હોમ પેજ / આરોગ્ય / નીતિઓ અને યોજનાઓ / કસ્તુરબા પોષણ સહાય યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કસ્તુરબા પોષણ સહાય યોજના

કસ્તુરબા પોષણ સહાય યોજના વિષે માહિતી આપેલ છે

”


આ વિડિયોમા સર્ગભાવસ્થામાં પોષણ વિષે જરૂરી માહિતી આપવામાં આવી છે

અનુ

વિગતો

યોજનાનું નામ / પ્રકાર

કસ્તુરબા પોષણ સહાય યોજના

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારની ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ.

ત્રણ બાળકો સુધીની પ્રસુતિ માટે સૂચવ્યા પ્રમાણે રૂા.૬૦૦૦/- ની નકકી કરેલ રકમ ત્રણ તબકકામાં એટલે કે પ્રતિ તબકકે રૂા.૨૦૦૦- ઠરાવેલ શરતોથી સહાય આપવાની રહેશે.

જે જિલ્લાઓમાં ઇન્દીરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના (IGMSY) લાગુ પડતી હોય ત્યાં તેના લાભાર્થી ન હોય તેને  જ આ યોજનાનો લાભ મળશે.

યોજના અંતર્ગત સહાય /લાભ

  1. સગર્ભાવસ્થામાં પ્રથમ છમાસમાં આંગણવાડી ખાતે મમતાદિવસમાં સગર્ભાવસ્થાની નોંધણી કરાવવાથી રૂા.૨,૦૦૦/- ની સહાય.
  2. સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂ.૨૦૦૦/- ની સહાય.
  3. બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન - એ આપ્‍યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ. ૨૦૦૦/- ની સહાય..  આમ, કુલ રૂ. ૬૦૦૦/- ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

  1. લાભાર્થી એ મમતા દિવસે સગર્ભાવસ્‍થાના પ્રથમ છમાસનાં ગાળામાંએફ.એચ. ડબ્લ્યુ. પાસે નોંધણી કરાવવાથી લાભ મળવાપાત્ર થશે.
  2. ગરીબી રેખા હેઠળ ની સગર્ભા માતાએ સુવાવડ સરકારી દવાખાના અથવા ચિરંજીવી યોજના હેઠળના દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો મળવાપાત્ર થશે.
  3. ગરીબી રેખા હેઠળની માતાના બાળકને બાળકના જન્મ બાદ ના ૯ માસ પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી  સાથે વિટામીન - એ આપ્યા બાદ અને સંપુર્ણ રસીકરણ પુર્ણ કરાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવાપાત્ર થશે.

યોજનાનો લાભ કયાંથી મળશે.

નાણા સીધા લાભાર્થીના ક્રોસ ચેકથી બેંક ખાતામાં/ પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે.

સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

 

3.01886792453
નીલમબેન પ્રવિણસિંહ પરમાર Jul 04, 2019 09:33 PM

સગર્ભા ને મળતી સહાય 6000 રૂપિયા હજુ સુધી અમને મળ્યો નથી બાળક પણ એક વર્ષનું થઈ ગયેલ છે છતાં પણ કોઈ સહાય મળેલ નથી

જનકબેન બળવંતકુમાર પગી Mar 03, 2019 09:23 PM

આ ફોમ અમે ભઉ પણ હજુ કોયીસહાય મલીનથી

સલમાબેન જુનેદ ભાઈ આમરોનીયા Dec 12, 2018 05:57 PM

હજુ સુધી એક પણ રૂપિયો મળ્યો નથી. ડિલિવરી 17.11.2018 રાજકોટ જનાના હોસ્પિટલ માં 11.37 પ્રાતઃ

પાયલ બા ઝાલા Sep 27, 2018 10:38 AM

નમસ્કાર સાહેબ કોઈપણ પ્રકારની આપવામાં આવી નથી છે ડોક્યુમેન્ટ પણ બધા આપેલા છે અરજીનું સ્ટેટસ ચેક કરવા શું કરવું પડે જવાબ આપશો

પરમાર શ્રવેતાબેન ચંન્દ્રકાંત ભાઇ Mar 02, 2018 03:45 PM

તા-1-11-2017ના રોજ ડીલવરી ગાંધીનગર સિવિલમાં થયેલ છે. અને આજદિન સુઘી તમામ ડોક્યુમેન્ટ અરજી સાથે આપેલ છે. છતાંય અમને એક પણ રૂપીયાની સહાય સરકાર શ્રી ની મળેલ નથી. આરોગ્ય ખાતે ને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ રકમ અમારા બેન્ક એકાઉન્ટ માં નાંખવા માં આવેલી નથી.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top