ભારત ગામડાઓનો બનેલો ખેતી પ્રધાન દેશ છે. આશરે ભારતની 70 ટકા વસ્તી ગામડામાં વસે છે અને તેમાની 70 ટકા વસતી એ ખેતી પર જ નભે છે. આથી મધ્ય યુગમાં ભારતને “ સોનેકી ચીડીયા ” એવુ કહેવામાં આવતુ. આજે ભારતને આઝાદી મળયાને લગભગ 65 વર્ષ પછી પણ ભારતનાં ગામડાઓ અવિકસીત રહ્યા છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા કે “ ગામડુ એ ભારતનો આત્મા છે, અને દેશનો સાચો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે ખરા અર્થમાં ગામડાઓનો વિકાસ થશે. આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ ગામડાના વસતા દર ચોથા માણસને પીવાનુ સ્વચ્છ અને સુરક્ષીત પાણી મળતુ નથી અને તેની પાસે શૌચાલય અને સ્વચ્છતા સંબંધી સગવડોનો અભાવ છે. પુરાતન યુગમાં માનવ વસતી ઓછી હતી અને કુદરતી સ્ત્રોતો વિપુલ પ્રમાણમાં હતા વળી તે ભટકતુ જીવન નિર્વાહ માટે ખાસ મુશ્કેલી પડતી ન હતી પણ, સમય જતા માણસ કુદરતી સંપતીનો આડેધડ ઉપયોગ કરતો થયો અને તેના જીવનમાં સ્થીરતા આવવા લાગી. આ લોકો માટે કુદરતી સંપતીનો વાપરવા યોગ્ય ખજાનો હતો તેમા, પાણી,જંગલ, જમીન અને પ્રદુશણ રહીત જીવનશૈલી હતી. જયારે આજે કુદરતી સંપતીનાં બેફામ ઉપયોગને લીધે માનવ સમુદાય અને ખાસ કરીને પીવાનું પાણી સૌથી મોટી સમસ્યા બની ગઇ. તેમા પણ પાણી સાથે સૌથી મહત્વની વસ્તુ તે સ્વચ્છતા સંબંધી સગવડો હતી તેની જાગ્રુતીના અભાવે માનવ સમાજ અને ખાસ ગામડામાં વસતા લોકો માટે અનેક પડકારો ઉભા થયા.
આ પડકારોનો સામનો કરવા સરકારશ્રી દ્રારા ગામડાના વિકાસ અર્થે અનેક ગ્રામ વિકાસ લક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનું સંચાલન અને અમલીકરણ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા કરવામાં આવે છે. આ સંદર્ભમાં ગુજરાતમાં અમરેલી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાજુલા તાલુકા પંચાયતનું નામ મોખરે છે.
રત્નભુમી અમરેલી:
ભારત જેવા વિકાસશીલ દેશમાં ગુજરાત રાજ્યનું નામ સહુથી અગ્ર ક્રમે છે, તેમાય અમરેલી જીલ્લો એતો ગુજરાત માટે રત્ન ભુમી કહેવાય છે જ્યાં રમેશ પારેખ, પહ્મ કવિ શ્રી દુલા ભાય કાગ અને ગુજરાતનાં પ્રથમ મુખ્ય મંત્રી એવા કુશાગ્ર બુધ્ધી ધરાવતા શ્રી જીવરાજભાઇ મહેતા એ જ્ન્મ લીધો. આ ઉપરાંત અનેક સુપ્રસિધ્ધ હસ્તીઓ અમરેલી જીલ્લામાં જન્મી છે જેમાં, શ્રી વસંત પારેખ અને ચીત્રકાર શ્રી તુફાન શાહ રફાઇ જેવા અને રત્નોનો સમાવેશ થાય છે. આથીજ અમરીલી એ રત્નોની ભુમી કહેવાય છે.
રાષ્ટ્રપિતા ગાંધીજી પણ અહી 13 ડીસેમંબર 1931માં આવેલા. સ્વાતંત્રય સંગ્રામમાં અને 1942ની આઝાદીની લડતમાં અમરેલી જીલ્લાનાં અનેક નર નારીઓએ દેશ સેવા કરી છે. ગાંધીબાપુ પ્રેરીત અસ્પ્રુશયતા નિવારણનું યજ્ઞ કાર્ય પણ અમરેલી જીલ્લાએ પુરી નિષ્ઠાથી કર્ય હતુ. જેની વિજ્યાલક્ષ્મી પંડીતે પણ અમરેલી આવી સરાહના પણ કરી હતી.
અમરેલી જીલ્લાની ભૌગોલીક સ્થીતી જોઇએ તો ઉતરે રાજકોટ અને પુર્વે ભાવનગર, પશ્ચીમે જુનાગઢ અને દક્ષીણે અરબી સમુદ્ર આવેલો છે. અમરેલી જીલ્લાનાં 11 તાલુકામાં કુલ 613 જેટલા ગામો આવેલા છે. જેમાં 10 નગર પાલીકાઓનો પણ સમાવેશ થાય છે. જીલ્લાની વસ્તીની દ્રષ્ટીએ 15 લાખ જેટલી છે. કુલ ક્ષેત્રફળ 7381 ચો.કી.મી. છે.
અમરેલી જીલ્લો “ કાઠીયાવાડ” નામકરણ માટે ગૌરવ લઇ શકે તેમ છે, કારણ કે વટ,વચન અને મર્દાનગી માટે સુખ્યાત કાઠી દરબારનાં નામ પરથી તેનુ નામ કાઠયાવાડ પડ્યુ છે. કવીવર રમેશ પારેખ અમરેલીનાં ઇતિહાસમાં જણાવે છે કે અમરેલીનું જુનું નામ “ અમરવલ્લી” હતુ .
વિકાસનો પર્યાય એટલે રાજુલા:
અમરેલી જીલ્લાનાં 11 તાલુકા પૈકીનો એક તાલુકો એટલે રાજુલા શહેર જે તાલુકા મથકથી આશરે 75કીમી દુર આવેલુ છે. રાજુલા તાલુકા પંચાયતની સ્થાપના 1975માં થયેલી છે. તાલુકામાં કુલ 72 ગામો આવેલા છે. રાજુલા તાલુકાનો વિસ્તાર કુલ 65394 ચો.કીમી છે. જેમાં કુલ 21000 ઘરો વસે છે અને તેની વસ્તી કુલ 213769 જેટલી છે. રાજુલા તાલુકો એ અમરેલી જીલ્લાનો ચળકતો વિકાસશીલ તાલુકો છે.આમ જોઇએ તો રાજુલા તાલુકામાં ગુજરાતનું બીજા નંબરનું પોર્ટ GPPL,અલ્ટ્રાટેક સીમેંટ,ટીટી કોટંસ, અને ચાર જેટલા થર્મલ પાવર પ્લાંટ જેવા વિશાળ અને મહાકાય ઉધોગો આવેલા છે. આ ઔધોગીક વસાહતોના લીધે આસપાસનાં યુવાનોને રોજગારી મળી રહે છે. પણ રાજુલા તાલુકાનો મુખ્ય વ્યવસાય ખેત પેદાશ અને પશુપાલન ઉપર આધારીત છે. રાજુલા શહેર તેના આસપાસનાં રમ્ણીય સૌંદર્યના લીધે પણ વિખ્યાત છે જ્યા આસપાસ પત્થરોની ખાણોથી સલાટ કુટુંબના લોકો પત્થર તોડી પોતાની આજીવીકા રળે છે અને આ પત્થર ઉધોગને લીધે રાજુલા પુરા ગુજરાત રાજ્યમાં મશહુર શહેર છે.
કુંભારીયા ગામનો પરિચય:
કુંભારીયા ગામ રાજુલા તાલુકા મથકે થી આશરે 09 કી.મી દુર સ્થિત છે. ગામમાં મુખ્યત્વે કોળી, પટેલ, પંચોળી આહીર અને બ્રાહ્મણ તથા બાવાજી સમાજનાં ઘરો વસવાટ કરે છે. કહેવાય છે કે કુંભારીયા ગામ ભાવનગર સ્ટેટ સમયમાં હડમતીયામાંથી છુટુ પડેલ ગામ છે. ગામનો પ્રથમ ટીંબો દેત્રુજ ગામમાંથી આવેલ ઠાકોર કોળી સમાજનાં લોકોએ બંધાવેલ. સમયાંતરે ગામમાં નજીકના દાતરડી ગામમાંથી પટેલ સમાજના લોકો વસ્યા ત્યાર બાદ બ્રાહ્મણો અને પંચોળી સમાજનાં ઘરોએ વસવાટ શરૂ કર્યો. હાલ 200 ઘરો ધરાવતુ ગામ સમગ્ર જીલ્લા જ નહી બલ્કે રાજય સમક્ષ એક આદર્શ ગામ રૂપે સ્ફુરીત થૈ રહ્યુ છે.
ગામની સામાન્ય માહીતી:
ગામની ભૌગોલીક માહીતી:
કુંભારીયા ગામનો કુલ વિસ્તાર 4.20 હેકટર થાય છે.
વસ્તી વિષયક માહીતી:
કુંભારીયા ગામની કુલ વસ્તી 1015ની છે. જેમા 505 પુરૂષો અને 510 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ગરીબીની રેખા નિચે જીવતા 45 કુટુંબો છે.
જ્ઞાતી વિષયક માહીતી:
કોળી-85, પટેલ-45, બ્રાહ્મણ: 20, પંચોળી આહીર: 15,બાવાજી-05 અન્ય 30.
ગામમાં આવેલ મકાનોનું વર્ગીકરણ:
વ્યવસાય વિષયક માહિતી:
કુંભારીયા ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુ પાલન પર આધારીત છે, ઉપરાંત અન્ય કુટુંબો મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
પશુ પાલન સંબંધી માહીતી:
ગાય: 25, બળદ: 65, ભેંશ: 98,.
મુખ્ય પાકો:
કુંભારીયા ગામમાં મુખ્ય્ત્વે વરસાદ આધારીત ખેતી થાય છે. જેમા : મગફળી, બાજરી, જુવાર અને તલ તેમજ કપાસની ખેતી થાય છે.
શીયાળુ પાકોમાં : કપાસ ઘઉ અને જુવાર થાય છે.
ડોળીયા ગામની હયાત સુવીધાઓ
કુંભારીયા ગામમાં વર્ષ 2013 માં સીએસપીસી સંસ્થાનાં સહયોગથી દરીયા કાંઠા વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત વ્યક્તિગત શૌચાલય નિર્માણ અને નિર્મળ ગામની કામગીરી અર્થે આગાખાન પ્લાનિંગ એંડ બિલ્ડીંગ સર્વીસ, ઇંડિયા દ્રારા અમલીકરણની શરૂઆત કરવામાં આવી. સંસ્થાનાં સઘન પ્રયાસથી બાકી રહેલા કુલ શૌચાલય વિહોણા ઘરોમાંથી છ માસનાં સમય ગાળા દરમ્યાન કુલ 15 શૌચાલયોનાં બાંધકામ પુર્ણ થયા. બાકી રહેતા 87 શૌચાલય માટે સંસ્થા દ્રારા સતત વ્યક્તિગત સંપર્ક, મિટીંગો અને લોક જાગ્રુતીનાં કાર્યક્રમો કરવામાં આવ્યા. આ સમય દરમ્યાન નિર્મળ ભારત અભિયાન કાર્યક્રમનું સરકારશ્રી દ્રારા નવિનિકરણ કરવામાં આવ્યુ જેમાં, મનરેગા યોજનાનું સંકલન દુર કરી વ્યક્તિગત શૌચાલય સહાયમાં વધારો કરીને દરેક લાભાર્થીને રૂ.12000/- અને રૂ.4000/- જેવી સહાયનું ધોરણ કરવામાં આવ્યુ. આપણા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનાં પીપીપી મોડેલ માટે રાજુલા આસપાસ કાર્યરત ઇંડસ્ટ્રીસ જેમા મલ્ટી નેશનલ કંપની ગુજરાત પિપાવાવ પોર્ટ જે છેલ્લા 20-25 વર્ષથી નામાંકીત પોર્ટ તરીકે સ્થાપિત છે. તેઓએ આગાખાન સંસ્થા સાથે સંકલન કરીને કુંભારીયા ગામમાં શૌચાલય નિર્માણ અને આદર્શ ગામ માટે કામ કરવા માટેની તૈયારી બાતાવી.
જીપીપીએલ દ્રારા અવુ નક્કી કરવામાં આવ્યુ કે જો તેમને લોકોની ભાગીદારી મળશે તો જ તેઓ આગળ વધશે આ સંદર્ભે તારીખ 10.10.2014 નાં રોજ એક સામુહીક ગ્રામ સભા બોલાવવામાં આવી જેમાં ગામનાં તમામ લોકોએ હોંશભેર હાજરી આપી. કંપની અને સંસ્થા તથા તાલુકા પંચાયતાનાં બ્લોક કોર્ડીનેટર અને તેમની ટીમ આ ગ્રામ સભામાં હાજર રહી હતી. ગામમાં હવે બાકી રહેતા શૌચાલય વિહોણા ઘરોને કૈ રીતે આવરી શકાય અને તેમને જાગ્રુત કરી ગામને નિર્મળ બનાવી શકાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી. ગ્રામ સભા લગભગ ત્રણ કલાક સુધી ચાલી. ચર્ચાનાં અંતે એવુ તારણ નિકળ્યુ કે હવે બાકી રહેતા શૌચાલય વિહોણા લાભાર્થીઓ જે આર્થીક રીતે શૌચાલય બાંધકામ કરવા સક્ષમ નથી. આથી ગામનાં આગેવાનો અને પંચાયત મેમ્બરોએ તથા યુવાનોએ આગેવાની લૈ ગ્રામ વિકાસ સમિતિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ. બિજા જ દિવસે ગામનાં સ્વયં સ્ફુરીત આગેવાનોની એક ટીમ બનાવવામાં આવી જેમણે બાકી રહેતા કુલ 87 શૌચાલય વિહોણા લાભાર્થીમાંથી એક્દમ ગરીબ અને આર્થીક રીતે અસક્ષમ એવા 56 લાભાર્થીઓને શૌચાલય બનાવી આપવાની જવાબદારી સંભાળી લીધી.
ફકત બે મહીનાનાં ટુંકા સમયગાળામાંજ બાકી રહેતા 87 લાભાર્થીઓ માંથી 84 લાભાર્થીઓનાં કામ પુર્ણ કરવામાં આવ્યા. સહુથી મહત્વની બાબત એ હતી કે સમિતિએ શૌચાલય બાંધકામ પુર્ણ કરવાની સાથે જ જીપીપીએલ દ્રારા દરેક લાભાર્થીન રૂ.5000/-ની વધારાની સહાય ચુકવવામાં આવી. હાલ ગામમાં ફકત ત્રણ લાભાર્થીઓનાં કામ અપુર્ણ છે જે માર્ચ મહીનાનાં અંત સુધીમાં પુર્ણ થશે.
કુંભારીયા ગામમાં શૌચાલય બાંધકામની અસર એવી થૈ કે દરેક લોકો સ્વૈચ્છિક રીતે સ્વચ્છતાના દરેક કાર્યમાં સહભાગી બન્યા. તાલુકા પંચાયત, આગાખાન સંસ્થા અને કંપનીનાં સહયોગથી ગામમાં તારીખ 15.11.2014નાં રોજ સામુહીક ગ્રામ સફાઇનું આયોજન કરવામાં આવ્યુ હતુ તેનુ સુખદ પરિણામ એ આવ્યુ કે આજે ગામલોકો દ્રારા જ દર મહીન એક વાર ગામની સામુહીક સફાઇનું આયોજન કરવામાં આવે છે. દરેક લોકોએ પોતાના ઘરની બહાર રહેલા ઉકરડા હટાવ્યા અને સ્વચ્છતાની દરેક પ્રવ્રુતીમાં સહભાગી બન્યા.
વાસ્મો ઉપરાંત ઉત્થાન અને વિવેકાનંદ સંસ્થા તેમજ મિશન મંગલમ અને મનરેગા દ્રારા પણ ગામમાં વિકાસલક્ષી અનેક કાર્યો કરવામાં આવ્યા છે, જેમાં ક્ષમતા વર્ધન કાર્યક્રમો અને ચેક ડેમ અને સખી મંડળ જેવી પ્રવ્રુતીઓ કરવામાં આવી છે.
આમ, એ દિવસો હવે દુર નથી જ્યારે ફકત તાલુકા જ નહી પરંતુ સમગ્ર રાજયનાં ગામો માટે કુંભારીયા ગામ એક પ્રેરણાનાં સ્ત્રોત બની રહેશે. હાલ ગામમાં વિકાસ લક્ષી દરેક પ્રવ્રુતીની શરૂઆત થૈ ગઇ છે. કંપની, સંસ્થા અને તાલુકા પંચાયતનાં સહીયારા પ્રયાસથી આગામી દિવસોમાં સોલીડ એંડ લિક્વિડ વેસ્ટ મેનેજ્મેંટ માટે પણ જરૂરી આયોજન કરવામાં આવી રહ્યુ છે. કંપની દ્રારા પણ ગામને આદર્શ બનાવવા અર્થે સંપુર્ણ પણે સહયોગ આપવામાં આવી રહ્યો છે.
તુષાર ત્રીવેદી
બ્લોક કોર્ડીનેટર
એસ.બી. એમ . તાલુકા પંચાયત રાજુલા.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020