অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આંખની નિયમિત તપાસ ભવિષ્યની ગંભીર બીમારીઓથી બચાવ

આંખની નિયમિત તપાસ ભવિષ્યની ગંભીર બીમારીઓથી બચાવ

આંખની નિયમિત તપાસ ભવિષ્યમાં થનારી ગંભીર બીમારીઓથી બચાવી શકે:
થોડાક સમયથી બીમારીની Patternમાં બદલાવ આવ્યો છે. પહેલાના સમયમાં મુખ્યત્વે Communicable Disease (ચેપી રોગ) ના લીધે સંખ્યાબંધ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હતો જ્યારે હાલ આધુનિક જમાનામાં Non Communicable Disease (બિનચેપી રોગ) તેમજ જીવનશૈલી આધારીત બિમારીના લીધે લોકો બીમાર પડી રહ્યા છે અને દુ:ખથી પીડાઈ રહ્યાં છે.

આંખના પડદાની બીમારી માટે મુખ્યત્વે 1) ડાયાબિટીક રેટિનોપથી 2) એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન 3) Chorioretinitis 4) Central Serous Retinopathy વગેરે જેવી પરિસ્થિતિ જવાબદાર જોવા મળે છે. ઉપરોક્ત બીમારીઓને લીધે સંખ્યાબંધ લોકો પીડાઈ રહ્યાં છે. આજના વિજ્ઞાનના એડવાન્સમેન્ટના લીધે લોકોનું આયુષ્ય વધ્યું છે અને તેના લીધે મોટી ઉંમરમાં પડદા ઉપર ઉંમરના લીધે ડાઘા પડી જાય છે જેને આપણે Age Related Macular Degeneration કહીએ છીએ.

Age Related Macular Degenerationના મુખ્ય બે પ્રકારો છે, જેમાં પહેલું તે ‘Dry' જેમાં મોટી ઉંમરે પડદાના પીગમેન્ટેડ લેયરમાં Metabolic Productsના ભરાવાથી પડદાને નુક્સાન થાય છે અને બીજું ‘Wet' જેમાં પડદામાં લોહીનું લીકેજ થાય છે અને પડદા ઉપર સોજો આવી જાય છે.

આવી જ રીતે ડાયાબિટીસમાં પણ પડદા ઉપર સોજો આવે અને છેલ્લા સ્ટેજમાં પડદા ઉપર લોહી પણ આવી શકે છે. આવી સ્થિતિમાં પડદો ખસી જવાની પણ સમસ્યા રહેલી છે જેને આપણે Diabetic Retinopathy કહીએ છીએ..

આ કારણે ૬૦ વર્ષથી વધારે વયના લોકોએ આંખના સર્જનની અચૂક મુલાકાત લેવી જોઈએ. આંખના સર્જન OCT, Angiography વિગેરે કરીને સાચું નિદાન તથા માર્ગદર્શન આપી શકે છે. આ બધી પરિસ્થિતિમાં આંખમાં ઈંજેક્શન, દવાઓ અથવા સર્જરીથી આંખની નજર (Vision) બચાવી શકાય છે. જો આવા દર્દી મોડેથી સારવાર લે અથવા યોગ્ય સારવાર ના લે તો તેમના માટે કાયમી નજર ગુમાવવાનો ખતરો ઊભો થઈ શકે છે.

આ સિવાય પણ એક આંખની તકલીફ હોય જેને આપણે Central Serous Retinopathy (CSR) કહીએ છીએ. એમાં પડદા પર સોજો આવે છે અને દર્દીને સીધી લીટી વાંકી-ચૂકી દેખાય છે. આંખના સર્જન આંખની એન્જિયોગ્રાફી અને Optical Coherence Tomography (OCT) કરીને એનું સચોટ નિદાન કરે છે અને પછી લેસર પદ્ધતિથી એનું લીકેજ બંધ કરવામાં આવે છે. આ સિવાય અમુક શારીરિક ચેપ (Infection) ના લીધે આંખના પડદા ઉપર સોજો આવવાનું અને Haemorrhage (લોહી) થઈ શકે છે. જે લોકોના ચશ્માના નંબર વધારે હોય અથવા અમુક લોકોની આંખનો પડદો નબળો હોય એવા કેસમાં પડદો ખસી શકે છે અને આ કારણે દર્દી નજર ગુમાવી શકે છે. આવા કેસમાં યોગ્ય સમય સારવાર લઈને તથા ઓપરેશન વડે દર્દી એની નજર પાછી મેળવી શકે છે.

અમુક કેસમાં પડદામાં જન્મજાત ખામી હોય છે જેના લીધે બાળકને ઓછું દેખાતું હોય છે. આવા બાળકોને યોગ્ય સમય પર નિદાન કરીને તેમની યોગ્ય સારવાર કરવામાં આવે તો બાળકોની નજર જરૂરથી બચાવી પણ શકાય છે. અમુક આનુવંશિક બીમારીઓમાં બાળકોને યોગ્ય માર્ગદર્શન આપીને પહેલેથી જ એને રિહેબિલિટેશન સર્વિસ આપી શકાય છે જેથી આવા બાળકો મોટા થઈને પોતાની આજિવિકા જાતે રળી શકે છે. એવી રીતે આવી બીમારીઓમાં મેડિકલ કાઉન્સિલિંગ કરીને ભવિષ્યમાં લગ્ન સમયે આ બીમારીઓ આવતી પેઢીમાં ન આવે એ માટે માર્ગદર્શન આપી શકાય છે.

આ બધા કેસમાં ઓપરેશનની પ્રક્રિયા જટિલ હોય છે અને એમા ખૂબ મોંઘા સાધનો વાપરવા પડતા હોય છે જેથી આ ઓપરેશનની કિંમત વધી જતી હોય છે. ગુજરાત સરકારે આંખની સમસ્યાથી પિડાતા દર્દીઓ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્થિત જાણીતી M & J ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજીમાં આ બધી સગવડો નિ:શુલ્ક અથવા રાહત દરે મળી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે.

આંખો ભગવાને આપેલી અમુલ્ય ભેટ છે, જેની સંપૂર્ણ કાળજી રાખવાની તથા નિયમિત ચેકઅપ કરાવવાની જવાબદારી ખૂદની છે. નિયમિત ચેકઅપ કરાવાથી ભવિષ્યમાં થનારી આંખની ગંભીર બીમારીઓથી બચી શકાય છે.

ડૉ સોમેશ અગ્રવાલ, રેટાયના સ્પેશિયાલિસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/4/2019© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate