દેશ સામે સાધનોની ગમે તેટલી તકલીફો હોય તેમ છતાં, યોગ્ય રીતે વિચારણા કરીને અને યોગ્ય રીતે સંચાલિત રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમ કેન્સરના કિસ્સાઓને ઓછા કરવામાં અને કેન્સરના દર્દીઓનું જીવન સુધારવામાં મદદ કરે છે.
રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમ કેન્સરના કિસ્સાઓને, તે દ્વારા મૃત્યુ ઘટાડવા માટે અને કેન્સરના દર્દીઓના જીવનની ગુણવત્તા સુધારવા માટે બનાવાયેલો એક જાહેર આરોગ્યનો કાર્યક્રમ છે, જેમાં પ્રાપ્ય સાધનોનો સર્વોત્તમ ઉપયોગ કરીને કેન્સરનું નિવારણ, વહેલી શોધ, નિદાન, સારવાર અને ઉપશમન માટે પુરાવા આધારિત વ્યૂહરચનાઓનો પદ્ધતિસર અને ઉચિત અમલ કરવામાં આવે છે.
એક વ્યાપક રાષ્ટ્રીય કેન્સર કાર્યક્રમ રોગને નિયંત્રણમાં લાવવાના વિવિધ પગલાંઓનું મૂલ્યાંકન કરે છે તેમજ તેમાંના ખર્ચ પક્ષે સહુથી વધુ અસરકારક અને વસ્તીના મોટા ભાગને લાભદાયી એવા પગલાંનો અમલ કરવામાં આવે છે. તે કેન્સર નિવારણ પર અથવા કેન્સરના કિસ્સાઓ તેમના શરૂઆતના તબ્બકે જ શોધી લેવા પર ભાર મુકે છે જેથી તેનો ઈલાજ થઇ શકે, ઉપરાંત આગળ વધી ગયેલા રોગના દર્દીઓને શક્ય તેટલી રાહત આપવા પર ભાર મુકે છે.
દર વર્ષે 7 થી 9 લાખ કેન્સરના કિસ્સાઓ બનતા હોવાને કારણે તે એક મહત્વનો જાહેર આરોગ્યનો પ્રશ્ન છે. એવું અનુમાન લગાવાય છે કે કોઈ પણ સમયે, દેશમાં લગભગ 25 લાખ કેન્સરના કિસ્સાઓ હોય છે. દર વર્ષે કેન્સરને કારણે 4 લાખ મૃત્યુ થતા હોવાનો અંદાજ છે. દેશમાં ચાલીસ ટકા કેન્સર તમાકુને કારણે થાય છે. આમ, ફેફસા અને મૌખિક કેવીટીના તમાકુ આધારિત કેન્સર પુરુષોમાં ઘણાં સામાન્ય છે. સ્ત્રીઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સર સામાન્ય છે.
રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમ પ્રાથમિક નિવારણ, વહેલી શોધ, સારવાર અને પુનઃવસવાટના ઉદ્દેશોથી 1975-56 માં શરુ અક્રવામાં આવ્યો હતો. રોગની બદલાતી જરૂરિયાતો પૂરી કરવા માટે તેમાં સુધારાઓ કરવામાં આવ્યા છે જેમનો ત્રીજો સુધારો ડીસેમ્બર 2004 માં કરવામાં આવ્યો. સુધારેલા કાર્યક્રમ અંતર્ગત, પ્રાથમિક ધ્યાન દેશભરમાં ઉપલબ્ધ કેન્સર સારવાર સુવિધાઓમાં રહેલી ભૌગોલિક અસમાનતા ઘટાડવા પર છે. કાર્યક્રમનો વ્યાપ અને વિવિધ યોજનાઓ દ્વારા અપાતી સહાયનો જથ્થો વધારવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રાલયના ઓફિસર્સ અહેવાલમાં એક મજબૂત યોજના માટેની માર્ગદર્શિકા ઉપલબ્ધ છે:
રાષ્ટ્રીય આરોગ્ય નિધિ (આરએએન) યોજના માં સમાવાયેલું "આરોગ્ય મંત્રીનું કેન્સરના દર્દીઓ માટેનું ભંડોળ" (એચએમસીપીએફ) 2009 માં સ્થાપવામાં આવ્યું. એચએમસીપીએફ નો ઉપયોગ કરવા માટે આરએએન ની જેમ વિવિધ પ્રાદેશિક કેન્સર કેન્દ્રો (આરસીસી)માં એક ફરતું ભંડોળ સ્થાપવાની (જરૂર હોય ત્યાં વપરાય એવું ભંડોળ) જોગવાઈ છે, જે ભારત સરકારના કેન્સર કાર્યક્રમ તરફથી સાધનસામગ્રી માટે ભંડોળ મેળવશે. આ પગલું જરૂરિયાતમંદ દર્દીઓને નાણાકીય સહાય અપાવવાની ખાતરી આપશે અને તે માટેની પ્રક્રિયાને ઝડપી બનાવશે. ઉપરાંત આરએએન અંતર્ગત એચએમસીપીએફ ના ઉદ્દેશો સિદ્ધ કરવામાં મદદ કરશે. કેન્સરના દર્દીઓને રૂ. 1,00,000 (રૂ. એક લાખ પુરા) સુધીની નાણાકીય સહાય જે તે સંસ્થા / હોસ્પિટલ દ્વારા ખર્ચ કરવામાં આવશે જેમને અગાઉથી આ યોજના હેઠળ રકમ ફાળવી આપવામાં આવેલી છે. આ મર્યાદાથી વધારેની નાણાકીય સહાય માટે જે તે હોસ્પિટલ / સંસ્થા કેન્દ્રિય ભંડોળ માટે સંદર્ભ આપશે. શરૂઆતમાં, 27 પ્રાદેશિક કેન્સર કેન્દ્રોની જોગવાઈ છે, જેમને માટે રૂ. 10 લાખનું ફરતું ભંડોળ છુટું મુકાશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020