હોમ પેજ / આરોગ્ય / નીતિઓ અને યોજનાઓ / આરોગ્ય વિભાગની તબીબી સેવાઓની યોજના / મિશન બલમ્ સુખમ્ (ગુજરાત સ્ટેટ ન્યુટ્રીશન મિશન)
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મિશન બલમ્ સુખમ્ (ગુજરાત સ્ટેટ ન્યુટ્રીશન મિશન)

મિશન બલમ્ સુખમ્ (ગુજરાત સ્ટેટ ન્યુટ્રીશન મિશન)

અનુ

વિગતો

યોજનાનુંનામ/પ્રકાર

મિશન બલમ્ સુખમ્ (ગુજરાત સ્‍ટેટ ન્‍યુટ્રીશન મિશન)

યોજનાનાલાભાર્થીનીપાત્રતાનાંમાપદંડ

૦ - 5વર્ષસુધીનાંતમામકુપોષિતઅનેઅતિકુપોષિતબાળકો

યોજનાઅંતર્ગતસહાય/લાભ

આ યોજના અંતર્ગત ૦ - 5 વર્ષના તબીબી સારવારની જરૂરિયાત સિવાયના તમામ કુપોષિત બાળકોને બાલ શકિતમ્ કેન્‍દ્રવિલેજ ચાઇલ્‍ડ ન્‍યુટ્રીશન સેન્‍ટર(VCNC) પર ૩૦ દિવસની માવજત માટે રાખવામાં આવે છે. જયારે તબીબી સારવારની જરૂરિયાતવાળા કુપોષિત બાળકોને બાલ સેવા કેન્‍દ્ર ચાઇલ્‍ડ માલન્‍યુટ્રીશન ટ્રીટમેન્‍ટ સેન્‍ટર  (CMTC) અથવા બાળ સંજીવની કેન્‍દ્ર ન્‍યુટ્રીશન રીહેબીલેટેશન સેન્‍ટર(NRC) પર તબીબી સારવાર અને પોષણ પુનવર્સન અર્થે મોકલવામાં આવે છે.

યોજનાનોલાભમેળવવામાટેનીપધ્ધતિ

આંગણવાડી કાર્યકર અને આશા ગામના તમામ બાળકોની નોંધણી કરીયાદી બનાવશે.

ત્‍યાર બાદ એ.એન.એમ. આ બાળકોનું સ્‍ક્રીનીંગ કરશે. જેમાં તબીબી સારવારની જરૂરિયાત સિવાયના બાળકોને ગ્રામ્‍યકક્ષાએ બાળશક્રિત મ્કેન્‍દ્ર પર માવજત કરવામાં આવશે જયારે સામાન્‍ય તથા સધન તબીબી સારવારની જરૂરીયાતવાળા બાળકોને ક્રમશઃપ્રા.આ.કેન્‍દ્ર/સા.આ.કેન્‍દ્ર ખાતે બાળ સેવા કેન્‍દ્ર પર અને જિલ્‍લા હોસ્‍પિટલ / મેડીકલ કોલેજ હોસ્‍પિટલ ખાતે બાલ સંજીવની કેન્‍દ્ર (NRC) પર સારવાર્થે મોકલવામાં આવશે. ઉપરાંત મમતા દિવસે અને હોસ્‍પિટલમાં OPD દરમ્‍યાન મળતા કુપોષિત બાળકોનું સ્‍ક્રીનીંગ કરી તેઓને બાળ શકિતમ્ કેન્‍દ્ર / બાળ સેવા કેન્‍દ્ર / બાળ સંજીવની કેન્‍દ્ર પર રીફર કરવામાં આવશે.

યોજનાનોલાભકયાંથીમળશે.

યોજનાનો લાભ ગ્રામ્‍યકક્ષાએ આંગણવાડી કેન્‍દ્ર, તાલુકા કક્ષાએ પ્રા.આ.કેન્‍દ્ર/ સા.આ.કેન્‍દ્ર અને જિલ્‍લાકક્ષાએ જિલ્‍લા હોસ્‍પિટલ /મેડીકલ કોલેજ હોસ્‍પિટલમાં આયોજનાનો લાભ મળશે. જયારે શહેરી વિસ્‍તારમાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.

સ્ત્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

3.01923076923
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top