હોમ પેજ / આરોગ્ય / નીતિઓ અને યોજનાઓ / નેશનલ આયર્ન + ઇનીશેટીવ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નેશનલ આયર્ન + ઇનીશેટીવ

નેશનલ આયર્ન + ઇનીશેટીવ વિષે ની માહિતી આપેલ છે

અનુ

વિગતો

યોજનાનું નામ/પ્રકાર

નેશનલ આયર્ન + ઇનીશેટીવ

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

 • ૬ મહિનાથી પ વર્ષ સુધીના તમામ બાળકો (પ્રી સ્‍કુલ)
 • સરકારી અને સરકારી સહાય મેળવતી શાળાઓ કક્ષા 1 થી 12 સુધીના તમામ બાળકો
 • પ થી ૧૦ વર્ષ સુધીના બાળકો શાળાએ જતા નથી તેવા બાળકોને પણ આંગણવાડીમાં આવરી લેવામાં આવે છે.
 • ૧૦ થી ૧૯ વર્ષ સુધીની તરૂણીઓ
 • સગર્ભા અને ધાત્રી માતાઓ.
 • પ્રજનન વયની ૨૦ થી ૪૯ વર્ષની તમામ મહિલાઓ.

યોજના અંતર્ગત સહાય/લાભ

 • આ યોજના અંતર્ગત ઉપર દર્શાવેલ લાભાર્થીઓને આયરનની ગોળીઓ તથા આયર્ન સિરપ આપવામાં આવે છે.
 • સરકારી સંસ્‍થાઓમાં એનીમીયાની ગંભીરતા પ્રમાણે સારવાર આપવામાં આવે છે, જેમાં બ્‍લડ ટ્રાન્સફુઝન અને આયરન સુકોઝ ઇજેકશન થેરેપી સામેલ છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

 • ૬ મહિનાથી પ વર્ષ સુધીના બાળકોનો અઠવાડિયામાં બે વાર નાં IFA સીરપ આશા ધ્‍વારા આપવામાં આવે છે.
 • પ વર્ષ થી ૧૯ વર્ષ સુધીનાં સ્‍કુલ જતાં બાળકોનાં શાળાનાં શિક્ષક ધ્‍વારા અને શાળાએ ન જતાં બાળકોને આંગણવાડી વર્કર ધ્‍વારા અઠવાડિયામાં એક વાર IFA ગોળી આપવામાં આવે છે.
 • સગર્ભા અને ધાત્રી માતાઓને સગર્ભાવસ્થાનાં પ્રથમ ત્રણ માસ બાદથી પ્રસુતિ સુધી તથા ધાત્રી માતાને પ્રસુતિ બાદથી પ્રથમ છ માસ સુધી દરરોજ IFA ની ગોળી ફિમેલ હેલ્‍થ વર્કર અને આશા ધ્‍વારા આપવામાં આવે છે.
 • પ્રજનન વયની તમામ મહિલાઓને આશા ધ્‍વારા અઠવાડિયામાં એક વાર IFA ની ગોળી આપવામાં આવે છે.

યોજનાનો લાભ કયાંથી મળશે.

તમામ સરકારી અને સરકારી સહાય મેળવતી આરોગ્‍ય સંસ્‍થાઓમાં અને શાળાઓમાં, આંગણવાડીમાં, આશા ધ્‍વારા ઘરે ઘરેથી લાભ મળશે.

સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

3.01086956522
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top