હોમ પેજ / આરોગ્ય / નીતિઓ અને યોજનાઓ / ઇન્દ્રધનુષ અભિયાન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઇન્દ્રધનુષ અભિયાન

મિશન ઇન્દ્રધનુષ યોજના વિશેની માહિતી આપવામાં આવી છે

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ૨૦૧૪ના ડિસેમ્બરની ૨૫મી તારીખે ઇન્દ્રધનુષ અભિયાનનો આરંભ કરાયો હતો. ૨૦૦૯થી ૨૦૧૩ના ગાળામાં રસીકરણનો લાભ ૬૧થી વધીને ૬૫% થયો હતો, વાર્ષિક માત્ર ૧%ની વૃદ્ધિ ગણાય. ૨૦૨૦ની સાલ સુધીમાં તમામ બાળકોને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવા માટે વાર્ષિક ૫% વૃદ્ધિદરનો લક્ષ્યાંક રાખવાના હેતુથી ઇન્દ્રધનુષ અભિયાન શરૂ કરાયું છે.
હેતુઓ- રસી દ્વારા અટકાવી શકાતા રોગોનો ભોગ એક પણ બાળક ન બને તે માટે સાલ ૨૦૨૦ સુધીમાં દેશના તમામ બાળકોને આવરી લેવા છે. ૧૨ હેત્લા જીવલેણ રોગો સામે બાળકોને રક્ષણ આપવા દર વર્ષે ૨ કરોડ ૬૦ લાખ બાળકોને ભારથી સાર્વત્રિક રસીકરણ યોજના હેઠળ રસી મૂકવામાં આવે છે. ક્ષય, ડીપ્થેરીયા, ધનીર, પોલીયો, કમળો, ન્યુમોનિયા, મગજનો તાવ, ઇન્ફ્લ્યુએન્ઝા-ટાઈપ-બી, ઓરી, અછબડા, જાપનીઝ અન્સિફેલાઈટીઝ, રોતા વાઈરસ ડાયેરિયા વગેરે રોગોથી બાળકોને બચાવવા માટે વિવિધ પ્રકારની જીવનરક્ષક રસીઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.
અમલીકરણ-રસીકરણ ઝૂમ્બેશમાં નથી આવરી શક્યાં અથવા કોઈ કારણસર બાળકોને રસીઓનો લાભ નથી લીધો, એવા વિસ્તારો શોધી કાઢીને ત્યાં બધા જ બાળકોને સમાવી લેવાના પ્રયત્નો કરાશે. બાળકમાં પ્રારંભથી જ રોગ સામે લડવાની તાકાત આવે તે હેતુથી સગર્ભા સ્ત્રીઓને ધનુરની રસી, ઓ.આર.એસ.ના પડીકા અને ઝીંકની ગોળીઓ પૂરી પાડશે, એ સાથે મહિલાઓને સખ્ત ઝાડા થઈને લોહીમાંથી પાણીનું પ્રમાણ ઘટી જવાની ફરિયાદ દૂર કરવા વિટામીન-એ પણ આપવામાં આવે છે.
૨૦૧૫ના એલ્રીલની સાતમી તારીખે પસંદ કરેલા ૨૦૧ જીલાઓમાં સતત એક અઠવાડિયા સુધી રસીકરણ કાર્યક્રમ એક ઝૂંબેશના રૂપમાં શરુ કરીને ઇન્દ્રધનુષ અભિયાનના પ્રથમ તબક્કાનો આરંભ કરેલો. સતત એક સ્ત્પાહ રસી મૂકવાનો કાર્યક્રમ સળંગ ચાર મહિના સુધી ચાલ્યો. આ દરમ્યાન ૭૫ લાખ બાળકોને આવરી લીધા, જેમાંના ૨૦ લાખ બાળકોને બધા જ પ્રકારની રસીઓ આપવામાં આવી, સાથો સાથ ૨૦ લાખ ગર્ભવતી મહિલાઓને ધનૂર સામે રક્ષણ અપાતી રસી મૂકવામાં આવી.
ઇન્દ્રધનુષ અભિયાનના બીજા તબક્કામાં ૩૫૨ જિલ્લાઓને આવરી લેવાયા, જે પૈકીના ૨૭૯ જિલ્લાઓમાં રસીકરણ ઝૂંબેશ અધૂરી રહી ગઈ હતી અને બીજા ૭૩ જિલ્લાઓમાં તો આ ઝૂંબેશ લગભગ નહી જેવી જ ચાલેલી. ઇન્દ્રધનુષ અભિયાનના આ બીજા તબક્કામાં પણ સતત એક અઠવાડિયા સુધી રસીકરણ કાર્યક્રમ ચાલેલો, જે સળંગ ચાર મહિના સુધી ચાલતો રહેલો અને એની શરૂઆત ૨૦૧૫ના ઓક્ટોબર માસથી કરેલી.
ઇન્દ્રધનુષ અભિયાનના પહેલાં અને બીજા તબક્કામાં ૧ કરોડ ૪૮ લાખ બાળકો ત્ર્મ્જ ૩૮ લાખ ગર્ભવતી મહિલાઓને રસીકરણનો લાભ અપાયો હતો. લગભગ ૩૯ લાખ બાળકો અને ૨ લાખ ગર્ભવતી મહિલાઓને તમામ પ્રકારની રસીઓનો પૂરો લાભ અપાયો હતો. જ્યાં બાળરોગો અને ગર્ભવતી મહિલાઓને આરોગ્યના પ્રશ્નો હતા તેવા સ્થળોએ રસીકરણની ૨૧ લાખ ૩૦ હજાર શિબિરો યોજીને ત્રણ કરોડ ૬૬ લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ઇન્દ્રધનુષ અભિયાનનો ત્રીજો તબક્કો ૨૦૧૬ના એપ્રિલની ૭મી તારીખે શરુ કર્યો, જેમાં ૨૧૬ જિલ્લાઓને આવરી લીધા. ૨૦૧૬ના એપ્રિલથી જુલાઈ માસ સુધી દર મહિને એક અઠવાડિયું સળંગ રસીકરણ કાર્યક્રમો યોજ્યા. બાળકો અને મહિલાઓમાં રસી મેળવનારની સંખ્યા ૬૦% થી ઓછી હતી, એવા ૨૧૬ જિલ્લા પસંદ કરવામાં આવેલા. નિયમ તો ૨ વર્ષની ઉંમર સુધીના બાળકોનો છે, પણ આ ભીયાનમાં ૫ વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને આવરી લઈને ટીપીટીની ત્રિગુણી રસી આપવામાં આવી હતી. આ જિલ્લાઓમાં સગર્ભા મહિલાઓને શોધી શોધીને ધનૂરના ઈન્જેકશનનો પણ આપવામાં આવ્યા હતા.
ઇન્દ્રધનુષ અભિયાનના આ ત્રણ તબક્કાઓમાં કુલ મળીને ૨૮ લાખ ૭૦ હજાર રસીકરણ શિબિરો યોજીને ૨ કરોડ ૧૦ લાખ બાળકો તેમજ ૫૫ લાખ ૯૦ હજાર સગર્ભા મહિલાઓને આવરી લીધી. આમાંના ૫૫ લાખ બાળકોને તમામ પ્રકારની રસી મૂકવામાં આવી અને આ અભિયાન રસીની ઓછી ર્કાવારી ધરાવતા ૪૯૭ જિલ્લાઓમાં ચલાવવામાં આવેલું. ઇન્દ્રધનુષ અભિયાનના આરંભથી તમામ પ્રકારની રસી મેળવેલ બાળકોની ટકાવારીનો વાર્ષિક વિકાસ દર ૫ થી ૭% ના ડરે વધતો રહ્યો. એમ કહી શકાય કે વાર્ષિક વિકાસ દર ૬.૭% રહ્યો.
ઇન્દ્રધનુષ અભિયાનના ચોથા તબક્કાની શરૂઆત ૨૦૧૭નાં ફેબ્રુઆરીની ૭મી તારીખે થયેલી, જેમાં અરુણાચલ પ્રદેશ, અસમ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ, સિક્કિમ અને ત્રિપુરા-જેવા પૂર્વોત્તર ભારતના રાજ્યોને આવરી લેવાયા. એ પછી ૨૦૧૭ના એપ્રિલ મહિનાથી આ અભિયાન હેઠળ સમગ્ર ભારત દેશને આવરી લેવામાં આવ્યો. ઇન્દ્રધનુષ અભિયાનના ચાર તબક્કાઓ દરમિયાન સમગ્ર દેશના ૨ કરોડ ૫૩ લાખ બાળકો તેમજ ૬૮ લાખ સગર્ભા મહિલાઓને જીવનરક્ષક રસીઓનો લાભ અપાયો. ભારત સરકારના અયોગ્ય મંત્રાલયને આ અભિયાન ચલાવવા માટે વિશ્વ આરોગ્ય સંથા યુનિસેફ, રોટરી ઇન્ટરનેશનલ તેમજ અભિયાનમાં જોડાયેલા અન્ય દાતાઓનો સહકાર મળ્યો હતો. અભિયાન સફળતાપૂર્વક ચાલે એ માટે સમૂહ માધ્યમો તેમજ બહોળા પ્રચાર દ્વારા લોકજાગૃતિ કેળવી હતી અને આ યોજનાના અમલીકરણ ઉપર ખાસ દેખરેખ રાખવામાં આવી હતી, અને શિબિરોના સંચાલન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિશેષ ધ્યાન રાખવાના ક્ષેત્રો:

જે ક્ષત્રમાં રસીકરણની ટકાવારી ઓછી હતી, એવા ૨૦૧ જિલ્લાઓમાં ઇન્દ્રધનુષ અભિયાનનો પહેલો તબક્કો અમલમાં મૂકેલો. એ પછીથી બીજા ૨૯૭ જિલ્લાઓમાં વર્ષ ૨૦૧૫માં બીજો તબક્કો અને વર્ષ ૨૦૧૬માં બાકી રહી ગયેલા બીજા ૨૧૬ જિલ્લાઓમાં ત્રીજો તબક્કો ચાલેલો.

જિલ્લામાં એવી વસાહતો શોધી કાઢવામાં આવતી, જ્યાં શિશુઓમાં રોગોનું પ્રમાણ વધુ હતું, આ માટે નાબુદી અભિયાન વખતે મળેલી મહિતીનો આધાર લેવાયેલો. છૂટાછવાયા ગામડા, દુર્ગમ પહાડી પ્રદેશ કે અન્ય રીતે વિખૂટા પડી ગયેલા કસબાઓ શોધી કાઢીને રસીકરણ થયું છે કે નહીં અને થયું હોય તો પૂર્ણ રસીકરણ થયું છે કે અમુક જ રસીઓ મૂકાવી છે, એ જાની લેવામાં આવતું. આ સર્વેક્ષણોમાં એવી માહિતી મળી કે એવા કેટલાંક વિસ્તારો છે, જ્યાં રસીકરણની કામગીરી અધૂરી રહી ગઈ છે. ઇન્દ્રધનુષ અભિયાનમાં આ તમામ વિસ્તારોને આવરી લેવાનું નક્કી કર્યું હતું.

રસીકરણ કાર્યક્રમોથી સાવ અજાણ હોય, તેવા લોકોની ઓળખ પોલીયો નાબૂદી અભિયાન સમયે થઈ હતી, જેમાં ખાસ કરીને-

  • શહેરની ઝૂંપડપટ્ટીઓ કે કામચલાઉ છપરા
  • વિચરતી જાતિના લોકો
  • ઇંટોના ભઠ્ઠા પર કામ કરનારા લોકો
  • બાંધકામ સ્થળે મજૂરી કરતાં લોકો
  • ધંધા-રોજગાર અર્થે ભટકતું જીવન જીવતાં લોકો જેમાં માછીમાર લોકોના ઋતુ અનુસારના સ્થળાંતરો, નદીકાંઠે વસતા લોકો, જંગલોમાં ભટકતા લોકો... વગેરે
  • જંગલ કે આદિવાસી પ્રદેશોમાં સાવ વિખૂટા રહીને જીવતાં લોકો.

આ બધાને આવરી લેવાના હતા.

બાળકોમાં રસીકરણની ટકાવારી ખૂબ ઓછી હોય, ઓરી-અછબડા અથવા તો રસી દ્વારા દૂર રાખી શકાય એવા રોગો વધારે જોવા મળે, એમને પણ આવરી લેવાના હતા.

જ્યાં સરકારી દવાખાના નથી, અથવા હોય તો રસી મૂકી આપે એવા કર્મચારીઓ નથી તેવા સ્થળોની આસપાસની વસતી પણ આવરી લેવાની હતી.

સાવ ટચૂકડા ગામડા, કસબાઓ, ઢાણીઓ, મુવાડા કે ઝૂંપડા વસાહતો- જ્યાં રસી મૂકવાના કામ થયા નહોતા, એમણે આવરી લેવાના હતા.

ઇન્દ્રધનુષ અભિયાનના બીજા તબક્કાના ૩૫૨ જિલ્લાઓ, તેમજ ત્રીજા તબક્કાના ૨૧૬ જીલાલ્લાઓની સૂચી આરોગ્ય વિભાગની વેબસાઈટ પર દર્શાવાઈ છે.

ઇન્દ્રધનુષ અભિયાનનો ચોથો તબક્કો અરુણાચલ પ્રદેશ, અસ્મ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ, સિક્કિમ અને ત્રિપુરા – આ પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં ૨૦૧૭ના ફેબ્રુઆરીની ૭મી તારીખે શરૂ થયો અને એપ્રિલથી આ અભિયાનમાં સમગ્ર દેશને આવરી લેવાયો.

અભિયાનનું આયોજન:

સમગ્ર દેશના બાળકો અને સગર્ભા મહિલાઓ જીવનરક્ષક ર્સીઓની બધા જ પ્રકારની રસીઓ પૂરી પાડવા માટેનો આ વિશેષ કાર્યક્રમ છે. ખાસ કરીને રસી મૂકાવેલા બાળકોની ટકાવારી ઓછી છે, ત્યાં આ ઝૂંબેશને ધ્યાનપૂર્વક ચલાવવામાં આવશે, જેથી કોઈ બાકી ન રહે.

રસી મૂકવા માટે શિબિરોનું આયોજન થશે. જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તરે સંલન કરાશે. જરૂરી રસીઓનો પૂરતો જથ્થો આપવામાં આવશે. નાના ગામડાં, ઇંટોના ભઠ્ઠા, બાંધકામ ચાલતું હોય તેવા સ્થળો, છૂટીછવાઈ વસાહતો અને વીચરતું જીવન જીવતાં પરિવારોને પણ આવરી લેવામાં આવશે.

સમૂહ માધ્યમો, પ્રચારના અન્ય માધ્યમો, શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ વગેરેનો હેતુપૂર્વક ઉપયોગ કરીને રસી મૂકવાના ફાયદા વિશે લોકોને સમજાવવામાં આવશે. માતા-પિતાને ગંભીર રોગ-જીવલેણ રોગથી બચવા રસીઓ કેટલી અસરદાર છે સમજાશે, તો સામે ચાલીને એ લોકો પોતાનાં બાળકોને લઈને રસિકરણ શિબિરમાં આવશે.

આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ રસીકરણ ઝૂંબેશમાં જોડાય છે, તેમણે પૂરી માહિતી અને રસીકરણની તાલીમ આપવામાં આવશે.

આરોગ્ય વિભાગ આ અભિયાન સફળતાપૂર્વક પાર પડે એ માટે સરકારના અન્ય વિભાગો તથા અન્ય મંત્રાલયો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને અભિયાનમાં ભાગીદાર બનેલા એકમો સાથે જરૂરી સંકલન સાધશે.

સઘન કાર્યક્રમ ઇન્દ્રધનુષ

બે વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકો તેમજ તમામ સગર્ભા મહિલાઓને જીવલેણ રોગો સામે રક્ષણ આપતી રસીઓનો લાભ સમગ્ર દેશમાં પૂરો પડવાનું આ વિશેષ અભિયાન છે. ૨૦૧૮ની ડિસેમ્બર મહિના સુધીમાં ૯૦%થી વધુ સફળતા હાંસલ કરવા આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે.

સળંગ ચાર મહિના સુધી, દર મહિને એક અઠવાડિયું સતત રસિકન શિબિરો યોજવા માટે ૧૬ રાજ્યોના ૧૨૧ જિલ્લાઓ તેમજ ૧૭ શહેરો પસંદ કર્યા છે, એ સાથે પૂર્વોત્તર ભારતના ૮ રાજ્યોના ૫૨ જિલ્લાઓ પસંદ કર્યા છે, જ્યાં ૨૦૧૭ના ઓક્ટોબરથી ૨૦૧૮ના જાન્યુઆરી મહિના સુધી રસીકરણ શિબિરો યોજાશે. શહેરી વિસ્તારો અને જિલ્લા દૂરના કે ઊંડાણના વિસ્તારો પર ખાસ ધ્યાન અપાશે. રાષ્ટ્રીય સર્વેક્ષણો, આરોગ્ય આયોજન માહિતી વ્યવસ્થા તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વેક્ષણો- એ ત્રણેયનો સમાવેશ કરીને લાભાર્થીઓને ઓળખ કરાશે.

અભિયાનના સફળ અને સમયબદ્ધ અમલીકરણ માટે સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો, નિરીક્ષક સંસ્થાઓ સાથે જરૂરી સંકલન કરવામાં આવશે. આ અભિયાનમાં મહિલા અને બાળવિકાસ મંત્રાલય, પંચાયતી રાજ, શહેરી વિકાસ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રાલય વગેરે સંસ્થાઓનો સહકાર લેવાશે. છેવાડાના કાર્યકર તરીકે કામગીરી બજાવી શકે તેવા આશાવર્કરો, આંગણવાડીની બહેનો, જિલ્લા પ્રેરકો, આરોગ્ય સેવકો અને કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ લેવાશે.

આ અભિયાનના અમલીકરણનું રાષ્ટ્ર, રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે નિરીક્ષણ અને મૂલ્યાંકન થતું રહેશે. સમગ્ર અભિયાન પર રાષ્ટ્રીય સ્તરે કેબિનેટ સેક્રેટરી તેમજ પ્રગતિ જૂથની નજર રહેશે.

રસીકરણ ઝૂંબેશ માટેની શિબિરો, લાભાર્થીઓની સંખ્યા વગેરે વિગતો સરકાર મેળવતી રહેશે અને અભિયાન રાજ્ય કે જિલ્લા સ્તરે વ્યવસ્થિત ચાલી રહ્યું છે કે તેની સમીક્ષા કરાતી રહેશે. મુખ્ય હેતુ તો ૨૦૧૮ના ડિસેમ્બર સુધીમાં ૯૦% સિદ્ધિ મેળવવાનો છે.

૯૦% કે તેથી વધુ સિદ્ધિ મેળવતા જિલ્લાઓને શાબાસી આપીને તેમણે યોગ્ય પુરસ્કાર આપવાનું આયોજન પણ કરાયું છે, જેથી આંતરિક હરીફાઈ દ્વારા અભિયાનમાં જોડાયેલા એકમોને ઉત્સાહથી કામ કરવાની પ્રેરણા મળે. અભિયાનમાં જ્યેલા એઅક્મોને ઉત્સાહથી કામમ કરવાન પ્રેરણા મળે. ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વ્યક્તિગત કે સામજિક સંસ્થાને પણ પ્રશસ્તિપત્ર દ્વારા બિરદાવવામાં આવશે.

સ્ત્રોત:

3.01351351351
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top