કેબિનેટમાં સરોગેસી નિયમ બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. આ બીલ મુજબ કોમર્શિયલ સરોગેસી પર સંપૂર્ણ રીતે રોક લગાવવાની વાત કરવામાં આવી છે. સાથે જ સરોગેસીનાં કિસ્સાઓમાં દેખરેખ માટે એક બોર્ડ બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
કેન્દ્રીય કેબિનેટે બુધવારે બોલાવેલી બેઠકમાં સરોગેસી બીલને મંજુરી આપી હતી. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું કે સરોગેસી બિલમાં માત્ર ભારતીય નાગરિકોને સરોગેસીનો અધિકાર હશે, આ અધિકાર NRI અને ઓ.સી.આઈ. હોલ્ડરની પાસે નહીં હોય.
દેશમાં ગરીબ મહિલાઓ દ્વારા સરોગસીનો વ્યાપાર ખુબ વધી રહ્યો છે. જેને પગલે ભારત સરોગસી મામલે એક હબ બની ગયું છે. જોકે હવે કેટલાક નિયમો કડક બનાવવામાં આવ્યા છે. સરોગસી બિલ, ૨૦૧૬ને કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જેને પગલે હવેથી વ્યાપાર તરીકે સરોગસીને નહીં અપનાવી શકાય. એટલે કે કોઇ મહિલા હવે પોતાની કુખ પૈસા માટે ઉપયોગ નહીં કરી શકે કે ન તો તેને આ માટે મજબુર કરી શકાશે.
સુષ્મા સ્વરાજે માહિતી આપતા જણાવ્યું છે કે કેન્દ્ર પર નેશનલ સરોગેસી બોર્ડ, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તર સુધી સ્ટેટ સરોગેસી બોર્ડની રચના કરવામાં આવી છે. બિલ કમર્શિયલ સરોગેસી પર નિયંત્રણ લાદવા માટે અને નિઃસંતાન દંપતીને સરોગેસી દ્વારા સંતાન પ્રાપ્ત થાય તે માટે છે. નેશનલ સરોગેસી બોર્ડ સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં બનાવવામાં આવશે અને બે સાંસદોનો પણ સમાવેશ કરાશે.
જો ગરીબ મહિલાની કુખ સરોગસી માટે લેવામાં આવશે તો તે ગૂનો બનશે. સિંગલ પેરેન્ટ કોઇ બાળકને દત્તક લેવાનો આગ્રહ રાખે તેવી વિનંતી કરાઇ છે આ બિલમાં. સરોગસી માત્ર એવા જ દંપતીને માટે રહેશે કે જે નિસંતાન હોય. એટલે કે સરોગસીનો હવે એક વ્યવસાય તરીકે ઉપયોગ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કોઇ વિદેશી વ્યક્તિ કુખ ભાડે લઇ નહીં શકે. એટલે કે માત્ર ભારતીય નાગરીકોને જ આ અધિકાર રહેશે અને એ પણ એવા યુગલને કે જેને સંતાન ન થતું હોય. એન.આર.આઇ., ઓ.સી.આઈ.ને પણ તેનો અધિકાર નહીં હોય. જે લોકો લીવ ઇનમાં રહેતા હોય, સિંગલ પેરેન્ટ હોય, હોમોસેક્સુઅલ કપલ વગેરે હવેથી કુખ ભાડે રાખશે તો ગૂનો ગણાશે. સુષમા સ્વરાજે નામ લીધા વગર ટોણો માર્યો હતો અને કહ્યું હતું કે કેટલીક સેલિબ્રિટીઝ પત્નીને પ્રસુતીની પીડા ન થાય તેને કારણે સરોગસીનો સહારો લઇ રહ્યા છે. તો વળી કેટલાક માટે તો સરોગસી જાણે શોખ બની ગયો છે.
બિલની જોગવાઇઓ :
સરોગસી શું છે ? : સરોગસીનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે મેડિકલી યુગલ માતા-પિતા બનવા સક્ષમ ન હોય કે આઇવીએફ ટેક્નોલોજી દ્વારા પણ બાળકનો જન્મ અશક્ય હોય. સરોગસી માટે એક મહિલાની કુખ ભાડે લેવામાં આવે છે. આ મહિલાની કુખમાં ભૃણ રહે તે માટે જે શખ્સ પિતા બનવા માગતો હોય તેના સ્પર્મનો ઉપયોગ કરાય છે. જો આ શખ્સ પણ મેડિકલી અસક્ષણ હોય તો ડોનર પાસેથી સ્પર્મ લેવાય છે અને તેને એન્ટર કરાવાય છે.
આ ઉપરાંત માતા બનવા માગતી મહિલાના એગ્સનો ઉપયોગ પણ થઇ શકે છે. જે મહિલાની કુખ ભાડે લીધી હોય તેની સારવારથી લઇને દેખરેખ દરેકની જવાબદારી ભાડે લેનાર કપલની રહે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020