অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જનની સુરક્ષા યોજના

જનની સુરક્ષા યોજના

અ.નં.

વિગતો

યોજનાનું નામ/પ્રકાર

જનની સુરક્ષા યોજના

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

આ યોજનામાં ગરીબી રેખા હેઠળની બી.પી.એલ.કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસુતા બહેનો, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જન જાતિ કુટુંબોની તમામ પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે, જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્‍ધ ન હોય તેમણે તેઓના વિસ્‍તારનાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્‍ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

યોજના અંતર્ગત સહાય/લાભ

આ યોજના હેઠળ લાભાર્થીને રૂ.૭૦૦/- ગ્રામ્ય વિસ્તારમાં તેમજ રૂ. ૬૦૦/- શહેરી વિસ્તારમાં પોષણયુકત ખોરાક, પ્રસુતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્‍ય કોઇ ખર્ચને પહોંચી વળવા માટે સર્ગભાવસ્‍થાના છેલ્‍લા ત્રણ મહિનાના સમયગાળામાં ચુકવવામાં આવે છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

આ યોજનાં અંતર્ગત સહાય માટે સ્‍ત્રી આરોગ્‍ય કાર્યકર પાસે ફોર્મ ભરાવાનું રહેશે અને સાથે બી.પી.એલ. કાર્ડનો અથવા આવકનો પુરાવો લગાવાનો રહેશે.

યોજનાનો લાભ કયાંથી મળશે.

સ્‍ત્રી આરોગ્‍ય કાર્યકર ( આપના વિસ્‍તાર) નાં ધ્‍વારા આપને આ લાભ આપવામાં આવશે.

સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate