অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

PMJAY

૧૫ ઓગસ્ટ ૨૦૧૮ દેશના વડાપ્રધાનએ Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY) ની ઘોષણા કરી હતી. આ યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. આ યોજના હેઠળ દેશના લગભગ 10 કરોડ પરિવાર એટલે કે લગભગ ૫૦ કરોડ લોકોને દર વર્ષે 5 લાખનો સ્વાસ્થ્ય વીમો મળશે. આ યોજના નો લાભ અંદાજીત 8 કરોડ ગ્રામિણ પરિવારો અને 2.4 કરોડ શહેરી પરિવારો ને મળશે.આવી રીતે દેશની લગભગ ૪૦% જનસંખ્યા ને સ્વાસ્થ્ય વીમો મળશે.આ યોજના માં લાભાર્થી પરિવારો ને યોજના સાથે જોડાયેલી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો મા તદન મફત સારવાર મળશે.

યોજનાનો લાભ કોને મળશે?

આ યોજના નો લાભ વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી દરમ્યાન ગરીબ તરીકે ચિન્હિત કરેલા બધા પરિવારોને મળશે. આ યોજનામા ઉમ્ર કે પરિવારના આકારની કોઈ લીમીટ નથી. અને હા જે લોકો ૨૦૧૧ પછી ગરીબ બન્યા હોય એવા લોકો/પરિવારોને આ યોજનાનો લાભ મળશે નહી!

તમારું નામ કેવી રીતે ચેક કરવું

PMJAY યોજના મા તમારું નામ છે કે નહી તે તમે ઓનલાઈન ચેક કરી શકો છો. એના માટે તમારે mera.pmjay.gov.in ની વેબસાઈટ ઓપન કરવાની રહેશે.

વેબસાઈટ પૂરી ખુલી ગયા બાદ ત્યાં આપવામાં આવેલ બોક્ષ માં તમારો મોબાઈલ નંબર અને ત્યાં આપવામાં આવેલ સિક્યુરિટી કોડ નાખો. ત્યારબાદ Generate OTP બટન પર ક્લિક કરો જેથી તમારા મોબાઈલ પર એક OTP આવશે. આ OTP ને વેબસાઈટ પર ઈનપુટ કરી Submit બટન પર ક્લિક કરો.

 

આવું કરવાથી એક બીજું પેજ ખુલશે, જેમાં તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું નામ સર્ચ કરવા માટે 4 ઓપ્શન આપવામાં આવેલા હશે, નામથી, રેશનકાર્ડ નંબરથી, મોબાઈલ નંબરથી અને RSBY URN નંબરથી. કોઈપણ એક ઓપ્શન પસંદ કરી તે અનુસાર ડીટેલ્સ નાખી Search બટન પર ક્લિક કરવું.

 

 

 

 

 

 

જો આ યોજનામા તમારું નામ હશે, તો થોડીવાર પછી જમણી બાજુ તમારું નામ, એડ્રેસ જેવી માહિતી આવશે અને તમે દાખલ કરેલા મોબાઈલ નંબર પર SMS પણ આવશે.

લાભ કેવી રીતે મળશે?

PMJAY યોજના માટે લાભાર્થી ને કોઈ સ્પેશીયલ કાર્ડની જરૂર નહી પડે. લાભાર્થીએ માત્ર પોતાની ઓળખાણ સ્થાપિત કરવાની આ યોજના સાથે સંકળાયેલ દરેક સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમા “આયુષ્યમાન હેલ્પ ડેસ્ક” હશે. જ્યાં લાભાર્થી એ પોતાની પાત્રતા, ડોક્યુમેન્ટ્સ આપી પુરવાર કરવાની રહેશે. પાત્રતા પુરવાર થઇ ગયા પછી લાભાર્થીને 5 લાખ સુધીના ઈલાજ માટે એકપણ રૂપિયો નહિ ખર્ચવો પડે.

હાલ PMJAY યોજના દિલ્લી, પશ્વિમ બંગાળ, ઓરિસ્સા, કેરળ, તેલંગાણા અને પંજાબમાં લાગુ નહી થાય! કેમકે તે રાજ્યોમાંથી અમુક રાજ્યમાં આવી સમાન યોજના લાગુ છે, અને અમુક રાજ્ય પોતાની આવી યોજના ઇચ્છે છે.

આયુષ્માન ભારત યોજનામાં સમાવિષ્ટ મુખ્ય બીમારીઓ અને સર્જરીઓ

આયુષ્માન ભારત યોજનામાં દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો લાભ વિનામૂલ્યે મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. ગરીબ પરિવારમાં લગ્ન પછી આવેલી મહિલા તેમજ નવજાત બાળકને પણ યોજનાનો લાભ મળશે.

આયુષ્માન મિત્ર કરશે મદદ

આયુષ્માન ભારત યોજના અંતર્ગત હોસ્પિટલમાં દાખલ થનાર નાગરિકની મદદ માટે નેશનલ હેલ્થ એજન્સી દ્વારા દરેક હોસ્પિટલમાં ખાસ વ્યક્તિની નિમણુંક કરવામાં આવી છે જેને આયુષ્માન મિત્ર નામ આપવામાં આવ્યું છે. આયુષ્માન મિત્ર દર્દીનાં દાખલ થવાથી ડીસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરશે.

તમામ વ્યવહારો પેપરલેસ-કેશલેસ થશે, લાભાર્થીનાં ખાતામાં જ રકમ જમા થશે

આયુષ્યમાન ભારત યોજનામાં દર્દી સંબંધિત તમામ વ્યવહારો પેપરલેસ અને કેશલેસ થશે. આ માટે નીતિ આયોગની ભાગીદારી દ્વારા એક આઈ.ટી. પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીને મળતી રકમ ડાઇરેક્ટ ડેબિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખાતામાં જ જમા કરવામાં આવશે. લાભાર્થીને મળતી રકમમાં કેન્દ્ર સરકાર 60 ટકા ખર્ચ અને રાજ્ય સરકાર 40 ટકા ખર્ચ ભોગવશે.

સ્ત્રોત: જરૂરીજ્ઞાન. કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate