હોમ પેજ / આરોગ્ય / નીતિઓ અને યોજનાઓ / રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

આ વિભાગમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશેની માહિતી આપવામાં આવેલ છે

અનુ

વિગતો

યોજનાનું નામ / પ્રકાર

શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

યોજનાના લાભાર્થીની પાત્રતાના માપદંડ

· નવજાત શિશુથી ૧૪ વર્ષના તમામ બાળકો

· પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના ૧૮ વર્ષ સુધીના વિધાર્થીઓ, મદ્દેસા અને ચિલ્ડ્રનહોમના બાળકો.

યોજના અંતર્ગત એન.આર.એચ.એમ. અંતર્ગત સહાય / લાભ

(૧) આરોગ્ય તપાસ. અને સારવાર

(ર) સંદર્ભ સેવા

(૩) વિના મૂલ્યે ચશ્મા વિતરણ

(૪) કેન્સર, હ્રદય તેમજ કિડની જેવા ગંભીર રોગની કિડની પ્રત્‍યારોપણ સહિતની સારવાર

(પ) લીવર ટ્રાન્સપ્લાન્ટ, કોકંલીપર ઇમ્પ્લાન્ટ અને કલબફૂટની સારવાર.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્‍ધતિ

શાળા આરોગ્‍ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્‍ય તપાસ અને સારવાર આરોગ્‍ય ટીમ ધ્‍વારા કરવામાં આવે છે. વધુ સારવારની જરૂર જણાય તો સી.એચ.સી./હોસ્‍પિટલમાં સંદર્ભ સેવા આપવામાં આવે છે. જેનું સંદર્ભકાર્ડ તબીબી અધિકારી ધ્‍વારા ભરી આપવામાં આવે છે. હદય, કિડની જેવી ગંભીર બિમારીવાળા બાળકોને રાજયની એપેક્ષ હોસ્‍પિટલમાં વિના મૂલ્‍યે સારવાર આપવામાં આવે છે.

યોજનાનો લાભ કયાંથી મળશે.

નજીકના સરકારી દવાખાના, પ્રા.આ.કેન્‍દ્ર, સા.આ.કેન્‍દ્ર, અર્બન હેલ્‍થ સેન્‍ટર અને જનરલ હોસ્‍પિટલ.

શાળા આરોગ્‍ય-રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ ૨૦૧૫-૧૬ અંતર્ગત અમરેલી જિલ્લાની ખાનગી તથા સરકારી ૯૮૪ પ્રાથમિક શાળાઓ, ૨૬૪ માધ્‍યમિક શાળાઓ અને ૧,૬૨૫ આંગણવાડી કેન્‍દ્રો તથા ૨ આશ્રમ શાળા, કસ્‍તુરબા આશ્રમ શાળા, ૩ વિકલાંગ અંધજન શાળા તથા ૧ ચિલ્‍ડ્રન હોમ, ૪ મદરેસા અને ૧ નવોદય વિદ્યાલય સહિત ૧૨ શાળાઓ સહિત કુલ ૨,૫૦૪ શાળાઓ અને શાળાએ ન જતા હોય તેવા ૩૫૮ બાળકો સહિત ૩,૬૫,૬૭૦ બાળકોની આરોગ્‍ય તપાસણી કરવામાં આવશે. તા.૧ ડિસેમ્‍બર-૨૦૧૫ થી શરૂ થયેલ કાર્યક્રમ તા.૫ ફેબ્રુઆરી-૨૦૧૬ ૪૫ દિવસો સુધી રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તપાસ કરવામાં આવશે. શાળામાં સ્‍વચ્‍છતા અભિયાનની સાથોસાથ હેલ્‍થ વર્કર દ્વારા બાળકોની તપાસ કરવામાં આવશે.

સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

2.91954022989
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top