીક કિડની ફેલ્યરના સારવારમાં ચર્ચા કરેલી બધી સારવારની દર્દીને જરૂરિયાત પડે છે. ડાયાબિટીસની દવામાં જરૂરી ફેરફાર લોહીના રીપોર્ટના આધારે કરવો જોઈએ. પેશાબનો રીપોર્ટ સાથે સુસંગત ના હોવાને કારણે માત્ર પેશાબના રીપોર્ટના આધારે દવામાં કોઈ ફેરફાર કરવો ન જોઈએ. ડાયાબીટીક કિડની ડીસીઝ ના દર્દીઓ હૃદય ની યોગ્ય તપાસ અને સારવાર પણ અતિ મહત્વ ની છે કિડની ફેલ્યર થયા બાદ ડાયાબિટીસની દવાના ડોઝમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. સામાન્ય રીતે દવાના જરૂરી ડોઝમાં ઘટાડો થાય છે.લાંબા સમયને બદલે ટૂંકા સમય માટે અસર કરતી દવા પસંદ કરવામાં આવે છે.વધુ સારા કાબુ માટે ઘણા દર્દી માં ઇન્સ્યુલીન ચાલુ કરવું પડે છે.બાયગુંએનાઈડ્સ(મેટફોર્મીન) તરીકે ઓળખાતી દવા કિડની ફેલ્યરના દર્દીઓમાં જોખમી હોવાથી બંધ કરવામાં આવે છે. કિડની સંપૂર્ણ રીતે બંધ થઇ જાય ત્યારે દવા લેવા છતાં તકલીફ વધતી જાય છે અને આ તબક્કે ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે છે. ડાયાબીટીક કિડની ડીસીઝ ના દર્દીઓ એ ડોક્ટર નો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો ? નીચે મુજબ ની તકલીફ થાય તો ડાયાબીટીક કિડની ડીસીઝ ના દર્દીઓએ ડોક્ટર નો સંપર્ક તાત્કાલિક કરવો જોઈએ :- ખુબજ ઝડપથી વજન વધે, પેશાબ ઓછો ઉતરે, સોજા વધી જાય કે શ્વાસ માં તકલીફ થાય. છાતી માં દુઃખાવો, લોહીનું દબાણ ખુબ વધી જાય અથવા હદય ના ધબકારા ખુબજ ઓછા કે ખુબજ વધી જાય. અત્યંત નબળાઈ, ભૂખ ઓછી લાગે, ઊબકા અથવા શરીર માં ખુબ ફિકાશ આવી જાય. સતત તાવ, ઠંડી, પેશાબમાં બળતરા અથવા દુઃખાવો પેશાબ માં વાસ આવે અથવા પેશાબમાં લોહી આવે. વારંવાર સુગર ઘટી જાય (સુગર નું પ્રમાણ લોહી માં ઓછુ રહેવું) અથવા ઈન્સ્યુલીન કે ડાયાબીટીસ ની ગોળીઓ ની જરૂરિયાત ઓછી થવા લાગે. બેધ્યાન પણું, અર્ધ જાગૃતા અથવા તાવ, આચકી આવે. સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન