વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અંધાપો

અંધાપો વિશેની અત્યંત જરૂરી માહિતી આપેલ છે

પરિચય

જયારે વ્યક્તિની દ્રષ્ટિ ખરાબ થઈ જાય છે તેમજ તેની વિકૃતિ કે કોન્ટેક્ટ લેન્સના ઉપયોગ વડે સારવાર થઈ શકતી નથી,આ સ્થિતિની વિકૃતિને અંધાપા તરીકે ઓળખવામાં આવે છે.

અંધાપાને રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ (NPCB) દ્વારા નિમ્ન લિખિત શીર્ષકો દ્વારા નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવી છે :

 • ૬ મીટર કે ૨૦ ફૂટ દુર આંગળીઓની ગણતરી કરવામાં વ્યક્તિની અસમર્થતા (તકનિકી ભાષામાં)
 • ચશ્મા પહેરવાથી,દુરની દ્રષ્ટિ ક્ષમતા ૬/૬૦ અથવા તેનાથી વધુ ન દેખાવવું
 • ૨૦ ફૂટ કે તેનાથી ઓછી સ્થિતિ આસપાસનું જોવામાં દ્રષ્ટિ ક્ષમતાની ખામી હોવી
 • દ્રષ્ટિ ખામી માટેની મુખ્ય બે શ્રેણીઓ છે :
 • આંશિક દ્રષ્ટિ ક્ષમતા કે નબળી દ્રષ્ટિ ક્ષમતા-જ્યાં દ્રષ્ટિ ક્ષમતા નબળા સ્તરની હોય છે.
 • ગંભીર દ્રષ્ટિ ક્ષમતા (અંધાપો) - જેમાં દ્રષ્ટિ ક્ષમતાની સ્થિતિ ગંભીર રીતે ખરાબ હોય છે.જેના કારણે દ્રષ્ટિ ક્ષમતા પર આધારિત હલન ચલનની અસંભાવના બન જાય છે.

અંધત્વ પ્રકાર:

આર્થિક અંધાપો : સામાન્ય રીતે તકનિકી ભાષામાં વ્યક્તિ ૬ મીટર કે ૨૦ ફૂટ દુરથી આંગળીઓની ગણતરી કરવામાં અસમર્થ હોય.

સામાજિક અંધાપો : ૩/૬૦ કે તેની આસપાસ જોવા માટે

મેનિફેસ્ટ અંધાપો :૧/૬૦ ક્ષમતા પર પ્રકાશનો અનુભવ ન થવો

નિરપેક્ષ અંધાપો : બેટરીના પ્રકાશને પણ ન જોઈ શકવો.

સાધ્ય અંધાપો : મોતિયાની જડપથી સારવાર કરવા માટે આ પ્રકારના અંધાપાની સારવાર કરીને વ્યવસ્થા કરી શકાય છે.

નિવારી શકાય તેવો અંધાપો : અંધાપાની વિવિધ અવસ્થા જેમ કે ઝિરોપ્થાલમિયા,ટ્રેકોમા અને ઝામરનું  નિવારણ અને ચોક્કસ પગલાં કે રોગ નીવારકો દ્વારા સંપૂર્ણ રીતે રોકી શકાય છે.

અટકાવી શકાય તેવો અંધાપો : સામાન્ય રીતે અટકાવી શકાય કે સારવાર થઈ શકે તેવાં અંધાપાને રોકવામાંઆવે છે જેને અટકાવી શકાય તેવાં અંધાપા તરીકે ઓળખવામાં આવે છે.

કારણો

અંધાપા માટે ઘણી બધી પરિસ્થિતિઓ જવાબદાર હોઈ શકે છે જે અંધાપો ઉત્પન્ન કરે છે જેમ કે :

અંધાપાના તીવ્ર કારણોમાં મોતિયો, ઝીરોપ્થાલમિયા, ઝામર વગેરે ઉંમર સંલગ્ન અધોગતિ, ટ્રેકોમા, બાળ અંધત્વ અને ડાયાબિટીક રેટીનોપથીનો સમાવેશ થાય છે.

મોતિયાની બિમારીના કારણે આંખોમાં લેન્સની અપાદર્શિકતા થઈ જાય છે.તેમજ ઘણાં ગંભીર કિસ્સાઓમાં આંખોમાં સફેદ પરાવર્તન જોવા મળે છે.આ રોગના સૌથી મહત્વમાં લક્ષણોમાં આંખના દુઃખાવા વગર ઝાંખપ આવવાનો વિકાસ થવો છે.

આંખોમાં પ્રકાશના કિરણોને દાખલ થવા માટે રેટીના પર આધારિત રહેવું પડતું નથી,રેટીના એ આંખનો એવો ભાગ છે જ્યાં ચિત્રોનું નિર્માણ થાય છે,તેના પટ વારાફરતી ખામીઓ સાથે દેખાય છે.તે બાળકોની આંખોને ખરાબ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકાનું કારણ બને છે.

જયારે આંખો પર ભાર વધે છે ત્યારે ઝામર થાય છે.આ ભાર વિકસિત થવાના કારણે આંખોમાં ક્ષતિ થવાની સંભાવના રહે છે.આથી આ બિમારીને વહેલી તકે ઓળખવામાં આવે અને તેનું યોગ્ય નિદાન કરવામાં આવે કારણ કે આ બિમારી વડે આંખોની જે સ્થિતિ સર્જાય છે તેની સારવાર થઈ શકતી નથી.

કાર્નીયા એ આંખોનો સૌથી સામે દેખાતો પારદર્શક કાચ જેવો ભાગ છે.કાર્નીયામાંથી પસાર થઈને પ્રકાશના કિરણો આંખોમાં પ્રવેશ કરે છે. કાર્નીયાન ખામીના કારણે દર્દીને જોવામાં ઘણી બધી મુશ્કેલી થઈ શકે છે.

આંખોની ખામીના પ્રકાર,કારણો વગેરેના આધાર પર અલગ અલગ અસરો જોવા મળે છે :

 • મોતિયા દ્વારા જોવાની ક્ષમતા ધુંધળી કે ઝાંખપવાળી થઈ શકે છે તથા વધુ ઝબકારવાળો પ્રકાશ ઉત્પન્ન થઈ શકે છે.
 • મધુપ્રમેહ (ડાયાબીટીસ) દ્વારા દેખાવાની ક્ષમતા ધુંધળી થઈ શકે છે.આંખનો પરદો કે રાત્રે જોવામાં તકલીફ થવી અને ઘણાં કિસ્સામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.
 • ઝામર દ્વારા જોવામાં,દુર દ્રષ્ટિ  ક્ષમતા (ટર્નલ વિઝન) અને જોવાની ક્ષમતા અવરોધ ઉભો થઈ શકે છે.
 • મેકુલર ડિજરેશનમાં જોવાનો વિસ્તાર મર્યાદિત વર્તુળમાં હોય છે,તેમ છતાં  જોવાની મુખ્ય ક્ષમતા ધીરે ધીરે નાશ પામે છે.

નિદાન

જયારે કોઈ વ્યક્તિને ઓછું (ધુંધળું) દેખાય છે ત્યારે તેને બે બિંદુઓના દ્રષ્ટિ કોણથી માપી શકાય છે.

જોવાની ક્ષમતા : તે કેન્દ્રીય રીતે જોવાની ક્ષમતા છે.તેનો ઉપયોગ વસ્તુઓને દુરનું જોવા માટે જેમ કે પુસ્તક વાંચવું કે ટીવી જોવાની ક્ષમતા માટે કરવામાં આવે છે.

દ્રષ્ટિવિસ્તાર : જયારે તમે આગળની તરફ જુઓ છો ત્યારે દ્રષ્ટિ ના વિસ્તારની આસપાસ જોવાની ક્ષમતાને દ્રષ્ટિવિસ્તાર કહેવામાં આવે છે.

દ્રષ્ટિવિસ્તારની તપાસ

દ્રષ્ટિવિસ્તારની તપાસ વખતે કોઈ પણ વ્યક્તિને ડીવાઈસ પર સામે જોવાનું કહેવામાં આવે છે.જયારે પ્રકાશનો ચળકાટ પરીધીય દ્રષ્ટિ  પર આવે છે ત્યારે વ્યક્તિને દરેક વખતે રોશની જોવા માટે બટન દબાવવાનું કહેવામાં આવે છે.આ તપાસ દ્વારા દ્રષ્ટિવિસ્તારમાં થતી કોઈ પણ અંતરાલ વખતની જાણકારી પૂરી પાડવામાં આવે છે.

તીવ્ર દ્રષ્ટિ ક્ષમતાનું પરીક્ષણ

તીવ્ર દ્રષ્ટિ ક્ષમતા માપવા માટે સ્નેલેન ચાર્ટનો ઉપયોગ કરવામાં આવે છે.આ પરીક્ષણમાં ચાર્ટ પર લખેલાં શબ્દો વાંચવા માટે હોય છે.આ શબ્દો મોટા અક્ષરો થી નાના અક્ષરો સુધી લખેલાં હોય છે.આ ચાર્ટનો ઉપયોગ દરરોજ આંખના પરીક્ષણ દરમ્યાન કરવામાં આવે છે.આ પરીક્ષણ પછી બે નંબર મેળવીને એક નંબર આપવામાં આવે છે પહેલાં નંબરના ચાર્ટ પર લખેલાં શબ્દો દુરથી સફળતાપૂર્વક વાંચવાની ક્ષમતા દર્શાવે છે.

તેથી જો તમે ૬/૬૦ અંતરના તીવ્ર દૃશ્ય જોઈ શકતા હો,તો તેનો અર્થ એ થાય કે તમે માત્ર ૬ મીટર દુરથી વાંચી શકો છો સ્વસ્થ દ્રષ્ટિ સાથે વ્યક્તિ ૬૦ મીટર દુરથી વાંચી શકે છે.સામાન્ય દ્રષ્ટિ  ક્ષમતા ૬/૬ છે.

આંશિક દ્રષ્ટિ દોષ

ખાસ કરીને આંશિક દ્રષ્ટિ  દોષ કે દ્રષ્ટિ દોષને નીચે મુજબ વિભાજીત કરવામાં આવે છે :

 • અત્યંત ખરાબ દ્રષ્ટિક્ષમતા (૩/૬૦ થી ૬/૬૦) પરંતુ દ્રષ્ટિ ક્ષમતા સંપૂર્ણ નાશ પામે છે.
 • મધ્યમ દ્રષ્ટિક્ષમતાનું સંયોજન (૬/૨૪ થી ઉપર) કે દ્રષ્ટિવિસ્તારમાં ધુંધળાપણું કે અસ્પષ્ટ દેખાઈ શકે છે.
 • સંપૂર્ણ દ્રષ્ટિક્ષમતા  (૬/૧૮ થી ઉપર) હોય છે,પરંતુ તમારી બધા જ ક્ષેત્રોની દ્રષ્ટિક્ષમતા નાશ પામે છે.

ગંભીર દ્રષ્ટિક્ષમતા (અંધાપો)

ગંભીર દ્રષ્ટિક્ષમતાને વ્યાખ્યાયિત પરિભાષામાં (અંધાપો) કહે છે,જેમાં વ્યક્તિ એટલો અંધ થઈ જાય છે કે તે પોતાનું કોઈ કામ કરી શકતો નથી.તેની પાસે જરૂરિયાત પુરતી દ્રષ્ટિક્ષમતા હોતી નથી.ખાસ કરીને ત્રણ શ્રેણીઓમાંથી એક ની અસર હોવાથી અંધાપો આવી શકે છે.

 • વધુ પડતી ખરાબ દ્રષ્ટિક્ષમતા (૩/૬૦ કરતાં ઓછી) હોવાથી થઈ શકે છે,પરંતુ દ્રષ્ટિક્ષમતા સંપૂર્ણ રહે છે.
 • ખરાબ દ્રષ્ટિક્ષમતા (૩/૬૦ અને ૬/૬૦ની વચ્ચે) હોવાથી થઈ શકે છે,પરંતુ તમારાં દ્રષ્ટિ વિસ્તારમાં ગંભીર ઘટાડો થઈ શકે છે.
 • એવરેજ દ્રષ્ટિક્ષમતા (૩/૬૦ કે તેથી વધારે) હોવાથી થઈ શકે છે પરંતુ દ્રષ્ટિ વિસ્તારમાં અત્યંત ઘટાડો થઈ શકે છે.

વ્યવસ્થાપન

અંધાપાનું કારણ અંધત્વ પર આધારિત હોય છે.

અપૂરતા પોષણની ખામીના કારણે અંધાપો : આ પ્રકારના અંધત્વમાં આહારમાં પરિવર્તન કરીને સારવાર કરી શકાય છે.

પ્રત્યાવર્તન ખામીના કારણે જોવામાં તકલીફ : આ તકલીફના નિવારણ માટે પ્રત્યાવર્તનની ખામીને દુર કરીને તેમજ યોગ્ય ચશ્મા પહેરીને તેની સારવાર થઈ શકે છે.

ચેપ કે સોજાના કારણે થતો અંધાપો : આ પ્રકારના અંધત્વ માટે ટીપાં કે ગોળી સ્વરૂપની દવા દ્વારા સારવાર કરી શકાય છે.

મોટાભાગના લોકોને મોતિયાના કારણે અંધત્વ આવે છે : આ પ્રકારના દર્દીઓમાં મોતિયાની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે.મોટા ભાગના કિસ્સામાં દર્દીઓને ફરી વખત દ્રુષ્ટિ પ્રાપ્ત થાય છે.ખાસ કરીને અપારદર્શી કુદરતી લેન્સ દુર કરીને ઇન્ટ્રાઓકયુંલર લેન્સ (IOL) આંખમાં આરોપણ કરવામાં આવે છે.

સંદર્ભો :

 • www.npcb.nic.in
 • www.who.int
 • www.who.int
 • www.nhs.uk
 • www.cdc.gov
3.05555555556
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top