પોતે જોખમ ઓછું કરવાના 7 સૂચનો: કેન્સરથી બચાવ માટે, એ જાણો કે જીવનમાં નાના-નાના બદલાવથી મોટો ફરક લાવી શકીએ છીએ. વાસ્તવિક જીવમાં કેન્સરથી બચવાના સાત પગલા અપનાવો.
તમાકુનું સેવન ન કરો
કોઇ પણ પ્રકારના તમાકુના સેવનથી તમને કેન્સર થવાનો ભય રહે છે. બીડી કે સિગરેટ પીવાને વિવિધ પ્રકારના કેન્સર સાથે જોડવામાં આવ્યુ છે – ફેફસા, મૂત્રાશય, ગર્ભાશયના મુખ અને મૂત્રપિંડના – અને તમાકુ ચાવવાને મોંઢાના અને સ્વાદુપિંડના કેન્સર સાથે જોડવામાં આવ્યુ છે. તમે તમાકુ ન પણ લેતા હોવ તો પણ, તેનો ધુમાડો લેવાથી તમને ફેફસાના કેન્સરનું જોખમ વધે છે.
તમાકુ ટાળો – કે તમાકુનો વપરાશ બંધ કરો – તે આરોગ્યને લગતો સૌથી મહત્વનો નિર્ણય હોઇ શકે. તે કેન્સર ટાળવાનો પણ મહત્વનો નિર્ણય હોઇ શકે. જો તમાકુ છોડવામાં તમને મદદની જરૂર હોય તો, ડોક્ટરનો સ્ટોપ-સ્મોકિંગ ઉત્પાદનો અને તે છોડવા માટેના અન્ય પગલા વિશે માહિતી લેવા સંપર્ક કરો.
સ્વાસ્થ્યપૂર્ણ ખોરાક ખાઓ
કરિયાણાની ખરીદી અને ભોજન સમયે સ્વાસ્થ્યપ્રદ પસંદગી કરવાથી કેન્સરની સંપૂર્ણ રીતે બચી શકાતુ નથી, પણ તેનું જોખમ ઘટાડવામાં ચોક્કસ મદદ મળે છે. નીચેના સૂચનો ધ્યાનમાં રાખોઃ
- લીલી શાકભાજી અને ફળો મોટા પ્રમાણમાં આરોગો: તમારા ખોરાકનો આધાર ફળો, લીલી શાકભાજી અને છોડ ઉત્પાદિત સ્રોતો હોય તે જુઓ – જેમ કે આખું અનાજ, બીજ.
- ચરબી મર્યાદમાં લો: ખૂબ જ ઓછા વધુ ચરબી ધરાવતા ખોરાકની પસંદગી દ્વારા હળવો ખોરાક લો, ખાસ કરીને પ્રાણીઓમાંથી મળતા. વધુ ચરબી ધરાવતા ખોરાક વધુ કેલરી ધરાવે છે અને મેદસ્વીપણાનું જોખમ વધારે છે – જેના પરિણામે કેન્સરની શક્યતા વધે છે.
- જો તમે દારૂ પીવાનું પસંદ કરો તો મર્યાદિત માત્રામાં લો: વિવિધ પ્રકારના કેન્સરના જોખમો – સ્તર, ફેફસા, મૂત્રપિંડ અને પિત્તાશયના કેન્સરનો સમાવેશ થાય છે – તમે જેટલુ દારૂ પીવો અને જેટલા સમયથી પીવો તથા તેની નિયમિતતાના આધારે વધે છે.
સ્વસ્થ વજન જાળવો અને તમારી દૈનિક જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિ કરો
સ્વસ્થ વજન જાળવી રાખવાથી વિવિધ પ્રકારના કેન્સરનું જોખમ ઘટે છે, જેમાં, સ્તન, પ્રોસ્ટેટ, ફેફસા, કોલોન અને મૂત્રપિંડના કેન્સરનો સમાવેશ થાય છે. શારીરિક પ્રવૃત્તિઓની પણ ગણતરી થાય છે. વધુમાં તે વજન કાબુમાં રાખવામાં મદદરૂપ થાય છે, શારીરિક પ્રવૃત્તિ કરવાથી સ્તનના કેન્સર અને કોલોનના કેન્સરનું જોખમ પણ ઘટે છે.
સામાન્ય ધ્યેય તરીકે, દિવસ દરમિયાન ઓછામાં ઓછી 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરો – જો તમે વધુ કરી શકો તો વધુ સારુ. ફીટનેસ ક્લાસ, મનપસંદ રમત રમવાની ફરીથી શરૂ કરો અને મિત્રોને ચાલવા માટે પાર્કમાં મળો.
તમારી જાતને સૂર્યથી બચાવો
ચામડીનું કેન્સર સૌથી વ્યાપક રીતે જોવા મળતા કેન્સરમાંથી એક છે – અને સૌથી બચી શકાય તેવુ પણ. નીચેના પગલા લોઃ
- બપોરના તડકાને ટાળો: સવારના 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીના તડકાને ટાળો, જ્યારે સૂર્યના કિરણો ખૂબ જ તીવ્ર હોય.
- છાયામાં રહો: જ્યારે તમે બહાર હોવ ત્યારે, શેડમાં છાયામાં રહો. સનગ્લાસ અને લાંબી ટોપી પહેરો.
- ખુલ્લા રહેતા અંગો ઢાંકો: ચુસ્ત રીતે વણેલા કપડા પહેરો, વધુ ચામડી ઢાંકેલી રહે તે પ્રકારના કપડા પહેરો. ઉજળા અને ઘાટા રંગના કપડા પહેરો, જેમાં પેસ્ટલ કે બ્લિચ્ડ કોટન કરતા વધારે અલ્ટ્રાવાયોલટ કિરણો પાછા જાય.
- સનસ્ક્રીન લગાવાનું ન ભૂલવુ: યોગ્ય માત્રમાં સનસ્ક્રીન વાપરો, જ્યારે જ્યારે તમે બહાર હોવ અને તેને વારંવાર લગાવતા રહો.
રસીકરણ
કેન્સરના બચાવમાં કેટલાક વાઇરલ ચેપોથી બચવાનો પણ સમાવેશ થાય છે. ડોક્ટર સાથે નીચેના રસીકરણ વિશે વાત કરોઃ
- હેપેટાઇટીઝ બી: હેપેટાઇટીઝ બીથી તમને પિત્તાશયના કેન્સરનુ જોખમ રહે છે. હેપેટાઇટીઝ બીની રસી સામાન્ય રીતે નવજાતને આપવામાં આવે છે. તે કેટલાક વધુ જોખમ ધરાવતા પુખ્ત વયના લોકોને પણ સૂચવવામાં આવે છે જેમકે વ્યક્તિ જે જાતીય રીતે સક્રિય છે અને એકથી વધુ વ્યક્તિ સાથે સબંધ ધરાવે છે, પુરુષ જે પુરુષ સાથે જાતીય સબંધ ધરાવે છે, તેમજ આરોગ્ય અને જાહેર સેવક જે ચેપી રોગ અને પ્રવાહી સાથે સંપર્કમાં આવે છે.
- હ્યુમન પેપિલોમ વાઇરસ (એચપીવી): એચપીવી એ જાતીય રીતે ફેલાતો વાઇરસ છે જે સર્વિકલ (ગર્ભાશયના મુખના) કેન્સર માટે કારણરૂપ છે. એચપીવી રસી બંને પુરુષ અને મહિલા, 26 વર્ષ કે તેથી નાની ઉંમર ધરાવતા માટે કિશોર વ્યક્તિઓ માટે છે જેમણે પહેલા આ રસી લીધી ન હોય.
જોખમી વર્તન ટાળો
કેન્સર ટાળવા માટે અન્ય એક બચાવ છે જોખમી વર્તન ટાળવુ. જેના કારણે ચેપનું જોખમ રહે અને જે કેન્સરનું જોખમ વધારે. ઉદાહરણ તરીકેઃ
- સલામત જાતીય સબંધ બાંધો: તમારા જાતીય સાથીઓની સંખ્યા મર્યાદિત રાખો અને જાતીય સંબંધ બાંધતી વખતે નિરોધનો ઉપયોગ કરો. તમારા જીવનકાળમાં જેટલા વધારે જાતીય સાથીદારો, તેટલી વધુ જાતીય રોગોની શક્યતા – જેવા કે એચઆઇવી કે એચપીવી. જે વ્યક્તિઓને એચઆઇવી કે એઇડ્સ હોય તેમને ગુદા, ગર્ભાશયના મુખ, ફેફસા અને રોગપ્રતિકારક શક્તિના કેન્સરનું વધુ જોખમ રહેતુ હોય છે. એચપીવી એ ગર્ભાશયના મુખ સાથેના કેન્સર સાથે સૌથી વધુ જોડવામાં આવેલ છે, પણ તેનાથી, ગુદા, શિશ્ન, ગળા, વુલ્વા અને યોનિનું કેન્સર પણ થઇ શકે છે.
- એક સોય ન વાપરો: ચેપી ડ્રગ લેનાર સાથે સોય વાપરવાથી પણ એચઆઇવી થઈ શકે છે, અને હેપેટાઇટીઝ બી અને હેપેટાઇટીઝ સીનું પણ – જે પિત્તાશયના કેન્સરની પણ શક્યતાઓ વધારે છે. જો તમે ડ્રગ લેતા હોવ કે કોઇ નશો કરતા હોવ તો વ્યાવસાયિક મદદ લો.
વહેલા નિદાનને ગંભીરતાથી લો
નિયમિત જાત તપાસ અને વ્યાવસાયિક તપાસ વિવિધ પ્રકારના કેન્સર જેવા કે ચામડી, કોલોન, પ્રોસ્ટેટ, ગર્ભાશયના મુખ અને સ્તન – દ્વારા કેન્સરનું જલદી નિદાન થઇ શકે છે, જ્યારે સારવારની સફળતાની વધુ શક્યતા હોય છે. તમારા ડોક્ટરને કેન્સરની તપાસ માટે કહો.
કેન્સરથી બચવાનું બીડુ ઝડપો, અને આજથી જ શરૂઆત કરો. આના ફળો જીવનભર મળશે.
સ્રોત: મેયો