অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સિકલસેલ એનીમિયા રોગ

સિકલસેલ એનીમિયા રોગ

સિકલ સેલ એનીમિયા રોગ (SCD) અથવા સિકલ સેલ રક્તાલ્પતા અથવા ડ્રીપેનોસાઇટોસિસ એક આનુવંશિક રક્ત વિકાર છે, જે એવા પ્રકારની લાલ રક્ત કોશિકાઓ દ્વારા ચરિતાર્થ થતો હોય છે જેનો આકાર અસામાન્ય, કઠોર તથા દાતરડાંના આકાર જેવો હોય છે. આ ક્રિયા કોશિકાઓના લચીલાપણાને ઘટાડે છે, જેના કારણે વિભિન્ન જટિલતાઓનું જોખમ ઉભું થાય છે. આ સિકલ સેલનું નિર્માણ, હીમોગ્લોબિન જીનમાં ઉત્પરિવર્તનના કારણે થાય છે. જીવન પ્રત્યાશામાં ઓછપ આવી જાય છે, એક સર્વેક્ષણ અનુસાર મહિલાઓની સરેરાશ જીવન અવધિ ૪૮ વર્ષ અને પુરુષોની સરેરાશ જીવન અવધિ ૪૨ વર્ષ જેટલી થઇ જતી હોય છે.

સિકલ સેલ રોગ, સામાન્ય રીતે પર બાલ્યાવસ્થામાં ઉત્પન્ન થતો હોય છે અને પ્રાયઃ એવા લોકો (અથવા એમના વંશજોમાં)માં જોવા મળતો હોય છે, કે જેઓ ઉષ્ણકટિબંધીય અથવા ઉપ ઉષ્ણકટિબંધીય ભાગોમાં વસવાટ કરે છે તથા જ્યાં મેલેરિયા સામાન્યતઃ ફેલાતો હોય છે. આફ્રીકાના ઉપ સહારા ક્ષેત્રના એક તૃતિયાંશ સ્વદેશીઓમાં આ રોગ જોવા મળે છે, કેમ કે એવા ક્ષેત્રોમાં જ્યાં મેલેરિયા સામાન્ય રીતે ફેલાતો હોય છે. અહીંયાં જીવનનું અસ્તિત્વ પણ ત્યારે જ સંભવ છે જ્યારે એક સિકલ કોશિકાનો જીન મોજૂદ હોય. જે વ્યક્તિ પાસે સિકલ કોશિકા રોગના બે યુગ્‍મવિકલ્‍પીમાંથી એક જ હોય તે મેલેરિયા પ્રતિ અધિક પ્રતિરોધી હોય છે, કારણ કે મેલેરિયા પ્લાઝ્મોડિયમનું પર્યાક્રમણ એવી કોશિકાઓના સિકલ સેલ નિર્માણ થતાં રોકાઇ જાય છે, જેના પર તે આક્રમણ કરતા હોય છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાન અનુસાર આ રોગનો વ્યાપ સંયુક્ત રાજ્ય અમેરિકામાં, પ્રતિ ૫૦૦૦ વ્યક્તિઓમાંથી લગભગ ૧ (એક) જેટલો છે, જે મુખ્યત્વે ઉપ સહારા આફ્રિકી વંશના અમેરિકીઓને પ્રભાવિત કરે છે.[૧] સંયુક્ત રાજ્ય અમેરિકામાં, દર ૫૦૦ અશ્વેત વ્યક્તિઓના જન્મમાંથી ૧ (એક) વ્યક્તિને સિકલ-સેલ રક્તાલ્પતાનો રોગ હોય છે.

સિકલ-સેલ રક્તાલ્પતા, સિકલ સેલ રોગનો એક વિશિષ્ટ પ્રકાર છે, જેમાં ઉત્પરિવર્તન માટે સમ્યુગ્મજતા થતી હોય છે જેના કારણે HbS થતો હોય છે. સિકલ સેલ રક્તાલ્પતાને "HbSS", "SS રોગ", "હીમોગ્લોબિન S" અથવા તેના ઉત્પરિવર્તનના રૂપમાં ઓળખવામાં આવે છે. વિષમયુગ્મ વાળા લોકો, જેની પાસે માત્ર એક સિકલ જીન તથા એક સામાન્ય વયસ્ક હીમોગ્લોબિન જીન હોય, એને "HbAS" અથવા "સિકલ સેલ લક્ષણ" કહેવામાં આવે છે.

બાહ્ય કડીઓ
  • નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિકલ સેલ એનિમીયાનું જાળસ્થળ
  • ચોથી આંતરરાષ્ટ્રીય સિકલ સેલ એનિમીયા પરિષદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate