অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય સ્તરે

 vedhkriya

 

નેશનલ રૂરલ હેલ્થ મિશન (એનઆરએચએમ)

નેશનલ રૂરલ હેલ્થ મિશન (એનઆરએચએમ)નો હેતુ આખા દેશમાં ગ્રામીણ વસતીને અસરકારક આરોગ્ય સેવાઓ પુરી પાડવાનો છે. જેમાં 18 રાજ્યોને ખાસ ધ્યાનમાં લેવામાં આવ્યા છે જેમાં જાહેર આરોગ્યના નિર્દેશકો અને પાયની સગવડો નબળી છે. મિશનનો સમયગાળો છે 2005-12.

ખાસ ધ્યાનમાં લેવામાં આવેલ રાજ્યો

અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, જમ્મુ અને કશ્મીર, મણિપુર, મિઝોરમ, મેઘાલય, મધ્ય પ્રદેશ,નાગાલેન્ડ, ઓરિસ્સા, રાજસ્થાન, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તરાંચલ અને ઉત્તર પ્રદેશ.

હેતુઓ

  • બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દરમાં ધટાડો
  • મહિલા આરોગ્ય, બાળ આરોગ્ય, પાણી અને સેનિટેશન, રસીકરણ અને પોષણ જેવી જાહેર આરોગ્ય સેવાઓની સર્વવ્યાપી પ્રાપ્યતા
  • ચેપી અને બિનચેપી રોગો, ઝડપથી ફેલાતા રોગોથી બચાવ અને તેના પર અંકુશ.
  • સંકલિક પ્રાથમિક આરોગ્ય સેવાઓની પ્રાપ્યતા
  • વસતી વધતી અટકાવવી, લિંગ અને વિસ્તારોમાં સમતુલન.
  • સ્થાનિક આરોગ્યની પરંપરાઓ અને મુખ્યપ્રવાહનું સમતુલન – આયુષ.
  • સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીને મહત્વ.

વ્યૂહરચના

. મુખ્ય વ્યૂહરચના
  • પંચાયતી રાજ સંસ્થાઓનું જાહેર આરોગ્ય સેવાઓની માલિકી, અંકુશ અને વ્યવસ્થાપન માટે તાલીમ અને ક્ષમતા વર્ધન.
  • મહિલા આરોગ્ય કાર્યકર (આશા) દ્વારા ઘર સ્તરે વધુ સારી આરોગ્ય સેવાઓની પહોંચાડવાની ખાતરી.
  • પંચાયતની ગ્રામ્ય આરોગ્ય સમિતિ દ્વારા દરેક ગામનો આરોગ્ય પ્લાન.
  • સ્થાનિક આયોજન, પગલાઓ અને વધુ મલ્ટિપર્પઝ વર્કર માટે સબ-સેન્ટરનું ભંડોળ દ્વારા ક્ષમતા વર્ધન.
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) અને સામુહિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી)નું ક્ષમતા વર્ધન, દર એક લાખની વસતીએ ક્યુરેટિવ કેર અને નોર્મેટીવ ધોરણો સુધારવા 30-40 બેડની જોગવાઇ (ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ વ્યક્તિગત, સાધનો અને વ્યવસ્થાપનનો ધોરણો જણાવે છે.)
  • જિલ્લા આરોગ્ય યોજના જે જિલ્લા આરોગ્ય મિશન દ્વારા તૈયાર કરવામાં આવેલ હોય તેની તૈયારી અને અમલીકરણ. જેમા પીવાનુ પાણી, સેનિટેશન અને સ્વચ્છતા તેમજ પોષણનો સમાવેશ થાય છે.
  • રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા, તાલુકા સ્તરે આરોગ્ય અને કુટુંબ કલ્યાણના કાર્યક્રમોને સંકલિત કરવા.
  • રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા આરોગ્ય મિશનને જાહેર આરોગ્ય વ્યવસ્થાપન માટે તકનીકી ટેકો.
  • પુરાવા આધારિત આયોજન અને દેખરેખ માટે માહિતી એકત્રીકરણ, મૂલ્યાંકન અને પરિક્ષણ કરવા ક્ષમતા વર્ધન.
  • આરોગ્ય વ્યવસાય માટે માનવ સંસાધનની ફાળવણી માટે પારદર્શક નીતિઓનું ઘડતર.
  • દરેક સ્તરે સ્વસ્થ્ય આરોગ્ય જીવનશૈલીની ખાતરી કરવા બચાવપૂર્ણ આરોગ્ય સંભાળ માટે ક્ષમતા વર્ધન, તમાકુ અને દારૂ વગેરેના ઉપયોગમાં ઘટાડો.
  • બિન-નફાકારક સંસ્થાઓને પ્રેરણા આપવી, ખાસ કરીને સેવાના વિસ્તારમાં.
બ. પૂરક વ્યૂહરચના:
  • ખાનગી ક્ષેત્રનું નિયમન જેમાં અનૌપચારિક તબીબોનો પણ સમાવેશ થતો હોય જેનાથી લોકોને ગુણવત્તાયુક્ત સેવાઓ વાજબી દરે મળે તેની ખાતરી થાય.
  • જાહેર આરોગ્યના હેતુઓને સિદ્ધ કરવા જાહેર-ખાનગી(પબ્લિક-પ્રાઇવેટ) ભાગીદારીઓને પ્રેરણા આપવી.
  • આયુષને મુખ્યપ્રવાહમાં લાવવી – સ્થાનિક આરોગ્યની પરંપરાઓને પુનઃજાગૃત કરવી.
  • તબીબી અભ્યાસમાં સુધારણા જે ગ્રામિણ આરોગ્યની સમસ્યાઓને ટેકો આપે અને જેમાં તબીબી સંભાળ અને તબીબી ધોરણોના નિયમનનો પણ સમાવેશ થતો હોય.

સંસ્થાકીય માળખુ

  • ગ્રામ્ય આરોગ્ય અને સેનિટેશન સમિતિ (ગ્રામ્ય સ્તરે પંચાયતના પ્રતિનિધિ/ઓ, એએનએમ /એમપીડબલ્યુ, આંગણવાડી કાર્યકર, શિક્ષક, આશા, સામુદાયિક આરોગ્ય સ્વયંસેવક)
  • જાહેર દવાખાનાના સામુદાયિક વ્યવસ્થાપન માટે રોગી કલ્યાણ સમિતિ (કે સમોવડી)
  • જિલ્લા આરોગ્ય મિશન, જિલ્લા આરોગ્ય વડાને કન્વેનર તરીકે જિલ્લા પરિષદની આગેવાનીમાં અને દરેક સંલગ્ન વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી વ્યવસાયિકો વગેરેનુ પ્રતિનિધિત્વ.
  • રાજ્ય આરોગ્ય મિશન, રાજ્યના મુખ્ય મંત્રી ચેર તરીકે અને આરોગ્ય મંત્રી કો-ચેર, અને રાજ્યના આરોગ્ય સેક્રેટરી કન્વેનર તરીકે – સંલગ્ન વિભાગો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી વ્યાવસાયિકોનુ પણ પ્રતિનિધિત્વ.
  • રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું સંકલન.
  • રાષ્ટ્રીય મિશન સ્ટીયરીંગ જૂથ, આરોગ્ય અને પરિવાર કલ્યાણના યુનિયન મંત્રી અને આયોજન પંચના ડેપ્યુટી ચેરમને ચેર તરીકે. પંચાયત રાજ, ગ્રામીણ વિકાસ, માનવ સંસાધન વિકાસનાં મંત્રીઓ અને જાહેર આરોગ્ય વ્યાવસાયિકો મિશનને નીતિ વિષયક ટેકો આપવા અને માર્ગદર્શન માટે.
  • સશક્તિકરણ કાર્યક્રમ સમિતિ જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સેક્રેટરીની ચેરમેનશીપ અંતર્ગત હોય, જે મિશનની એક્ઝેક્યુટીવ બોડી બને.
  • સ્ટેન્ડિંગ મેન્ટરીંગ ગ્રુપ આશાની પહેલને માર્ગદર્શન આપે અને તેના અમલીકરણને જુએ.
  • પસંદગીના કામો માટે ટાસ્ક ગ્રુપ્સ (સમય પાલન)

ભંડોળની વ્યવસ્થા

  • મિશન એ આરોગ્ય અને પરિવાર કલ્યાણના હાલના કાર્યક્રમોનો સમાવેશ કરતો સંકલિત કાર્યક્રમ છે, જેમાં આરસીએચ 2, નેશનલ ડિઝિઝ કંટ્રોલ પ્રોગ્રામ્સ ફોર મલેરિયા, ટીબી, કાલા અઝર, ફિલરિયા, અંધપણા અને આયોડિનની ખામી તેમજ ઇન્ટિગ્રેટેડ ડિઝિઝ સર્વિલન્સ કાર્યક્રમનો સમાવેશ થાય છે.
  • એનઆરએચએમનો વર્ષ 2005-06નું ભંડોળ રૂ. 6700 કરોડ છે. મિશનમાં વાર્ષિક બજેટમાં 30 ટકા વધારની શક્યતા છે, દર વર્ષે, નેશનલ કોમન મિનિમમ પ્રોગ્રામને પૂર્ણ કરવા અને જીડીપી 0.9 ટકાથી 2-3 ટકા સુધી લઇ જવા માટે.
  • એનઆરએચએમની ફાળવણી વાર્ષિક અંદાજની પ્રવૃત્તિ દરમિયાન નક્કી કરવામાં આવશે.
  • રાજ્યો પાસે એ અપેક્ષા છે કે તે પોતાનુ પબ્લિક હેલ્થ બજેટ માટે ઓછામાં ઓછું 10 ટકા યોગદાન આપી મિશનની પ્રવૃત્તિઓને ટેકો આપે.
  • રાજ્યોને સ્કોવા દ્વારા ભંડોળની ફાળવણી થશે, મોટે ભાગે નાણાકીય એન્વેલપ રૂપે, 18 કેન્દ્રમાં રાખવામાં આવેલ રાજ્યોને ધ્યાનમાં રાખીને.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate