অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકોની આંખોની વિશેષ કાળજી જરૂરી

બાળકોની આંખોની વિશેષ કાળજી જરૂરી

સારી દૃષ્ટિ વિકાસ પામતા બાળકોનાં યોગ્ય શારીરિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે આવશ્યક છે. વિઝ્યુઅલ સિસ્ટમનો વિકાસ અત્યંત વય અનુલક્ષી અને સંવેદનશીલ હોય છે અને આમ દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓનું બાળકોમાં વહેલું નિદાન અને સારવાર થાય એ અત્યંત મહત્વપૂર્ણ છે.

બાળકોમાં આંખોની તપાસની સલાહ

 • બાળકોના નિષ્ણાત તબીબે નવજાત શિશુની આંખો તપાસવી જોઈએ. ઓપ્થેલ્મોલોજિસ્ટે તમામ પ્રિમેચ્યોર નવજાત શિશુઓને તપાસવા જોઈએ.
 • ૩ અને ૩.૫ વર્ષની વય વચ્ચે વિઝન સ્ક્રીનીંગ અને વ્યાપક રીતે આંખની તપાસ થવી જોઈએ.
 • વિસ્તૃત રીતે આંખોનું પરીક્ષણ દૃષ્ટિ સંબંધિત કોઈ ખામીના લક્ષણો દેખાય ત્યારે ચોક્કસપણે થવું જોઈએ.

બાળકોમાં સામાન્ય રીતે જોવા મળતી આંખોની સમસ્યાઓ

 • રિફ્રેક્ટિવ ક્ષતિ (ચશ્માના નંબર્સ) બાળકોમાં ૮૦ ટકા દૃષ્ટિ સંબંધિત ખામી સર્જવા કારણભૂત બને છે. આમાં માયોપિયા કે નજીકની દૃષ્ટિ, હાયપરમેટ્રોપિયા કે દૂરની દૃષ્ટિ સંબંધિત ખામી, એસ્ટીગ્માટીઝમ સામેલ હોય છે. તેને યોગ્ય ચશ્મા પહેરીને દૂર કરી શકાય છે.
 • લેઝી આઈ કે એમ્બ્લિયોપિયા એ ૨ ટકા બાળકોમાં જોવા મળે છે. નવજાત અવસ્થામાં કે બાળપણમાં એક આંખના ઉપયોગના અભાવે આંખનું મગજ સાથે જોડાણ નિષ્ફળ રહે છે. તેથી, એમ્બ્લિયોપિક આંખ સામાન્ય આંખ કરતાં વધુ નબળી રહે છે. આ સમસ્યા દૂર કરવા માટે નબળી દૃષ્ટિ ધરાવતી આંખને પેચિંગ કરવું પડે છે અને સાથે જરૂર પડ્યે ચશ્માનો પણ ઉપયોગ કરવો પડે છે. એમ્બ્લિયોપિયાની સારવાર ૮ વર્ષ સુધીમાં કરાવી લેવી જરૂરી છે કેમકે ત્યારબાદ આ ખામી કાયમ માટે રહી જાય છે. એમ્બ્લિયોપિયાના નિદાન અને ઈલાજ માટે, સ્કૂલે જવાનું શરૂ કરે એ પહેલા જ બાળકોની તપાસ કરાવવામાં આવી જોઈએ.
 • સ્ક્વીન્ટ કે સ્ટ્રેબિસમસ કે જેને ક્રોસ્ડ-આઈ પણ કહે છે, જેનો અર્થ એ છે કે આંખો યોગ્ય રીતે ન હોય પરંતુ તેની દૃષ્ટિ અલગ દિશામાં હોય. તે નાક તરફ અંદરની બાજુએ હોઈ શકે છે(એસ્ટ્રોપિયા), કાન તરફ બહારની બાજુએ(એક્સ્ટ્રોપિયા) કે ઉપર અથવા નીચે (વર્ટીકલ સ્ટ્રેબિસમસ) તરફ હોય છે. સમસ્યા કાયમી કે ક્યારેક હોઈ શકે છે. નોન સર્જિકલ અને સર્જિકલ ટ્રીટમેન્ટના વિકલ્પો ઉપલબ્ધ છે.
 • અન્ય આંખની સમસ્યાઓ બાળકોમાં હોય છે તેમાં કેટેરેક્ટ, કોર્નિયલ સ્કેરીંગ (ઈજા કે વિટામીન-એની ઉણપ) ગ્લુકોમા અને રેટિનલ સમસ્યાઓ, કોનજેનિટલ એનોમલીસ અને ઓપ્ટિક નર્વ ડિસઓર્ડર્સ શામેલ છે જેની વિવિધ પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે.

જો તમારૂં બાળક આંખની સમસ્યા ધરાવતું હોય, તેને વિઝન સ્ક્રીનીંગ એક્ઝામમાં તકલીફ થાય કે વાંચવા કે લખવામાં મુશ્કેલી થાય કે સર્જરી કે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર તેની આંખ સંબંધિત બીમારી માટે પડે ત્યારે પીડિયાટ્રીક ઓપ્થેલ્મોલોજિસ્ટ તમારા બાળકની સારવાર કરવાનો અનુભવ અને યોગ્યતા ધરાવતા હોય છે.

પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજિસ્ટ્સ તમામ બાળકોની આંખની સમસ્યાઓનું નિદાન, સારવાર કરી શકે છે અને મેનેજ કરી શકે છે. પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજિસ્ટ્સ સામાન્ય રીતે નીચેની સેવાઓ આપે છે.

 • આંખોનું પરીક્ષણ.
 • સર્જરી-માઈક્રોસર્જરી કરી શકે (નબળા આંખના સ્નાયુઓ, ક્રોસ્ડ આંખ, વન્ડરીંગ આંખ, બ્લોક્ડ ટીયર ડક્ટ્સ અને ચેપ).
 • આંખની સમસ્યાનું નિદાન શરીરના રોગો જેમકે ડાયાબિટીસ કે જુવેનાઈલ રુમેટોઈડ આર્થરાઈટીસ (થ્ય્ખ્) અને અન્ય મેડિકલ તથા ન્યુરોલોજિકલ રોગોના લીધે પણ થઈ શકે છે.
 • વિઝ્યુઅલ પ્રોસેસિંગ ડિસઓર્ડર્સનું નિદાન.
 • આંખની ઈજા અંગે સંભાળ.
 • આંખના ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સીસ પ્રિસ્ક્રાઈબ કરે.

બાળકો માત્ર નાના પુખ્તો નથી. તેઓ હંમેશા તેમને થતી સમસ્યા કહી શકતા નથી. તેઓ હંમેશા તબીબી સવાલોનાં જવાબ ન આપી શકે અને મેડીકલ એક્ઝામિનેશન દરમિયાન હંમેશા ધીરજવાન અને સહયોગી ન રહી શકે. પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજિસ્ટને એ ખ્યાલ હોય છે કે કઈ રીતે બાળકોની તપાસ કરવી અને ઈલાજ કરવો કે જેથી તેઓ સહયોગ આપે અને તણાવમુક્ત રહે.

આંખને ઈજાથી બચાવવા માટે ખાસ નોંધ

દર વર્ષે હજારો બાળકો ઘરે કે રમતી વખતે થતા અકસ્માતોના કારણે બનતુ નુકસાન અથવા અંધાપા થી બહુ પરોક્ષ રીતે બચે છે.

જ્યારે બાળકો રમતગમત, રિક્રિએશન, ક્રાફ્ટ્સ કે હોમ પ્રોજેક્ટ્સમાં સામેલ થાય ત્યારે તેમના માટે એ જરૂરી છે કે તેઓને આંખોની સુરક્ષા અંગેની માહિતી આપવામાં આવે અને તેઓ યોગ્ય એવા રક્ષણાત્મક ગ્લાસીસનો ઉપયોગ કરે.

 • નાના બાળકોથી તમામ કેમિકલ્સ અને સ્પ્રે અચૂક દૂર રાખવા જોઈએ.
 • માતાપિતા અને અન્યો કે જેઓ બાળકોની સંભાળ અને દેખરેખ રાખે છે તેમણે સામાન્ય ચીજોનો સુરક્ષિત ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી ગંભીર આંખની ઈજા થઈ શકતી હોય છે જેમકે પેપર ક્લીપ્સ, પેન્સિલ્સ, કાતર, બંજી કોર્ડસ, વાયર કોટ હેંગર્સ વગેરે.
 • બાળકોએ બેઝબોલ, બાસ્કેટ બોલ, ફૂટબોલ, રેકેટ સ્પોર્ટ્સ,સોકર, હોકી જેવી રમતો રમતી વખતે સ્પોર્ટસ આઈ પ્રોટેક્ટર્સ પહેરવા જોઈએ કે જે પોલીકાર્બોનેટ લેન્સીસથી સજ્જ હોય.
 • બાળકોએ તેમની વયને યોગ્ય રમકડાંથી રમવું જોઈએ.
 • પ્રોજેક્ટાઈલ રમકડાં જેમકે ડાર્ટ્સ, તીર અને ધનુષ તથા મિસાઈલ ફાઈરીંગ રમકડાંથી દૂર રહેવું જોઈએ.
 • તમારા બાળકોને પેલેટ ગન્સથી રમવા ન દો.
 • બાળકોને ફટકડા અને ખાસ કરીને બોટલ રોકેટ્સની નજીક જવા ન દો. આ રમકડાં આંખમાં ગંભીર ઈજા પહોંચાડી શકે છે.
 • પેડ કે કુશનના તીક્ષ્ણ ખૂણા. તમામ કેબિનેટ્સ અને ડ્રોઅર્સને લોક રાખો કે જેથી બાળકો ત્યાં સુધી પહોંચી ન શકે.
 • જો ઈજા થાય તો તાત્કાલિક તબીબી મદદ મેળવો.

જ્યારે તબીબી મદદ મળે ત્યાં સુધી બાળકની નીચે મુજબ કાળજી લોઃ.

 • આંખને સ્પર્શ ન કરે, ચોળે નહીં કે તેના પર દબાણ ન આવે.
 • આંખમાં ફસાયેલ કોઈ વસ્તુ કાઢવા પ્રયાસ ન કરો. નાના રજકણ માટે આંખની પાંપણ ઊંચી કરો અને તમારા બાળકને કહો કે આંખ ઝડપથી પટપટાવે કે જેથી આંસુના કારણે રજકણ દૂર થઈ શકે. જો એમ ન થાય તો આંખ બંધ રાખો અને સારવાર કરાવો.
 • કોઈ ટીપાં કે દવા આંખમાં ન લગાવો.
 • કાપો કે કોઈ ઈજાનો ઘા હળવેથી ઢાંકી રાખો..
 • કેમિકલ લાગવાના કિસ્સામાં જ પુષ્કળ પાણીથી તેને ધૂઓ.

નાના બાળકો માટે આંખની તપાસનું મુખ્ય કારણ એ છે કે તેનાથી તેમની દ્રષ્ટી નો વિકાસ સામાન્ય રીતે ન થતું હોય તો તેનો ખ્યાલ આવે છે, જેમને ચશ્મામાં સુધારો કરવાની જરૂર હોય, કે જેમને એમ્બ્લિયોપિયા કે સ્ટ્રેબિસમસ થવાનું જોખમ હોય તેનો ખ્યાલ આવે છે. ઓછી સામાન્ય એવી દ્ર્ષ્ટી સંબંધીત ખામીઓ અને ફેરફારો તથા અન્ય કોઈ પેથોલોજી નુ નિદાન થાય એ જરૂરી જ છે પરંતુ સૈથી સામાન્ય રીતે જોવા મળતી એવી દ્ર્ષ્ટી સંબંધીત ખામીઓ કે જેની સારવાર અથવા એમિલ્યોરેશન શક્ય છે તેઓૅંએમ્બ્લિયોપિયા,સ્ટ્રેબિસમસ અને અનકરેક્ટેડ રિક્રેકટીવ એરર છે.

એક અંદાજ પ્રમાણે, બાળકો ૮૦ ટકા માહિતી વિશ્વ અંગેની તેમની દૃષ્ટિની ઈન્દ્રીય દ્વારા પ્રાપ્ત કરતા હોય છે. પોતાના જીવનમા સફળતાપૂર્વક શીખવા માટે એ જરૂરી છે કે દરેક બાળક સૌથી ઉત્તમ દૃષ્ટિક્ષમતા પ્રાપ્ત કરે.

ડો. અનુપમા વ્યાસ,કન્સલ્ટન્ટ પિડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજિસ્ટ અને સ્ક્વીન્ટ સ્પેશિયાલિસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate