હોમ પેજ / આરોગ્ય / નીતિઓ અને યોજનાઓ / રાષ્ટ્રિય આયુષ અભિયાન
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાષ્ટ્રિય આયુષ અભિયાન

રાષ્ટ્રિય આયુષ અભિયાન વિશેની માહિતી આપવામાં આવી છે

પરિચય

બારમી યોજના દરમિયાન ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આયુષ વિભાગ દ્વારા આ ભીયાનનો પ્રારંભ કરાયો છે, જેનો અમલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરાવવામાં આવશે. આ અભિયાનનો મૂળ હેતુ આયુર્વેદ, સિદ્ધ, યુનાની અને હોમિયોપથીની દવાઓ તથા આ દવાઓ બનાવવા માટે મળતો કાચો માલ ઔષધ ઉત્પાદકોને સરળતાથી મળી રહે, અને લોકોને આ તમામ તબીબી શાખાઓની જરૂરી દવાઓ સરળતાથી મળી રહે એ માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવાનો છે. એમાં રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના તબીબી એકમો ઉત્સાહપૂર્વક ભાગ લેશે એવી આશા રખાઈ છે. અભિયાન આ કાર્યક્રમ માટે કેન્દ્રમાં મુખ્ય વિભાગ શરૂ થશે, જેની શાખાઓ બધા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉભી કરવામાં આવશે. સમગ્ર અભિયાનનું આયોજન અને અમલીકરણ સારી પેઠે પાર પાડી શકાય એવી આશા છે.

લક્ષ્યાંક

 1. ઉપચાર અને સરાર માટેની સવલતો આખા દેશમાં સરળતાથી અને સસ્તા દરે પૂરી પાડવી.
 2. સમાજની અયોગ્ય અંગેની જરૂરીયાતો સંતોષવા માટે વિવિધ તબીબી શાખાઓ દ્વારા અસરકારક અને સંગઠિત પ્રયાસ આ અભિયાન દ્વારા કરવા.
 3. તમામ તબીબી શાખાઓનું શિક્ષણ આપતી તબીબી કૉલેજો અને શિક્ષણસંસ્થાઓ દ્વારા વ્યવસ્થિત શિક્ષણ અપાય તે માટે જરૂરી સુધારા કરવા.
 4. ઔષધોના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ સરળતાથી મળી રહે તે જોવું.

હેતુઓ

 1. બધી જ તબીબી શાખાઓ માટે જરૂરી દવાઓ હોસ્પિટલ, સરકારી દવાખાનાઓ, પ્રાથમિક અયોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા કક્ષાનીની હોસ્પિટલમાં વાજબી ભાવે લોકોને મળવી જોઈએ.
 2. વિવિધ તબીબી શાખાનું શિક્ષણ આપતી સંસ્થાઓમાં સુવિધાઓ વધારવી જોઈએ, ફાર્મસી તથા દવાની ગુણવત્તાની તપાસ કરતી પ્રયોગશાળાઓ તેમજ ઔષધ નિયમન તંત્રની કામગીરીમાં સુધારા થવા જોઈએ.
 3. ઔષધીય વનસ્પતિ અને જડીબુટ્ટીઓનું વાવેતર વધારવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા જોઈએ, જે માટે જરૂરી બિયારણ અને કૃષિ માર્ગદર્શન, ખેડૂતોને પૂરું પાડવું જોઈએ અને ઔષધીય કૃષિ ઉત્પાદકોના યોગ્ય સંગ્રહ તથા જાળવણની પદ્ધતિઓ ખેડૂતોને સમજાવવી જોઈએ.
 4. ઔષધ નિર્માણના વ્યવસાયમાં જોડાનાર ખેડૂતો, સંગ્રાહકો, તથા નિર્મિત દવાઓ કે કાચામાલના પરિવહન માટે યોગ્ય સવલતો અને પ્રોત્સાહિત પૂરા પાડવા જોઈએ.

અભિયાનના ઘટકો

આવશ્યક ઘટકો: આયુષ સેવાઓ, આયુષ તબીબી સંસ્થાઓ, વિવિધ દવાઓની ગુણવત્તાનું નિયંત્રણ અને ઔષધીય વનસ્પતિ ઉત્પાદન.

પૂરક ઘટકો

 1. અભિયાન માટે ફાળવેલ બજેટની ૨૦% રકમ મુક્ત અનુદાન તરીકે લાગુ રખાશે. જેનો ઉપયોગ નીચે દર્શાવેલ હેતુઓ માટે કરવામાં આવે છે.
 • યોગ, નેચરોપથી સ્વાસ્થ્ય જાળવનારા એકમોનો વિકાસ.
 • ટેલી મેડિસીન
 • ખેલાડીઓ માટેના ઔષધો.
 • સામુદાયિક કે વ્યક્તિગત ધોરણે તથા તબીબી સંશોધનો.
 • ઔષધોના પરીક્ષણ માટે થતું ખર્ચનું વળતર.
 • શિક્ષણ આપતી ખાનગી તબીબી સંસ્થાઓને નાણાકીય સહાય.
 • આઈ.ઈ.સી પ્રવૃત્તિઓ.
 • ઔષધીય વનસ્પતિના સંશોધનો અને વિકાસ.
 • પ્રોજેક્ટ આધારિત સ્વૈચ્છિક પ્રમાણપત્ર યોજના.
 • ઔષધોના વેચાણને પ્રોત્સાહન અને દવાઓના ખરીદ વેચાણની અનુકુળતાઓ.
 • ઔષધીય પાક ઉગાડતા ખેડૂતો આતેની પાક વીમા યોજના.
 1. કરાર આધારિત કામગીરીઓ, આંતર માળખાકીય સીવીધાઓ, ઔષધોની ઉપજ અને વિતરણનું સંકલન વગેરે માટે ભારત સરકાર દ્વારા પુરક આર્થિક સહાય આપીને આ આયુષ અભિયાનનો અમલ કરશે. એ રીતે અભિયાનના અમલીકરણ તથા નિરીક્ષણનો સમન્વય સાધવામાં આવશે. આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલી સંસ્થાઓમાં કર્મચારીઓની ભરતી રાજ્યો દ્વારા કરવામાં આવશે. અભિયાનમાં નક્કી કરેલી જોગવાઈઓ પ્રમાણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જરૂરી ઔષધોની ખરીદી કરવામાં આવશે.

અભિયાનની પૂરક સવલતો

 1. આયુષ અભિયાનનું માળખું વ્યવસ્થિત રીગોઠવાય એ માટે કેન્દ્ર અને રાજ્યસ્તરે અભિયાન વ્યવસ્થાપ એકમો (પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ્સ) સ્થાપવા જરૂરી આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ એકમો માટે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા વહીવટ તેમજ ટેકનિકલ ક્ષેત્રે નિષ્ણાત અધિકારીઓને કરારબદ્ધ કરવામાં આવશે. અથવા આવી સેવા પૂરી પાડનારી સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે.
 2. અભિયાનના કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સ્તરે વ્યવસ્થાપન અને પ્રશાસન સેવાઓ પૂરી પાડનારા કર્મચારીઓને અથવા તો આવી સ્સેવા પૂરી પડનારી સંસ્થાઓને નિયમાનુસાર વેતન ચૂકવવામાં આવશે. એમ.બી.એ., સી.એ. અને એકાઉન્ટસની ડીગ્રી ધરાવતા તેમજ ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાત રાષ્ટ્રીય આયુષ અભિયાન સાથે જોડીને રાજ્ય સ્તરે આવેલા એકમોનો વહીવટ સંભાળશે અને આ અભિયાનનું સંચાલન કરશે. બધી જ નિમણુંકો કરાર આધારિત રહેશે અને કેન્દ્ર સરકારની જવાબદારી અભિયાનના અમલ દરમિયાન આ સૌને નિયમાનુસાર મળવાપાત્ર વેતન ચૂકવવાની રહેશે.
 3. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થપાયેલા આયુષ અભિયાન એકમોને તેઓના કર્મચારીઓના વેતન ઉપરાંત અન્ય વહીવટી ખર્ચ માટેની નાણાં સહાય કેન્દ્ર સરકાર દ્વારા અપાશે, જેનો ઉપયોગ કાર્યાલય ખર્ચ, મુસાફરી ખર્ચ, સ્ટેશનરી અને પરચૂરણ ખર્ચ, વાર્ષિક નિભાવ ખર્ચ, કમ્પ્યુટર અને એચ.એમ.આઈ.એસ. સોફ્ટવેર ખર્ચ, એકમના કર્મચારીઓની તાલીમનો ખર્ચ, ઓડીટ, મૂલ્યાંકન, સલાહકાર સમિતિઓના ખર્ચ તેમજ આયુષ હોસ્પિટલો કે સારવાર કેન્દ્રોમાં વધારાની વ્યક્તિઓની સેવાઓ લેવાનો ખર્ચ..વગેરે માટે કરી શકાશે. રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના આયુષ એકમોને પ્રશાસનિક ખર્ચ મારે સરકાર દ્વારા ૪% બજેટ અલગથી રાખવામાં આવું છે.

સ્રોતોની વહેંચણીનું માળખું

 1. આયુષ અભિયાનની સેવાઓ માટે તબીબી શિક્ષણ સંસ્થાઓ તેમજ આયુર્વેદ સિદ્ધ, યુનાની દવાઓ અને હોમિયોપથી જેવ ઉપચાર પદ્ધતિની દવાઓની ગુવત્તા સુધારવા જરૂરી ઉપાય કરાશે. હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ તથા જમ્મુ કશ્મીર- આ ત્રણ પર્વતીય રાજ્યો અને પૂર્વોત્તર ભારતના રાજ્યો માટે ગ્રાન્ટ-ઇન-એઈડનો કેન્દ્ર સરકારનો ફાળો ૯૦% રહેશે, અને બાકીનો રાજ્યો માટે ૧૦% ફાળો જે-તે રાજ્યોનો રહેશે. દેશના અન્ય રાજ્યો માટે તથા કેન્દ્રશાસિત પ્રદેશો માટે કેન્દ્રના ૭૫% અને રાજ્યના ૨૫% મુજબ અભિયાનના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.
 2. ઔષધીય વનસ્પતિ અંગે થતો ખર્ચ ત્રણ પર્વતીય રાજ્યો- હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર માટે સંપૂર્ણ ૧૦૦% ભારત સરકાર આપશે, જ્યારે અન્ય રાજ્યોમાં ૯૦% કેન્દ્ર અને ૧૦% ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
 3. રાજ્ય સ્તરે ઊભું થનાર સ્ત્રોતનું માળખું આ અભિયાન અંગે ભારત સરકારનો ફાળો આ માપદંડો અનુસાર મળવાપાત્ર રહેશે.
 • પૂર્વોત્તર ભારતના રાજ્યો, પહાડી રાજ્યો, ટાપુ પ્રદેશો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વસ્તીદરનો ભારાંક ૭૦% અને ગુણાંક ૨% રહેશે.
 • માથાદીઠ આવકની ગણતરી માંન્નાંકના આધારે કરીને જે-તે રાજ્ય કે પ્રદેશને ૧૫% ભારાંક આપવામાં આવશે.
 • નાણાંકીય વર્ષની સમાપ્તિએ (૩૧મી માર્ચ) પાછળના વર્ષની બાકી રહી ગયેલી ચૂકવણીઓ અંગે ટકાવારીના વ્યસ્ત પ્રમાણનો નિયમ લાગુ કરીને એકમની કામગીરીનું મૂલ્યાંકન કરાશે જેનો ભારાંક ૧૫% રખાયો છે.
 1. રાષ્ટ્રીય આયુષ અભિયાનની કેટલીક પ્રવૃત્તિઓ આવશ્યક છે જ્યારે બીજી કેટલીક પ્રવૃત્તિઓ અનુકૂળતા મુજબ હાથ ધરી શકાશે . આવશ્યક પ્રવૃત્તિઓ માટે રાજ્યો પૂરા પડાયેલા ભંડોળનો ૮૦% ભાગ ખર્ચી શકશે. બાકીનું ૨૦% ભંડોળ પુરક પ્રવૃત્તિ માતેઉપ્યોગ કરી શકાશે. જેમાં અન્ય થયેલ કોઈ પ્રવૃત્તિ માટે વધુમાં વધુ ૫% ભંડોળ વાપરી શકાશે.
 2. રાજ્યના એકમો દ્વારા ગયા વર્ષે નહી વપરાયેલ ફંડ બાદ કરીને તેમજ કોઈ વ્યાજની ચૂકવણી થઈ હોય તે ઉમેરીને ચાલુ વર્ષ માટેનું ફંડ આપવામાં આવશે.

કાર્ય યોજના

 • ભારતના સરકારના આયુષ વિભાગ દ્વારા જે તે રાજ્ય એકમો માટે થયેલ બજેટ ફાળવણીની જાહેરાત ૩૧મી ડિસેમ્બરે કરવામાં આવશે.
 • અભિયાનના કુલ ખર્ચ પૈકી રાજ્યો દ્વારા થનાર હિસ્સાની જાહેરાત ૩૧મી માર્ચે કરવામાં આવશે.
 • રાજ્ય એકમો દ્વારા હાથ ધરાનાર પ્રવૃત્તિઓની કાર્ય યોજનાની રૂપરેખા ભારત સરકારના આયુષ વિભાગને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં મળી જશે.

આયુષ અભિયાનનું નિરીક્ષણ અને મુલ્યાંકન

 • આયુષ અભિયાનની કામગીરીના નિરીક્ષણ માટે રાજ્ય અને કેન્દ્ર સ્તરે ખાસ એકમો રચવામાં આવશે. આ એકમોની કાર્યવાહી સરળ બને એ હેતુસર હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઊભી કરવાનું આયોજન છે, જે વિવિધ રાજ્યોની તથા દેશની આરોગ્ય પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે.
 • અભિયાન સુચારુરૂપે ચાલતું રહે એ માટે સતત મૂલ્યાંકન થતું રહેશે, અને અભિયાનના અમલમાં કોઈ અડચણો જણાઈ આવે તો તેના ઉપાયો સૂચવવામાં આવશે. અભિયાનને બે વરસ પૂરા થશે, ત્યારે સમગ્ર અભિયાનનું એક ત્રાહિત એજન્સી દ્વારા મૂલ્યાંકન થશે.

અપેક્ષિત ફલશ્રુતિ

 • આયુષ શિક્ષણ આપતી સંસ્થાઓના વિકાસ માટે અને જરૂર જણાય તો નવી તબીબી શિક્ષણ સંસ્થાઓ સ્થાપીને દેશમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવામાં આવશે.
 • આયુષ હોસ્પિટલો અને ચિકિત્સા કેન્દ્રોની સંખ્યા વધારીને દેશમાં સુખાકારી વધારવાના ઉપાયો યોજાશે અને લોકોને વાજબી ભાવે તમમાં પ્રકારની દવાઓ મળતી રહે, આરોગ્ય સેવા આપતા કર્મચારીઓ બધે પૂરતી સંખ્યામાં હોય, એ બાબતો પર ધ્યાન અપાશે.
 • વિવિધ તબીબી શાખાઓની જરૂરીયાત અનુસારની દવાઓની પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થાય એ માટે ફાર્મસી ઉદ્યોગને તમામ કાચો માલ મળી રહે, એવી ચય્વ્સ્થા કરાશે.
 • ઔષધોનું નિર્માણ કરતી ફાર્મસીઓની સંખ્યા વધારશે, ઔષધોની ગુણવત્તાની ચકાસણી કરવા માટેની પ્રયોગશાળાની સખ્યા વધારશે અને લોકને જરૂરી દવાઓ મળી રહે એવી વિતરણ વ્યવસ્થા ગોઠવાશે.

સ્ત્રોત  :  આયુષ

2.90625
જાડેજા યોગરાજસિંહ Mar 30, 2019 01:13 PM

મારી પાસે "આયુષ્ય માન ભારત યોજના" નું કાર્ડ નથી પણ મે ઑનલાઇન કરાવ્યું હતું ઑર્ડર નમ્બર છે તો શું તેના પર કોઈ હોસ્પિટલ મા સારવાર થય શકે કે શું કરવું રીપ્લેય આપવા વિનંતી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top